Prem - Nafrat - 76 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૭૬

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમ - નફરત - ૭૬

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૭૬

આરવ ઓફિસમાં પોતે એકલો જ હોય એમ રચનાની વાત પર આંખો મીંચીને ગંભીરતાથી વિચારતો રહ્યો. રચનાએ એના વિચારોમાં ખલેલ પહોંચાડી નહીં. એની સામે રહેવાને બદલે બીજા કામે જતી રહી. આરવ લાંબા વિચાર પછી તંદ્રામાંથી બહાર આવ્યો અને જોયું તો રચના ન હતી. પોતે સમાધિ લગાવી હોય એમ વિચાર કરી રહ્યો હતો. તેનું મન બોલ્યું:વાત પણ એટલી ગંભીર હતી. પહેલાં તો રચનાના ઈરાદા પર શંકા ઊભી થઈ હતી. એની સાથે લગ્ન કર્યા પછી ભાઈઓ અંદરખાને મુંઝાતા હતા અને અતડા રહેવા લાગ્યા હતા. વળી બંને વિદેશ જઈ આવ્યા એ ભાભીઓને ગમ્યું ન હતું. ભાઈઓએ લગ્ન પહેલાં પણ રચનાના કેટલાક વિચારોનો વિરોધ કર્યો હતો. પણ દર વખતે એનો વિચાર સારો અને કંપનીના હિતમાં જ સાબિત થયો હતો. હવે એની વાત પર આંધળો વિશ્વાસ કરી શકાય એમ છે. આ વખતે પણ ધંધાની રીતે વિચાર કરવાથી રચનાનું આયોજન ખોટું લાગતું નથી. અને કંપનીના સીએ પણ જો આવી સલાહ આપતા હોય તો ડરવાનું કે મુંઝાવાનું કોઈ કારણ નથી.

રચના આવી એટલે આરવ બોલ્યો:મેં તારી વાત પર ઘણો વિચાર કર્યો છે. મને તો એ વાત યોગ્ય લાગી રહી છે પણ પરિવાર સમક્ષ એટલે કે આપણી બોર્ડ મીટીંગમાં એને વિચાર અર્થે મૂકવી જરૂરી છે. હું સાંજે બોર્ડની મીટીંગ બોલાવું છું. તું આજે બરાબર રજૂઆત કરજે. બધી આંકડાકીય માહિતી તૈયાર કરીને બતાવજે...

ના બાબા ના, આ કામ તું જ કરજે...રચનાએ હાથ હલાવી ચોખ્ખી ના પાડી દીધી.

તું વધારે સારી રીતે સમજાવી શકીશ...આરવે હવે વિશ્વાસપૂર્વક કહ્યું.

હું સમજાવી શકીશ પણ મારો વિચાર જાણીને પહેલાં તું કેવું વિચારવા લાગ્યો હતો? જો મીટીંગમાં હું કહીશ તો એમને તો એમ જ લાગશે કે મેં આપણાં અંગત સ્વાર્થ માટે આવો વિચાર કર્યો છે. આપણાં મનમાં તો એવું કશું જ નથી. તું પછીથી મારી વાત સમજી શક્યો છે. જો હું કહીશ અને એમના મનમાં ખોટી ધારણા બંધાશે તો આ વિચાર આગળ વધશે નહીં. આપણે આખરે તો કંપનીનું ભલું ઇચ્છીએ છીએ ને? એ લોકો મારા વિશે શંકા કરવા પ્રેરાય એવું મારે કરવું નથી. મને તો એમ થાય છે કે હું હાજર જ ના રહું. વળી એમ કરવાથી એવું લાગશે કે મેં તને આ કામ સોંપ્યું છે... મારી સલાહ છે કે આ આખી વાત તું જ કર અને સમજાવ...રચનાએ શાંતિથી કહ્યું.

તારી આ વાત પણ સાચી છે. ઠીક છે. હું જ આ વાત મૂકીશ પણ તારે હાજર રહેવાનું છે. અને કોઈ બાબતની જો કોઈ વધારે સ્પષ્ટતા માગે તો તારે આપવાની...આરવ સંમત થતાં બોલ્યો.

આરવ, હજુ તને ફરી કહું છું કે મારું નામ વચ્ચે ના લાવીશ. આ તારો જ વિચાર છે અને તારે જ એને સમજીને રજૂ કરવાનો છે...રચના એને બોલતા અટકાવીને એના ખભા પર બંદૂક બરાબર ગોઠવતી હોય એમ બોલી.

ઓકે... ઓકે... લાવ મને બધું એક કાગળ પર લખી લેવા દે....કહી આરવે ટેબલનું ડ્રોઅર ખોલ્યું.

રચનાએ એને સમજાવ્યું એ પ્રમાણે આરવે મુદ્દા ટપકાવી લીધા. રચના મનોમન એક મોટી જીત તરફ આગળ વધી રહી હોવાની વાતથી ખુશ થઈ રહી હતી.

આરવે કોઈ કારણ આપ્યા વગર સાંજે બોર્ડની મીટીંગ બોલાવી લીધી. બધા જ એક ઉત્સુકતા સાથે ભેગા થયા હતા.

રચનાને થયું કે આરવ જેવી વાત શરૂ કરશે કે એ ધડાકાથી મોટી સાબિત થઈ શકે છે. રચનાની નજર બધાના ચહેરા પર હતી. અત્યારે બધાં એક ઉત્સુક્તાથી આરવ તરફ જોઈ રહ્યા હતા. આરવે પહેલાં મોબાઇલના અત્યારના પ્રોડકશન અને વેચાણની વિગતો આપીને શરૂ કર્યું:જુઓ, હું એક વિચાર રજૂ કરી રહ્યો છું. ધ્યાનથી સાંભળજો...

ક્રમશ: