Andhari Raatna Ochhaya - 33 in Gujarati Detective stories by Nayana Viradiya books and stories PDF | અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૩)

Featured Books
Categories
Share

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૩)


ગતાંકથી....





દિવાકર વિશે ડેન્સી એ મોનિકા પાસેથી ઘણું બધું સાંભળ્યું હતું. હવે વાતચીત કરતા તેને લાગ્યું કે આ માણસ ઉપયોગી થઈ શકે તેમ છે. હવે તેની સાથે કોઈપણ જાતના સંકોચ વિના વાત કરી શકે છે. વાતો કરતા કરતા તેણે જણાવ્યું કે મારે કોઈ ઓફિસમાં કામ કરવાનું નથી પણ કોઈ એક સજ્જન માણસને ત્યાં કામ કરવાનું છે .એ સજ્જન નું મકાન કલકત્તાથી ઘણું દૂર આવેલું છે. એટલે પહેલા તો મને ના પાડવાનું મન થતું હતું પરંતુ પગાર મોટો અને કામ થોડું તથા સહેલું હોવાથી છેવટે મેં હા પાડી દીધી છે.

હવે આગળ..

દીવાકરે કહ્યું : "કલકત્તાથી દૂર એટલે ક્યાં?

ડેન્સી એ હસતા મુખે કહ્યું : રેલવે સ્ટેશન પાસે પોર્ટ કાંકરેજ છે ત્યાં .ત્યાં જ મારા શેઠ રહે છે. મારે પણ ત્યાં જ રહેવાનું છે.
દિવાકર ચિંતાતુર અવાજે બોલ્યો : " કાંકરેજ! હા, મેં તે સ્થળ જોયું છે બહુ નિજૅન અને એકદમ ગમગીની ભર્યું વેરાન સ્થળ છે. આપને ત્યાં નહીં ગમે."
"પરંતુ બીજો કોઈ જ ઉપાય નથી. મારે નોકરી કરવી જ છે. વળી મારા જેવી માટે તો કલકત્તા કે કાંકરેજ બંને સરખા જ છે .મારે કોઈ ફેમિલી કે ફ્રેન્ડ સર્કલ તો છે નહીં."
તેમની વાત સાંભળી દિવાકર સહાનુભૂતિભર્યા અવાજે બોલી ઊઠ્યો :આપના ફેમિલી વિશે તો ન કહી શકું.પરંતુ ફ્રેન્ડ સર્કલમાં કોઈ નથી એ તો માની શકાય નહીં એવી વાત છે. હું જાણું છું કે મોનિકા આપની હિતેચ્છુ છે, અને આજથી મને પણ તેવો જ શુભેચ્છક ફ્રેન્ડ માનજો."
"થેન્ક્યુ વેરી મચ!"
સારું ,પરંતુ આપે જોબ લઈ લીધી છે તો પછી હવે તમને તે છોડી દેવાની સલાહ આપો એ યોગ્ય નથી. કેવળ એટલું જ કહી શકું કે જો કોઈપણ વખતે તમને જરૂર લાગે તો મને ખબર આપવામાં જરા પણ સંકોચ કરશો નહીં...."
દીવાકરનું વાક્ય પૂરું થાય તે પહેલા જ ડેન્સી બોલી ઉઠી : થેન્ક્યુ, થેન્ક્સ અ લોટ !મિ. દિવાકર આપની વાત હું અવશ્ય યાદ રાખીશ .આપણા જેવા ગુડ ફ્રેન્ડ મળવાથી મને આજે બહુ જ આનંદ થયો."
દિવાકરે હસતા હસતા બીજી વાતચીત શરૂ કરી ; તેમણે પૂછ્યું : એ બધી વાત બરોબર ,પણ આપના બોસનું નામ શું ?"
તેનું નામ આદિત્ય વેંગડું. ઘણા વર્ષો ફોરેનમાં રહ્યા બાદ તેઓ હમણાં જ સ્વદેશ પોતાના દેશ ઇન્ડિયા પાછા ફર્યા છે !"
દિવાકર આશ્ચર્ય પામી બોલ્યો : " આદિત્ય વેંગડું એને તો હું આજે સવારે જ મળ્યો છું."

