સકીના ના પ્લેન પ્રમાણે તેણે તે દવાઓ લોનના તે જ ખાડામાં ફરી છૂં પાડી દીધી હતી અને આ કામ દેખીતી રીતે સપનાએ કર્યું હોય તેમ લાગતું હતું રહીમ કાકાની નજર હવે સપના ઉપર આવીને અટકી ગઈ હતી તેમના મગજમાં હવે ઘણા વિચારો હતા તે બેગમ સાહેબા ને જઈને તો કશું પૂછી શકતા ન હતા અને પોતાની જ રીતે તપાસ તેમને ચાલુ રાખવાની હતી. કારણ કે ઘરમાં કોઈપણ મરદોને નરગીસ ની મોતથી કંઈ ફરક પડતો ન હતો અને ન તો તેમને આ બધા રહસ્યમાં કોઈ સાજિશ દેખાતી હતી . જ્યારે ઘરની જનાના ને આ બધી બાબતોમાં પડવાનો કોઈ હક જ ન હતો .
દવાઓ મળતા જ રહીમ કાકા એ તરત જ આ દવાઓ વિશે તપાસ કરવાની ચાલુ કરી દીધી , તેણે પહેલા સામાન્ય જાણકારીઓ કઢાવતા સકીનાને જ આ દવાઓ બતાવી અને સકીના એ પણ રહીમ કાકા ના મગજમાં શક ઉત્પન્ન થાય તે રીતેના પાસાઓ ગોઠવી દીધા જેથી રહીમ કાકા હવે વધુ તપાસ કરાવવા માટે ડોક્ટર પાસે પહોંચી ગયા કારણકે તેઓ આ બાબત વિશે સચોટ તારણ ઉપર આવવા માંગતા હતા.
સકીનાને હવે માત્ર ખેલ જોવાનો હતો પણ એ પહેલાં તેણે હજી એક કામ કરવાનું હતું અને તે હતું સપના સાથે દોસ્તી ... કારણ કે સકીના જાણતી હતી કે સપના એક બ્રિગેડિયરની દીકરી છે આવા સામાન્ય વ્યક્તિની મોતમાં પકડાયા પછી કદાચ તે સરળતાથી આમાંથી બચી પણ જાય આથી આ કામ પણ તેને સચોટપૂર્વક કરવાનું હતું. વળી સકીના પણ એ જાણવા માંગતી હતી કે જે બાબતોની તે સપના વિશે અડકળ લગાડી રહી છે તે સત્ય છે કે નહીં અથવા કોઈ બીજું જ કારણ છે ??
સકીના ની આટલા દિવસ દરમિયાન ઘરના અન્ય નોકરો સાથે પણ દોસ્તી થઈ ચૂકી હતી અને બેગમ સાહેબનું જમણ તૈયાર કરવા તે બાવરચી મહિલા સાથે તો વધુ નિકટ આવી ચૂકી હતી અબુ ખાવેદના ઘરમાં બાવરચી તરીકે કામ કરતા સ્ત્રી ઘણી પ્રોઢ વયના હતા વળી તે સમજુ અને વિનમ્ર હતા. આથી સકીના તેમની સાથે ઘણી વખત અન્ય વાતો એ પણ લાગતી. અત્યારે સપના ને પણ અહીં આસપાસ કામ કરતા જોઈને તેને તે સ્ત્રી સાથે વાતો ચાલુ કરી અને વાત વાતમાં તેણે રહીમ કાકાની બગીચાના લોનમાંથી કોઈ દવાઓ મળી છે અને તેઓ તેની વિશે તપાસ કરી રહ્યા છે તે વિશે પણ જણાવ્યું. આ સાંભળી સપના ના ચહેરા ઉપર પસીનાઓ આવી ગયા તેના ચહેરા પર ના હાવભાવ જોઈને સપના સમજી ગઈ હતી કે કંઈક તો ગડબડ ચાલી જ રહી છે.
રહીમ કાકાને લોન માંથી કોઈ દવાઓ મળી છે અને તેઓ તપાસ કરવા સકીનાને મળ્યા હતા તે બાબતની જાણ થતા સપનાએ આ ઘટનામાં વધુ રસ દાખવ્યો અને સકીના સાથે આ બાબત વિશે પૂછતાછ ચાલુ કરી હવે સકીનાને માત્ર એ જ કામ કરવાનું હતું કે જેથી સપના વધુ ગભરાઈ જાય અને કોઈ ઉતાવળમાં ભૂલ કરી બેસે, સકીના સપનાના મગજમાં અધૂરી વાત જણાવીને જતી રહી પરંતુ સપના હવે વધુ બેચેન થઈ ગઈ. કઈ રીતે આ નવી મુસીબતથી છુટકારો મેળવવો તેવું તે વિચારવા લાગી અને તરત જ પોતાના પિતાને ફોન જોડ્યો,
સકિનાએ બ્રિગેડિયર જમાલ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ સપના માટે આ વિકટ પરિસ્થિતિ ઉભી કરી હતી, કારણ કે તે જાણતી હતી કે બ્રિગેડિયર જમાલ અત્યારે સાઉદીમાં છે આથી તે અત્યારે તો સપનાની કોઈ મદદ કરી શકે તેમ નથી અને સપના વિશે પણ તે એટલું તો જાણતી હતી કે ભલે તે કોઈ બ્રિગેડિયરની દીકરી હોય પરંતુ તે એટલી જાબાજ કે નીડર નથી કે કોઈપણ જાતની ચાલબાજીને માત આપી શકે.
આ તો બસ તે એક રાજનૈતિક સંબંધમાં પોતાની જિંદગી ને મોત નું કારણ આપી બેઠી છે. તે પોતે પણ જાણતી નથી કે તે શતરંજની કઈ ચાલનો પ્યાદો છે. તેણે તરત જ પિતા સાથે કોન્ટેક્ટ ન થતા તેમના સાથીને કોન્ટેક્ટ જોડ્યો, સકીનાના પ્લેન પ્રમાણે જ આ બધું થઈ રહ્યું હતું , તે જાણી ગઈ હતી કે બ્રિગેડિયર જમાલે પોતાના ફાયદા માટે પોતાની દીકરીને આ ખતરનાક મિશનમાં ઉતારી દીધી છે , જોકે સપના આમ તો વ્યવસ્થિત રીતે શિક્ષિત થઈ હતી કેટલીક પરિસ્થિતિઓનું અવલોકન અને નિકાલ કરતા તેને આવડતું હતું. પરંતુ અત્યારે સકીના એ જે પરિસ્થિતિ તેની માટે ઊભી કરી હતી તેમાંથી કઈ રીતે બહાર નીકળવું તે સપના શોધી શકી ન હતી. આથી આ મુસીબત માંથી છુટકારો મેળવવા તે ફરી સકીના ની શરણે જવાનું વિચારે છે.... શું સકિના સપના અને બ્રિગેડિયર જમાલના મક્ષદો જાણી શકશે ખરી....??