Kalmsh - 16 in Gujarati Fiction Stories by Pinki Dalal books and stories PDF | કલ્મષ - 16

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

કલ્મષ - 16


' ઇરા, તું તારા પ્રોગ્રામ રિશિડ્યુલ ન કરી શકે ? થોડા દિવસ માટે ?, ......પ્લીઝ' જમતી વખતે વિવાન આગ્રહપૂર્વક ઈરાના બોલમાં સૂપ પીરસતા બોલ્યો.

' વાત શું છે એ મને હજી સમજાતી નથી પણ હવે લાગે છે કે તું નક્કી કશુંક કહેવા માંગે છે , રાઈટ? ' ઇરાએ વિવાનની આંખોમાં ઝાંકીને ટકટકી લગાવી પૂછ્યું.

વિવાનના હાવભાવ કહી રહ્યા હતા કે એ કોઈ દ્વિધામાં હતો. શક્ય છે ડાઇનિંગ ટેબલ પાસે ઉભા રહેલા સ્ટાફની સામે એને કોઈ વાત કરવી યોગ્ય ન લાગી હોય.
ડિનર પછી હોલમાં એકલા પડેલા ઇરા અને વિવાન હવે કોફી સાથે ચર્ચા કરી શકવા મુક્ત હતા છતાં વિવાને હૃદયમાં ધરબી રાખેલા ભેદની દાબડી ન ઉઘાડી તે ન જ ઉઘાડી.
ગાઢ મિત્રો અચાનક ભેગા થઇ જાય અને અઢળક વહેંચવાની વાતોના તંત ક્યાંથી શરુ કરવા ને ક્યાં પૂરા કરવા એવા કોઈ મનોમંથનમાં અટવાતા રહ્યા.

દર વખતની જેમ ઇરાએ જ વાતચીતનો દોર હાથમાં લેવો પડ્યો.
અમેરિકામાં થયેલી મિત્રતા, ચાર સખીઓનું સાથે રહેવું, છૂટાં પડી જવું , નોકરી લેવી, નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો. ઇરા એકધારું બોલતી રહી ને વિવાન એને રસપૂર્વક સાંભળતો રહ્યો.
એક સમયે સાથ ઝંખનાર મિત્રોના રસ્તા જાણે પરસ્પર ચાતરી જવા માટે બન્યા હોય તેવી જિંદગીની રફ્તાર અત્યાર સુધી રહી હતી.

સતત બોલ્યા પછી અચાનક ઇરા અટકી ગઈ. જોયું તો વિવાન તેની સામે જોઈ તો જરૂર રહ્યો હતો પણ એના મનમાં કશુંક જુદું વિચારી રહ્યો હોય તેવા ભાવ આંખમાં દેખાઈ રહ્યા હતા.

'વિવાન , આર યુ ઓકે? ' ઇરાને પોતાને જ ખ્યાલ ન રહ્યો કે અચાનક જ તેનો હાથ વિવાનનો ખભો પસવારી રહ્યો હતો.

એક ક્ષણ માટે એને ક્ષોભની લાગણી થઇ આવી પરંતુ ન તો એને હાથ હઠાવ્યો ન એ લાગણીને કળાવા દીધી.

વર્ષો પછી પરિપક્વ થયેલા બંનેને એકમેક પરત્વેની લાગણીનો ખ્યાલ તો સુપેરે હોવાનો જ ને.
વિવાને પોતાનો ખભો પસવારી રહેલા ઈરાની હથેળીને પોતાના બે હાથ વચ્ચે થામી લીધી.

'ઇરા. તું ન રોકાઈ શકે થોડા દિવસ? મારા માટે !! પ્લીઝ..'
વિવાનના સ્વરમાં માત્ર કોઈ પ્રેમી પ્રેમિકાને રોકે તેવો ભાવ નહોતો. કદાચ એ કશુંક કહેવા માંગતો હતો ઈરાને , એવી વાત જે ઇરા વિના કોઈ સાથે વહેંચી શકાય એવી
નહોતી.
થોડીવાર પછી વિવાનની બાને હથેળી વચ્ચે રહેલો પોતાનો હાથ ઇરાએ સલુકાઈથી સેરવી લીધો. એને ફરીથી વિવાન સામે જોયું, વિવાન એક નજરે ઈરાન ચહેરા સામે તાકી રહ્યો હતો. તેની નજરની તીક્ષ્ણતા ન ખમી શકી હોય એમ ઇરા બીજી દિશામાં જોવા લાગી.

