Dark Success - 5 in Gujarati Horror Stories by Arjun books and stories PDF | ડાર્ક સક્સેસ - 5

The Author
Featured Books
  • हीर... - 28

    जब किसी का इंतज़ार बड़ी बेसब्री से किया जाता है ना तब.. अचान...

  • नाम मे क्या रखा है

    मैं, सविता वर्मा, अब तक अपनी जिंदगी के साठ सावन देख चुकी थी।...

  • साथिया - 95

    "आओ मेरे साथ हम बैठकर बात करते है।" अबीर ने माही से कहा और स...

  • You Are My Choice - 20

    श्रेया का घरजय किचन प्लेटफार्म पे बैठ के सेब खा रहा था। "श्र...

  • मोमल : डायरी की गहराई - 10

    शाम की लालिमा ख़त्म हो कर अब अंधेरा छाने लगा था। परिंदे चहचह...

Categories
Share

ડાર્ક સક્સેસ - 5

ડાર્ક સક્સેસ 5




લેટ્સ ગો....ગો... રન....ફાસ્ટ..ધે વિલ કેચ યુ.."

અચાનક આવો શોર દેકારો મારા મગજ માં ઘૂમવા મંડ્યો, ખુલવી નહોતી જોઈતી પણ, મારી આંખો ખુલી. ચારે બાજુ અંધાધૂંધી હતી. લોકો આમ તેમ ભાગી રહ્યા હતા. મોટે મોટેથી રાડો પાડતા હતા, પોલીસ આમ તેમ દોડી રહી હતી. લોકો ને પકડી પકડી ને જાનવર ની જેમ મારતી હતી...

જયું વિચાર માં પડી ગયો... આ કઈ જગ્યા છે?! હું ક્યાં આવી ચડ્યો...હું આમ ફૂટપાથ પર... કેવી રીતે.... અચાનક, જયું ને પગ પર કોઈની ઠોકર વાગી..

"સોરી...મેન....' એમ કહી એ માણસ દોડવા મંડ્યો.

"ઓ...ભાઈ… એક મિનિટ...ઉભા રહો..." જ્યું પેલા ની પાછળ દોડવા મંડ્યો. પણ પેલો જાણે કાઈ સાંભળતો જ ન હોય..

"હેય...વેઇટ વેઈટ ..પ્લીઝ....* જવું પેલાની આગળ જઈ ઉભો રહી ગયો અને પરાણે પકડી રાખ્યો 'ફ* ઓફ બોય... વ્હોટ ધ હેલ યુ વોન્ટ.....' પેલો ગાળો આપવા મંડ્યો. “વેઇટ...વેઇટ...કેન યુ ટેલ મી...વી.. વિચ જગ્યા...સોરી પ્લેસ છે?..એન્ડ ધોસ પીપલ....રનિંગ?“ જયું એ તૂટી ફૂટી અંગ્રેજી માં વાત તો કરી પણ જવાબ સાંભળી ને હોશ કોશ ઉડી ગયા..

“સારા.... સારાહ?...." સારા અંદર થી દોડતી આવી

"I called your name 2 times...F**king 2 times! Can't you hear eh? You also know I don't like waiting....F*cking waiting!! (મેં તને બે વાર બોલાવી, કાન બંધ છે? તને ખબર છે મને રાહ જોવી પસન્દ નથી).." જોની નો અવાજ સાંભળી સારા ધ્રુજી ગઈ, પણ તેને આદત હતી

"સોરી સર..."

"નો નીડ. ગો એન્ડ ગીવ મી ધેટ બોક્સ..." જોની એ વાત કાપતા કહ્યું.

"પણ સર તમે ઓલરેડી ખૂબ...

"ફ* ઓફ ..." પેલી ચૂપચાપ બહાર નીકળી ગઈ.

તુમ પીયો તો ગંગાજલ હૈ યે....

હમ અગર પીયે તો હૈ શરાબ....

પાની જૈસા હૈ હમારા ખૂન.... રેડિયો પર ગીત વાગતું હતું

"મેં આઈ કમ ઇન સર? "

મુજકો પીના હૈ... પીને દો....

"યસ...." જોની એ તે તરફ જોવાની તસ્દી ન લીધી.

સારા અંદર આવી, હાથ માં રશિયન નકાશીવાળું લાકડા નું ટેબલ, અને ઉપર હીરા જડેલ એન્ટિક બોકસ હતું. સારા એ ટેબલ નીચે મૂકી બોક્સ ખોલ્યું. અચાનક જોની ની નજર બોક્સ ના ઢાંકણ પર રાખેલ ફોટો પર પડી

માં,પાપા, વિરાટ કેવો છાનોમાનો ઉભો છે. મારા બર્થડે પર બધી કેક એ જ ખાઈ ગયો હતો.. હું...કેવો માસુમ દેખાઉં છું. બ્લુ કલર ની ચડ્ડીમાં...અને હવે હું... જોની ની નજર ઢાંકણ પર જડેલ કાંચ માં પડી.... જોની ની આંખ માં આંસુ આવી ગયા. ફોટા પર લાગેલા લોહીના દાગ, જોની ને વધુ તોડી રહ્યા હતા.

સારાએ બોક્સ માંથી સફેદ પાવડર જેવું કાઢ્યું, ટેબલ પર પાથરી કાર્ડ થી તેની પતલી પતલી લાઈન કરવા માંડી. પછી બોક્સમાંથી રંગબેરંગી કાગળ નો ટુકડાને વાળી ભૂંગળી જેવું કરી જોની ને આપ્યું. જોની એ બાથટબમાં સુતા સુતા ભૂંગળી નાક પાસે લઈ ટેબલ પર એક પછી એક લાઈન નાકમાં ખેંચવા માંડ્યો...

કોકેન નો એક એક કણ જોની ના અંદર જતા જ મગજ પર ચડી રહ્યો હતો. દિલમાં ફાટેલ જ્વાળામુખી ને ઉશ્કેરી રહ્યો હતો

અને ખોલી રહ્યો હતો ભૂતકાળના એ દરવાજા, જેને જોનીએ બહુ સમયથી બન્ધ કરી રાખ્યા હતા....

ચાર લાઈન અંદર ખેંચીને, જોની બાથટબમાં મદહોશીમાં માથું ટેકાવી સુઈ ગયો, બંધ આંખોમાં ભૂતકાળનું પોર્ટલ ખુલ્યું અને

પાછો તેમાં ખોવાઈ ગયો.....

શુ થશે આગળ...જયું ક્યાં હતો?...શુ હતી ડાર્ક સક્સેસ...જાણવા માટે જુઓ ડાર્ક સક્સેસ ...

આપના પ્રતિભાવ અમને જરૂર જણાવશો..


Aryan luhar
wts: 7048645475
IG: @aryan_luhar_88