Janki - 42 in Gujarati Love Stories by HeemaShree “Radhe" books and stories PDF | જાનકી - 42

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

જાનકી - 42

વેદ જાનકી એ લખેલ પોતાના માટે ની કવિતા વાંચે છે.. તે જાનકી ની આગલી બધી કવિતા અને લેખ બધું જ ભૂલી જાય છે.. બસ તેને જાનકી નો પોતાના માટે નો પ્રેમ જ દેખાય છે હવે.. તે હવે હાલ જાનકી જે વિષય પર લખી રહી હતી તે વાંચવા માગતો હતો.. તેના પછી તે મન માં પોતાને જ વચન આપે છે કે આગળ નહીં વાંચે...
ત્યાં લખેલ હતું...

સ્ત્રી નું ગણિત....
જ્યારે કોઈ સ્ત્રી ના જીવન માં બે માંથી એક પુરૂષ નું ચયન કરવાનું હોય ત્યારે કોઈએ વિચાર્યું છે કે તે સ્ત્રી ના મન માં કેટલા તોફાન ચાલતાં હશે.. ચયન ભલે કોઈ વાત માં સાથ દેવાનો હોય કે બે માંથી એક ના સાથ નું ચયન હોય સ્ત્રી માટે દર વખતે મુશ્કેલી જ હોય છે..
ભલે ને પછી તે બે પુરૂષ કોઈ પણ હોય..
બે ભાઈઓ વચ્ચે...
પિતા અને ભાઈ વચ્ચે..
પિતા અને પતિ વચ્ચે....
પિતા અને પ્રેમી વચ્ચે...
પતિ અને પ્રેમી વચ્ચે..
પતિ અને ભાઈ વચ્ચે..
કે પછી,
પુત્ર અને પતિ વચ્ચે...
બે પુત્ર વચ્ચે...
તો એક સ્ત્રી કહે છે...
" મને જીવન નું ગણિત કોઈ દિવસ સમજાણું જ નથી... બધાં કહે છે કે એક મિયાન માં બે તલવાર ના રહે... પણ બધા ને એ વાત કોઈ સમજાવે કે મારે તલવાર રાખવી જ નથી... અહીં કોઈ યુધ્ધ થોડી ચાલે છે...!? મારે તો પ્રેમ ને ત્રાજવા માં સમાંતર રીતે જોખવું છે...ના કોઈ માટે વધારે કે ના બીજા માટે ઓછો... એક નહીં હોય તો પણ મને નહીં ચાલે... મારી ખુશી જો એ બંન્ને હશે તો જ બે વડે ગુણાય ને બમણી થશે... કોઈ એક ની ગેરહાજરી માં તે ખુશી નો ભાગાકાર થઈ જશે... તે કાયમ અધૂરી જ લાગશે મને... જ્યારે વાત તો ભાગાકાર ની છે તો ભલે દુઃખ કે મુશ્કેલી ના ભાગાકાર થતાં, ભલે તે બધાં વહેચાઈ જાય એ મંજૂર છે મને... સરવાળા માં એક અને એક બરાબર બે થતાં હોય પણ મારા માટે એ નિયમ લાગુ જ નથી પડતો, એ બંન્ને અને હું બરાબર એક હા ત્યારે જ હું એક બનું છું... તે બંન્ને હશે તો જ હું પૂરી થઈશ... મારા જીવન માંથી કે મારા માંથી કોઈ એક ની બાદબાકી મને શૂન્ય કરી દેશે..."

હવે વેદ ને સમજાય છે કે આ તો તે જ કોલેજ વખતે લખેલ હતું તે જ છે... અને તેમાં પતિ અને પ્રેમી વચ્ચે એવું લખેલ ત્યારે પણ હતું.. પણ વેદ એ આ બાબતે આટલું ધ્યાન આપ્યું ના હતું.. તેને બસ આ વિષય ને એમ જ સામાન્ય જ લીધો હતો.. હવે તેને સમજાય છે કે ત્યારે જ જાનકી ની જીંદગી માં કોઈ આવ્યું હશે કદાચ પણ આ લેખ ને લખેલ છે તે મુજબ તે અમને બંને ને ખુબ જ પ્રેમ કરે છે.. અને તેની આગલી મારા માટે ની કવિતા પર થી તે પણ ખબર પડી જ ગઈ હતી કે તે મને પોતાની જીંદગી માં થી ક્યાંય જવા દેવા માંગતી નથી.. બસ વેદ ત્યાં જ બધું ભૂલી ને જાનકી ને આમ જ ત્રાજવા ને સમતલ રીતે તોલવા માટે મનોમન રજા આપી દે છે...

આ તરફ જાનકી પણ હવે ફરી થી જાગી ગઈ હતી.. પણ રૂમ માં કોઈ ના હતું એટલે તે એકલી વિચારી રહી હતી કે આ નિહાન ક્યાં થી અને કેવી રીતે અહીં આવી ગયો અને કોઈ એ તેને કંઈ પૂછ્યું નહીં.. કે એ કોણ છે અને ડોકટર તેને કંઈ રીતે ઓળખે છે...!? આવાં કેટલા બધાં વિચાર તેને આવી રહ્યા હતા.. એક તો તેને પેહલા થી સવાલ વધુ થાય... એટલા માં ડોકટર નિકુંજ પોતે આવે છે અંદર રૂમ માં... તે જાનકી ને પૂછે છે..
" કેવું લાગે છે...!? કંઈ જોઈતું હોય તો તમારા ઘર ના કોઈ ને બોલાવી આપુ..."
જાનકી તેને જ પૂછે છે...
" સર ઘર ના કોઈ નું કામ નથી.. બસ એક બે સવાલ ના જવાબ આપશો...!?"
નિકુંજ એ કહ્યું.. "હા બોલો..."
"નિહાન કંઈ રીતે આવ્યો અહીં... !? કોઈ કંઈ બોલ્યું નહીં... !? અને તમે તેને કંઈ રીતે ઓળખો છોવ...!?" જાનકી એક શ્વાસ માં બોલી ગઈ...
નિકુંજ એ કહ્યું...
" તમારી એક્સિડન્ટ ની વાત સમાચાર જોઈ હતી.. એટલે ખબર હતી તું અહીં છે.. મારો મિત્ર છે તે.. એટલે અહીં આવ્યો તો કોઈ ને કઈ સવાલ થયો નથી.. તે ખરેખર મારો મિત્ર છે.. હું પણ તને ઓળખતો હતો.. નિહાન ના અવાજ માં તેને કાયમ સાંભળેલ છે... પણ જોઈ અહીં આવી ત્યારે...."
જાનકી ને પોતાના મન ના બધા સવાલ મળી ગયા હતા....
પણ નિકુંજ તેને પૂછે છે ..
" તારું એક્સિડન્ટ કંઈ રીતે થયું...!?"
જાનકી તે યાદ કરતા બોલી...
" Ek pyar ka nagma hai.. એ ગીત આવ્યું... અને ગાડી ના કાચ સામે જે ચેહરો આવ્યો તે નિહાન નો હતો... અને બધું ભૂલી ને હું તેની બાહો માં જાવા ગઈ તેમાં કોઈકે ગાડી ને ઠોકર લગાવી દીધી... આટલું જ યાદ છે ..."