સૂર્યના કિરણોની સાથે અમારા સ્ટાફરૂમમાં ધીરે ધીરે બધાં રોજ બરોજની જેમ ભેગા થયા, પણ આજે કંઈક માહોલ જુદો હતો કારણ..... ના રશું નહોતી આવી આજે એક નદી કિનારે નાહવા જવાનો planning બનાવી રહ્યા હતાં, જેના મુખ્ય સભ્યોમાં હું મોખરે.... કેમ કે મને નાહવું ખૂબ જ ગમે પણ મજાની વાત એ છે કે મને તરતાં આવડતું જ નથી...... planning બની ગયો કે આજે 17 ઓક્ટોબર છે તો આપણે 25 ઓક્ટોબરની વહેલી પરોઢમાં જ બધા નીકળી જઈશું..... જ્યાં રશુની પણ ગણતરી ladies staff દ્વારા કરવામાં આવી અને હું રાજી રાજી થઈ ગયો.... 17 ઓક્ટોબરની સાંજે મે મેસેજ કર્યો કે
"પરીક્ષા ક્યારે પૂર્ણ થાય છે...??"
કોઈ જ પ્રતિઉત્તરના આવવાથી દુઃખી છું તો સાથોસાથ ચિંતા પણ છે કે તેને કંઈ થયું તો નહીં હોય ને...!! કેમ કે કોઈક એક વાર ભૂલમાં તો મેસેજનો reply આપે જ ને.... કે પછી તે મને ignore કરતી હશે....!! આવા વિચારો મનમાં લઈને ક્યારે સુઈ ગયો ખબર જ ના રહી.... આખરે બીજા દિવસે સવારે 6 વાગે "good morning, have a nice day... and best of luck" આવો મેસેજ કર્યો પણ કોઈ જ જવાબ ના મળ્યો એટલે હવે મને વધારે દુઃખ થવા લાગ્યું અને વિચાર્યું કે કઈ નહીં ચાલ્યા કરે યાર.... તે જ દિવસે એટલે આજની તારીખ હતી 18 ઓક્ટોબર.... કે જ્યાં વિદ્યાર્થીઓનો પેપરના માહોલ જેવો સમય હતો....
વહેલી સવારે આજે એક અઠવાડિયા પછી મારા પહેલા કોઈક આવી ગયું હતું એવો મને ભાસ થતાં જ ઝડપથી મેં સ્ટાફરૂમ તરફ દોટ મૂકી... ત્યાં જોયું તો રશું ફોનમાં કોઈક સાથે વાત કરી રહી હતી.... મને ખુબ જ મોટો આઘાત લાગ્યો.... સાહજિક છે કે જે વ્યક્તિ ને તમે શુભેચ્છાઓ પાઠવી રહ્યા હોય ને તે તમને પ્રતિઉત્તર ના આપે ઉપરાંત તમારી હાજરીમાં બીજા સાથે હસીને વાત કરે તો ના જ ગમે..... હું અંદરથી જ તૂટી ગયો છતાં મે પૂછ્યું...
"મેડમ પરીક્ષા કેવી રહી.."
"સારી.."
"એકાદ reply તો અપાય જ ને...!"
"હું કોઈને reply નથી આપતી.."
"પણ કોઈ best of luck કહે તો thanks તો કહેવાય જ ને....!"
"Hmm"
ટૂંકા જવાબોની સાથે યાદ આવ્યું કે રાગીની બેન કહેતા હતા ને કે રશું અને તેનો કોઈ મિત્ર બંને એક બીજા માટે લખે છે.... જેથી હું ત્યાંથી વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો.... આજ રોજ મને કામગીરીમાં સોંપવામાં આવી કે ગણિત અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકો પાસેથી યાદી મંગાવી લેવી કે તેમને કેટલા ગ્રાફ અને નકશા જોઈશે.....
"અરુણભાઈ તમારે ગ્રાફ મંગાવાના છે...?"
"હા, સાહેબ.."
"Ok... અને મેડમ તમારે..?"
"હા તો કીધું..." (ચિડાયેલા ગુસ્સાવાળા અવાજ સાથે...)
જીવનમાં પહેલીવાર આવો કડવો અનુભવ થયો હશે, કે કોઈના સારા માટે કામ કરો તો પણ કારણવગરનો શિકાર આપણે જ બનવાનું થાય છે... તો પણ smile સાથે બધું ભૂલી ને સ્ટાફ છે તેવું મન મનાવી લીધું.... પણ 23 તારીખની સાંજે કોઈ કારણોસર રશું સાથે મેસેજમાં વાતચીત ચાલી અને તે કારણ કદાચ તેમની લખાણ પદ્ધતિ હોઈ શકે.... ત્યાંથી પછી રશું એ તેના family વિશે વાત કરી મેં પણ મારી વાતો કરી.... તેણે તેના writer friend વિશે વાત કરી... હવે મારા મનમાં જે મુંજવણ હતી તે ધીરે ધીરે સોલ્વ થવા લાગી અને અંતે વાત 11 વાગ્યા સુધી ચાલી.... જેનો છેલ્લો મુદ્દો હતો કે
"મારી ઈચ્છા છે કે તમે પીળા કલરનો ડ્રેસ પહેરો કેમ કે હું પણ એવા જ કપડાં પહેરવાનો છું...."
"Hmmm જોઈએ...."
"ગુડ નાઈટ"
"Ok... "
આખરે એ સવાર આવી જ ગઈ જેની આતુરતા પૂર્વક અમે બધા જ રાહ જોઈ રહ્યા હતા...પણ મારી આંખો એ ચહેરાને શોધી રહી હતી કે જે મને વારંવાર ખીજાયા કરતી હતી...પણ છતાં એ માસૂમ ચહેરો મને તેની તરફ આકર્ષિત કરતો.... હાયલા..... તેણે નક્કી કરેલા જ કપડાં પહેર્યા છે જેનો સીધો મતલબ તો એ જ થાય ને કે તે પણ મને મનોમન પસંદ કરવા લાગી છે.... રસ્તામાં ધીંગામસ્તી કરી, ને ફાઇનલ પહોંચી ગયા નક્કી કરેલા નદી કિનારે..... જ્યાં રશું સિવાય આખા સ્ટાફે નહાવાની મજા માણી.... પણ હું તેને મારો ફોન સાચવવા મૂકીને નાહવા ગયો ત્યારે તેણે મારા ફોનની કોઈ જ care ના કરી... તે તેના friend સાથે ફોન પર ખુલ્લા આકાશની નીચે મસ્ત મજાની વાતોમાં મશગૂલ હતી... મારી આંખો તેને જોઈને ખૂબ જ દુઃખી હતી...કે મારી પસંદના કપડાં પહેરીને વાતો બીજા સાથે કરે છે... !!
નદી કિનારાના અંતિમ પડાવમાં.... અમે game રમ્યા... ભૂતકાળની વાતો, past વગેરે વગેરે... બધા એ share કરી સિવાય રશું.... રશું એ બધાના ફોટા કીધા વગર જ પડ્યા જ્યારે મારા ફોટા પડાવવા માટે મારુ ગળું છોલાઈ ગયું બુમો પાડી પાડી ને કે
"મેડમ મારો ફોટો plzzz...."
મનમાં અતૂટ ઈચ્છા હતી કે રશું મારી પાસેના પથ્થર પર આવીને બેસે અને બંને પાણીમાં પગ ડૂબાડીને ખૂબ વાતો કરીએને અંતે એજ થયું... પણ અફસોસ કે વાતોમાં હજુ હું નહોતો માત્ર રશું અને તેના મિત્રો...અને હવે તેના ખાસ મિત્રોમાં હું ત્રીજા ક્રમે છું જે ધીરે ધીરે જીવનસાથી સુધીની સફળ સફર રહી ને વાસ્તવિકતા જે છે એ સ્વીકારવી જ રહી કે અમારા લગ્ન જીવનની સફરની શરૂઆતમાં જો સિંહ ફાળો આપ્યો હોય તો તે છે માત્ર આ "નદી કિનારો....."