મિસ્ટર ઐયર દ્વારા પોતાના દરેક એજન્ટ ને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા કારણ કે તે જાણતા હતા કે જ્યાં જ્યાં પાકિસ્તાની માફિયાઓ રહે છે ત્યાંથી જ અત્યારના આ મિશન માટે તેમને ફંડ મળવાનું હશે પરંતુ ક્યાંથી અને કોણ પૂરું પાડવાનું છે તે કોઈ જાણતું ન હતું આથી દરેક જગ્યાએ પોતાના જાસૂસ ને એલર્ટ કરી દીધા હતા ,વળી શોએબ પાસેથી પણ દરેક પ્રકારની જાણકારી એકઠી કરીને તેઓ દરેક પાસા જોડવાની કોશિશ કરી રહ્યા હતા.
છેલ્લા આ પાંચ દિવસની અંદર મિશન આઝાદના કામમાં ઘણા ફેરફારો થઈ ગયા હતા પરંતુ સકીના પાસેથી હજી સુધી નવી કોઈ જાણકારી મળી ન હતી. આથી હવે મિસ્ટર ઐયર અને શોએબ એ મૂંઝવણમાં હતા કે સકીના કોઈ ખતરામાં તો આવી નથી ને ,તેમને તરત જ પોતાના ત્યાં ગોઠવેલા એજન્ટો અને ખાસ તો ડોક્ટરને પણ તાકીદ કરી દીધા હતા કારણકે ડોક્ટર જ એક એવી કડી હતા જે સરળતાથી અબુ ખાવેદના ઘરમાં જઈ શકતા હતા અને સકીના સાથે પણ વાત કરી શકતા હતા.
26 જાન્યુઆરીને હવે વધુ સમય બચ્યો ન હતો પરંતુ બ્રાઝિલથી આવનારા ગેસ્ટ અને તેમની સિક્યોરિટીની બ્લુપ્રિન્ટ અત્યારથી ગુપ્ત રાખવામાં આવી હતી. જેનું મુખ્ય કારણ એ જ હતું કે કોણ જાણે અહીંનો કોણ માણસ પાકિસ્તાનની એજન્ટ હોય અને પાકિસ્તાનને આપણી ખબર આપતો હોય, પરંતુ પાકિસ્તાનની ધમકી , બોર્ડર ઉપર થતી ફાયરિંગ અને અબુ ખાવેદના ઘરમાં ચાલતી પ્લેનિંગ આ ત્રણેય બાબતો તદન જુદી હતી આ ઉપરથી તેઓ શું કરવા ઈચ્છી રહ્યા છે તે જાણી શકાતું ન હતું આથી હવે મૂંઝવણ વધતી જતી હતી વળી પેશાવરમાં જે કંઈ પણ યુદ્ધની તૈયારીઓ ચાલતી હતી તે ઉપરથી તો તેઓ ફરી કાબુલ ઉપર હુમલો કરવા વિચારી રહ્યા છે તેવું લાગતું હતું પરંતુ માત્ર આશંકાઓ પર કોઈપણ જાતના નિર્ણય લેવા તે યોગ્ય ન હતા.
હજી તો આ બધા મશલા ચાલી જ રહ્યા હતા કે ત્યાં જ સાઉદી ના એક એજન્ટ પાસેથી એવી ખબર આવી કે બ્રિગેડિયર જમાલભાઈ ( સપના ના વાલિદ / પિતા ) અને મુખ્ય પ્રધાન અહેમદ ના સેક્રેટરી કુરેશી સાઉદીમાં, અહીંના મોટા રિફાઇનરી ના બિઝનેસમેન સાથે મીટીંગ કરવા આવી રહ્યા છે. જોકે કોઈ દેશને લાગતી ડીલ હોત તો મુખ્ય પ્રધાન પોતે આવી શકતા હતા વળી તેમાં બ્રિગેડિયર જમાલભાઈ નો શું કામ હોઈ શકે તે સમજાતું ન હતું. જોકે રિફાઇનરી ને લાગતી એવી કોઈ ડીલ થશે તેવું દેખાતું ન હતું. આથી આ મિટિંગનું કારણ શું હોઈ શકે તેની તપાસ કરવી જરૂરી હતી.
કદાચ આ મિટિંગમાં ફંડને લાગતી કોઈ સમસ્યા ઉકેલવા થઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું આથી હવે ડોક્ટર દ્વારા સકીનાને પણ જાણ કરી એલર્ટ કરવાનું કહી દીધું કારણકે આ સમય દરમિયાન અબુ ખાવેદ અને ઈબ્રાહીમ ઉપર નજર રાખવી ખૂબ જ જરૂરી હતી કારણ કે એ બંને માંથી પણ કોઈ કદાચ આ મીટીંગ માટે સાઉદી આવી શકે તેવું લાગી રહ્યું હતું. શોએબ મીટીંગ ની તપાસ કરવા માટે સાઉદી જવા નીકળે છે કારણ કે તે એકમાત્ર પેશાવર બોર્ડર ઉપર અને કંહાર બોર્ડર ઉપર દુશ્મનોની અવરજવર અને તેના કેપ્ટનો ને જાણતો હતો.
આ બાજુ સાઉદીના એજન્ટને પણ મિસ્ટર ઐયર તમામ તાકીદ રાખવા માટે જણાવી દે છે આ મિટિંગ જો ફંડને રિલેટેડ જ હોય તો તે ખૂબ જ અગત્યની સાબિત થવાની હતી કારણ કે જો ફંડ જ પાકિસ્તાનને નહીં મળે તો કદાચ તેમના મનસુબાઓ પુરા ન થાય આથી તમામ પ્રકારની હાઈલાઈટ કરી દેવામાં આવી હતી આ બધું એટલું બધું ગુપ્ત ચાલી રહ્યું હતું કે વધુને વધુ શંકાઓ ગાઢ થઈ રહી હતી. વળી આ બધા પાછળ કોણ છે તે પણ કદાચ આ મીટીંગ પરથી ખબર પડી જાય આથી આ મીટીંગ દેશ માટે અને દેશ ની બહાર રહેતા તમામ જાસૂસો માટે અગત્યની સાબિત થવાની હતી.
બધું પ્લાનિંગ પ્રમાણે કામ ચાલી રહ્યું હતું પરંતુ હજી સુધી સકીના પાસેથી કોઈ પોઝિટિવ રીપ્લાય આવ્યો ન હતો. શું તે આ મિટિંગના મિશનમાં સાથ આપી રહી છે કે નહીં તે નક્કી ન હતું. શું સકીના કોઈ મુશ્કેલીમાં છે ખરી અને જો હા તો તેને કઈ રીતે બચાવવી અને ત્યાંથી બહાર કાઢવી તે અત્યારે અઘરો મુદ્દો થવાનો હતો.