ગત આંકથી શરુ.....
રાત ઘનઘોર હતી, અનુરાગને નિંદર આવતી ન હતી તે બાલ્કનીમાં આવ્યો તેણે દૂરથી જોવા મળતા દરિયા કિનારા તરફ પોતાનું ધ્યાન દોર્યું....
દરિયા કિનારો ખુબ જ વિશાળ હતો, રાતની હવાઓમાં માત્ર દરિયા કિનારે આવેલા લાઈટ હાઉસથી જ જાણકારી મળતી કે ત્યાં કિનારો છે...
બાળપણની વાતો પણ નિરાળી હોય છે, જયારે અનુરાગ પપ્પા સાથે રજાઓના સમયમાં દરિયા કિનારે જતો ત્યારે ત્યાં રવિવારના દિવસે મેળા જેવો માહોલ જોવા મળતો અને તે ખુબ જ અનેરી વાતો જોવા મળતી હતી...
એક દિવસની વાત હતી કિનારેથી ઘરે આવતા એક બુક સ્ટોરમાં ગયેલા લેખક સંધ્યાની બુક બુક સ્ટોરમાં જોઈ હતી અને તે બુકની ડિમાન્ડ પણ ખુબ જ હતી કારણકે બધાને ગાયત્રી અને આદિત્યના ઇતિહાસિક પ્રેમ વિશેની કહાની વિશે જાણવાની ખુબ જ ઈચ્છા હતી, ત્યારથી જ અનુરાગ લેખક સંધ્યાને પરોક્ષ રીતે ઓળખતો હતો....
આંખો ફ્લેશબૅંક જોઈ રહી હતી અને હવે હવામાનમાં જોવા મળતી ખુમારી અને મોજાઓનો અવાજ સાથે પવન તેના કાનને અડી રહ્યો હતો કારણકે કાકાનું ઘર કિનારા નજીક હતું, રંગપુરનો ગોલડન એરિયા કહીએ તો પણ સાચું ખુબ જ ધનિક લોકો ત્યાં વસતા હતા...
સવારની રાહમાં અનુરાગે બેડ ઉપર જઈને આંખો બંધ કરી, ઘણીવારની જેમ અનુરાગ ફરીથી કલ્પનાઓમાં ખોવાયો અને અનોખી દુનિયામાં તે ખુદને અનુભવી રહ્યો હતો... ધીરે - ધીરે તે નદી નજીક આવવા લાગ્યો અને તેણે જોયું કે એજ યુવાન વયની રાજકુમારી ત્યાં પોતાના ઘોડા સાથે નદી નજીક ઉભી છે, અનુરાગ તરફ તે ફરી અને તેણે ઈશારો કર્યો હોય એવી નજરે પોતાની તરફ અનુરાગને બોલાવ્યો..
અનુરાગ ધીરે ધીરે તેની તરફ જઈ રહ્યો હતો.. નજાણે એ કેટલી સુંદર હતી તેની કલ્પના પણ અનુરાગે ન હતી કરી પરંતુ ધ્યાનથી તેનો ચહેરો જોતા અનુરાગને એવુ જ લાગ્યું જાણે નિત્યા જ છે એવુ લાગતું હતું, તેમના વચ્ચે સોં મીટરની દુરી હતી પરંતુ અનુરાગ તેની નજીક જવા તત્પર હતો કારણકે તેણે સત્ય જાણવું હતું કે નિત્યા કઈ રીતે આવી શકે તેના સપનામાં અનુરાગથી સુંદરતના દ્રષ્ટિકોણથી કઈ નિત્યા પણ સમાન જ હતી પરંતુ તે તેની મિત્ર હતી પરંતુ વર્ષો જુના સપનામાં તેનું રૂપ અલગ જ મધુરતા આપતું હતું.....
અનુરાગની આંખ અચાનક ખુલી તેણે એક ગ્લાસ પાણી પીધા પછી, ફરીથી સુવાની કોશિશ કરી અને ધીરે ધીરે વિચારોમા ખોવાયો નિત્યા કઈ રીતે સપનામાં હતી... દરેક વખતે દેખાતી સ્ત્રી જો ગાયત્રી છે તો તેનો ફેસ કેમ નિત્યા જેવો જ આવે છે રંગ રૂપ અને ગુણમાં પણ તે નિત્યા જેવી જ કઈ રીતે છે? આની પાછળનું કારણ શું હોઈ શકે આ બધી ધારણાઓ અનુરાગના મનમાં એક ગૂંચવણ ઉભી કરતા હતા...
અનુરાગ અને નિત્યા ખુબ જ ગાઢ મિત્રો હતા, પરંતુ અનુરાગના મનમાં નિત્યા પ્રતે ખાસ મિત્રની ભાવના રહેતી હતી, મનમાં તે નિત્યાને પસંદ જરૂર કરતો હતો પરંતુ તે જાણતો હતો કે એ વાત તે બંનેની ફ્રેન્ડશીપ વચ્ચે કાંટો ન બને તેવું ક્યારેય ન થવું જોઈએ એટલે એને એ વાત ક્યારેય કોઈને ન કરી હતી..
આ નિયતિ અને વુધીનું વિધાન માનવા મન ન હતું માનતું કે તે રોજ સપનામાં જોવે છે એ ગાયત્રીનો ચહેરો સેમ નિત્યા જેવો જ છે.
અનુરાગ વિચારોમા ડૂબેલો રહ્યો અને ક્યારે સવાર પડી તેણે ખબર પણ ન રહી, સવારનું એલાર્મ વાગ્યું આરાધ્યાએ અનુરાગને ઉઠાડ્યો રાત્રે લેટ સુવાના કારણે આખો ધીરે ધીરે ખુલતી હતી, અરે દીદી સવાર પડી ગઈ , હા અનુરાગ ઉઠી ગયો હવે ફ્રેશ થઈને ડાઇનિંગ ટેબલ ઉપર નાસ્તો જમી લે..
અનુરાગ ફ્રેશ થયાં પછી કાકાની ફેમિલી સાથે સવારનો નાસ્તો કરવા બેઠો, કાકા જોડે થોડી ઘણી વાતો થઇ અને કાકા ઓફિસે રવાના થયાં થોડીવાર પછી અનુરાગ અને આરાધ્યા પણ કોલેજ જઈએ એમ કહીને ઘરેથી નીકળ્યા,
આરાધ્યાએ નિત્યાને કોલ કરીને કહ્યું અમે હોસ્પિટલમાં આવી રહ્યા છીએ તું પણ ત્યાં જ મળ...
હોસ્પિટલમાં ગયા સાઇક્રેટિસ જોડે અપોઈંટમેન્ટ હતી તે સમય થયો, અને અનુરાગ જોડે આરાધ્યા અને નિત્યા પણ સાથે ગયા આમતો પેસન્ટ સિવાય કોઈને અલાઉડ ન હતું પણ ઓળખાણને કારણે જવા મળ્યું...
તો આજે કોલેજમાં બધાએ સ્પેશ્યલ રજા પાડી એ પણ અનુરાગના સપનાઓને કારણે? બધા હસી પડ્યા અને ચેર ઉપર બેઠા પહેલો સવાલ નિત્યાની બહેને કર્યો તો બોલ અનુરાગ કાલે સપનામાં શું જોયું?
ગાયત્રીના રૂપમાં નિત્યાને બધા સ્તબ્ધ થઇ ગયા........
વધુ આવતા અંકમાં