બીજે દિવસે અબુ સાહેબ અને બ્રિગેડિયર જમાલ ની મુલાકાત ગોઠવાઈ છે. જમાલ ભાઈ ના ચેહરા ઉપર શરમિંદગી હતી તે અહી પોતાની દીકરી ની બેવફાઈ માટે માફી જ માંગવા આવ્યા હતા પણ તેમને જોયું કે અબુ સાહેબ ઘણા જ ગુસ્સા માં અને નારાજ દેખાઈ રહ્યા છે , આખરે જે ગદ્દારી તેમને જમાલ અને તેમની દીકરી સપના પાસેથી મળી હતી તે અબુ સાહેબ થી સહન થાય તેમ ન હતી. વળી આ સાથે સપના નું બેગમ સાહેબા ની તબિયત ખરાબ કરવામાં હાથ હોવું, ખુફિયા ઓફિસ માં ચોરી છુપે ઘુસ્વું અને નરગીસ ની મૌત માં હાથ આ બધા ઘણા સંગીન જૂર્મ હતા. પરંતુ સપના એ શું કામ કર્યું આ બધું ?? તેના જવાબો તો હવે બ્રિગેડિયર જમાલ જ આપી શકતા હતા. પરંતુ ....
હજી જમાલ કઈ કહે તે પેહલા જ અબુ સાહેબ એ કઈ પણ સાંભળ્યા વગર તેમના સાથી ને ગોળી મારી દીધી, આમ અચાનક ઉઠવેલા કદમ થી તો જમલભાઈ હૈરત માં આવી જાય છે. તેમને ક્યારેય ઝહેન માં ન હતું કે અબુ સાહેબ આ રીતે અચાનક વર્તન કરશે , પણ થોડી વાર મા જ તે સ્થિર થઈ ગયા કારણ કે અબુ સાહેબ ના આ પ્રકાર ના રવૈયા થી તે થોડા તો મલુમાત રાખતા હતા. પણ જે ઇલજામ તે સપના ઉપર લગાવતા હતા તેની તો કોઈ બુનિયાદ જ ન હતી. આથી તે પોતાની આખી ચાલ ફેરવી નાખે છે...
" જમાલ તે અને તારી દીકરી એ જે મારી સાથે ગદ્દારી કરી છે , તેના બદલે હું મૌત પણ આપુ તો તે કમ છે , પણ તું ફિકર ના કરજે કેમ કે હું જ્યાં સુધી આ ગદ્દારી નો જવાબ નહી સાંભળી લઉં ત્યાં સુધી તને મૌત નહિ આપુ..."
.
.
.
.
"ખાવેદ સાહેબ , બે શક તમે મને ગદ્દાર કહી શકો પણ એ પેહલા તમે જે ગદ્દારી વતન ના લોકો સાથે કરી છે તેનું શું કહેશો.... તેના જવાબ માં આજ ગોળી તમને મળશે તે પણ માથે નહિ પીઠ પાછળ....કારણ કે ગદ્દાર ને ખતમ કરવા ગદ્દારી જ કરવી પડે"
" ગદ્દારી.....??? તમે મારા વતન પ્રેમ ને ગદ્દારી નું નામ આપશો જમાલ ?? ઓહ... આ કઈ નવી ચાલ છે તમારી જમાલ ?"
" અબુ સાહેબ, ગદ્દારી તો તમે કરી જ છે વતન સાથે અને મારી સાથે પણ ... આથી હવે તમે મને મારવાની ભૂલ નહિ કરી શકો ,
..
..
.
.
અબુ સાહેબ પોતાના રાઝ સામે આવતા જોઈને થોડી વાર તો જમાલ ની સામે જુએ છે અને ચૂપ થઈ જાય છે કારણ કે તે સમજી જાય છે કે જમાલ સાથે અત્યારે કોઈ દાવ રમવો એટલે પોતાની આખી બાજી બગાડી નાખવી., તેમને શાંત જોઈ ને જમાલ ઊભા થઈ જવા લાગે છે પણ અડધે અટકી તે ફરી પાછળ તરફ જુએ છે અને અબુ સાહેબ આ શૈતની હસી દેખાડતા જતા રહે છે ....
હજી તો તે બહાર નીકળે જ છે કે તમને સામે અમર દેખાઈ છે . જમાલભાઈ આમ પોતાના ઉસુલો ના ઘણા પાક્કા હતા. અહી પણ તે અબુ સાહેબ પાસે માફી જ માંગવા આવ્યા હતા પણ અબુ સાહેબ ના સપના ઉપર ના બે બુનિયાદી ઇલઝામ અને પોતાના સાથી ના મર્ડર ને લીધે તે પોતાના મકસદ ને બદલી નાખે છે પણ તે જાણે છે કે અમર સાથે પણ ખોટું થયું છે ,
સપના નું આ રીતે બેવફા નીકળવું તકલીફ મંદ છે કોઈપણ શોહર આ રીતે પોતાની પત્ની ની બેવફાઈ કેમ બરદાસ કરી શકે ? આથી તે અમર પાસે હાથ જોડીને માફી માંગે છે પરંતુ અમર તેમને આમ કરતા રોકે છે અને પોતે સામે જમાલભાઈ ની માફી માંગે છે કારણ કે અમર જાણે છે કે તેના અને સપના વચ્ચે કોઈ જ પતિ પત્નીનો રિશ્તો ન હતો અને તેમાં પણ આ રીતે તેના નિકાહ મરજી વિરૂદ્ધ ના જ હતા તો પછી તેને કોઈ હક નથી કે તે આ રીતે સપનાને કોઈ મતલબ વગરના રિશ્તામાં બાંધીને રાખે આથી તેને સપનાને પણ આ માટે માફ કરી દીધી છે તેને કોઈ શિકાયત નથી અને જ્યાં સુધી પરિવારના લોકો તેના ઉપર ઇજામ લગાડે છે તો તેને આ બાબતમાં વિશ્વાસ નથી આ સાંભળીને જમાલભાઈ ને ઘણી રાહત થાય છે તેને સપનાની મૂર્ખામી ઉપર ઘણો પસ્તાવો થાય છે કારણ કે અમર ભલે અબુ સાહેબ નો દીકરો હોય પરંતુ તેનામાં સંસ્કાર ઘણા આલા દરજ્જા ના હતા.
પણ શું હવે અબુ સાહેબ અને બ્રિગેડિયર જમાલના રાજનૈતિક સંબંધ પેહલા જેવા રહશે ખરા ??