Vacation to Vidhyarthionu - 4 in Gujarati Short Stories by Jagruti Pandya books and stories PDF | વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 4

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 4

વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! ભાગ - 4

વેકેશનમાં વિકસો !!!


નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? હવે તો તમે બરાબર વેકેશનનાં મૂડમાં હશો. અગાઉ જણાવ્યા મુજબ તમે તમારું વેકેશનનું આયોજન કરી દીધું હશે. વેકેશનને આનંદમય બનાવવાં માટેનું સમયપત્રક પણ તૈયાર થઈ ગયું હશે. સાથે સાથે તમારું પરિણામ પણ આવી ગયું હશે. તો આવેલા પરિણામને આધારે તમારે તમારાં કામનું આયોજન કરવાનું છે. વેકેશનને આનંદમય બનાવવાં માટે બાકી રહેલી વાતો ફરીથી આજે કરીશું. તમે છો ને તૈયાર ? હા, તો ચાલો જાણીએ!

પરિણામ શું આવ્યું ?

બાળકો, તમારી વાર્ષિક પરીક્ષાનું પરિણામ આવી ગયું હશે. આવેલ પરિણામને લઈને, સારા પરિણામથી ફુલાઈ જવું નહીં કે ખરાબ પરિણામને લઈને હતાશ થવું નહીં. પરિણામ જૂવો. તમે કેટલી મહેનત કરી હતી ? કેવાં પેપર લખ્યાં હતાં ? કેવાં ગુણ આવ્યા? હવે કયા કયા વિષયોમાં વધારે મહેનત કરવાની જરૂર છે. તે વિષય માટે દરરોજ એક કલાક ફાળવો. આવેલ પરિણામને ભૂલી જઈ આગળ ઊત્તમ પરિણામ માટે લાગી જાઓ.

હોસ્પિટલ કે અનાથાશ્રમની મુલાકાત :

વેકેશન દરમિયાન એક વખત અચૂક હોસ્પિટલ કે અનાથાશ્રમની મુલાકાત લો. ત્યાં જઈને જૂવો કેવી કેવી પરિસ્થિતિ માંથી લોકો પસાર થાય છે ! કેવાં કેવાં રોગો થાય છે ? આ બધાં પરથી તમને ખ્યાલ આવશે કે શરીરને સાચવવું કેટલુ જરૂરી છે. આપણું શરીર અને એક એક અંગ કેટલું ઉપયોગી અને કિંમતી છે. ભગવાને આપણને સર્વાંગ સુંદર બનાવ્યા છે તે માટે ભગવાનનો આભાર માનો. અનાથાશ્રમની મુલાકાત પરથી તમને ખ્યાલ આવશે કે તમે કેટલાં સદનસીબ છો કે તમારી પાસે તમારાં મમ્મી પપ્પા છે. મમ્મી પપ્પાનો પ્રેમ તમને મળ્યો છે.

ઐતિહાસિક સ્થળોની મુલાકાત:

તમારાં ગામની આસપાસ કે તમારાં મામાના કે ફોઈના ગામની આસપાસ જો કોઈ ઐતિહાસિક સ્થળ આવેલું હોય તો તેની મુલાકાત અવશ્ય લો. ત્યાં જઈને તેનો ઈતિહાસ જાણો. તેનું મહત્ત્વ સમજો. પહેલાંના સમયમાં કેવી કેવી પરિસ્થિતિ અને પરંપરાઓ હતી તે જાણો. તેનું ઊંડાણપૂર્વકની માહિતી મેળવી અને લખો. આ બધી જ વિગતો ઘરે જઈને તમારાં મમ્મી પપ્પા, ભાઈ બહેન અને મિત્રોને જણાવો.


ખેતરની મુલાકાત :

વેકેશનમાં અવશ્ય એક્વાર ખેતરની મુલાકાત લો. ખેતરે જઈને જૂવો. જગતનો તાત કેટલી બધી મહેનત કરીને અનાજનો દાણો ઉગાડે છે અને તે આપણાં ઘર સુઘી કેવી રીતે પહોંચે છે. આપણને ખ્યાલ આવશે કે અનાજનો બગાડ કરાય કે નહીં. ખેતરમાં ઉગાડવામાં આવતાં શાકભાજી, ફળો, અનાજ અને કઠોળ માટે કેવી રીતે અને કઈ કઈ પ્રક્રિયાઓ માંથી પસાર થવું પડે છે? ખેતર કેવી રીતે ખેડાય! બીજ કેવી રીતે વવાય? પાક તૈયાર થઈ ગયા પછી કેટલાં સમયમાં લણણી કરાય? આ બધી જ વિગતો જાતે જૂવો, જાણો અને લખો. ખૂબ આનંદ આવશે.

કરકસરનો ગુણ :

કહેવત છે ને ' ત્રેવડ ત્રીજો ભાઈ ' હા, સમય અને સંપત્તિ કદી વેડફાય નહીં. કરકસરનો ગુણ તમને જીવનનું મૂલ્ય સમજાવશે. કરેલી કરકસર તમને સંકટનાં સમયે કામમાં લાગશે. સાથે સાથે તમારાં મિત્રો કે સગાં સંબંધીઓને પણ કામમાં લાગશે. આ એક ગુણ કેળવવાથી તમને બીજાં અનેક ફાયદા થશે. આ વેકેશનમાં નાકામની કે ખૂબ મોંઘી વસ્તુઓ ન ખરીદતાં જરૂરી અને ટકાઉ વસ્તુઓ ખરીદી કરો. આપણાં રૂપિયા એવી વસ્તુઓ માટે ખર્ચો કે જે ખૂબ જ જરૂરી હોય અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ થાય.


વેકેશનમાં રોજ એક વાર્તા:

હા, બાળકો આ વાત ખાસ જરૂરી છે. આખુ વેકેશન રોજ એક વાર્તા. દાદા દાદી કે મમ્મી પપ્પા પાસેથી રોજ એક વાર્તા અવશ્ય સાંભળો. અને હા, તમારે પણ રોજ એક વાર્તા કહેવાની છે. અને શક્ય હોય તો વાર્તા લખવાની પણ છે. તમે વિચારો વેકેશનમાં તમે કેટલી બધી વાર્તાઓ સાંભળશો? લખશો? કહેશો? ઓહો હો!!! તમે તો અઢળક વાર્તાઓના માલિક બનશો!


તો જોયુંને બાળકો ! વેકેશનને આનંદમય બનાવવાં માટે કેટલું બધું આપણી પાસે છે? આ વાત કદીના ભૂલાય. આ વેકેશનનો ભરપૂર ઉપયોગ કરજો. વેકેશનને ટી.વી., મોબાઈલ કે અન્ય નકામા કામોમાં વેડફશો નહીં. તો છો ને તૈયાર? અને હા, મને પણ ફોન કરીને જણાવશો કે તમે આ વેકેશનમાં શું કરવાના છો.