Satyanveshi itihaasni khojma - 1 in Gujarati Moral Stories by vansh Prajapati ......vishesh ️ books and stories PDF | સત્યનવેશી ઇતિહાસની ખોજમાં (ch -1)

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

સત્યનવેશી ઇતિહાસની ખોજમાં (ch -1)

ઇતિહાસએ માત્ર કોઈ કલ્પના નથી પરંતુ ઇતિહાસએ આપણી આગવી ધરોહર છે,

આધુનિક યુગના સાંપ્રત કાળમાં ઘણા જ લોકો ઇતિહાસને અમુક અંશે મીથ માનતા હોય છે, પરંતુ માત્ર તેમનામાં એક પ્રકાશરૂપી સમજણનો અભાવ છે.

કહેવામાં આવે છે ને કે પાર્વતોને કોઈના આદેશની જરૂર નથી પડતી એમ ઇતિહાસને પણ તેનામાં રસ ધરાવનાર જ સમજી શકે

લખવાનુંતો મેં લઘભગ 3 વર્ષ પહેલા જ શરુ કરેલું પણ અમુક અંશે બાધાઓને કારણે મારાથી કરીએટિવટી અને કરીએટીવ રાઇટિંગ વિશે લખવામાં રસ જાગ્યો કારણકે બાધાઓ પણ ક્યાં સુધી સત્યનવેશીને જકડી શકે?

આ અનેરા ઇતિહાસ ના વિષય ઉપર લખવાનો વિચાર મારો ક્યારનો હતો પણ થોડી આળસને કારણે લેટ થયું પણ હવે ધીરે ધીરે હું અનેક ઇતિહાસને લાગતા પ્રશ્નો અને જવાબો તમારી સમક્ષ મુકીશ. આઈ હોપ કે તમને જરૂર ગમશે...

પહેલા ભાગમાં આપણે અરેબિયન સમુદ્ર વિશે વાત કરીએ તો ભગવાન શ્રી હરિ વિષ્ણુના 8 માં અવતાર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને જે સમગ્ર કાળાઓના ધણી હતા તેમના સમયમાં ગીતાનો દિવ્ય સંદેશ સમગ્ર માનવ સમાજ માટે અપાયો...

આ જ ઇતિહાસની પરતને આપણે અહીં જોઈશું, દ્વારકા ગુજરાતનું એક અનમોલ દેવત્વ ધરાવનાર ભગવાન શ્રીકૃષ્ણની કર્મ ભૂમિ તરીકે માનવામાં આવે છે અને આ વાસ્તવિકતા છે..

દ્વારકાથી 35 કિલોમીટર દૂર લગભગ બેટ દ્વારકા છે અને તે એક ટાપુ ઉપર આવેલું છે , આ પણ એક અનોખી બાબત આપણને જોવા મળે છે કે જયારે માતા ગંધારીએ ભગવાન શ્રીકૃષ્ણને શ્રાપ આપીને કહ્યું હતું કે સમગ્ર યાદવ કુળનો પણ અંત જરૂર આવશે ત્યારે ભગવાન ચાહતા તો તેમને કોઈ શ્રાપ ન નડી શકતો પરંતુ મનુષ્યના રૂપમાં રહીને તેમને મહિમા દર્શાવતા આપણને આ સંદેશ આપ્યો અને શ્રાપને પણ સ્વીકાર્યો..

કોઈપણ વર્તમાન ઇતિહાસ બનવા નથી માંગતું પરંતુ સમય તેણે ઇતિહાસ જરૂર બનાવી નાંખે છે આમાં કોઈ જ શંસય ન હોવો જોઈએ...

અરેબિયન સમુદ્રમાં આજે પણ 5500 વર્ષ પહેલા સમુદ્રમાં સમાયેલી દ્વારિકા નગરી આપણે તેના પુરાવા સાથે જોઈ શકીએ છીએ અરકોલોજિકલ સર્વે દ્વારા તે પ્રમાણિત કરવામાં આવ્યું છે કે સમુદ્રમાં પણ ધસેલી એક નગરી છે જેની ચારે બાજુ કોટ જોવા મળે છે અને વિશાલકાય તેનો સ્કેલ પણ જોવા મળે છે..

ઘણાના મનમાં ઘણી બાબતો વિશે માત્ર એક જ સવાલ મેં કોમન જોયો છે કે ઇતિહાસના મડદા ઉખાડી વળી તારે શું મેળવવું છે, હું એમને જવાબ આપવા માંગતો જ નથી કારણકે એક લેખકે કહ્યું છે કે અમુક બાબતને બધા ન સમજી શકે જેમકે કોઈ નવલકથા જ લઇતો કોઈને બોરિંગ લાગતી હોય તો કોઈ માટે ફિલોસોફી બની જાય કોઈ મારી જેવું હોય તો એ લેખકની બધી બુકો વાંચી લેખકના મનમાં ચાલતા ભાવો થાકી તેમનું જીવન કેવું હશે તેની નજીક જવાનો માર્ગ ગોત્યા કરે ઇતિહાસ પણ કંઈક એવો જ છે એને પ્રણય પૂર્વક જાણીએ તો બદલામાં ઘણી વાસ્તવિકતાઓ તમારી સમક્ષ જરૂર મૂકે...

આજે પણ મારી નજર અરેબીયન સમુદ્રને વધુ જાણવામાં રહેલી છે, દ્વારકા અને તેની બેજોડ સંસ્કૃતિએ આપણી આગવી ઓળખ છે,

ઇતિહાસ વિશે કઈ પણ લખવું એ મારી માટે લખવાં ખાતર નથી પરંતુ એનામા મેં જેટલું જાણ્યું એને મારાં સહયોગીઓ અને રસ ધરાવનાર મિત્રો સુધી પહોંચાડવું એ મારું કર્તવ્ય છે,

આ ભાગમાં માત્રમેં શરૂઆતનો પાયો જ મુક્યો જે જેથી વાંચકને સરળતા રહે.. આવનારા ભાગોમાં ઘણા તત્પર્ય અનુસાર તથ્યો તમારી રાહ જોશે એટલો મને મારી રિસર્ચ ઉપર વિશ્વાસ છે..

જલ્દી હું વિશેષ ઇતિહાસનો સત્યનવેશી તમારી સમક્ષ આ એક ઇતિહાસની ગાથાને આગળ વધારતો રહીશ....

નોંધ : સજેશન અને તમારા યોગ્ય પ્રતિભાવ આવાકાર્ય છે😇


✍️auther vishesh AKA vansh prajapati