LOVE AND LIE - 4 in Gujarati Love Stories by Zala Yagniksinh books and stories PDF | LOVE AND LIE - 4

Featured Books
Categories
Share

LOVE AND LIE - 4





મારા વિચારો







બધા ની જેમ હું એક એવરેજ સ્ટુડન્ટ હતો એમ માત્ર કહેવા માટે એવરેજ ખાલી એક્ઝામ ની રાત્રે વાંચી ને હું પાસ થઈ જતો. હા હું લાસ્ટ બેંચર હતો પણ બીજા ની જેમ નહિ હું ભણવા માં પણ હોંશિયાર હતો. એટલા માટે હું શિક્ષક માટે માથાના દુખાવા સમાન હતો.

મારી સ્કૂલ લાઈફ નોર્મલ રહી બસ ખાલી ૨-૩ ગર્લ ફ્રેન્ડ હતી અને સ્કૂલ માં ટોપ ૧૦ માં નંબર બસ બીજું કાઈ નહતું જિંદગીમાં આ વાત મારા માટે નોર્મલ હતી કેમકે હું રમત-ગમત માં સ્ટડી માં કહુ તો બધા માં સારો હતો એવરેજ કરતા વધારે
અત્યાર સુધી હું મારા ગ્રુપ માં હું કહું તેમજ થતું હતું પણ જેમ ૧૨ પૂરું થયું તેની રજાઓમાં મારી લાઈફ એક દમ બદલાઈ ગઈ કહુ તો હું ઉપર થી નીચે સુધી બદલાઈ ગયો તેની કારણ પણ દરેક છોકરા માં સ્વભાવ તેના વર્તન બદલાવવા માટે છોકરી જ જવાબદાર હોય તેમ મારા કેસ માં પણ તેજ હતું મારું બીજા બ્રેકઅપ બાદ હું સદમાં માં જતો રહ્યો.

. ત્યાર નું મે નક્કી કરેલું કે હવે છોકરી ઓ થી અને તેમના મેટર થી દુર રેવામાં ભલય છે, ઘણા લોકો તે વાત મોડી સમજે છે અને પાછળ થી પસ્તાય છે પણ મારા કેસ માં તે અલગ હતું હું ૧૨ પૂરું થતાંજ સમજદાર થઈ ગયો હતો તેમજ હું મારું દુઃખ અને નીરશા ને છૂપાવવા માટે એક હાસ્ય શીખી ગયો હતો. બસ આ હતો મારી કહાની અત્યાર સુધીની હવે કૉલેજ માં જઈ સારી રીતે લાઈફ એન્જોય કરવા નો વિચાર હતો મારો.

મને લોકો વચ્ચે મળી જતા વાર નો લાગતી તે મારી સારી બાબત હતી પણ મારા માટે છોકરી ઓ થી દુર રેવું તે હમેંશા માટે યાદ રાખવા જેવી બાબત હતી.

મારી કૉલેજ લાઈફ ચાલુ થઈ બધું નોર્મલ ચાલી રહ્યું હતું, બધા જોડે મારી દોસ્તી પણ જામવા લાગી હતી કોલેજ વિશે મને હવે થોડી ઘણી સમજ પાડવા લાગી હતી. બસ હવે શાંતિ થી કોલેજ પુરી કરી ને મારા સ્વપ્નાઓ પુરા કરવા હતા.

કોલેજ વિશે મારી વધારે પડતી કંઈ કલ્પના ના હતી અને સિંગલ છોકરા માટે કોલેજ એટલે છોકરી પટાવવાનું સ્થાન પણ મારા માટે તે વાત નવી ના હતી અને હું તેમાં પાડવા પણ નોહતો માંગતો મારા જૂના અનુભવ ના આધારે હું કહેતો હતો.

મારું એક મિત્રો નું ગ્રુપ પણ બની ગઈ બસ લાઈફ ચાલતી હતી પણ કિસ્મત ને મંજુર ન હતું કે લાઈફ આટલી સારી રીતે પછાર થાય. બસ આવી રીતે બધું ચાલુ રહ્યું હતું.

