Daityaadhipati II - 16 The Last Episode in Gujarati Mythological Stories by અક્ષર પુજારા books and stories PDF | દૈત્યધિપતિ II - ૧૬ - છેલ્લો અધ્યાય

Featured Books
Categories
Share

દૈત્યધિપતિ II - ૧૬ - છેલ્લો અધ્યાય

બળતી ચિતા પર પણ સુધાને યાદ હતું. તેને કઈ રીતે તે છરી પોતાના હાથમાં પકડી હતી. આધિપત્યનું સરોવર હતું. તે અમેય સાથે ડૂબી રહી હતી. તેઓ તરત જ બહાર આવી ગયા. અમેયએ તેનો હાથ પકડી રાખ્યો હતો. ત્યાં જ આધિપત્ય પણ તેની સામે આવ્યો. 

‘સુધા! અમેયને મારી નાંખ!’

પાણીમાં વમણ ઉઠી રહ્યા હતા. તે પાણી પર લોપા ઊભી હતી, અને રડી રહી હતી. આધિપત્યએ કહ્યું, ‘સુધા! જો તું અમેયને નહીં મારે તો અમે ક્યારેય મુક્ત નહીં થઈએ. અમારી વાત માન..’ 

આધિપત્યની સામે સુધા જોઈ રહી. પછી તેને મહસૂસ થયું. ધીમેથી પાછળ અવાજ આવી રહ્યો હતો.. ‘આ વરસાદ પ્રલયની નિશાની છે.. સુધા, હવે તું આ સઘળાનો અંત લાવ..’ કહેતા તેની સામે સબરી આવી પોહંચી. 

સુધા નાની હતીને, ત્યારે સબરી તેની આયા હતી. આમ તો તેઓના ગામમાં કોઈ આયા રાખે નહીં, પણ સ્ત્રી વિધવા હતી, અને સીવણ, ગૂંથણ, કઈ આવળતું ન હતું. એટલે, આયા તરીકે બાપુએ તેને રાખી હતી. ત્યારે તે સુધાને દૈત્યની વાર્તા કહેતી હતી. 

લોપાના હાથમાં એક કટારી હતી. બહુ જ જૂની. 

‘હું રખેવાળ છું. સુધા, હવે તું મને મુક્ત કર. તારા હાથમાં લે..’

વામાંની કટારીજે રખેવાળએ સાચવી હતી, તે રખેવાળને સઘળી જાણ હોવા છતાં તે કઈ કરી શકે તેમ સક્ષમ ન હતો. જે શરીરમાં તેનો જીવ આવે, તેને દર રાત્રે વડના જંગલમાં દફન કરેલું તે ચપ્પુ જોવા માટે જાઉ પળતું હતું. 

સુધાએ છરી પોતાના હાથમાં લીધી. 

અને પાણીનો એક મોટો વલય આવ્યો. તેની સામે જ ઊભી સબરી, તણાઇ ગઈ. આધિપત્યમાં ખેંચાઇ ગઈ. 

સુધાએ છરી અમેય તરફ રાખી.. અને તે કટારી અમેયના ખભા પર હજુ તો ખોસવા જ ગઈ કે.. 

તે પાછળ ફરી, અને લોપાના ઉદરમાં છરી ભોંકી દીધી. 

વામાંએ સમયનું ચક્ર તો રોક્યું.. પણ સૌથી અદકેરી રીતે. માયાવી રાક્ષસને મારી નાખી. આધિપત્ય ચીસો પાડવા લાગ્યો. પાણીનું ઝોર એટલું વધી ગયું કે ગામ તરફ જવા માંડ્યું, પણ તેમની તરફ ન હતું આવતું. 

તે શરીરતો ભસ્મ બની વેરાઈ ગયું, અને પાણીમાં લીલા રંગની આગ ઉઠી.. સુધાએ અમેયને કહ્યું.. ‘અમેય, હું પણ તને ચાહું છું. એટલે હું તારા વગર નહીં જીવું.’

તેટલું કહી સુધાએ પોતાનો હાથ અમેયના હાથમાં મૂક્યો. અને તેઓ ડૂબી ગયા. 

આધિપત્યમાં લાંબો સમય સુધાી એક લીલા રંગની આગ બળતી હતી. તેની નીચે અમેય અને સુધા ડૂબી ગયા હતા. ત્યાં જાણે આભ ફાટ્યું હોય તેટલું પાણી વહતું હતું. ગામ આખું તણાઇ ગયું. કોઈ બચ્યું નહીં.. ગાય, બકરી, બધા પ્રાણીઓ પણ ડૂબી ગયા. અને પછી બધુ ડૂબી ગયું. 

સુધાનો ભાઈ અને મૃગધાંને વરસાદ આવ્યો તે જ સમયે નીકળવાનું થયું. મૃગધાંની એક ખાસ મિત્ર મૃત્યુ પામી હતી. અને તે પાસે જ આવેલા એક શહેરમાં રહતી હતી. બાને કહીને તેઓ રાત્રે નીકળ્યા, અને પછી પૂર આવ્યું. 

બધુ તણાઇ ગયું. પાંચ દિવસ ન્યૂસમાં આવ્યું. પણ કોઈ બચે એવું હતું જ નહીં. જે બે ત્રણ શરીર મળ્યા એમને એક સરકારી દવાખાનાની પાટ પર મૂકી ફોટા લીધા, અને તે જ રાત્રે અગ્નિ દાહ આપી દીધો. કોઈ બચ્યું ન હતું. 

બે દિવસ વિત્યા..

ત્રણ દિવસ થયા.. 

સુધાનું શરીર પણ મળ્યું હતું. અને અવિરાજને લાગતું હતું તે જીવે છે. બિચારો બહેન અને માંને ગુમાવી ચૂક્યો હતો. દુખીઓ જીવ હતો. એટલે તેની બહેન ઠીક થાય એવા પ્રયત્ન તો કર્યા.. પણ મૃત્યુ કયો જીવ વારી શકે?

તેના અગ્નિ સંસ્કાર એકલા અવિરાજ અને પાસેના એક ગામના પંડિત એ કર્યા. તે વખતે અવિરાજની આંખોમાં આંસુ હતા. મૃગધા પણ રો’ તિ હતી. 

પણ સુધા હસ્તી હતી. 

શરીર તેનું બળી ગયું.. અને તેને અમેય દેખાયો. અમેય તેની સામે જ ઊભો હતો. હવે તે અને અમેય એક જ હતા. 

બધુ એક જ હતું. અહી કઈ જ ન હતું. 

બધે અંધારું હતું. કોઈ અવાજ ન હતો.. નીચે જમીન ન હતી, ઉપર આકાશ ન હતું. પણ અમેય તેની સાથે હતો. તેઓના હાથ એક બીજા સાથે સંકડાયેલા હતા...

 

સમાપ્ત: