Stree Hruday - 37 in Gujarati Women Focused by Fatema Chauhan Farm books and stories PDF | સ્ત્રી હદય - 37. સપના ની મદદ

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

Categories
Share

સ્ત્રી હદય - 37. સપના ની મદદ

સપના જે વાતો જણાવી રહી હતી તે પરથી તો એ લાગી રહ્યું હતું કે બ્રિગેડિયર જમાલ તો પોતાના દેશની શાંતિને બરકરાર રાખવા વાસ્તે મહેનત કરી રહ્યા છે તેમના ઈરાદાઓ તો ઘણા પાક છે. આથી હવે સપના ને વધુ પરેશાન કરી કોઈ વાત કઢાવવાનો કોઈ મતલબ નથી .

સકીના અને તેનો સાથી ( રૂબી ) સપના ને તેના પ્રેમી ઇકબાલ પાસે હિફાઝત થી છોડી દે છે કારણ કે સપના નું આ રીતે ગાયબ થઈ જવું અબુ સાહેબ અને તેના પરિવાર માટે એક મોટો જટકો હતો. તે આમ કઈ સીધી રીતે બેસી ને આ વાત સહન કરે તેમ ન હતા. આથી સપના તેના ઘરે તો પરત જઈ શકતી ન હતી. આ સાથે સપના પણ એમ સમજે છે કે આ આદમી ભલે અબુ સાહેબ માટે કામ કરે છે પણ તેના માં હજી ઇન્સાનિયત છે અને આથી તે તેની મદદ કરે છે.

સપના એક કેદ માંથી આઝાદ થાય છે અને સકીના એક મોટા ખતરા માંથી ....રહીમ કાકા ની તપાસ પણ અંતે સપના ઉપર અટકી જાય છે, પરંતુ અબુ સાહેબ આ બરદાસ્ત કરી શકતા નથી ,તેના ઘરમાં તો કયામત નો મંજર હતો. સપના ક્યાં ગાયબ થઈ ગઈ તે કોઈ ને ખબર ન હતી, વળી રહીમ કાકા તેને મળેલા સપના વિરૂદ્ધ ના સબુતો અબુ સાહેબ અને અમર ને પેશ કરે છે , આ સાથે તે ખુફિયા ઓફિસ માં દાખલ થયેલી મહિલા પણ સપના જ હતી તે જણાવે છે આથી હવે બ્રિગેડિયર જમાલ અને અબુ સાહેબ વચ્ચે એક જંગ શરૂ થઈ જાય છે. પોતાના જ ખાનદાન ની વહુ આ રીતે ગદ્દારી કરશે તે કઈ રીતે બર્દાસ થાય ??

અબુસાહેબ પણ સપના અને જમાલ પાસેથી આ બધું શું કામ કર્યું તેનો જવાબ ઈચ્છે છે સપનાના આમ પોતાના પ્રેમી સાથે ગાયબ થઈ જવાથી ખાનદાનની ઘણી નામોશી ( બદનામી ) થાય છે. આ બાજુ જ્યારે જમાલભાઈ પણ સાઉદી થી પરત આવે છે ત્યારે સપનાની આ હરકત જાણીને ખેરત માં ( નવાઈ ) મુકાઈ જાય છે. તેણે સપનાની પોતાના પ્રેમી સાથેની શાદી ક્યારેય મંજૂર ન હતી વળી સપના એ તેમની આ વાત તો સ્વીકારી પણ લીધી હતી અને અત્યારે સપના આ કદમ ઉઠાવશે તેની તેમને કોઈ આશા ન હતી. એક રાજનૈતિક ઈરાદા થી બંધાયેલો અબુ સાહેબ અને જમાલભાઈ નો સંબંધ એક જ રાતમાં દુશ્મનીની આડમાં આવીને ઉભો રહી જાય છે. અબુ સાહેબ તો આ ગદ્દારીનો બ્રિગેડિયર જમાલ પાસે જવાબ માંગે છે પોતાના દીકરાની બરબાદ થયેલી જિંદગી માટે હવે કોઈ રસ્તો બતાવવાનું કહે છે.

જમાલભાઈ ને પણ સાઉદી ની મીટીંગ સફળ થયા પછી અને હવે અબુ સાહેબના ઈરાદાઓ તેમની સામે સ્પષ્ટ થયા પછી તેમને કોઈ વાતનો ખોફ નથી, હા એ છે કે તેમણે સપના પાસેથી આ પ્રકારની ઉમ્મીદ ક્યારેય ન હતી, તેમને ક્યારેય વિચાર્યું ન હતું કે સપના આ રીતે ભાગવાનો રસ્તો પસંદ કરશે પરંતુ ત્યારે જ તેમના સાથી પાસેથી તેમને એ માલૂમ થાય છે કે નરગીસની મોતની તપાસ ને કારણે તેના ઉપર શક નો કાટો આવીને ઉભો રહી ગયો હતો અને તેમના સાથી આ બાબતે સપનાની કોઈ મદદ કરી શક્યા નથી , આ વાત થી તેમને ઘણી તકલીફ થઈ પરંતુ સપના ના આ રીતે ઇકબાલ સાથે
તાઅલુકાત હશે અને હજી તે જોડાયેલી હશે તેમનો તેને કોઈ અંદાજો ન હતો.

મીડિયા , પર્લામેન્ટ થી લઈને દરેક જગ્યાએ અબુ સાહેબ અને અમર હમદર્દી નું કારણ બની ગયા જ્યારે જમાલ ભાઈ અને તેનો પરિવાર બધે બદનામી સહન કરી રહ્યા હતા. જ્યાં બધે જ બને સંબંધીઓ સાથે નઝર આવતા હતા ત્યાં હવે એકબીજા થી વિપરીત પરિસ્થિતિ માં દેખાઈ રહ્યા હતા.

અબુ સાહેબ ના ઘરમાં પણ બધા અમર ને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જ્યારે અમર પણ એકદમ ચુપ થઈ ગયો હતો જાણે તેનું મગજ કામ કરતું નથી , તેને સમજાતું જ ન હતું કે આ પરિસ્થિતિમાં તેને કઈ પ્રતિક્રિયા ઓ આપવી જોઈએ અને બધા એમ સમજી રહ્યા હતા કે સપના નો આ ધોકો અમર થી બરદાસ્ત થયો નથી , અને તે ઘણો જ દુઃખી છે પરંતુ શું અમરના મગજમાં આ જ ચાલી રહ્યું હતું ?