Andhari Raatna Ochhaya - 35 in Gujarati Detective stories by Nayana Viradiya books and stories PDF | અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૫)

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૫)

ગતાંકથી...


એકદમ મૃદુ અવાજે ડેન્સી એ કહ્યું : "હા કહ્યું તો હતું ખરું! પણ અહીં આવ્યા પછી મને ખબર પડી કે બહારના કોઈ પણ માણસ સાથે સંપર્ક રાખવાનો મને અધિકાર નથી .હું જે કંઈ મેસેજ કે લેટર કે કંઈ પણ લખું તે પણ પહેલા વાંચી લેવામાં આવશે.
"ઓહહહ... ! અચ્છા! કોણ વાંચે ?"
"કદાચ મિ. વેંગડું પોતે. નહિતર તેનો બીજો કોઈ વિશ્વાસુ માણસ."


હવે આગળ....


દિવાકર ગંભીર અવાજે બોલ્યો : હમમમમ...મેં કંઈક આવું જ ધાર્યું હતું ‌આપના બોસની ઓળખાણ કરવાનું મને બહુ મન થાય છે મિસ.સ્મિથ !તમેય ભલા ઠીક આવા નિર્જન સ્થળે કામ કરી શકો છો ! પરંતુ હવે એ વાત જવા દઈએ. હવે મને પ્રોમિસ આપો કે ગમે ત્યારે પણ જરૂર પડે તમે મને જણાવશો."

ડેન્સી એ કહ્યું : પણ જણાવવું કઈ રીતે ?ફોન કોલ્સ કે મેસેજ તો થઈ ન શકે .અને લેટર લખતા પકડાઈ જવાય તો !"
દિવાકરે સહેજ વિચાર કરી કહ્યું : " એને માટે કંઈક યુક્તિ કરીએ. સારું ,આપ જરૂરી ચીજવસ્તુઓ ક્યાંથી મંગાવો છો ?"
ડેન્સી એ કહ્યું : "કોલકતા શોપિંગ મોલમાંથી. ત્યાં મિ. વેંગડું નું ખાતું છે .મારે જે કંઈ ચીજ ની જરૂર પડે છે તે હું ત્યાં એક ચિઠ્ઠી લખી મંગાવી લઉં છું .તેવો મને પોતાના માણસ દ્વારા બધું પહોંચાડી આપે છે."

દિવાકરે ઉત્સાહપૂર્વક કહ્યું : "એ તો બહુ જ સારું કામ થયું. કોલકત્તા શોપિંગ મોલના મેનેજર થી માંડીને પટાવાળા સુધીના બધા જ મારા જાણીતા છે. જો તમારે કંઈ જરૂર પડે તો એક ડઝન રૂમાલ મંગાવજો .એક ડઝન રૂમાલ નો ઓર્ડર જાણી હું તમને બચાવવા દોડ્યો આવીશ. કદાચ આવી જરૂર ન એ પડી ;પરંતુ જો કદી જરૂર પડે....."
ડેન્સી તેની તરફ જોઈ આભાર ભર્યા સ્વરે બોલી : " તે વખતે તમને જરૂર યાદ કરીશ મિ.દિવાકર !"
"સારું ,ત્યારે આપ હવે અંદર જાઓ ઘણી વાર થઈ. કદાચ તમારા બોસ તમને શોધતા હશે ? તમારું ત્યાં જહોવું જરૂરી છે. હું ધીમે ધીમે મારો રસ્તો શોધી કાઢું છું."
દિવાકરે ડેન્સી પાસેથી ચપળ પગલે વિદાય લીધી.
ડેન્સી પાસેથી રજા લઈ દીવાકર બહાર આવ્યો ખરો, પરંતુ તે સીધો ચાલ્યો ગયો નહીં નોલેજ હાઉસના ફાટક પાસે અંધકારમાં છુપાઈ તે કોઈની રાહ જોવા લાગ્યો.

