Prem Rog - 4 in Gujarati Love Stories by Priya Talati books and stories PDF | પ્રેમ રોગ - 4

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

પ્રેમ રોગ - 4

દીપ ઘરે જાય છે તો અનુરાગ ને આ વિશે વાત કરે છે. અનુરાગ ખુશ હોય છે કે આ બંને વચ્ચે ઝઘડાઓ બંધ થઈ ગયા.

" અનુરાગ આ મૈત્રી એટલે ખરાબ તો નથી. ખરેખર તે બહુ સારી છોકરી છે "

" હા એ તો છે. તે દિલની એકદમ સાફ છે."

" તું મને થોડી નોવેલ વિશે જણાવો ને!"

" તું અને નોવેલ વાંચીશ! શું વાત છે આજે તો દિવસ ક્યાં ઉગ્યો છે "

" ના બસ મને વાંચવાનું મન થયું "

" વાંધો નહીં. તું કાલે લાઈબ્રેરીમાં આવી જાજે. હું તને નોવેલ્સ વાંચવા માટે આપીશ. અત્યારે સુઈ જા ગુડ નાઈટ "

" ઓકે ગુડ નાઈટ"

કાલે તો દીપ માટે એક અલગ જ દિવસ ઉગ્યો હોય એવું લાગે છે. દીપ મૈત્રીને મનાવવા માટે તૈયાર થઈને જાય છે. કાળા કલરના સલવાર કમીઝ પહેર્યા હોય છે. દીપ એમાં ખૂબ સુંદર લાગે છે. દીપ જેવો કોલેજે જાય છે બહુ બધી છોકરીઓ તેની બાજુમાં આવી થાય છે પણ મૈત્રી ત્યાં દૂર ઊભી ઊભી આ જોઈ રહી હોય છે. દીપ ને રાહ હોય છે કે ક્યારે મંત્રી આવે અને તેના વખાણ કરે.

થોડીવાર પછી અનુરાગ આવે છે મૈત્રી અનુરાગ ને જોઈને તેની સાથે લાઈબ્રેરીમાં જતી રહે છે. અનુરાગ પાસે તેને પ્યાર ની કહાની નો બીજો ભાગ હોય છે.

અનુરાગ અને મૈત્રી બંને લાઇબ્રેરી માં બેઠા હોય છે.

" તમને આ નોવેલ વાંચવામાં બહુ રસ લાગે છે "

" હા મારી આ મનપસંદ નોવેલ છે "

" ઓકે, પણ ખરેખર માં સાચો પ્યાર ક્યારે મળતો નથી. "

" તમને આ પ્યાર પર ભરોસો કેમ નથી? "

" બહુ મોટી વાર્તા છે આ પછી ક્યારેક કહીશ "

" ના હવે તમે મને કહી જ દો. મને આ નોવેલ કરતા તમારી આ વાત જાણવામાં વધુ રસ છે. શું તમને પણ કોઈ સાથે પહેલા પ્રેમ થયેલો છે? "

" ના" અનુરાગ હસતા જવાબ આપે છે.

" મારા મમ્મી પપ્પાના લવ મેરેજ થયેલા છે. તમારા મમ્મી પપ્પા ના લવ મેરેજ થયા કે અરેન્જ મેરેજ? ને તમારી ફેમિલી વિશે થોડું જણાવો ને. જો તમને કંઈ પ્રોબ્લેમ ના હોય તો...એ બહાને હું તમારી ફેમિલીને ઓળખી પણ લઈશ "

અનુરાગ આ વાત સાંભળતા મૈત્રી સામુ જુએ છે અને તેની આંખ થોડી ભરાઈ આવે છે.

" સોરી મેં કંઈક વધુ પૂછી લીધું લાગે છે. તમારે ના કહેવું હોય તો વાંધો નહીં. મને થયું કે આપણે મિત્ર છીએ તો હું પૂછી જોવ. મને તમારે ફેમિલી વિશે પણ ખબર પડે. "

" ના મને કોઈ પ્રોબ્લમ નથી. હું જ્યારે નાનો હતો ને ત્યારે મારી મમ્મી નું હાર્ટ એટેક થી અવસાન થઈ ગયું. તે મારા પપ્પાને ખૂબ પ્રેમ કરતી હતી. તેના માટે તે તેની ફેમિલીને પણ છોડીને આવી હતી. મારા પપ્પાની લાઇફમાં કોઈક બીજી છોકરી આવી જતાં તેમની સાથે લગ્ન કરી લીધા. મારી મમ્મી તેને બસ પ્રેમ કરતી રહી. પણ કહે છે ને કે પ્રેમમાં આખી દુનિયાનો સામનો કરી શકાય પણ પોતાના જ પ્રેમીને બીજા કોઈ સાથે જોઈ ના શકાય. તેથી તેમનું અવસાન થઈ ગયુ "

" કંઈ નહીં આ તો બસ આમ જ "

" દીપ મેં તેના પરિવાર વિશે પૂછી લીધું તો..... મને ખબર નથી આઈ એમ સો સોરી "

" ઓકે, ભાઈએ તને બધું સાચું બતાવી દીધું હશે પણ હવે તારે કોઈ વાત જાણવી હોય તો તારે મને પહેલા પૂછવું. હું તને જણાવી દઈશ. "

" ઓકે તો હું જાવ છું મારે કામ છે તો.... બાય" અનુરાગ ત્યાં થી ઉભો થઈને જતો રહે છે

" અનુરાગ છે ને થોડોક ભાવુક છે. તે પોતાના દિલની વાત કોઈને કરી શકતો નથી કેમ કે તેના મમ્મીની સાથે આટલું બધું થયું પછી તે પોતાના પપ્પાને પણ નથી બોલાવતો અને જ્યાં સુધી વાત મારા મમ્મીને છે તો એ હંમેશા મારું હિત કરવાના ચક્રમાં અનુરાગ સાથે ખોટું કરી બેસે છે. "
" મારા ખ્યાલથી મારે આ પ્રશ્ન તેને ના પૂછવો જોઈએ. અનુરાગ મારા કારણે અત્યારે દુઃખી છે. આજ કારણ હશે તે પ્રેમ ના કરતો હશે. તેને પ્રેમ પર વિશ્વાસ નથી રહ્યો પણ હું તેને પ્રેમ કરતા પાછો શીખવાડીશ અને તું જોજે એ બધી વાત આપણને કહેશે. "

" આવું બને જ નહીં હવે. "

" તો લાગી શર્ત. "

" લાગી શરત. જોઈએ હવે તું કઈ રીતે અનુરાગ ને પ્રેમ તરફનો વિશ્વાસ પાછો લાવે છે "

( આ વાત તો માત્ર શરતથી શરૂ થઈ છે પણ ખબર નહીં હવે ક્યાં જઈને પુરી થશે )
Priya talati