Confusion of crimes, suspense every moment - 4 in Gujarati Crime Stories by Hitesh Parmar books and stories PDF | ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ - 4 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

Featured Books
Categories
Share

ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ - 4 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ - 4 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)


કહાની અબ તક: મિસેસ સિંઘ ગાયબ છે અને કેસમાં હમણાં સુધી તો એટલી જ જાણ થઈ શકી છે કે પોતે મિસ્ટર સિંઘ નું સામે રહેતા મિસેસ રાયચંદ સાથે અફેર છે, હેમા કે જે મિસ્ટર રાયચંદ ની જ છોકરી છે એ ને જ ઇન્સ્પેક્ટર ચેતન ને કોલ કરી ને આ બધું જણાવ્યું હતું. ચેર અને સોફા પર મિસ્ટર સિંઘ ની પુત્રવધૂના ફિંગરપ્રિન્ટ પણ મળી આવ્યા નું ખબર પડી છે. હેમા સાથે ઇન્સ્પેક્ટર ચેતન ડિનર માટે જાય છે અને વધારે જાણકારી લેવા પ્રયત્ન કરે છે. ઇન્સ્પેક્ટર ચેતન પર રાઘવનો કોલ આવ્યો કે આ બધાની પાછળ પોતે હેમા જ છે તો ગુસ્સામાં આવીને એ હેમાને ના કહેવાનું કહી દે છે! રાઘવ એની ભૂલ કબૂલે છે કે મિસ્ટર રાયચંદ અને હેમાનો ડીએનએ થોડો સેમ હોવાથી ગલેતફેમી થઈ. એક વાર પોતે હેમા જ પોલીસ સ્ટેશન એ આવીને કહે છે કે આ બધાની પાછળ પોતે એના ફાધર જ છે અને ચેતન એને જણાવે છે કે એ તો એને ખબર જ હતી, એક વાળ ત્યાં એમને મળી આવ્યો હતો. હેમા એને જણાવે છે કે રાકા સાથે વાત કરતા પોતે એ એનાપ્પાને સાંભળી ગઈ હતી.

હવે આગળ: "સર... હું એક ક્રિમીનલ ની છોકરી છું... ખરેખર હું રાક્ષસની જ છું!" એ બોલી રહી હતી.

"અરે... ના પાગલ, એમાં તારો કોઈ વાંક જ નથી! તુંયે તો પોલીસની આટલી બધી મદદ કરી છે! તું મને માફ કરી દે... એ તો મને રાઘવ એ કહ્યું કે ડીએનએ તારાં ડીએનએ સાથે પણ મેચ થાય છે એટલે બધી ગળતફેમી થઈ!" ચેતન હેમાની બિલકુલ નજીક આવી ગયો હતો.

"સર... હું તમારા લવને લાયક બિલકુલ નથી! હું એક ક્રિમીનલ ની છોકરી છું!" હેમા એ કહ્યું.

"અરે બાબા! હું તો તને જ લવ કરતો હતો, કરીશ અને હંમેશા કરતો જ રહીશ!" એણે કહ્યું અને હેમા ને ગળે લગાવી લીધી.

"આઈ લવ યુ સર!" એ હળવેકથી બોલી... "આઈ લવ યુ ટુ!" ચેતન એ એના માથે હાથ ફેરવતા કહ્યું.

"ચાલો હવે... ક્રિમીનલ ની ક્રાઇમ સ્ટોરી તો સાંભળી એ!" કહીને સૌ નવોદય સોસાયટીમાં ગયા.

"અરે હું થાકી ગયો હતો! હું કંટાળી ગયો હતો! મારી પત્ની અને મિસ્ટર સિંઘ ના અફેરની વાતો સાંભળી સાંભળીને!" એ આગળ કઈ બોલે એ પહેલા તો મિસ્ટર સિંઘ એ આવી ને એણે એક ઝાપટ મારી દીધી! "તું આવું વિચારી પણ કેવી રીતે શકે! એ તો મારી છોકરી જેવી છે!" એમને કહ્યું.

"લોકો ને તો બસ આવું જ જોઈએ... અમે સાથે રહી એ તો કઈ અમે..." એ પૌઢ ની આંખોમાં આંસુ હતાં.

"મારે તો આને મોતને ઘાટ ઉતારવા હતા... પણ અંધારામાં ભૂલથી મિસેસ સિંઘ નું કીડનેપિંગ થઈ ગયું! પણ તમે ચિંતા ના કરો... એમને તો મે સુરક્ષિત સંબંધી ના ઘરે રાખ્યા છે... તેઓ બિલકુલ ઠીક છે!" મિસ્ટર રાયચંદ એ કહ્યું.

કોસ્ટેબલ હાથકડી પહેરાવી ને આરોપી ને લઇ જઇ રહ્યો હતો ત્યારે જ રાઘવ એ કહ્યું - "એક રાઝ ની વાત જણાવું?!"

ખુદ ચેતન અને હેમા એક સામટા જ બોલી ગયા - "શું?!!"

"એકચ્યુલી કેસ તો સોલ્વ ક્યારનો થઈ જ ગયો હતો, પણ આ તો મેં જ રાકા ને ઊંચા અવાજે અને તારી હાજરીમાં બ્લેક મેલ કરવા કહેલું! કેમ કે હું ચાહતો હતો કે જે તમે એક બીજા માટે ફીલ કરો છો, એ બહાર લાવો!" રાઘવ એ કહ્યું તો બંને આશ્ચર્ય ચકીત જ રહી ગયા!

"ઓહ વાઉ... થેંકસ... રાઘવ!" ચેતન ચાવડા બોલ્યો.

"પણ એક વાત સમજમાં ના આવી, કે ગાયત્રીના ફિગ ર પ્રિન્ટ કેવી રીતે ચેર અને સોફા પર આવ્યા?!" ચેતન એ ઉમેર્યું.

"હા... એ વાત એમ હતી ને કે ચેર એના મૂળ સ્થાને થી હટી ગઈ હતી અને વ્યવસ્થા ની આદિ ગાયત્રી થી એ એની જગ્યા એ મુકાઈ ગઈ! એ પછી એ સોફા પર પણ બેસી ગઈ હતી!" રાઘવ એ વાત કહી.

(સમાપ્ત)