સાઉદી... ઓઇલ રિફાઇનરી પ્લેસ
મીટીંગ ના સ્થળ ,ટાઇમ, વ્યક્તિઓ બધું જ ફિક્સ હતું , બસ એજ ખબર ન હતી કે આખરે શું એજન્ડા છે આ મીટીંગ નો....બ્રિગેડિયર જમાલ , કુરેશી અને ત્યાં રહી ને દેશ ની મદદ કરતા કેટલાક સાથીદારો બધા જ પોતાની તૈયારી સાથે હાજર હતા. બધા એટલી બધી ગુપ્ત રીતે હાજરી આપી રહ્યા હતા કે એકબીજા પણ ઓળખી ન શકે .તેઓ બધા અલગ અલગ રીતે સાઉદી પહોંચ્યા હતા અને એક જ હોટેલ ના અલગ અલગ ફ્લોર ઉપર રહી રહ્યા હતા તેઓ પોતાના મેસેજથી જાણકારી પણ એકબીજાને કોડવડથી આપી રહ્યા હતા. કોઈ વ્યક્તિ કહી જ ન શકે કે આ લોકો એક સાથે એક મિટિંગ માટે અહીં હાજર થયા છે એટલું બધું ગુપ્ત રીતે કામ ઘણી બારીકાઈથી કરવામાં આવી રહ્યું હતું.
શોએબ અને ત્યાં હાજર ઇન્ડિયન જાસૂસ એજન્ટ કેજાર ઘણી કાળજીપૂર્વક નજર રાખી રહ્યા હતા કારણ કે આ ખૂબ જ અગત્યનો પોઇન્ટ હતો આજે મિટિંગમાં જે કઈ ફેસલો આવવાનો હતો તેના ઉપરથી જ હવેનો આગળનો એજન્ડા તૈયાર થવાનો હતો. સમય થતાં અલગ અલગ રીતે સૌ કોઈ હોટેલમાંથી બહાર નીકળે છે હવે તેઓ ત્યાંથી પોતાના
ડેસ્ટીનેશન તરફ જવાના પણ અલગ અલગ ગાડીમાં જ હતા .અત્યાર સુધી તેઓ હોટેલ ના રૂમમાંથી પણ બહાર નીકળ્યા ન હતા સિવાય કે જમવા, અને આ જમણ દરમિયાન જ રેસ્ટોરન્ટમાં બેસીને તેઓએ એકબીજાને મેસેજ પાસ કર્યા હતા. આ બધા ઇન્ડિયન જાસુસ ના સર્વિલિયન્સ હેઠળ હતા આથી તેઓની દરેક હરકતો નોટ થઈ રહી હતી એટલી બધી પ્લાનિંગ તો કોઈ બીજા જ પ્લેન માટે થઈ રહી છે તે દેખાઈ રહ્યું હતું.
જોકે જમાલ , કુરેશી અને એના સાથી સિવાય બીજું કોઈ પણ વ્યક્તિ હજી સુધી નજરમાં આવી રહ્યું ન હતું પણ કદાચ એમ પણ બને કે તે આ વ્યક્તિ બધાની સાથે ન હોય પરંતુ આ પ્લેનમાં સાથે હોય અથવા તો બીજી રીતે તેમની સાથે જોડાવાનું હોય હવે આગળ શું થશે તે જાણવા માટે બેચેની વધતી જતી હતી. સમય પોતાની ગતિએ આગળ વધી રહ્યો હતો હવે ની પળો ટૂંકી જ દેખાઈ રહી હતી સૌ કોઈ પોતાના પ્લેનિંગ અને જગ્યાએ સેટ હતા હોટલના જે ફ્લોરમાં મીટીંગ થનારી હતી તે સંપૂર્ણ રીતે એક પર્સનલ ફાર્મ હાઉસ જેવું લાગી રહ્યું હતું. ચારે તરફ સિક્યુરિટી થી બોડીગાર્ડઝ હતા, મીટીંગ ના રૂમમાં બેઠી ને સૌ કોઈ આવનાર વ્યક્તિની રાહ જોઈ રહ્યા હતા .
સર્વિલયન્સથી થી નજર રાખી રહેલા શોએબ અને કેઝાર પણ તે આવનાર વ્યક્તિની રાહ માં જ હતા. અચાનક એક સાથે બે ગાડીઓ હોટલ રૂમના ગેટ પાસે આવીને ઊભી રહી આ હોટેલ એક પર્સનલ ફાર્મ હાઉસની જેવું દેખાઈ રહ્યું હતું આ હોટેલ માં નાના નાના કુબા સમાન રૂમો તૈયાર કરાયેલા હતા , આથી ગાડી જે રૂમમાં મીટીંગ થવાની હતી ત્યાં જ આવીને ઊભી રહી. કોઈ વ્યક્તિ સૂટમાં હતો અને તે બોડીગાર્ડ ની વચ્ચે થી તરત જ તે રૂમમાં દાખલ થઈ ગયો આ એટલી ઝડપથી ગતિવિધિ પતી ગઈ કે શોએબ કે કેઝાર તે વ્યક્તિને જોઈ શક્યા નહીં. આ સાથે તેમાં કોઈ લાંબા ઝભ્ભા પેહરેલુ વ્યક્તિ પણ હોય તેવું લાગી રહ્યું હતું. શોએબ અને કે.જાર આ હોટેલ રૂમથી થોડી દુરી ઉપર બેઠી ને નજર રાખી રહ્યા હતા આથી અંદર કઈ ટાઈપ ની ગતિવિધિઓ ચાલી રહી છે તે સમજ પડતી ન હતી, પરંતુ એક વાત સારી એ થઈ હતી કે તેઓને કુરેશીના મોબાઇલમાં બગ લગાવવાનો મોકો મળી ચૂક્યો હતો. આજે થોડી ઘણી વાતો તેઓની સંભળાઈ રહી હતી.
લગાતાર ચાર કલાક સુધી આવનાર વ્યક્તિ ,જમાલ , કુરેશી અને તેમનો સાથી વાતો કરતા રહ્યા હતાં. વાતો ખરેખર ફંડ રિલેટેડ જ થઈ રહી હતી. જે તેમનો અંદાજો હતો પરંતુ એ જાણકારી મળી શકી નહીં કે આ કોણ વ્યક્તિ છે જે દુશ્મન દેશને બિઝનેસ ના નામે ફંડની મદદ કરી રહ્યું છે પરંતુ એટલું તો ખબર પડી જ ગઈ હતી કે તેઓના મનસુબા કાશ્મીર સાથે સંકળાયેલા છે. જેથી તેઓ ખૂબ મોટા ફંડ ની રાહ માં છે , પણ હવે આ આવનાર વ્યક્તિ નો અંદાજો લગાવતો શોએબ તર્ક બેસાડી ચૂક્યો....તે સમજી ગયો કે આ વ્યક્તિ કોણ હોઈ શકે જે જમાલ અને કુરેશી સાથે અહી કોઈ ડીલ કરી રહ્યું છે.....