'વિવાન , તને કદાચ ખબર ન હોય સ્વાભાવિક છે કે મારો બિઝનેસ હજી પ્રાઈમરી સ્ટેટમાં છે. મુંબઈમાં રોકાણ કરવું તે પણ આમ પ્લાન કર્યા વિના એટલે કે હારાકીરી. એટલે જો તું એમ માનતો હોય કે તું મને અનુરોધ કરે ને હું રોકાઈ જાઉં તો ....... ઇરાએ વાક્ય અધૂરું છોડી વિવાન સામે જોયું. વિવાનનો ચહેરો મ્લાન થઇ ગયો હતો. એ નીચે જોઈ રહ્યો હતો. કદાચ વિચારી રહ્યો હતો કે ઈરાને હવે આમ રોકી શકવાનો અધિકાર એ ગુમાવી ચુક્યો છે.

' મેં હજી મારી વાત પૂરી નથી કરી વિવાન ' ઇરા બોલી। છતાં વિવાન આંખો ઢાળી રાખી સાંભળતો રહ્યો.

' મારું કહેવું એમ છે કે જો તું માનતો હોય કે તું મને અનુરોધ કરે અને તારા કહેવા પર હું મારી બધી જવાબદારીઓ છોડી અહીં રહી જાઉં તો , મિસ્ટર વિવાન શ્રીવાસ્તવ તમે સાચું વિચારી રહ્યા છો.

ઇરાએ વાક્ય પૂરું કર્યું ને ખડખડાટ હસી પડી. એ જ છ વર્ષ પૂર્વેની ઇરા. ધોધમાર વરસાદની હેલીની જેમ વરસી પડતી. અનિશ્ચિત હવાના ઝોકાની જેમ અલ્લડ , નિર્દોષ , એનામાં કોઈ પરિવર્તન આવ્યું નહોતું.

વિવાનનો ચહેરો ખીલી ઉઠ્યો હતો. ન ધાર્યું હોય એમ અચાનક અઢળક ખુશી કોઈએ ખોળામાં ઠાલવી દીધી હોય તેમ, તેની આંખો , હોઠના ખૂણા પણ હસી રહ્યા હતા અને બાકી હોય તેમ તેના ગાલ ને નાક પર પણ લોહી ધસી આવ્યું હોય તેમ ગુલાબી થઇ ગયા હતા.

ઈરાના એક વિધાને વર્ષોમાં ન થયેલું કામ સિદ્ધ કરી આપ્યું હતું.જેને વિવાનના વિશ્વાસમાં વધારો કરી આપ્યો હતો.


'કમ ઇરા , લેટ્સ ગો .... 'વિવાને ઉભા થઇ જતા કહ્યું.

'અરે , ક્યાં જવું છે અત્યારે ? આપણી વાત થઇ રહી છે ને અચાનક તને શું થઇ ગયું ? ....' ઈરા વિસ્મયથી તાકી રહી.

'અરે , ચાલ તારી હોટેલ પર. ચેક આઉટ કરી આવીએ , યુ આર સ્ટેઈંગ હોમ ....' વિવાનના શબ્દોમાં વજન હતું.કોઈ હક્ક જતાવી રહ્યો હોય તેવું.

'અરે વિવાન ....' ઇરા કશુંક બોલવા ગઈ પણ શબ્દો એમ જ ઝલાઈ રહ્યા.

ઈરાને વિવાનનો આ પ્લાન નહોતો ગમ્યો એવું તો હરગીઝ ન કહી શકાય બલ્કે વર્ષોથી જે પળની પ્રતીક્ષા હતી તે હવે પૂરી થઇ રહી હતી.
કોઈ જાતની રજૂઆત નહીં, કોઈ પ્રપોઝ કરવાનો મોકો નહીં અને અચાનક બંનેના દિલ કબૂલાત કરી ચુક્યા હતા એ પ્રેમની જે છ વર્ષથી બંનેના હૃદયમાં ધરબાયેલો રહ્યો હતો.
વિવાન આટલું બોલી શક્યો એમાં માત્ર ઈરાની ઈચ્છા જ નહીં પોતાની સફળતા અને વર્ષોમાં મેળવી લીધેલી આર્થિક સધ્ધરતા પણ નિમિત્ત હતા.
હવે બે નવલોહિયા નહોતા, બંને સમજદાર ,સફળ અને પોતાનું સાચું ખોટું સમજી શકે એવા જવાબદાર વ્યક્તિઓ હતા.

