સપના નું આમ અચાનક ગાયબ થઈ જવું અબુ સાહેબ અને તેના પરિવાર માટે ઘણી મોટી બદનામી હતી અને આથી તેઓ ઘણા ગુસ્સામાં દેખાઈ રહ્યા હતા વળી તેમની બ્રિગેડિયર જમાલ સાથે આ બાબતે પારિવારિક બેઠક પણ હતી. આ તકનો લાભ ઉઠાવીને સપના અને તેના સાથીએ રહીમ કાકાની પૂછતાછ કરવાનું વિચાર્યું કારણ કે અબુ સાહેબના ઘણા અંધુરાણી કામ રહીમ કાકા જ સંભાળતા હતા આથી તેમને પણ કેટલીક એવી બાબતો ખબર હોઈ શકે છે જે જણાવી જરૂરી છે.
આથી સકીનાનો બીજો સાથી નમાઝ પડીને બહાર નીકળતા રહીમ કાકા ને મસ્જિદની બહાર જ રોકી લે છે આ સાથી અત્યારે પોલીસ કોન્સ્ટેબલના બેંસમાં ત્યાં આવેલો હોય છે અને સપના અને નરગીસ ની મોતની પૂછતાછ બાબતે તેમને અહીં મળવા આવ્યો છે તેમ જણાવતા રહીમ કાકાને પણ તેના ઉપર કોઈ શક જાતો નથી.
" તમે કેટલા સમયથી અબુ સાહેબના ઘરમાં ખીદમત કરી રહ્યા છો ? "
" ઘણો સમય વીતી ગયો સાહેબ જ્યારે અબુ સાહેબના પોતે પણ નાના હતા ત્યારથી હું તેમના ઘરમાં કિંમત કરું છું " ....
" તો પછી તો તમે તેમના પરિવારથી ઘણા નિકટ થી ઓળખતા હશો ??"
" જી હા બિલકુલ ઓળખું છું " ...
" તો ચાચા એક વાત કહો પરિવારના સભ્યોમાં સપનાને બાદ કરતા કોણ એવું હોઈ શકે છે જે ને નરગીસથી તકલીફ હોય અને નરગીસ ની મોતને કારણે તેને ફાયદો થતો હોય કદાચ એમ પણ બને કે કોઈ બેગમ સાહેબ અને તકલીફ પહોંચાડવા માંગતું હોય પણ વચ્ચે નરગીસ આવી ગઈ હોય ? "
" ખબર નહીં , કોતવાલ સાહેબ .... પરિવારના સભ્યોમાં તો મને એવું કોઈ દેખાતું નથી જે આ રીતે હોઈ શકે પણ હા થોડા દિવસ પહેલા અબુ સાહેબે મને સકીના ઉપર નજર રાખવા માટે કહેલું હતું કારણ કે તે એક જ વ્યક્તિ છે જે બહારથી આવેલી છે "
" તો શું તમે તેમના કોઈ ઉપર તાકીદ કરી ?કંઈ જાણવા મળ્યું ? "
"કંઈ ખાસ તો નહીં , એવું તો કંઈ ન લાગ્યું કે તે છોકરી કંઈ ગડબડ કરતી હોય પરંતુ તેની કેટલી હરકતો અજીબ જ હતી જેમકે વારંવાર દરગાહ એ જવું , ફકીરને ખેરાત આપવી અને કોઈપણ દિવસે ફૂલની ચાદર ખરીદવા પહોંચી જવું "
" તો આમાં શું અજીબ છે મિયા ?? "
" ના એમ વાત તો નથી મિયા પણ વારંવાર જવું હેરતમંદ જેવું જ છે,અને તેમાં પણ ફકીર સાથે વાતો કઈક વધુ હૈરતમંદ છે. "
" તો તેમાંથી તમને શું કંઈ અલગ લાગ્યું ?
" ના મિયા કદાચ તે છોકરી અલગ રીતે બંદગી કરે છે "
" પણ આમ કહું તો તમે ભી આ ઘરમાં એક ખાદીમ છો તો શું તમારા ઉપર ભી શંકા થવી લાઝમી નથી ? "
" આ શું કહો છો મિયા આટલા વર્ષોથી હું અબુ સાહેબની અને તેના પરિવારની ખીદમત કરું છું કોઈ દિવસ અબુ સાહેબ કે તેના પરિવારને મારાથી ફરિયાદ રહી નથી અને હું શું કામ કરું ? આવું આખરે કોણ છે મારું તેમના સિવાય ?? "
કારણ તો છે જ તમારી પાસે...મને એમ માલુમાંત કે થઈ છે કે તેનો પરિવાર ક્યારેય કોઈની ખીદમત નો મુનાફો આપતો નથી, અને તમને પણ નથી મળ્યો તો શિકાયત હોવી તો લાઝમી છે ને મિયા ?"
" આ માટે તો મારો ખુદા જ ગવા છે કે મેં ક્યારેય અબુ સાહેબ કે તેના પરિવાર સાથે ગદ્દારી કરવાનું વિચાર્યું પણ નથી. "
" જોકે આ મસાલાને બાબતે મેં પરિવારના અન્ય સભ્યો ની પણ પૂછતાછ કરી છે અને તેમનું કહેવું તો છે કે તમે પણ અન્ય ખાદીમ ની જેમ આ ઘરના ખાદીમ જ છો અને હું તમારા ઉપર પણ શંકા કરું તેમાં તેમણે કોઈ એતરાજ નથી."
"આ શું કહો છો કોતવાલ સાહેબ...શું પરિવાર ના બીજા સભ્યો ને મારા ઉપર શંકા છે ? એવું તે લોકો એ તમને કહ્યું ?"
" જી હા કાકા... તમે જેના ઘરમાં રહો છો અને ખીદમત કરો છો તે આટલા મોટા વ્યક્તિ છે આથી તેઓ તેમની સલામતી અને મહેફૂઝગી ( સિક્યોરિટી ) માટે ચિંતા કરે તે ખૂબ જ જરૂરી છે જો કોઈ તેના ઘરમાં ઘૂસીને તેના પરિવારના સભ્યોને હાની પહોંચાડી શકતું હોય તો તેમને પહોંચાડવી તો હવે નાની વાત થઈ ગઈ. હાલાત એવી વસ્તુ છે જ્યાં ગમે એ વ્યક્તિ બદલાઈ શકે છે " .
ઇન્સ્પેક્ટર ની વાત સાંભળીને રહીમ કાકા વિચારોમાં ખોવાઈ જાય છે તે આટલા વર્ષોથી અબુસાહેબ અને તેના પરિવારની ખીદમત કરે છે તેની માટે પોતાની જાન પણ કુરબાન કરી શકે છે પણ જ્યારે એક ઘટનાની વાત આવી ત્યારે અબુ સાહેબ અને તેના પરિવારને મારા ઉપર પણ શંકા છે તે જાણીને તે હવે ડરવા લાગે છે એક ખોફનો મંજર તેમના ચહેરા ઉપર દેખાઈ આવે છે તેમને મોતથી ડર ન હતો પણ પોતાની ખીદમત નો બદલો તેને ગદ્દારીના નામ સાથે મળશે તેમાં તેને ઘણી તકલીફ હતી શું આ બાબત જાણીને હવે રહીમ કાકા કોઈ વાતનું કન્ફેશન કરશે ખરી ??