હે ગુરુદેવ
લગ્નની લાગી પર બ્રહ્મમાં ભળી જવાની , એમ થાય મનમાં હું જે મહાતેજ નો ભાગ એ મહાતેજ થી કેમ વીખુટો રહું, બહું તકલીફ થાય આ ઘરા પર જીવ અકળાય ,પણ ન જાણે મારી નીયતી શું છે? મને આ મનુષ્ય નો દેહ આ પુરૂષ તત્વ છુટવા નથી દેતું, જેટલો બહાર નીકળવાનો પ્રયત્ન કરૂં એટલો એમાં વધું ફસાઉં 🕉️🚩 હે દયાના સાગર ગુરૂ હંસ નિર્વાણ દયા કરો 🙏 મને આ માયાના આડંબર માંથી જટ છોડાવો પ્રભું , ખબર નથી પડતી જાણે કઈ ખોટ પડી છે જીવનમાં એવી કે એ ખાડો પુરી નથી શક્તો, શીવ શક્તિ ના આ ભેદ પરથી પરદો ઉઠાવો, ઈગ્લા પીગ્લા ને એક કરી વીજળીનો ચમકારો કરો સુસુમણા ને જગવડાવો નાથ આત્માને અછુતો અજન્મો સમજી લીધો છે દેહ ને આત્મા ને નોધારો કરી દીધો છે, પણ ગયા જન્મોના કારક ફળ નીયતી પીછો નથી છોડતી, આવા માં હે ગુરુદેવ કૃપા દૃષ્ટિ રાખી મારા ગયા જન્મના તમામ કર્મા બાળી કર્મની ફાસને ભાગજો, હવે હું નીમીત માત્ર કર્તા હર્તા પરમ હંસ ભગવાન, ન જોઈએ મારે પાપ કે પુન્ય નું ફળ બધું તમને સમર્પિત, આ દેહ છુટે કર્મો અને કર્મ ફળોથી મારો છેડો છુટે , હે ભગવંત આ જન્મ મારો સુધારજો, કર્તા હર્તા તમે બની મારી નાવને ભવસાગરથી સુરક્ષીત બહાર નીકાળજો🙏🚩🕉️ ૐ ગુરૂજી જય જતી સતી થી ન્યારા સ્ત્રી પુરુષ તત્વથી પરે એવા હે પરમહંસ ના મહા અંશ કૃપા કરજો🙏 નથી દેવ થાઈ પુજાવું નથી સમાધી લઈ પીર બનવું, મારે બસ તારી દુનિયામાં આવવું 🕉️🚩🙏
નથી માન પાન જોઈતા નથી અવારણા લેવડાવવા નથી નામના જોઈતી નથી બીજું કંઈ જોઈતું, બસ આ જીવન સતની કાંટાળી કેડ ના મુકે ભલે વીધાવું પડે, થાકતો જોર લાગ્યો આ દેહનો ભાર હવે નથી સહનથાતો ઉપરથી પુરુષ તત્વ એનું જાતી પણું ના મુકે, શું થવાનું ખબર નથી, પણ તમે દયા દાખવી ઉપદેશ આપી ગયેલ તે શ્રધ્ધા છે, પણ છું માનવ જાત ચિંતા તુર અમારો સ્વભાવ, કર્તા હર્તા હરી તમે , તોય નાહક જીવ અકળાય, ત્રાહી મામ શરણાગતમ 🚩🕉️🙏
જીવ કેવો દયાળું દીધો તે હે ઈશ્વર કોઈને દુઃખી ન દેખી શકું, સમય કોઈ વાર સાથ આપે કોઈવાર મૌન રહેવા મજબુર કરે, કેવા કઢણ કાળજાના હશે એ સંતો રાજા ગોપીચંદ, રાજા ભરથરી, ગુરુ ગોરખ અને મછંદર, કેવીરીતે છોડી આવ્યા ઘરની નાર ને રોતી કકળતી ? હશે એમનું જ્ઞાન અમર, પણ મન મારૂ ના પાડે ખુદને અમરત્વ પામવા અન્યને દુઃખમાં છોડી હાલી નીકળું, જે પણ આવ્યું દયાજ દાખવી જાણે દયા કરૂણા પ્રેમની મારી કસોટી ભરી ભરીને લેવાય, ઘણીવાર સામે દુઃખ તકલીફ પીડા સહન કરવાનો વારો પણ આવે, મન નીચલીત પણ થાય તોય માયાળું સ્વભાવ ન મુકાય , કાળ તેનું કામ કરે મનને અહંકાર વષ ક્રોધે ચડાવવા જાય પણ ઘડીકમાં આત્મા શાંત થઈ જાય, જય ગુરુદેવ
નથી હું માયા પતી શું જીવું મારા માટે મારાથી લોકોની તકલીફ ન દેખી જાય , ઔર તો ઔર મારા માટે અધીરા માનવી તડપે મરી મરી જાય જાણે આત્માને ઓળખી લીધો હોય જન્મ જન્મનો નાતો હોય, સંસાર જુએ દેહના આવરણ અને કોઈ આત્મહંસને ઓળખી જાય, શ્રી રામ જેવા અવતારી પુરુષ ને પણ મર્યાદા માં રહી અઢળક સહન કરાવ્યું જગતે, હું તો સામાન્ય માણસ જાત , કોને કોને સમજાવું અહીયા માયા વીકારોથી ભ્રમીત માનવ મગજ કેમ કરી સત ને સમજાવાય, માનવ રૂપી યંત્ર ગાડામાં પુરાયો જીવ , ધરમ કર્મ મને ખીચે વીપરીત દીશામાં કેમ કરી સંતુલન જળવાય, બસ આવામાં એક તારો આસરો ગુરુ મળીયા સબળ મારી નાવડી ન ડગુમગુ થાય🕉️🚩🙏
કોણ પોતાના કોણ પારકા તરહ તરહની વાતો માડે કોઈ ધુતારો કોઈ સાચો કોઈ વળી કંઈ ઉપનામ આપી જાય, દેહના આવરણ અને કારક ફળોના ભુકતાન દેખી ધારણા બાધે , લેણ દેણ ચુકવવા પુરી કરવા અવતર્યા મનુષ્ય અવતારે કેમ સમજાવું આ માણસ જાતને કેવા કેવા માથે ભાર ચડાવી કર્મ બંધન માં બંધાય ..
