ભાગ - ૨૫
વાચક મિત્રો
ભાગ ૨૪ માં આપણે જોયું કે,
ઈન્સ્પેક્ટર ACP, બેંકનાં એક જૂનાં કેસની છાનબીન માટે,
બે હવાલદાર સાથે, જીપમાં જઈ રહ્યાં છે, ને ત્યારે રસ્તામાં એમની જીપ, એક ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી થોડીવાર માટે એમની જીપ એ સિગ્નલ પર રોકાય છે, ને એમની જીપની બિલકુલ બાજુમાં, એક લકઝરી બસ ઉભી છે, જે લકઝરી તેજપૂર ગામનાં ભૂપેન્દ્રની છે.
આ એજ લકઝરી છે, જે હમણાં, થોડાં દિવસો પહેલાંજ, તેજપુર ગામની સ્કૂલનાં બાળકો, અને બાકી સ્કૂલનાં સ્ટાફને મુંબઈ ફરવા લઈને ગઈ હતી, ને એ લકઝરી...
જે સાંજે મુંબઈ જવાં નિકળી હતી, એજ રાત્રે, ગામનાં સરપંચ શ્રી શિવાભાઈનું ખૂન, અને રોકડ રૂપિયા પચાસ લાખની ચોરી પણ થઈ હતી,
ને એજ ખૂન, અને ચોરીનાં તેજપૂરના એ કેસે,
ઈન્સ્પેકટર ACP ની ઊંઘ હરામ કરી નાખી છે, કેટકેટલી પૂછપરછ, તપાસ, ને દોડધામના અંતે પણ એ કેસનું પરિણામ આજે પણ શૂન્ય પર છે.
આમ તો એ ટ્રાફિક સિગ્નલ પર ACP ની પોલિસ જીપ, પરાણે પંદર સેકન્ડ જેવું ઉભી રહે છે, ને જીપ ચલાવી રહેલ હવાલદારની નજર, બિલકુલ બાજુમાં ઊભી રહેલ લકઝરી પર જતાં, એ હવાલદાર,
એ લકઝરી બતાવતાં ACP સાહેબને કહે છે કે....
હવાલદાર :- સાહેબ આ એજ લકઝરી છે, તેજપુરવાળી, ગામની સ્કૂલવાળાઓને લઈને મુંબઈ ગઈ હતી એ,
પેલાં ભૂપેન્દ્ર ની
ACP એમજ એ લકઝરી પર એક ઉડતી નજર કરે છે, ને જેવી લકઝર પર નજર નાખે છે, ને એમની નજર ત્યાંજ ચોંટી જાય છે, ACP ની એ લકઝરી પર નાખેલ એ ઉડતી નજર, એ લકઝરી માં કંઇક એવું જોઈ લે છે, કે જે તેજપુરનો કેસ સોલ્વ કરવા માટે, કડી સમાન છે.
પણ ત્યાં સુધીમાં...ત્યાં સુધીમાં તો એમની બાજુનું ટ્રાફિક સિગ્નલ ખુલી જતા, એ લકઝરી આગળ વધે છે, ને પોલિસ જીપ પણ.
પરંતુ..... છેલ્લાં કેટલાંક દિવસોથી, ACP એ તેજપુરનાં કેસને લઈને કરેલી દોડધામનો બદલો, જાણે આજે ખુદ કુદરતેજ એમને ના આપ્યો હોય ?
હવે અત્યારે તી, ACP ને હમણાં ઇન્કવાયરી માટે જે બેંકમાં જવાનું છે, એ બેંક નજીક હોવાથી તેઓ પહેલાં તો બેંક પર પહોંચે છે, ને બેંક પર પહોંચી, જીપમાંથી નીચે ઉતરતાં જ તેઓ હવાલદાર ને કહે છે કે,
ACP :- જુઓ હું બેંકનું કામ આટોપી લઉં, ત્યાં સુધી તમે એક કામ કરો, પેલી લકઝર ક્યાં જઈ રહી છે, ને હમણાં એ લકઝરી ક્યાંય બહાર જવાની છે, કે નહીં ?
એની તપાસ કરી મને જણાવો, પણ હા કોઈને પણ, જરા સરખોય શક ના જાય, એ રીતે કામ કરવાનુ છે, ઓકે...
એટલે હવાલદાર ત્યાંથી જીપ લઈને નીકળી જાય છે, ને AC સાહેબ મનમાં ને મનમાં એમ વિચારતાં બેંક તરફ જઈ રહ્યાં છે કે, આજે જો મારી ધારણા સાચી નિકળે, તો આ તેજપુરવાળો કેસ, ખૂબ ઝડપથી સોલ્વ થઈ જાય એમ છે, ને એમની આ ધારણા કરવી આમ જોવા જઈએ, તો ખોટી પણ ન હતી,
કેમકે,
એમણે હમણાં લકઝરીમાં એવું કંઈક જોયું, તે એમને એટલાં માટે શંકાસ્પદ લાગ્યું કે, એજ વસ્તુનો સંબંધ, હમણાં થોડાં સમય પહેલાં,
તેઓ જ્યારે પોલિસ સ્ટેશન હતાં, ત્યારે કંઇક જોયું હતું, એની સાથે ખુબજ પૂરક હતું.
ACP બેંકમાં એન્ટર થાય છે, ને સીધા બેંક મેનેજરની ઓફિસ સુઘી પહોંચે છે, પરંતુ.....
પરંતુ, બેંક મેનેજરની ઓફિસની દરવાજો ખોલતાં પહેલાં જ, એ ઓફિસના કાચની આરપાર દેખાઈ રહેલ, ને એ બેંક મેનેજરનેની સામે બેઠેલ
બે વ્યક્તિઓ પર AC ની નજર જાય છે, ને AC જરા પણ સમય બગાડ્યા સિવાય, સમય સૂચકતા વાપરી, ત્યાંથી પાછાં વળી જાય છે, ને બેંકનાં રિસેપ્શનમાં આવિ ચૂપચાપ બેસી જાય છે , ને
જ્યાં સુધી પેલાં બે વ્યકિત મેનેજર પાસેથી ઊભા થઈ બહાર ના આવે, એની રાહ જુએ છે, ને એ બે વ્યક્તિ પણ, AC ને જોઈ ના જાય એનાં માટે
AC પોતાનો ચહેરો ઢાંકવા માટે એક ન્યુઝ પેપરનો સહારો લઈને તૈયારી સાથે ત્યાં બેસે છે.
વાચક મિત્રો,
હમણાં બેંક મેનેજરની કેબિનમાં જે બે વ્યક્તિ બેઠાં છે,
એ કોણ છે ?
AC એ ટ્રાફિક સિગ્નલ પર, ને પોલિસ સ્ટેશન માં જે એક સરખી કોઈ વસ્તુ જોઈ હતી,
એ વસ્તુ કઈ હતી ?
જાણીશું, આગળનાં ભાગ ૨૬ માં