તે જ્યારે ડેન્સી ને મળવા અહીં આવ્યો ત્યારે એક માણસને અહીં જોઈ તે ચમક્યો હતો .એ માણસનો ફોટો તેણે પોલીસ કચેરીમાં બહુ વાર જોયો હતો. તેના કપાળ પર ઘા હોવાથી તેને ઓળખી કાઢવાનું કામ બહુ સહેલું હતું અને તેથી જ દિવાકર તેને તરત ઓળખી ગયો હતો. તે માણસ માટે પોલીસ ના ચોપડે ઘણી ફાઈલો પડી છે તેણે એવા એવા ગુના કર્યા હતા કે તે ગુનાની શિક્ષા તેને ફાંસીને માંચડે લટકાવવામાં આવે તો પણ ઓછી પડે તેવું હતું.
દિવાકરે એ માણસનો પીછો કર્યો. એ નોલેજ હાઉસમાં જ દાખલ થયો આ બનાવ જોઈ નોલેજ હાઉસના સંબંધમાં દિવાકર નો સંદેહ વધી ગયો તે તરત જ ડેન્સી ને મળી એની સાથે વાતચીત પૂરી કરી બહાર આવી પહેલા બદમાશની રાહ જોતો ઉભો રહ્યો.
થોડીવારમાં જ એ બદમાશ માણસ બહાર આવ્યો અને ઉતાવળે પગલે સ્ટેશન તરફ ચાલવા લાગ્યો. દિવાકર પણ અંધારામાં તે ન જુવે તેમ તેની પાછળ ચાલવા લાગ્યો.

કાંકરેજ સ્ટેશન પર કલકત્તા તરફ જતી સાતને અગિયાર મિનિટ ની ટ્રેન ઉભી પ્લેટફૉર્મ પર ઊભી હતી. પહેલો બદમાશ એ ટ્રેનના એક ખાલી ડબ્બામાં જઈ બેસી ગયો .તરતજ દિવાકર ઉતાવળે તે ડબ્બાની બાજુનાં કમ્પાર્ટમેન્ટમાં જઈ બેઠો.

ટ્રેન ઊપડી રસ્તામાં કંઈ જ અજુગતું કંઈ બન્યું નહીં .ટ્રેન રાતના સાડા નવે કલકત્તા સેન્ટ્રલ સ્ટેશને આવી પહોંચી. દિવાકરે મનોમન છેવટ સુધી પહેલા બદમાશ નો પીછો કરવાનો સંકલ્પ કર્યો હતો .તે બદમાશ માણસ સ્ટેશન બહાર નીકળી એક બસમાં ચઢ્યો કે તરત જ તે એક ટેક્સી ભાડે લઈ તેની પાછળ પીછો કરવા લાગ્યો.

હવે એ બસ લાઈટ થી પ્રકાશિત ઝગમગતા રસ્તા પર એક મહા આફતને પોતાના માં સવાર કરી સ્પીડ માં દોડી રહી હતી ને એની બિલકુલ પાછળ કાળા રંગની ટેક્સી ફૂલ સ્પીડે તેનું અનુસરણ કરી રહી હતી.

એન્ટોની બજારની પૂર્વ દિશા તરફ થોડે દૂર જતા મેઈન રોડ છોડી બસ નીચેના રસ્તે વળી ત્યાં આછું અજવાળું જ રસ્તા પર પથરાયેલું હતું ને અવરજવર પણ બહુ ઓછી હતી.એકલ દોકલ વાહનો સિવાય કંઈ જ નજરે પડતું ન હતું.દિવાકરે જોયું કે આગળ જતી બસ સહેજ ધીમી પડતાં જ તે માણસ ચાલતી બસમાંથી કૂદકો મારી નીચે ઊતરી પડ્યો છે અને દોડતો દોડતો એ સામેની અંધારી ગલીમાં ઘૂસી ગયો છે .તેણે પણ તરત જ ભાડુ ચુકવી ઉતાવળે પગલે એ ગલીમાં પ્રવેશ કર્યો.
ગલીમાં પ્રવેશતા જ થોડેક જ દૂર અંધકારમાં શરતી એક મનુષ્ય મૂર્તિ તેના જોવામાં આવી. એ જોતા તેને લાગ્યું કે હજુ શિકાર નજરથી બહું દુર ગયો નથી. તે બહુ સાવચેતી થી તેની પાછળ પાછળ જવા લાગ્યો.

