કોલેજ નો પ્રથમ દિવસ
મારી કૉલેજ લાઈફ ની શરૂવાત થઈ ગઈ હતી,જેટલું પણ વિચાર્યું હતું તેના કરતાં બધું ઊંધુજ હતું, બધા લોકો પાસે સાંભળયું હતું કૉલેજ વિશે બધુંજ ખોટું પડી રહ્યું હતું.
બધા ની જેમજ મે પણ કૉલેજ વિશે પોતાની કલ્પના કઈક વધારે કરી લીધી હતી, મને તો એમ હતું કે મારી કૉલેજ લાઈફ જાણે કોઈ ફિલ્મ માં બતાવવા માં આવતી હીરો ની સ્ટોરી હોય, પણ હું એતો ભૂલીજ ગયો હતો કે ના તો હું હીરો હતો ના તો આ કોઈ ફિલ્મ ની સ્ટોરી.
મે ધાર્યા જેવી ના નીકળી પણ કૉલેજ ની મજા કઈક અલગ હતી જેની સમજ મને ત્યારે ન હતી પણ અત્યારે સમજાઈ રહી હતી.
બધા સામાન્ય વ્યકિત ની જેમ મારો પેલો દિવસ પણ સામાન્ય હતો, કાઈ પણ નવીન બન્યું નહિ હું નવા વ્યકિત ઓ સાથે એટલો મળી શકતો ન હતો, એટલે થોડો ટાઈમ પ્રોબલ રહી પણ સમય સાથે બધું સરખું થવા લાગ્યું.
અમારી કૉલેજ માં પેલા ૧૦ દિવસ માટે બધા માટે એક જોઇન્ટ પ્રોગ્રામ હતો તેમાં બધા વિષય ભણાવવા માં આવતા એટલા માટે મોટા ભાગના વિદ્યાર્થીઓ ના આવતા તેમાં પણ બધા ફર્સ્ટ યર વાળા વિદ્યાર્થીઓ ને જોડે બેસાડવા માં આવતા મને ૬ દિવસ ગયા પછી ખબર પડી કે જે મારા એટલા દિવસ માં મિત્રો બન્યા હતા, એમ કહુ તોભી ચાલે કે જેમની સાથે મારી ઓળખાણ થઈ હતી. મે પેલાજ કીધું તેમ મને બધા સાથે મળતા વાર લાગે, તે બધા મારી ક્લાસ માં ન હતા એટલે મને થોડીવાર માટે તો દુઃખ થયું. મારે હવે ફરીથી મિત્રો બનાવવા પડશે તે મારા માટે થોડું અઘરું હતું.
કૉલેજ મિત્રો વગર તો સાવ નકામી કેવાય તે વાત ની મને ખબર હતી. એટલે મે નક્કી કર્યું કે હું વધારે મિત્રો બનાવી એટલે મારી સ્કૂલ લાઈફ ની જેમ મારે એકલું ના ફરવું પડે.
૧૦ દિવસ પછી બધા ને પોતાના ક્લાસ માં વિભાજીત કરવા માં આવિયા હું પણ પોતાના ક્લાસ ની તરફ આગળ વધી રહ્યો હતો, મે ક્લાસ માં જોયું તો ઘણા વિદ્યાર્થીઓ મારા જૂના ક્લાસ ના હતા પણ હું તેમને એટલી સારી રીતે ઓળખતો ના હતો.
પ્રથમ દિવસ તો નોર્મલ ગયો મે થોડા વ્યકિત આ સાથે વાત કરી અને ઓળખાણ પણ થઈ પણ હું તેમને મિત્ર કહી ના શકું કેમકે મિત્ર બને એટલી પણ વાત આગળ ના વધી હતી.
કૉલેજ ના બીજા દિવસ કઈ અલગ ઘટના બની, એમ કહુ તો પણ ચાલે કે તે દિવસ મારી લાઈફ નો બેસ્ટ દિવસ હતો. તે દિવસ ના કારણેજ હું મારી કૉલેજ લાઈફ સારી રીતે એન્જોય કરી શક્યો.
હું દરરોજ સવારે canteen માં ચા પીવા જતો આજે પણ હું ચા પીવા ગયો ત્યાર બાદ હું canteen થી આવતી હતો ત્યારે સાઇડ માં મે એક મોબાઈલ જોયો મને એમ કે કોઈ નો પડી ગયો હશે , એટલે મે તે લીધો જોયું તો તે સાઇલેંટ હતો.
એટલા માટે કોઈ નું ધ્યાન તેના તરફ નહિ ગયું હોય તેવું મને લાગ્યું ત્યાર બાદ મે જોયું તેમાં કોલ આવેલા હતા. અને ત્યાંજ તેમાં ફરી કોલ આવિયો મે તે ઉપાડીયો તેમાંથી કોઈ છોકરી નો અવાજ આવિયો.
