સકીના પોતાના સાથી અને બોસ પાસે થી ઠપકો મળ્યા પછી ઘરે પરત આવી, પેહલી વખત તેને આ રીતે ઠપકો મળ્યો હતો તેણે આ જ સુધી કોઈ ગફલત કરી ન હતી, તેના દરેક નિર્ણયો અત્યાર સુધી યોગ્ય નિશાને જ લાગ્યા હતા, અને આ વખતે પણ તે ને પોતાનો કોઈ કદમ ગલત લાગતો ન હતો , કારણ કે અમર અને સપના ની શાદી એક રાજનૈતિક સંબંધ હતો, અને સપના પણ એક બ્રિગેડિયર ની દીકરી હતી , જે બ્રિગેડિયર અત્યારે દૌરોડા બોર્ડર ઉપર તેહનાત હતા.
સકીના હવે ઘણી પ્રેશર માં હતી. કારણ કે તેને ઝડપથી કોઈ ઉપયોગી અને મહત્વની જાણકરી પાસ કરવાની હતી, નહી તો આ મિશન તેને અહીં જ નિષ્ફળ સમજવાનું હતું. જે મદદ અત્યારે મળી રહી હતી તે પણ ઘણી મુશ્કેલી થી મળતી હતી, તે સકીના જાણતી હતી. આથી જો આ મિશન નિષ્ફળ
ગયું તો સકીના ને મળતી બધી મદદ બંધ થઈ જશે અને તે પછી તે જે કંઈ થાય તેની તે ખુદ જિમ્મેદાર હશે.
અફઘાન સાથે ની હાર ને કારણે પાકિસ્તાન ઘણું ઉશ્કેરાયેલું હતું, અને તે હવે ભારત માટે પણ ખતરનાક ઈરાદાઓ ધરાવતું હતું. પોતાના એક બ્રિગેડિયર ની મૌત પાકિસ્તાન થી સહન થાય તેમ ન હતી અને આ માટે ભારત જ જિમ્મેદાર હતું એમ પાકિસ્તાન ને લાગતું હતું પરંતુ આ બધા મશલા દેખીતી રીતે ઇન્ટર નેશનલ એક્સપર્ટ ના મત હતા.
સકીના અબુ સાહેબ ના ઇરાદા અને હરકતો ઉપરથી એ જાણી ગઈ હતી કે તે માત્ર પોતાના જ દેશ વિરૂદ્ધ કોઈ મિશન તૈયાર નથી કરી રહ્યાં પરંતુ પોતાના અંગત ઈરાદાઓ કે મહત્વાકાંક્ષા માટે તે પોતાના દેશ માં પણ ભાગલા પાડી લોકો ની જાન ને ખતરામાં નાખી રહ્યા છે , પણ શું તે સકીના પણ જાણતી ન હતી અને આ બધું તપાસ કરવા માટે ઘણો સમય લાગતો હતો સકીના આ બધા વિચારોમાં ઘરે પરત ફરે છે પરંતુ ઘરના આગળના જ ભાગમાં અમર તેને રોકી લે છે
સકીના અને અમર આમ જાહેરમાં ક્યારેય વાતો કરતા ન હતા.આથી સકીનાને અમર એ કેમ રોકેલી છે તે માટે સકીના ને પણ જરા આશ્ચર્ય થયું ઘરમાં આજે તપાસ માટે લોકલ પોલીસ આવેલી હતી જે નરગીસ ની મોતની સૌ કોઈ પાસેથી જાણકારી મેળવી રહી હતી અને બધાની પૂછતાજ કરી રહી હતિ આ માટે બેગમ સાહેબા ને પણ હોલમાં લાવવામાં આવ્યા હતા સકીના ઘડી ભેર માટે તો બેગ સાહેબા ને તાકી રહી કારણ કે તે નરગીસના મોતનું કારણ અને ખૂની એમ બને ને જાણતા હતા પણ આ પેરાલાઇસિસ ની અસર ને કારણે ન તે બોલી શકતા હતા કે ન કોઈ હલચલ કરી શકતા હતા, આથી સકીના ને તેની ચિંતા ન હતી પણ રહીમ કાકા ની તપાસ પુર જોશમાં ચાલી રહી હતી આથી સકીના માટે બધી બાજુ થી જોખમ વધતું હતું.
પોલીસ ની તપાસ કઈ ખાસ ચાલી નહિ પણ રહીમ કાકા ને બેગમ સાહેબા ના હાવભાવ માં કોઈ શંકા થઈ આવી હતી આથી તે એમ હાથ મૂકે તેમ ન હતા પણ બેગમ સાહેબા કશું બોલી શકવાની તૈયારી માં ન હતા આથી સકીના હાશકારો અનુભવી બેગમ સાહેબા ને લઇ રૂમમાં આગળ વધી પણ તેને અમર એ ફરી રોકી,
સકીના બધું ઠીક છે ને ..??
હા જી બિલકુલ
નહિ , તું ઘણી ચિંતા માં હોઈ તેવુ લાગી રહ્યુ છે
હા બસ બેગમ સાહેબા ની તબિયત ને અને તેમના રિપોર્ટ ને લઇ ને ચિંતા માં છું, આ તબિયત માં નરગીસ ની મૌત નો સદમો છે શું તેમને આ પૂછતાછ થી દુર ન રાખી શકાય ? ? જ્યાં સુધી તે જવાબ આપવા સ્થિર ન થાય ?
પણ સકીના બેગમ સાહેબા કઈક જાણતા હોઈ શકે , કદાચ તે જાણતા હોય નરગીસ સાથે તે રાત્રે શું થયું ? પણ સદમા ને કારણે તે બોલી શકતા નથી. જોકે તું પણ ઘરે જ હતી ને તે રાત્રે ? તને કઈ એવું લાગ્યું ? તે કેમ ઘરની બહાર ગઈ ??
સકીના અમર ની પૂછતાછ થી આવક થઈ જાય છે શું કેહવુ ?શું શંકા નો કાટો તેની ઉપર આવી ગયો હતો ??