વિવાનનો પ્રસ્તાવ નકારવાનું કોઈ કારણ પણ નહોતું.

થોડી ક્ષણો પછી વિવેક ડ્રાઇવિંગ સીટ પર હતો અને બાજુની સીટ પર હતી ઇરા.

ચાંદ સી મહેબૂબા હો મેરી કબ ઐસા મૈ ને સોચા થા..... હાં તુમ બિલકુલ વૈસી હો જૈસા મૈને સોચા થા ....

કાર સ્ટીરીઓમાંથી ગુંજી રહેલું મુકેશનું ગીત વિવાનના દિલનો એકરાર હોય તેમ પ્રતીતિ કરાવી રહ્યું હતું. વચ્ચે હતું મૌન. વર્ષો પછી મળેલાં બે સાથીઓ પાસે વાત કરવાના વિષય જ બચ્યા નહોતા.

ઇરા જે હોટેલમાં ઉતરી હતી તે વિવાનના ઘરેથી ખાસ દૂર પણ નહોતી.
જયારે હોટેલ પર પહોંચ્યા ત્યારે રાતના સાડા અગિયાર થવા આવ્યા હતા. વિવાન લોબીમાં રાહ જોતો બેઠો અને ઇરા ઉપર રૂમમાં પોતાનો સમાન લેવા ગઈ. ગણતરીની મિનિટોમાં ઇરા પોતાના લગેજ સાથે વિવાનના ઘરે જઈ રહી હતી.

'આ છે તારો રૂમ ઇરા, ' વિવાને ગેસ્ટ રૂમનું બારણું ખોલી લાઈટો ચાલુ કરી. સુંદર ટેસ્ટફુલી સજાવેલો રૂમ જોઈને ઇરાના ચહેરા પર સ્મિત આવ્યું. ગેસ્ટરૂમમાં પણ મસમોટી લાઈબ્રેરી હતી ,કદાચ વિવાન પોતાના દિવસો ભૂલ્યો નહોતો.
'હું ચેન્જ કરીને આવું પછી વાત.' ઇરાએ બારણું બંધ કર્યું ને વિવાન પોતાના રૂમમાં ગયો.

વિવાને પણ કપડાં ચેન્જ કરીને ક્લોઝેટમાં રહેલા બ્લેઝર્સ એક તરફ કર્યા. પાછળ એક લાકડાનું ડ્રોઅર જેવું કંઈક દેખાઈ રહ્યું હતું. વિવાને ક્લોઝેટમાં રાખેલી ઇલેક્ટ્રોનિક સેફમાં નંબર લોક સેટ કરી ખોલ્યું.સેફ ખોલવા સાથે વિવાનના હાથ અટકી ગયા.

ઈરાને બધી વાતો કહેવી કે નહીં? છેલ્લી પંદર મિનિટમાં આ પ્રશ્ન એના મનમાં છ સાત વાર થઇ ચૂક્યો હતો.

એક વાત તો નક્કી હતી કે જો ઈરાને જીવનસાથી બનાવવાની વાત બની જ ગઈ છે તો પછી આ રાઝ ને છુપાવવાનો કોઈ અર્થ પણ નહોતો.
વિવાન નક્કી કરી શકતો નહોતો . અત્યાર સુધી બનેલી વાત ક્યાંક બગડી ન જાય એ વિચારથી જ ડર લાગ્યો.

ગેલેરીમાં જઈ વિવાને સિગરેટ સળગાવી.ઇરા તો કદાચ પોતે સ્મોકિંગ કરે છે એ વાતથી પણ જ્ઞાત નહીં હોય તો ? હવે પરિસ્થિતિ એવી થઇ ગઈ હતી કે હવે વિચારવા માટે એ સહારો બની ગઈ હતી.
થોડાં કાશ લીધા પછી એને મગજમાં ક્લેરિટી થતી જણાઈ.તમામ વાત ઇરાને કરવી જ રહી. પછી ચાહે તો એ કાયમ માટે અલવિદા કેમ ન કહી દે !!

જેની સાથે પૂરી જિંદગી વ્યતીત કરવાની ઈચ્છા હોય તેની સાથે કોઈ પણ પ્રકારની આડશ રાખવી પોતાનું મન એ માનવા તૈયાર નહોતું.

