શોએબ અને તેના સૈનિકો બાવીસ માં દિવસે ઘરે પરત આવ્યા હતા. આર્મી નિયમ અને પ્રોસિઝર મુજબ સૌ પ્રથમ બધાના સ્વાસ્થ્ય રિપોર્ટ કરવામાં આવ્યા, ત્યારબાદ વારાફરતી દરેક ને ઇન્ટ્રોગેટ કરવામાં આવ્યા, આ એક નેશનલ પ્રોસીઝર હતી , કારણ કે આ સૈનિકો નું હેલિકોપ્ટર દુશ્મનના હાથે ક્રેશ થયું હતું અને ત્યાર બાદ માત્ર બે વખત શોએબ સાથે કોન્ટેક્ટ થયો હતો પછી આ સૈનિકો ક્યાં હતા, શું થયું તેમની સાથે તે જાણી તેમની યોગ્ય તપાસ જરૂરી હતી.
આ રિપોર્ટ અને તપાસ માં ઘણો સમય પસાર થઈ ગયો હતો. મિસ્ટર ઐયર હવે શોએબ સાથે ચર્ચા કરવા ઉતાવળા થઈ રહ્યા હતા.કારણ કે ત્યાં બોર્ડર પાર પેહલી બાજુ સકીના અને બીજા ઇન્ટેલિજન્સ ની જાન ખતરા માં હતી. કદાચ શોએબ એવું કંઈ જાણતો હોય જેથી તેમને દુશ્મનના ઈરાદાઓ ની ખબર પડે કારણ કે છેલ્લા બે વખત થી સકીના સાથે કોઈ કોન્ટેક્ટ થયો ન હતો. બસ મિસ્ટર ઐયર ને એટલી જ ખબર હતી કે ત્યાં નરગીસ ની મૌત ની તપાસ ચાલુ છે અને શક સકીના ઉપર આવી શકે છે, પણ શોએબ અને તેની ટીમ હજી ડ્યુટી ઉપર ન હતી.
આ ઘટનાઓ એટલી ઝડપથી બની ગઈ કે કોઈ બેક અપ ન હતો. ન્યુઝ અને છાપાઓ માં સૈનિકો ની ઘર વાપસી ની જિકર પુર જોશમાં આવી રહી હતી. જ્યાં આટલી બધી તકેદારી અને છાન વિન કરવા છતાં આ સૈનિકો કઈ રીતે બોર્ડર પાર કરી ગયા તે કોઈ ને સમજાતું ન હતું. બ્રિગેડિયર, જનરલ અને કર્નલ એક બીજા ઉપર દોષા રોપણ કરી રહ્યા હતા. નેતા પોતાની સત્તા માટે ચિંતિત હતા પણ સામે બેઠેલા અબુ સાહેબ શાંત હતા, જાણે આ તેમની ઈચ્છા મુજબ થઈ રહ્યું હોય તે પ્રતીત થતું હતું,
દુશ્મન દેશ માટે અત્યારે એ પરિસ્થિતિ હતી કે કાબુલ ફતેહ ના સપના ઓ તો ચકચૂર થઈ ગયા હતા પણ આ સાથે આ સૈનિકો ને પકડી હિન્દુસ્તાન સાથે જે વાટાઘાટ અને સમજોતા દરમિયાન પ્રધાન એહમદ ના દિલ્લી ની બેઠક માં ચા પીવાના સપના ઓ પણ ચકચૂર થતાં દેખાઈ રહ્યા હતા. વળી હિન્દુસ્તાન માં રહેલા પોતાના ઇન્ટેલિજન્સ જે કામ કરી રહ્યા હતા તે પણ હવે સાવ પાયા વિહોણા લાગી રહ્યા હતા. વળી હવે ઇન્ટેલિજન્સ નું કેહવુ એમ હતું કે હજી કોઈ હિન્દુસ્તાની જાસૂસ છે જે પાક્કી જાણકારી અહી પાસ કરી રહ્યું છે જેથી તમામ ઈરાદાઓ નિષ્ફળ જાય છે.
મીટીંગ માં કોઈ નિષ્કર્ષ નીકળ્યો નહિ, અબુ સાહેબ અને કર્નલ ઇબ્રાહિમ મીટીંગ માંથી બહાર આવી , સપના ના અબુ જે દરોડા બોર્ડર ઉપર ડ્યુટી ઉપર હતા તેમની સાથે બહાર નીકળ્યા , મીટીંગ માં જે થયું તે.... પણ તેમના મનસૂબાઓ સો ટકા પૂરા થઈ રહ્યા હતા. તેમના ચેહરા ઉપર સંતોષ હતો , હવે બસ એક આખરી દાવ રમવા નો બાકી હતો , જે ખૂબ મહત્વનો હતો તેમની માટે , એ દિવસ ની તેઓ ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હતા. આ મનસૂબા ઓ એવા હતા જે માં જિહાદ હતો કાશ્મીર માટે , ત્યાં ના લોકો માટે પણ ત્યાં સુધી શું થશે મુલ્ક નું ...?? મુલ્ક ની આમ પ્રજા નું ....?? એની સાથે આ સ્વાર્થી લોકો ને કોઈ મતલબ ન હતો.
બે દિવસ પછી....
રો ઓફિસ માં ઇન્ટ્રોગેટ પત્યા પછી ના બે દિવસ પછી શોએબ ક્લીન ચીટ થઈ ને મિસ્ટર ઐયર સાથે ચા પીવા બેઠો હતો. શોએબ એક આર્મી ઓફિસર હતો. બોર્ડર ઉપર લડી ને બહાદુરી દેખાડી દુશ્મનને ખાક માં મેળવવાના ઈરાદાઓ ધરાવતો હતો , પણ આ સાથે તે અગાઉ બારામુલ્લા, કારગીલ અને ઇસ્ટ પાકિસ્તાન માં સતત બાર દિવસ છૂપી રીતે જાસૂસી કરી જાણકારી કાઢવામાં સફળ રહ્યો હતો.
સતત અગિયાર મિશન તેણે બોર્ડર ઉપર સફળ ઉતર્યા હતા આથી જ તેને કબીલા ના લોકો સાથે રહી દુશ્મનની છાવણી માં ઘુસી તેમની હરકતો અને યુદ્ધ નીતિ વિશે જાણકારી કાઢવામાં કોઈ તકલીફ પડી ન હતી. અને હવે જ્યારે તે મિશન આઝાદ માટે તે મિસ્ટર ઐયર ને સાઠ આપવા અને તેમની સાથે કામ કરવા સિલેક્ટ થયો હતો ત્યારે તેની માથે માત્ર બોર્ડર ની જ નહીં પણ દેશ ની આમ જનતા ની સુરક્ષા ની પણ જવાબદારી હતી.