" હાશ ! તને ફોન મળી ગયો મને એમ કે હવે મળશે જ નહિ "
મે તેમનો જવાબ આપતા કીધું,
" હા મને આ ફોન canteen થી આવતા રસ્તા પર પડિયો હતો ત્યાં મળિયો છે તમે અહી આવીને લઈ જાવ"
તેમને મારી વાત માં સહમતી દર્શાવી. મે થોડી વાર રાહ જોઈ ત્યાં એક છોકરો અને એક છોકરી બને આવિયા મે એક વાર ચકાસણી કરી તેમને ફોન આપિયો.
" તારો આભાર યાર મને એમ કે આજે તો હું ગઈ" તેને ટેન્શન થોડું કમ થયું હોય તેમ જણાયું.
મે હકાર માં માથુ હલાવયું અને ત્યાં થી જવા નીકળ્યો ત્યાં તેમને મને રોકી લીધો, ત્યાં તે છોકરી બોલી
" ચાલ મારી સાથે તે મારો ફોન ગોતવામાં મદદ કરી છે આજે મારી તરફ થી નાસ્તો " તેને મને નાસ્તા માટે આમંત્રિત કરીયો.
મે નાસ્તો કરીયો હતો એટલે મે ના પડી પણ તે બને મને ધરાર થી લઇ ગયા નાસ્તો કરવા. છોકરો નાસ્તો લેવા ગયો ત્યાં. તે છોકરી એ પોતાનો પરિચય આપતાં કીધું.
" મારું નામ ધ્રુવી છે અને પેલા નું નામ છે યુગ" ધ્રુવી
મે પણ તેમને પોતાનો પરિચય આપતાં કીધું .
" મારું નામ નયન છે અને હું ફર્સ્ટ યર માં છું" નયન
તે હસવા લાગી કેમક અમે બધા એકજ કલાસ માં હતા મને ખાબર માં હતી પણ તેમને મને જોયેલો એટલે કદાચ તેમને ખ્યાલ હશે મારી, ત્યાં યુગ નાસ્તો લઈ ને આવિયો.
" યાર તે આજે ધ્રુવી ની ઘણી મદદ કરી બાકી આજે બોવ પ્રોબ્લમ થઈ જાય અમને તો એમજ હતું કે ધ્રુવી નો ફોન મળશે જ નહિ " યુગ
" હા યાર " ધ્રુવી
" હવે શું ટેન્શન, મળિતો ગયો હવે ધ્યાન થી રાખજે બાકી નક્કી નહિ આગલી વખતે મળે તો જ મળે" નયન
મે ધ્રુવી ની મજાક કરતા કીધું અને અમે બધા હસવા લાગ્યા.
પેલી વાર હું કોઈ જોડે વાત કરવામાં અશકાતો ન હતો તેવું લાગી રહ્યું હતું . અમે બધાએ નાસ્તો પૂરો કરી અને ક્લાસ માં જવા રવાના થયા. બસ મને આજે એક સાથે બે મિત્રો મળી ગયા તે દિવસ બાદ અમે દરરોજ આવી રીતે મળવા લાગ્યા અને અમારી મિત્રતા ગાઢ થવા લાગી. અમારી વચ્ચે થતી વાતો પણ હવે વધવા લાગી હતી. સારા મિત્રો અને સારી કોલેજ લાઈફ મને સમાન હોય છે. કદાચ તે દિવસ મારી લાઈફ નો સૌથી સારો દિવસ પણ કહી શકું તેને કેમકે કદાચ તે દિવસ મને લાઈફ માં ક્યારેય નહિ ભુલાશે અને અમારી મિત્રતા પણ.
સમય જલ્દી થી પસાર થવા લાગ્યો. જોત જોતા માં અડધો મહિનો નીકળી ગયો ખબર જ ના પડી. અમારું દરરોજ નું એક જ કામ ક્લાસ પૂરો થાય એટલે cannteen માં જઈ ને વાતો કરવી. બસ આવી રીતે ચાલી રહ્યું હતું પણ લાઈફ માં મુસીબત ના હોય તો તેને લાઈફ કઈ રીતે કહી શકાય તેવી કઈક મુસીબત અમારી રાહ જોઈ રહી હતી..........
>>> થોડીક અલગ રીતે સ્ટોરી ને રજૂ કરવાનો પ્રયાસ કરીયો છે મને આશા છે કે તમને ગમશે મને તારા પ્રતિભાવ જરૂર મને જણાવશો તમને કેવી લાગી સ્ટોરી......