એ બદમાશ માણસ તો એ સાંકડી ગલીમાં થઈ વધારે સાંકડી ગલીમાં પ્રવેશ્યો.તે ગલ્લી પસાર કરી સામેની બાજુ ના એક પહોળા નિજૅન રસ્તા કે જ્યાં લાઈટ નું ટમકું ક્યાંક જ ભાગ્યે ઝળહળતું હતું ત્યાં આવી પહોંચ્યો.
રસ્તો એકદમ સુમસામ ને નિજૅન હતો.કોઈપણ માણસનો અવાજ સુધ્ધાં સંભળાતો ન હતો.એ રસ્તા પર કોઈ સારો માણસ રહેતો હોય એવી કોઈ જ નિશાની જણાતી નહોતી. એક પ્રકારની ભયાનક નિસ્તબ્ધતા ત્યાં ફેલાયેલી હતી.આવી નિજૅનતા માં અંધારી રાતના કોઈ મનુષ્ય પણ ભુતનાથ ઓછાયા સમાન ભાસે એવી ભેંકારતા પ્રસરી રહી હતી.
અચાનક જ એક વળાંક આવ્યો ને દિવાકરે જોયું કે એ બદમાશ એટલીવારમાં જ ગાયબ થઈ ગયો છે.આજુબાજુ કોઈ મકાન તો હતા નહીં છતાં તે ક્યાં ગૂમ થઈ ગયો ? જમીન ખાય ગઈ કે આસમાન ઉઠાવી ગયું?દિવાકર હતાશ થઈ દિગ્મૂઢ બની ચોમેર નિહાળવા લાગ્યો. પરંતુ કોઈ ઓછાયો સુધ્ધાં તેની નજરે ન પડ્યો.
થોડીવાર ત્યાં ઊભા રહી નિરાશા સાથે તે પાછો ફર્યો કાલે સવારે આ સ્થળે તપાસ કરવી એવો તેણે નિશ્ચય કર્યો હતો.
પરંતુ આ શું !...... રસ્તામાં વળાંક લેતા તેની સમક્ષ એક વિચિત્ર દ્શ્ય નજરે પડ્યું .તે દ્શ્ય જોઈ તેના રૂંવાડા ઊભા થઈ ગયાં. એક કિંમતી આભુષણોથી સુસજ્જ ,એકદમ ફેશનેબલ વસ્ત્રો પહેરેલી યુવતી બે પુરુષો ના પંજામાંથી મુક્ત થવા હવાતિયાં મારી રહી હતી.

ખરેખર આ સ્વપ્ન છે કે સાચું! તેણે ઝીણવટભરી નજર કરી જોયું કે પોતે સાચું જ જોઈ રહ્યો છે.એક સ્ત્રી બે પુરુષોના પંજામાં સપડાયને અંત્યત અપમાન સહન કરે છે.તેણે જરા પણ વિલંબ કે વિચાર કયૉ વગર પેલા બેઉ ગુંડા પર હુમલો કર્યો.
તે બંને પુરુષો આમ ઓચિંતા હુમલો થાય તે માટે તૈયાર ન હતા.દિવાકરના હાથનો મારી ખાય બરાડા
પાડતાં પાડતાં ત્યાંથી ભાગી ગયા.
પેલી સ્ત્રી દિવાકર નો હાથ પકડી તેમને પેલી ગલીમાં ખેંચી જવા લાગી. અને પોતાની સાથે તેને આવવાનું કહેવા લાગી.
દિવાકર કંઈ પણ બોલે કે કંઈ ખુલાસો કરે તે પહેલા તો તે તેને ઘણું દૂર ખેંચી ગઈ બહુ દૂર ગયા પછી તેણે કહ્યું : " તેઓ પોતાના મદદનીશોને શોધવા ગયા છે એ પોલીસના માણસો છે."
આ વાત સાંભળી દિવાકર ની આંખો કપાળ પર ચડી ગઈ.
તેના આશ્ચર્યનો પાર રહ્યો નહીં .આ સ્ત્રી તેને ક્યાં ખેંચી જાય છે? બદમાશો ના હાથમાંથી એક સ્ત્રીનો ઉદ્ધાર કરવા જતા પોતે પોલીસના હાથમાંથી આ કોને છોડાવી?
કોણ છે આ સ્ત્રી ? જાણવા માટે વાંચો આગળ નો ભાગ....
ક્રમશઃ.......