Janki - 38 in Gujarati Love Stories by HeemaShree “Radhe" books and stories PDF | જાનકી - 38

Featured Books
Categories
Share

જાનકી - 38

જાનકી નિહાન ના ઘરે આવી ને ત્યાં એક બે વસ્તુ ફેરવી ને બોલી...
" Jaan, આ ઘર ને આમ જ રાખજે.. અને જુલ્લો લઈ લેજે..." ઘર ની એક એક વસ્તુ પર હાથ ફેરવી રહી હતી જાનકી.... પછી જ્યારે રૂમ માં ગઈ ત્યાં તેને આની પેલા આવી હતી ત્યારે એક બેગ મૂકી ગઈ હતી તેને બેડ પર રાખી ને હોલ માં આવી.. તે બેગ માં નિહાન માટે એક બે ગિફ્ટ હતા.. જેમાં એક panda ની પ્રિન્ટ વાલો પિલ્લો, ચાઈ માટે એક કપ અને એક મોરપંખ..અને એક ટી- શર્ટ હોય છે અને તે જાનકી ત્યાં રાખી ને ગઈ હતી જેની નિહાન ને ખબર ના હતી....
ત્યાં નિહાન પોતાની jaana માટે છેલ્લી વાર ચાઈ બનાવી ને આવ્યો હતો.. બંન્ને સાથે ચાઈ પીવે છે એક જ કપ માંથી... જાનકી કહે છે... "ચાલ મને હવે મૂકી જા... મોડું થઈ જશે..." અને બંન્ને ની આંખ માંથી એક સાથે આંસુ સારી પડે છે.. જાનકી નિહાન ની આંખ માં આંસુ જોઈ ને વધુ રડવા લાગી નિહાન પણ હવે પોતાની જાત ને રોકી નથી શકતો.. તે પણ ખૂબ જ રડવા લાગે છે... બંન્ને એક બીજા ને સમજાવે છે કે પોત પોતાની જાત ને માનવે છે સમજાતું જ ના હતું... જાનકી નિહાન ને ગળે વળગી ને છેલ્લે ખૂબ રડી પડે છે.. અને બોલી કે
" Jaan કંઈ ભૂલ થઈ હોય કે ખોટું લાગ્યું હોય તો માફ કરજે તારી jaana ને..."
નિહાન તેને ચૂપ કરાવે છે... " બસ jaana આવું નહીં બોલ તું..."
નિહાન તેને લઈ ને ઘરે થી નીકળી જાય છે કેમ કે તેને ખબર છે જાનકી અહીં રહશે તો રડે જ રાખશે... કોલેજ પોહચી ને થોડી વાર માં બંન્ને ભીની આંખે અલગ પાડયા.. આ સમય આટલી જલ્દી નીકળી ગયો તે ખબર ના પડી.... જ્યારે ઘરે ગયા હતા તેની પેલા નિહાને જાનકી બેગ માં એક નાની બેગ રાખી હતી જાનકી ની જાણ બહાર... તેમાં એક ડાયરી, એક પેન, એક કાન ના જુમકા હતા.. બંન્ને પોત પોતાના ઘરે જાય છે.. નિહાન ને હવે તે ઘર ફરી થી એક મકાન લાગવા લાગ્યું હતું.. પણ તે ઘર તેની જાનકી એ તેના માટે સજાવ્યું હતું એટલે તે ઘર જેવી શાંતિ તેને બીજે ક્યાંય મળે એમ ના હતી.. તે ઘરે આવી ને થોડી વાર સૂઈ જવા માંગતો હતો અને એમ ધરવા માંગતો હતો કે આ એક સપનું હશે પોતે ઉઠશે તો તેની jaan તેની બાજુમાં હશે... તેથી તે રૂમ માં જાય છે, ત્યાં જઈ ને પેલી બેગ જોવે છે અને એક એક વસ્તુ ને પોતાના ગળે લગાવી લે છે.. તેને જાનકી ની યાદ આવી રહી હતી તે જાનકી એ આપેલ પેલો પીલ્લો પકડી ને સૂવાની નાકામ કોશિશ કરી રહ્યો હતો... આ તરફ જાનકી પોતાની બેગ માંથી કંઈક કાઢવા માટે બેગ ખોલે છે તો પેલી બેગ જે નિહાને તેમાં રાખી હતી તે મળે છે... તેમાં ડાયરી, પેન અને જુમકા જોઈ ને સમજી જાય છે આ નિહાને રાખી છે.. અને ડાયરી પર લખેલ હતું...
"You are not too old,and It's not too late..." બંન્ને ને થોડો સમય ખૂબ અઘરો અને અધૂરો લાગે છે, એક બીજા વગર પણ થોડા સમય પછી મન ને એવું સમજાવ્યું કે ભલે શરીર થી દૂર હોય પણ મન થી કાયમ નજીક જ રહશે બંન્ને અને તે યાદ સાથે જીવતા શીખી લીધું હવે.. કાયમ એક પળ કે એક દિવસ એવો નહીં હોય કે કોઈ પણ કામ કે કોઈ વાત માં તે બંને ને એક બીજા યાદ ના આવ્યાં હોય... એક બીજા ની યાદ અને અહેસાસ ને મહેસૂસ કરવું એક આદત બની ગઈ હતી.. જાનકી માટે તે panda અને નિહાન માટે તે પીલ્લો એક બીજા ને મેહસૂસ કરવા માટે ઘણી વાર કાફી થઈ જતાં... આ વાત ને આમ જ ચાર વર્ષ નીકળી ગયા.. તે બન્ને એક જ ગામ માં હોવા છતાં કોઈ દિવસ સામે આવ્યા ના હતા, કે ના કોઈ રીતે ક્યાંય એક બીજા ને સંપર્ક કર્યો હતો.. પણ જાનકી ની બધી કવિતા માં નિહાન ની મોજુદગી દેખાય આવતી તે નિહાન દર વખતે જોઈ શકતો હતો... જાનકી ને પણ ખબર હતી કે નિહાન તેને વાંચે જ છે દર વખતે... એટલે તે પણ પોતાનો પ્રેમ વરસાવતી હતી....

હોસ્પિટલ માં

એક નર્સ જાનકી ના રૂમ માંથી જડપ થી બહાર આવી ને ડોકટર નિકુંજ પાસે જાય છે અને કહે છે ..
" સર તેણી ને હોશ આવી ગયો..."
નિકુંજ આ સાંભળી ને એક રાહત નો શ્વાસ લે છે... આ તરફ વેદ અને નિહાન પણ નર્સ ને જતા જોઈ ગયા હતા, તેમના મન માં કેટલા બધા સવાલ થવા લાગ્યા... એટલા માં નિકુંજ ત્યાં આવી જાય છે અને એટલું બોલ્યો...
" હોશ આવી ગયો છે જાનકી ને હું જરા ચેક કરી ને આવ્યો હમણાં... પછી વાત કરું...."
નિહાન, વેદ અને યુગ બધા ની આંખ માં હરખ દેખાઈ રહ્યો હતો... પણ નિહાન તેને છૂપાવી રહ્યો હતો... થોડી વાર બાદ નિકુંજ રૂમ ની બહાર આવે છે...