Sneh Sambadh - 1 in Gujarati Love Stories by HeemaShree “Radhe" books and stories PDF | સ્નેહ સંબંધ - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સ્નેહ સંબંધ - 1

મારી વાર્તા "જાનકી" ને આટલો પ્રેમ આપવા માટે હું આપ બધાં ની આભારી છું... આજ ફરી એક નવી જ લવ સ્ટોરી લઈ ને આવી છું, હું કોઈ બોઉં મોટી લેખક નથી પણ આશા રાખું છું આપને આ નવલકથા ગમશે... આ નવલકથા એક પ્રેમ કથા, થોડી સામાજિક વાર્તા અને થોડું સસ્પેન્સ પેદા કરશે સાથે સાથે જરા રોમાન્સ પણ જોવા મળશે.... તો જરૂર થી વાંચજો , આપના અમુલ્ય પ્રતિભાવો જણાવો... આપના પ્રતિભાવ વધુ આગળ લખવા પ્રોત્સાહન આપે છે...


---------------------------------------------

રીક્ષા ચાલકે ગર્લ્સ હોસ્ટેલ ની બહાર મેઈન ગેટ પર રીક્ષા ઊભી રાખી... તેમાં થી શ્રેયા તેના મમ્મી પપ્પા સાથે નીચે ઉતરી અને ત્યાં થી પોતાની બેગ લઈ ને અંદર જાય છે... હોસ્ટેલ ચાર માડ ની હતી ત્યાં સીડી પાસે જ એક લગભગ ચાલીસ વર્ષ ના મહિલા ટેબલ પર બુક અને પેન લઈ ને બેઠા હતા.. તે આ હોસ્ટેલ ને સાંભળતા હતા તેમનું નામ સરલા બેન હતુ... શ્રેયા ત્યાં તેની પાસે પોહચી ને તેમની સાથે વાત કરે છે...
" આપ સરલા બેન.?"

સરલા બેન હા માં માથું હલાવી ને જવાબ આપે છે...
"હા, તારું નામ.? આગળ વાત કરી છે કે આજ જ આવ્યા છોવ...!?"

શ્રેયા ફરી બોલી...
" મારુ નામ શ્રેયા છે... હું આજ જ આવી છું પણ મારી ફ્રેન્ડ આવી હતી થોડા દિવસ પહેલા અમારા બંન્ને માટે વાત કરવા... તેનુ નામ નિધિ છે... "

સરલા બેન યાદ કરતા વિચારતા હતા કે નામ તો સાંભળેલ છે... પછી અચાનક જાણે યાદ આવ્યું હોય એમ બોલ્યા...
" ઓહ હા, નિધિ યાદ આવ્યું અને હા તેને તારું પણ કહ્યું હતું કે તેની બેસ્ટ ફ્રેન્ડ પણ તેની સાથે આવવા ની છે... એક જ રૂમ માં તમારા બંન્ને ના નામ લખાવી ગઈ છે..."

શ્રેયા જરા મુસ્કાન સાથે બોલી...
" હા તે હું જ છું..."

આગળ ની કાર્યવાહી કરી ને તે રૂમ જોવા જાય છે... ત્રીજા માળે આવેલા પાંચ રૂમ માંથી બીજા નંબર ના રૂમ માં જાય છે... એક રૂમ માં ત્રણ છોકરી ઓ રહી શકે તેવી વ્યવસ્થા હોય છે... રૂમ માં હજી એક છોકરી આવી હતી તે પોતાના મમ્મી સાથે ત્યાં પોતાનો સામાન ગોઠવવા માં વ્યસ્ત હતી.. રૂમ માં શ્રેયા ને આવતા જોઈ તે તેના સાથે વાતચીત કરે છે... વાત વાત માં શ્રેયા ને ખબર પડે છે કે પણ બાજુ ના કોઈ ગામ માં થી આવી છે અને તેનું નામ સ્વાતિ છે અને તેની જ કોલેજ માં એડમીશન લીધું છે...

શ્રેયા ના મમ્મી પણ તેની સાથે રૂમ માં આવ્યા હતા... ત્યાં સામાન ગોઠવવા લાગ્યા અને વાતો કરતા હતા... નિધિ હજી આવી ના હતી એટલે શ્રેયા વારે વારે રૂમ ના દરવાજા તરફ જોઈ રહી હતી...

તેની મમ્મી આ જોઈ રહી હતી અને જરા હસતા હસતા બોલ્યા...
" નિધિ એ કાલ કહ્યું હતું ને તે થોડી મોડી આવશે તો પણ આટલી રાહ જોવે છે... તને બંન્ને ને એક બીજા વગર જરા પણ ના ચાલે... તે પણ આવી જ હાલત માં હશે કે જલ્દી રૂમ પર પોહચી જાઉં હવે... "

શ્રેયા તેના મમ્મી ને કહે છે...
" હા, બસ હવે તે જલ્દી આવી જાય બસ... કેટલા બધા વાગી ગયા..."

તેના મમ્મી ફરી બોલ્યા...
" હજી તું આવી તેને એક કલાક તો થઈ નથી... અને કેટલા બધાં વાગી ગયા... વાહ...
ચાલ હવે એક કામ કર તેને પૂછી લે કે કેટલી વાર માં આવે છે તો સાથે જમવા જઈશું... પછી હું અને તારા પપ્પા ઘરે જઈએ..."

શ્રેયા નિધિ ને ફોન કરે છે... રીંગ વાગી રહી હતી લગભગ છેલ્લી રીંગ માં ફોન ઉપડે છે... અને નિધિ થોડી ફિલ્મી અદાજ માં બોલી...
" હાઈ મેરી જાન... મને ખબર જ હતી તેને મારા વગર નહીં ગમતું હોય એટલે જ હું આવી ગઈ... જરા આંખ બંધ કર અને મને સાચા મન થી યાદ કર એટલે તારી સામે..."

શ્રેયા પણ ખુશ થતા બોલી...
" હાઈ....... હાઈ.... આવી ગઈ તું.... આવી જા કયાર ની રાહ જોઉં છું તારી... તું આવ તો મારી મમ્મી ને ઘરે જતા જીવ ચાલે... પેલા આપણા બંન્ને નું રામ ભરત મિલાપ જોઈ લે ને તે..."

ફોન ચાલુ જ હતો અને તે રૂમ ના દરવાજા પાસે આવી ને શ્રેયા ને બોલવા લાગી... બંન્ને જાણે વર્ષો પછી મળી હોય એમ ગળે મળે છે.... બંન્ને ની મમ્મી આ બંન્ને ને આમ જોઈ ને હસે છે... પછી નિધિ નો સામાન ત્યાં એમ જ મૂકી ને નિધિ ના મમ્મી પપ્પા અને શ્રેયા મમ્મી પપ્પા સાથે બારે જમવા જાય છે...

-------------------------------------------------

શ્રેયા અને નિધિ ની દોસ્તી ની આવી જ વાતો આગળ પણ ચાલુ રહશે... હવે આગળ સ્વાતિ પણ આમ જોડાઈ છે કે નહીં...?
આ કોલેજ માં ગયા પછી સ્નેહ ભરેલો કોઈ નવો સંબંધ શ્રેયા ની રાહ જોવે છે કે શું...?
તે જાણવા માટે આગળ નો ભાગ જરૂર થી વાંચજો...
આપના પ્રતિભાવ પણ આપવા નું ભૂલશો નહીં....
મળીયે આવતા ભાગ માં....