અડધો કલાક પછી વિવાન હોલમાં આવ્યો ત્યારે ઇરા તેની રાહ જોતી હોય એમ બેઠી હતી.
આછા પિન્ક કલરની નાઇટીની ઉપર વ્હાઇટ કલરનો હાઉસકોટમાં ઇરા અપ્રતિમ સુંદરતાની મૂર્તિ લાગી રહી હતી.
એના ચહેરા પર આવેલા સ્મિતમાં કોઈક નવો રંગ ભળ્યો હતો.

'કેમ આટલી વાર ક્યાં લગાડી દીધી વિવાન ?'

'હું વિચારતો હતો કે તારી ટિકિટ કેન્સલ કરાવી દઉં ,એટલે। ....' વિવાનને કોઈ ઢંગનો જવાબ ન મળ્યો એટલે જે વાત મોઢે ચઢી કહી નાખી.

'મારી ટિકિટનું કેન્સલેશન ? ટિકિટની ડિટેઇલ વિના ? ઇરા એ
મસ્તીથી હસી કે વિવાન ઓછ્પાઈ ગયો.

ઇરા હસતાં હસતાં કિચન તરફ આગળ વધી ગઈ.
કમાલ છે ને , વિવાન મનોમન બોલ્યો, આ હજી સાંજે ઘરે આવી ને કિચન ક્યાં છે એની પણ જાણ થઇ ગઈ।
વિવાન એની પાછળ અંદર દોરવાયો. જોયું તો ઇરા કોફીની તૈયારી કરી રહી હતી.
કોફીની ઉઠતી સોડમ વિવાન ને ઇરાને અતીતમાં દોરી ગઈ પણ અત્યારે વાત બીજી કોઈક કરી લેવી જરૂરી હતી.

'વિવાન , તું ન આવ્યો હોત તો પણ મેં મેનેજ કરી લીધું હોત ....' ઇરા હસી પણ વિવાન માંડ મલકી શક્યો.

'ઇરા , મારે તને એક જરૂરી વાત કરવી છે.' વિવાન એટલું બોલીને બહાર જતો રહ્યો।

થોડીવારે ઇરા કોફીના મગ લઈને બહાર આવી ત્યારે વિવાન હોલમાં નહીં પોતાના બેડરૂમમાં હતો.

'ઇરા, પ્લીઝ કમ .... ' વિવાને અંદરથી જ કહ્યું.

વિવાનની આ વાત જરા અજુગતી તો લાગી પણ ઇરા ધીરે પગલે વિવાનના રૂમમાં ગઈ।
લાઈફસાઈઝ ક્લોઝેટ ખુલ્લા હતા. વ્યવસ્થિત ગોઠવાયેલા બ્લેઝર્સને એક બાજુ ખસેડી વિવાન ઉભો હતો ત્યાં એક લાકડાનું મોટું ડ્રોઅર દેખાતું હતું .

'આ શું છે બધું ? તું મને શું બતાડવા માંગે છે વિવાન ? ' ઇરાએ હાથમાં રહેલી કોફી કંપની ટ્રે સાઈડ પર મૂકી અને વિવાનના બેડ પર બેસતાં પૂછ્યું।
આ જ તો કહેવું છે તને , હિમ્મત નહોતી ચાલી પણ તારી સાથે કોઈ વાત છૂપી પણ નથી રાખવી.

ઈરાના ચહેરા પર થોડીવાર માટે અચરજ છવાયેલું રહ્યું.
વિવાને લોકરમાં મૂકેલી ચાવી કાઢી એનાથી એ ડ્રોઅર ખોલ્યું.
ઇરા થોડી હેરત સાથે આશંકાસહિત આ ખેલ જોઈ રહી હતી.
ડ્રોઅર ખુલતાની સાથે પુસ્તકોનો ભંડાર નજરે ચડ્યો.
વિવાને એક નજર ઇરા પર નાખી અને એક પુસ્તકો પર.

'ઇરા , તેં વિદેશમાં બેઠા બેઠા મારી નામના સાંભળી હશે પણ .... ' વિવાન આગળ ન બોલી શક્યો। : હું ચાહું છું મારી જિંદગીનું એક એક પાનું તારી સામે ખુલ્લું હોય. શક્ય છે એ જાણ્યા પછી તારા મનમાં રહેલી મારી છબી તૂટી જાય પણ .....આયેમ રેડી ફોર ઈટ ...


ક્રમશ :




--