બાહર કો ના દેખ આત્મ ભીતર હૈ બ્રહ્માંડ, કાહે ઢુઢે બાહર કા દોષ તુ ખુદકો સુધાર ..
નવ સમજે માયામે બંધીત મનુષ્યજાત ,
કરવાભાગે કર્મ ,ફીર કર્મ ફળતો બંધાય,
પ્રથમ ફળશે ખુશ હોવે દેરશે દુશરે ફળસે મુજાય, આખીર તેરો અંતીમ પડાવ આવે ફરી કારક ફળ આખરી ભોગતરો સમય
આખરી ભોગતરો સમય પાકી જાય, અંત સમય તને સંધુય આડું આવે આત્મ કાર્ક ફળમાં બંધાય ,મૃત શરીર છોડે હિસાબ ચુક્યો હવે ફરી કારક શરીર રો નવો અધ્યાય શરૂ થાય, અબ પછતાયે કા ફાયદો તે ખોયો મનુષ્ય અવતાર ,કા હોગો અબ તેરો લખચોરાસીમા ભટકયા કર જબ ફરી મનુષ્ય અવતાર જો મીલ જાય,
મહાભેદ જાણો
ભેદ જાણવા જેવો પરબ્રહ્મ અવકાસનો ધણી છે અલખધણી ના પુરૂષ તત્વ ના સ્ત્રી તત્વ બન્ને તત્વનો સ્વામી છે અલખ ઘણી,
તેણે બે તત્વોને ભેગા કરી યોગથી બ્રહમાડોની ઉત્પત્તિ કરી , ત્રીદેવ દેવીયા જેમા બ્રહ્મા (જન્મ આપનાર પીતા ) વિષ્ણુ (પાલક પીતા) મહેશ (અંત અને શક્તિ ના સ્વામી) ત્રીદેવીયા સરસ્વતી લક્ષ્મી અને શક્તિ યોગ્ય કાર્ય માટે ત્રીદેવોને વર્યા, પછી દેવ દીવીયા અને દાનવ ગંધર્વ અને બીજી માયા કર્મ કરવા મનુષ્ય અવતર્યા , કર્મથી દેવ કે દાનવ બને કર્મ બંધને ભાંગી પર બ્રહ્મ
મનુષ્ય જાતની સુરતા નાભી કમળમાં પડી વચ્ચે આડા સાત ચક્ર , સાત ચક્ર જાગૃત કરી શુરતા ઈગ્લા પીગ્લા નાડીથી સુસુમણા માં જાગૃત થાય દશમું દ્રાર ખુલે,
પછી કા રાવણ બને કા રામ કા પર બ્રહ્મમાં ભળી જાય, બાકી તો શરીરના આવરણમાં બંધાઈ કર્મ કરી ફળ ભોગવતો જાય કયું પુન્ય કયું પાપ સમજે, જેવો દેહ જેવો અવતાર જેવી યોની જેવા આચાર વીચાર જેવી સોચ ... જેવું રેકોર્ડિંગ દિમાગમાં ટેપ થયું બસ વગાડયે જાય અને નાચે જાય , કટપુતળી ની રમતમાં કર્મ ફળ થી કાળ સર્વને નચાયે જાય સુખ દુઃખ સમજતો કયારેક હરખાય કયારેક દુઃખી થાય
નાભી કેન્દ્ર બીજ નું મુખ્ય કેન્દ્ર માતાના ઉદરમાં થી જયા કોષમાંથી જીવનું નિર્વાણ થાય , આતો ભેદ અગમ કોઈકજ જાણે વીરલા , દેહ માં આત્મ પુરાય ત્યારે શરીર જીવ પામી સજીવન થાય, જેવો ઘડેલો દેહ તેવો આત્મા હવે જીવ બની કર્મ ફળ રળી ખાય..