હું મારા મિત્રો જોડે ક્લાસ માં બેઠો હતો, મારા મિત્રો બધા બોયઝ સ્કૂલ માંથી આવતા હતા તો આખો દિવસ ફક્ત છોકરી ઓ ની વાતો કરતા તે મને ના ગમતું એટલા માટે હું તેમની જોડે તેવી ચર્ચા માં ભાગ ના લેતો. બસ આવીજ કઈક વાત થતી હતી ત્યાં અમારા ક્લાસ માં એક અમારા સિનિયર આવીયા અને જાહેરાત કરી કે આગલા વીક માં રવિવારે ફ્રેશર પાર્ટી નું આયોજન કરેલું છે.

બસ આખા ક્લાસ માં બધા તેની વાતો કરવા લાગ્યા ત્યાં અમારા સિનિયર તરફ થી એક હજુ જાહેરાત કરી કે તમારે કોઈ પણ પ્રોગ્રામ માં ભાગ લેવો હોય તો નામ લખવી જવું.
બસ ફરી બધા પાર્ટી વિશે ચર્ચા કરવા લાગ્યા પેલા તો મને તેમાં એટલી રૂચી ના હતી. પણ મને એવું લાગ્યું કે માટે પણ કઈક પ્રોગ્રામ માં ભાગ લેવો જોઈએ ત્યાં પ્રોફેસરે આવીયા અને લેક્ચર સ્ટાર્ટ કરી દીધો બધા ની ચર્ચા નો અંત આવિયો પણ હું તો હજુ તેજ વિચારતો હતો. એવું રીતે આજનો છેલ્લો લેક્ચર પણ પુરો થઈ ગયો અમે પણ ફ્રેશર પાર્ટી ની ચર્ચા સ્ટાર્ટ કરી.

હું પણ બધા ને પોતાના વિચાર કહેતો હતો ત્યાં પાછળ થી કોઈ છોકરી નો ઓલખીતો અવાજ સંભળાયો મે જોયું તો તે દિવ્યા હતી. મારી સ્કૂલ મેટ અમે જોડજ ૧૧-૧૨ કરિયું હતું અને સારી મિત્રતા પણ હતી. આવી રીતે મારી દિવ્યા અને તેમના મિત્રો ને મળિયો આમતો તેમને હું ઓળખતો હતો પણ એટલી સારી રીતે નહિ. બસ તેમની જોડે પણ ફ્રેશર પાર્ટી વિશે વાત થતી હતી. મને તેમના ગ્રુપ માં બધાથી વધારે સમજદાર યુગ લગતો હતો. મારી એટલી વાત તો તેના જોડે થઈ ના હતી પણ જેટલી થઈ તેના ઉપર થી તો એવુજ લાગતું હતું.

" મે કઈક વિચારું છે" રવિ

"શું " તે બધા એક સાથે બોલી ઉઠિયા

" આપડે એક ફેશન શો કરીએ" મે કીધું તેમના જવાબ માં મે મારા વિચારો તેમને રજૂ કરિયા.અને બધા એ મારી વાત ઉપર સહમતી દર્શાવી મને નહોતી ખબર કે મારું ગ્રુપ અને મારા જૂના મિત્રો થી હવે દૂર થઈ જવા નો હતો પણ આ તેની શરૂવાત થઈ ગઈ હતી તેનો પહેલો કદમ આજે મંડાઈ ગયો હતો કેમકે મારા હું જુના મિત્રો ને મારી વાત માં કાઈ પણ રૂચી ના હતી બસ એવું રીતે મારી મિત્રતા તેમના જોડે સ્ટાર્ટ થઈ.


સ્ટોરી થોડું બોરિંગ લાગતી હશે પણ એમ કહુતો પણ ચાલે કે હજુ તો સ્ટોરી સ્ટાર્ટ થઈ છે, હજુ તો ઘણું આવશે બસ તેની શરૂવાત આગળ ના ભાગ થી થઈ જશે એટલા માટે જોડાયેલા રાહો મારી સાથે અને પોતાના અભિપ્રાય મને જરૂર જણાવશો....