એક તરફ સાઉદીમાં અગત્યની મીટીંગ અને એજન્ડા તૈયાર થઈ રહ્યા હતા જ્યાં બીજી તરફ સકીના પણ નરગીસ ની મોતના ઇલઝામ માંથી બચવા માટે સપનાનો સહારો લઈ રહી હતી તે સપનાની દુ:ખતી નસ ઉપર વાર કરીને જ તેના પાસેથી જાણકારી કાઢવાનો પ્રયાસ કરી રહી હતી.
સકીના એટલું તો જાણી ગઈ હતી કે સપનાએ આ બધું બ્રિગેડિયર જમાલના કહેવા ઉપર કરેલું છે તેમનો ઇરાદો અબુ સાહેબને ઘરમાં વ્યસ્ત રાખવાનો છે પરંતુ સપના કે જમાલભાઈ એ જાણતા ન હતા કે અબુ સાહેબ પણ તેમને ડબલ ક્રોસ કરીને અમીની તબિયતના બહાને ઘરમાં રહી ને કંઈક બીજું જ પ્લેન કરી રહ્યા છે એટલે કે બંને એકબીજાને પોતાના મકસદ પૂરા થતા જોઈને ધોકો દઈ રહ્યા છે.
સપનાને આ બધા મામલાઓમાં ઇબ્રાહિમ નું નામ આવતા વધુ ડર લાગવા લાગે છે સકીનાની વાત ઉપરથી તે પાક્કું થઈ જાય છે કે હકીમ કાકા એ બધી જ વાત ઇબ્રાહિમને જણાવી દીધી છે અને તેમને મારી સચ્ચાઈની ખબર પડી ગઈ છે આથી તે હવે અહીંથી ભાગી જવાનો જ રસ્તો બહેતર સમજે છે. કારણ કે જો તે વધુ સમય અહીં રહી તો અબુ સાહેબ તેની આ ગદ્દારી નો શું પરિણામ આપશે કે કોઈ જાણી શકે તેમ નથી અને તેના કરતાં પણ ઇબ્રાહીમ તો વધુ નિર્દય છે તે લોકોને એ મોતે મારે છે જેના કારણે તે બીજી વાર જન્મ લેતા પણ વિચારે ....
આથી સપના હવે ગમે તેમ કરીને અહીંથી ભાગી જવાનું વિચારે છે. તે ચોરી છુંપકે બધાની નજરથી બચીને બજાર જવાના ઇરાદા થી ઘરેથી નીકળે છે અને રહીમ કાકા જે હજી બધી તપાસમાં જ લાગેલા છે તેને તો જાણ પણ નથી કે સપના ઘર છોડીને રવાના થઈ ગઈ છે. સકીના પહેલા તો સપનાને સહી સલામત ઘરમાંથી બહાર કાઢે છે અને પછી પોતાના જ સાથી દ્વારા તેને પકડાવીને મુલતાનના એક ભંડકમાં રાખી દે છે સપનાના મતે આ કામ રહીમ કાકા અને ઇબ્રાહીમ દ્વારા થયું છે પરંતુ આ કામ સકીના અને તેના સાથી એ કરેલું હોય છે, સપના કોઈ ટ્રેઈન સોલ્જર ન હતી. આથી હજી તે સરહદીય વિસ્તાર માટે રમાતી દુશ્મની ચાલ કે ગતિવિધિ ને ઝડપથી માપી શકતી નથી. પોતે કરેલો એક જીહાદી અમલ પરંતુ જેના ડરના કારણે તે ઘર છોડીને દુશ્મનના હાથે વધુ ફસાવા માટે તૈયાર થઈ જાય છે.
સકીના નો બીજો સાથી હવે સપના સાથે પોતાની પૂછતાછ ચાલુ કરે છે તે એ જાણવા માંગે છે કે સપના આ કામ શું કામ અને કોના માટે કરી રહી છે જોકે એક વાત તો સ્પષ્ટ હતી કે જમાલભાઈ ના કહેવાથી જ સપના આ બધા કામ કરી રહી છે પણ તેમનો શું ઈરાદો છે તે હજી કોઈને નથી ખબર..
દેખીતી રીતે બંને રાજનેતિક સંબંધ ના ચલતે સંબંધીઓ છે પરંતુ જમાલભાઈ અત્યારે અબુ સાહેબને માત આપી રહ્યા હોય તે આ સાઉદીની મીટીંગ અને સપનાની હરકતો સ્પષ્ટ કરતી હતી.
" તને શું લાગે છે , કે તું આમ સરળતાથી ભાગી જઈશ નરગીસ ને મારી ને ? આટલી બધી નિર્દયથી તે એમને મોત ને ઘાટ ઉતારી છે, આખરે શું બગાડ્યું હતું તેણે તારું ? "
" રહેમ કરો ભાઈજાન , રહેમ કરો. હું તો ખરેખર કશું નથી જાણતી , નરગીસ ની મોત સાથે મારે કોઈ જ નિસ્બત નથી."
"અચ્છા ? એવું તો નથી લાગતું આ બધું જોઈ ને ....? "
મારું યકીન કરો ભાઇજાન , હું તો બસ બેગમ સાહેબા ની તબિયત બગડે તેમ દવા આપી મિયા ( અમર ) ને વ્યસ્ત રાખવા માંગતી હતી ,પણ તેમની બદલે અબ્બુ જાન પોતે ઘરમાં હાજર રહેતા હતા " .
" જૂઠ છે આ બધું સાચું કહે છે કો પછી , જનાબ ઇબ્રાહિમ ને બોલવું તો જ તું કહીશ ?? "
" હું સાચું જ કહ્યું છું મારું યકીન કરો જનાબ "
મિયા , આ ખાતુંન ( બહેન) આમ સાચું નહિ જણાવે, જનાબ ઇબ્રાહિમ ને બોલાવી લો....
.
.
.
.
.
રુકો.....
.
.
.
ખુદા ના વાસ્તે એમ ના કરો , હું કહું છું....