કાળ સમયજ મહા કાળ જે કરાવે તે થાય, ન હાલે જીવનું લગાર તત્કાળ એતો નીયતીએ આગાઉ નક્કી થાય..
આ જન્મે બન્યો ભલે તુ રાજા હરિશ્ચંદ્ર પણ પહેલાના કર્મ તારા થોડા છુટી જાય?
તરવા માટે મારે મથામણ આમ તાત્કાલિક તારૂ કલ્યાણ નહીં થાય,
હવે ખુદ આત્મને અજન્મો અછુતો આશા તૃષ્ણા ને માર કર પ્રાથના ને કર સમર્પિત બધું ઓમકારને બસ દયાની ભીખ માગ નીમીત બને તું શારા કાર્યનો કદાચ તારો બેડો પાર થઈ જાય, કરશે કાળ કામનું તો ન ધાર્યું ન થાવાનું ન થઈ જાય, કયા જાણે તું કાળ ને ઘડીક માં શું થઈ જાય ?
ઘડીક જાગીશ વચનો સાંભળી ફરી નીંદરમાં ગરકાવ , નીંદરમાં શું કાલા જખીશ હસે સ્વપ્ન અને ખુદને કર્તા સમજીશ , પાંચ વીકાર કરશે કામ જેનો ભાર બધો તારે માથ , જાગી જા ચેતીજા માનવ તારો ધર્મ તું નીભાવ
ભોગવેછે કંઈ થોડું? હજું નથી ધરાયો? રહેવા દે પછી માથે બંધાશે ભારા કર્મના ,ભારે મરી જાઈશ , નહીં છુટે માથેથી ભોગ્વયા વીના , કર્મ ફળ નીચે દટાઈશ, જઈશ અધો ગતીયે પછી ભુત બની ભટકતો રહીશ
ખુદને તું ઓળખતો નથી બીજા ને તું ઓળખવા જાય? તું જમાં જે બેઠો તેજ બધેય છે આત્મ અજન્મો અવીનાસી , જેમ તુ પુરાયો પાજરે તેમ તને બસ પાંજરા જ દેખાય , જાગીશ ત્યારે મોડું થશે, નહીં માફી માગવાનો મોકો મળે , માટે રહેવા દે તું અબ ઘડી ના બાંધ કર્મના ભાર
તું કરીશ તે તું ભોગવીશ સહું ભોગવે પોતાના કર્મના ફળ જેમ, તું કર તારુ ના પડ ફાસમાં તું તારૂ સંભાળ ,કરશે એ ભોગવશે તું નાહક ની ચિંતા છોડ , વેડફ ના સમય કાળ બેઠો કોળીયો બનાવવા..
જાગ....જાગ.....મુર્ખા મતી ગયી તારી મારી ..
આયા અનેક મોટા ભુપ ચાલ્યા ગયા, આજેય મમીઓ સાથે સામ્રાજય નીકળે માટી માંથી 5 થી ૧૦ હજાર વર્ષ પહેલાં ના , આવીને બધા માટી મા ખપી ગયા દેહ તુ ધારે શરીર અમર પટો લખાવી આવ્યું?
મળ્યો અવતાર માનવ નો કાર્ય કરવા દાનવના અને સપના તારા દેવબની પુજાવાના🤔
મુર્ખા માનવ ધર્મ તારો સંભાળ તોય ઘણું છે, નહીતર ભુત યોની તૈયાર તને કાળી શક્તિઓ લઈ જશે પાતાળમાં,
નીયતી બની હોય તમારી તો જાજો સતગુરૂની સરણમાં શ્રધ્ધા થકી કોઈ જતી પુરૂષ કે સતી નારી ભેદ બતાવશે,
આમ આલાપ કરવાથી ધુણવાથી રાગ આલાપવાથી કે મારો દેવ દેવી કરી લાલચ વશ ભજવાથી ભીખ મળશે કર્મફળ ની પીડા માંથી આછીંક શાંતિ પુરતી, બેડો પાર નહીં થાય, એ પણ તારા મારા જેવા હતા ભાગી કર્મની ફાસ તો દેવત્વ પામ્યા દેવ દેવી ગોગો વીગેરે,
એક સંતે કહ્યું બેટા તું ઢોળે છે વેડફેછે જ્ઞાન , પણ મારો માયલો કહે ના વેડફાતું નથી તું તારું કાર્ય કર ભાગે આવ્યું નીમીત બની જ્ઞાનની સરવાણી વહાવ પ્રવાહ શરૂ થશે કીડી ને કણ હાથી ને મણ મળશે બીજું પ્રકૃતિમાં ભળી નવું કંઈક નિર્માણ કરશે,
તું નીમીત માત્ર છે તું ચીઠ્ઠી નો ચાકર તારે અને ફળને શું લેવા દેવા ?
જય ગુરુદેવ 🙏💐🕉️