"મળ્યા છો ? કેવી વાત કરો છો ! ક્યાં ?"
એક ક્ષણમાં દિવાકરે પોતાની સ્વસ્થતા પાછી મેળવી કહ્યું : "અરે ના ,ના ,એમ કંઈ ખાસ નહીં એક સરકારી ઓફિસમાં ,અચાનક મેળાપ થઈ ગયો. સારું, પરંતુ આપની પાસે હવે મારે એક માંગણી કરવાની રહી એ માંગણી તમે સ્વીકારશો ?"
ડેન્સી વિસ્મય પામી બોલી : " કઈ માંગણી ?"
"અરે !કંઈ એવી ખાસ માગણી નથી. મારી સાથે આપની મુલાકાતની વાત આપે આદિત્ય વેંગડુંને કહેવી નહીં બોલો મારી આ વાત મનમાં રાખશો?"
ડેન્સી એ કહ્યું : "અરે !એમાં શું મોટી વાત છે !પાક્કુ, તમારી આ વાત હું માનીશ."
"એક બીજી વાત પણ યાદ રાખવાની છે ."
"શું?"
"જો કયારેય પણ જરૂર પડે તો મને ખબર આપવામાં જરા પણ વિલંબ કે સંકોચ કરવો નહીં."
ડેન્સી વધારે નવાઈ પામી બોલ્યા સિવાય ડોકું હલાવી મુક સંમતિ દર્શાવી ચાલી ગઈ.

****************************

તે રાત્રે પથારીમાં પડ્યા પડ્યા દીવા કરે મનમાં ખૂબ વિચાર કર્યો ને ડેન્સી..... આદિત્ય વેંગડું....કાંકરેજ ....રાજશેખર સાહેબ.....
આવા આવા કંઈ પણ ઢંગધડા વગરના વિચારો કયૉ બાદ અચાનક તેના મગજમાં એક બીજો વિચાર સ્ફૂર્યો. ડેન્સી....આદિત્ય વેંગડું....વગેરેના નામ સાથે ડૉ. મિશ્રાનું નામ પણ તેના અંતઃકરણમાં કોઈ અજ્ઞાત પ્રદેશમાંથી સ
સ્ફુરી આવ્યું !
ડૉ.મિશ્રાની સ્મૃતિ તાજી થતા જ અગાઉ બનેલી સમગ્ર ઘટના તેના સ્મૃતિ પટ પર પસાર થવા લાગી .બીજા બધા પકડાઈ ચૂક્યા હોવા છતાં આ પ્રસંગે ફક્ત ડૉ.મિશ્રા એકલો નાસી છૂટ્યો હતો. પરંતુ ડેન્સી અને તેના બોસ આદિત્ય વેંગડું નો વિચાર કરતા અચાનક ડૉ. મિશ્રાની વાત યાદ આવતા તે આટલો બધો ચમક્યો શા માટે ? પોતાની વિચારમાં આવી વિચિત્રતા જોઈ તે પોતાના મનમાં હસવા લાગ્યો.

