Janki - 40 in Gujarati Love Stories by HeemaShree “Radhe" books and stories PDF | જાનકી - 40

Featured Books
Categories
Share

જાનકી - 40

નિહાન રૂમ માં આવ્યો નિકુંજે કહ્યું પછી નિહાન બીપી માપતો હતો, નિકુંજ ત્યાં બાજુમાં હતો, જાનકી અને નિહાન એક બંન્ને જોઈ રહ્યા હતા, ત્યારે નિકુંજ બોલ્યો...ભલે વાચા નિકુંજ ની હતી પણ તેની પાછળ ની ચિંતા નિહાન ની હતી...
નિકુંજ બોલ્યો....
" જાનકી, કેવું લાગે છે હવે...!?
નિકુંજ ના સવાલ ના જવાબ જનકી નિહાન ની આંખ માં જોઈ ને જ આપે છે..
" હવે સારું જ લાગે છે..."
નિકુંજ ફરી બોલ્યો...
" ક્યાંય દુખાવો થાય છે...!?"
જાનકી ડાબી બાજુ ખંભા તરફ ઈશારો કરતા બોલી...( આમ તે ઈશારો દિલ પર હતો...)
"હા, અહી દુઃખે છે જરા...."
નિકુંજ બોલ્યો "તે થોડો સમય રહશે..., તેના સિવાય કંઈ છે...?!"
જાનકી ખાલી " ના ,બસ તે જ છે...."
નિકુંજ નિહાન અને જાનકી બંને પર વારા ફરતી નજર ફેરવતા બોલ્યો..
" કંઈ કામ હોય કે કંઈ તકલીફ વધે તો મને બોલાવી લેજો કે કેહડાવી દેજો..."
જાનકી એક શ્વાસ લઈ ને બોલી..
" જરૂર બોલાવી લઈશ..."
હજી નિહાન ની આંખ માં ચિંતા દેખાઈ રહી હતી... એટલે જાનકી એ ઉમેર્યું "અત્યારે તો ઠીક જ છું... બાકી ઠીક નહીં લાગે તો તમને બોલાવી લઈશ..."
નિકુંજ કહ્યું...
" સારું છે..."
નિહાન પણ ત્યાં થી ઉઠી ને જાય છે.. જાનકી હજુ પણ તેને જ જોઈ રહી હતી... નિહાન બહાર આવી ને દરવાજો બંધ કરે છે અને કાચ માંથી જાનકી ને જોઈ રહ્યો હતો, અને કાચ માં જે જગ્યા એ જાનકી દેખાઈ રહી તે ત્યાં હાથ ફેરવે છે અને જાનકી જોઈ રહી હતી આ બધું તે બાજુમાં પડેલ panda નો હાથ પકડી લે છે અને નિહાન એ જોઈ રહ્યો હતો.. એટલે તે પછી આંખ ના ઈશારા થી કહે છે કે હું જાઉં છું હવે... જાનકી પણ આંખ થી હા અને ના બન્ને જતાવી રહી હતી.... નિહાન હીંમત કરી ને ડગલું ભરે છે અને કાચ માં કંઈક લખે છે,જાણે તે જાનકી ને દેખાડી રહ્યો હોય કે કંઈક લખ્યું છે ક્યાંક... જાનકી વિચારી રહી હતી કે શું અને ક્યાં લખ્યું હશે...!? નિહાન ત્યાં થી ભારી મન થી જાય છે... જાનકી ની આંખ પણ ભરાઈ આવી હતી...
ત્યાર બાદ નર્સ ના કહેવા થી વેદ અને યુગ પણ રૂમ ની બહાર આવે છે.. જાનકી ને આરામ કરવા માટે કેહવા માં આવ્યું થોડી વાર માં દવા ની અસર ના હિસાબે તેને ઊંઘ પણ આવી ગઈ... વેદ અને યુગ બહાર બેઠા હતા... વેદ ની નજર સામે ફરી થી જાનકી ની ડાયરી આવી એટલે તેને ફરી થી તે ખોલી... તેમાં વારા ફરતી પાના ફેરવી રહ્યો હતો... એક લેખ પર નજર અટકી ગઈ... અને તે વાંચવા લાગ્યો....

સાત ફેરા પછી...

સાત ફેરા પછી કોઈ બીજા સાથે પ્રેમ થાય....!?
હા, થાય ને...
પ્રેમ તો પ્રેમ છે સાહેબ...
તે ક્યાં સમય અને સજોગો જોવે છે...?
તે તો ફક્ત તમારી,
પરિસ્થિતિ બગાડવામાં જ સમજે છે...

વેદ એ પાછું પાનું ફેરવ્યું....

વધુ તાકાત...

ના ઇચ્છતા હોવા છતાં,
તારા થી દૂર જવું પડે છે...
ના ચાહતા હોવા છતાં,
તારો હાથ છોડવો પડે છે...
ના ગમતું હોવા છતાં,
તારા વિના રહવું પડે છે...
તું સમજે છે ને,
મજબૂરી મોહબ્બત કરતા,
વધુ તાકાત રાખે છે...

હવે સામે ના પાના પર નજર કરે છે....

તે પહેલા જ....


તું શબ્દો રચે તે પહેલા જ,
તારી વાત સમજી જાઉં...
તું આંખો ખોલે તે પહેલા જ,
તારી સામે આવી જાઉં...
તું પાછળ ફરી જોવે તે પહેલા જ,
તારા પડછાયામાં દેખાઈ જાઉં...
તું બહાર શોધે તે પહેલા જ,
તારી ભીતર મળી જાઉં,
તું પોતાની કહે તે પહેલા જ,
હું તું થઈને તારામાં જ સમાઈ જાઉં...
તું કાંઈ જતાવે તે પહેલા જ,
તારી આંખોથી બધું જ સમજી જાઉં...
તું કશું છુપાવે તે પહેલા જ,
સઘળું જાણી જાઉં...
બીજું તો શું,
તું પ્રેમને સમજે તે પહેલા જ,
તને પ્રેમથી બધું સમજાવું જાઉં...

હવે વેદ ને જાણે કંઈક અંદર અંદર સમજ આવી રહ્યું હતું કે હમણાં જે અંદર રૂમ માં જાનકી નિહાન ને આમ જોઈ રહી હતી... તો શું તે નિહાન હશે જેને જાનકી આટલો પ્રેમ કરી રહી હશે....!? પણ તેના વર્તન પર થી તો કોઈ દિવસ એવું લાગ્યું નહીં કે તે મને પ્રેમ નથી કરી રહી... શું મારી સમજવા માં કોઈ ભૂલ થઈ હશે...!? વેદ મન માં એવુ ઈચ્છતો હતો કે આ ખાલી મારો વહેમ જ હોય... વેદ ફરી થી પાનું ફેરવે છે.... ત્યાં એક હિન્દી માં નાની કવિતા લખેલ હતી....