બીજે દિવસે બરાબર નવ ને ચાલીસની ટ્રેન પકડી ડેન્સી ભારે હદયે કાંકરેજ તરફ રવાના થઈ ગઈ .કાલથી તેના અંતઃકરણના દિવાકરના શબ્દો ગાજી રહ્યા હતા. તેની સાથેની વાતચીત પરથી તેના હૃદયમાં શંકા પડી હતી. પરંતુ ડેન્સિ ખૂબ જ સ્ટ્રોંગ ને સાહસિક છોકરી હતી તે હૃદયને દ્રઢ બનાવી આદિત્ય વેંગડુંની નોકરીમાં જોડાવા માટે નીકળી પડી હતી.
કાંકરેજ પાસેના રેલ્વે સ્ટેશને આદિત્ય વેંગડું તેની રાહ જોતા હતા. પહેલી વારની વાતચીત પરથી ડેન્સીને લાગ્યું કે તે જેટલો વિદ્વાન છે તેટલો જ વિવેકના નિયમોથી અજાણ છે. તે ઉપરાંત તેની વર્તણુકમાં પણ રૂડતા ની છાપ જણાય આવે છે. પ્રથમ વખતની મુલાકાત વખતે તે ડેન્સીને તેનું નામ લઇ બોલાવવા લાગ્યો .એક તો તેની ઉંમર બહુ મોટી હતી તે ઉપરાંત તે બોસ હતો. આ બે કારણોને લીધે ડેન્સીએ આ બાબતમાં વાંધો ઉઠાવ્યો નહીં.
બધો જ સામાન નોકરને સોંપી આદિત્ય વેંગડું ડેન્સીને સાથે લઈ પોતાની કારમાં જતા રહ્યા. કાર પોતે જ ચલાવવા હતાં.. ડેન્સી મુંગા મોઢે અપરિચિત રસ્તાઓ જોવા લાગી.
થોડીવાર પછી આદિત્ય વેંગડું એ કહ્યું : "ડેન્સી, હાલમાં હું એક અત્યંત જરૂરી અને છુપા કામમાં રોકાયેલો છુ. તેથી બધી વખતે મારું મગજ શાંત રહેતું નથી. મારી વર્તણુકમાં તમને જો કંઈ અસભ્યતા લાગે તો માફ કરજો. સારું, એક બીજી વાત ! તારે જ્યાં સુધી મારા સેક્રેટરી નું કામ કરવાનું છે ત્યાં સુધી કેટલાક રુલ્સ ફોલો કરવાના છે."
"રુલ્સ ! કઈ જાતના?"
વેંગડું સાહેબ કહેવા લાગ્યાં : ". મેં તને કહ્યું તેમ હું જે કામ કરું તે જેટલું જરૂરી છે તેટલું જ ટોપ સીક્રેટ છે. માટે તારું કામ પણ તેટલું જરૂરી ને છૂપું હોવું જોઈએ .હું એક શોધખોળ માટે પ્રયોગો કરું છું .તારા કામનો મોટો ભાગ તેને લાગતો જ હશે. અને તેથી તારે કેટલાક રુલસ માની લેવા પડશે .હું માનું છું કે આમાં તને કોઈ જાતનો વાંધો હશે નહીં."
"ના,ના, મને કોઈ જ વાંધો નથી. મારે શું કરવાનું છે તે કહો ?"
પહેલું તો એ કે તારે જે કંઈ પણ કાગળ કે બીજું કોઈ વિગત લખવાની થશે તે બધા જ હું અથવા તો મારો કોઈ માણસ અગાઉ વાંચી જશે. બીજુ એ કે મારી રજા સિવાય તું આ મકાન છોડી જઈ શકીશ નહીં. તેમજ બીજા કોઈની પણ સાથે વાત કરી શકીશ નહીં. આ ઉપર થી એમ માનતી નહીં કે મને તારા પર ટ્રસ્ટ નથી પરંતુ મારું કામ એટલું ગુપ્ત છે કે મારે આવી સાવચેતી રાખવી પડે છે.
અને હું ધારું છું કે એમાં તને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હશે પણ નહીં."
ડેન્સી આ બાબતનો કોઈ આન્સર આપે તે પહેલા કાર એક મોટા મકાન આગળ આવી કાર પરથી ઉતરી આદિત્ય વેંગડું એ કહ્યું :આ મારું મકાન! મકાનનું નામ છે 'નોલેજ હાઉસ' મને આશા છે કે આ મકાનમાં જ્યાં સુધી તું રહેશે ત્યાં સુધી તને કોઈ પણ જાતની અગવડ નડશે નહીં"
મકાનમાંથી નોકર દોડતો બહાર આવ્યો સાહેબે તેને કહ્યું : " આ મિસ. સ્મિથ આજથી અહીં જ રહેવાના છે .જેમ તું મારું ધ્યાન રાખે છે તેમ તેનું પણ તારે ધ્યાન રાખવાનું છે તેમને તેમના માટેના બેડ એકરૂમમાં લઈ જા"

ડેન્સી સહેજ ધડકતા હૃદયે છેદીરામની પાછળ ગઈ.
શું ડેન્સી કોઈ મુસીબતમાં ફસાઈ જશે?જાણવાં માટે વાંચો આગળ નો ભાગ.....
ક્રમશઃ.....