The mind is awake, the world is a trap in Gujarati Philosophy by Hemant pandya books and stories PDF | જાગરે મન જાગ સંસાર માયા જાળ છે

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

જાગરે મન જાગ સંસાર માયા જાળ છે

કેટલી આંધળી બની આ દુનિયા ભગવંત
કંઈ જોઈ સમજી નથી શક્તિ, કેવી રીતે સમય વેડફે, જન્મારો જાય પાણી ના વહેણ ની જેમ, ન જાણે કઈ ક્ષણ છેલ્લી હશે કયો શ્વાસ આખરી,
જાગ રે માનવી ચેતી જા , કાળ માથે ફરે તારે, તારા આત્માને ઝગાડ, શું ગાડપણ માં સમય વેડફે? સમય ગયા પછી પછતાવાનો સમય પણ નહીં મળે.
કેમ બેચારો બનવા પર તુલ્યો હે મહા મુલા માનવી, કા કોડીનો બને? મન પંખીડા કયા ભમી આયો દેશ? આ સંસાર માયા ઝાળ છે.
કાળે કર્યું સમ્મોહન ના તું તારા વસમાં, કાળે તને કોળીયા બનાવવા મતી ભ્રષ્ટ કરી...જાગ નીંદર માંથી, તયજી દે તું નીંદરડી નો
જાણો છોને ???
મતલબી સંસાર, મતલબી સબ લોગ, મતલબનો વહેવાર, મતલબથી સહું પોતાના ,મતલબ પુરો થયે તુ કોણ , હું કોણ??
તો પછી કેમ જીવ સંસારમાં? કે પછી કેમ તું પણ બને મતલબી? જેવા સાથે તેવા???
ફર્ક શું રહેશે તુજમાં અને મુજબા જો હોય સામ સામે બરાબર એક??
જાણ્યું છે તો જાગી જા... મતલબી સંસાર નથી, આતો સંસાર માયાજાળ છે, જેટલો ઉતરીશ ઉંડો ડુબીશ એટલો, માટે જાગીજા જીવડા...આ સંસાર માયા જાળ છે, ખોળિયું રાખ કર્તવ્ય થકી સંસારમાં, પણ આત્મા ને કમળ ની માફક રાખ ઉપર, તેરા કુછ નાહી યહા, આતો સંસાર માયા ઝાળ છે..
આવોને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીએ હોજી, મુળસંત‌ હોય ત્યા જઈ ભળીએ હોજી,
ગુરૂની ગતીનો નહીં પાર, નુગરા જાણે શું સંસાર , બાર જુગની સતી તોરલ ગાય ,
કે અનુભવી મળ્યો છે અવતાર, જાવું હરીને દરબાર , બેડી મારી ઉતારો ભવ પાર ,
આવોને જેસલ રાય આપણ.....
જબરી છે માનવ જાત અને જબરો છે જીવ બધાનો ભગવંત, જયા ચોટે ત્યાથી ઉખડતો નથી, રામ રામ🙏🙏ભલે નૈયા ભવપાર થાય કે ડુબી જાય..
સદગુરૂ કેટ કેટ લું સમજાવે તો પણ કંઈ અસર ન થાય.. નીયતી એ શું નક્કી કર્યું રામ જાણે... કોનું શું થાશે
મોહને લાલચ ને કામનાને લત ને પ્રેમ નામ ન આપ મનવા, તે માત્ર ને માત્ર તારો સ્વાર્થ છે,
પ્રેમ તો દરેક ને ઈશ્વરીય રૂપ ગણી સમભાવ જગાવી અમી ભરેલી નજરે બધાને દીઠવા કે નીરખવા તે છે,
મતી ભ્રષ્ટ લોકો ને વીકારોને આધીન મોહપાસમાં જકડાયેલા ક્રોધ લાલચ લોભ અભીમાન ભય ધૃણા અહંકાર અભીમાન થી ભરેલા પ્રત્યે પણ દયા આવવી , એમને સદ બુદ્ધિ મળે તેવા ઉદગાર નીકળે , પીડીત લાચાર બીમાર ભુખ્યા દરિદ્ર પણ દયા જાગે તે છે શુદ્ધ પ્રેમ..
બાકી સ્વાર્થ ની સગાઈ... કર મનમાની બાંધ કર્મના ભારા તું તારી મરજીનો‌ માલીક છે, પણ સદગુણો નું નામ ન ચલાવ..
પ્રેમ પ્રેમ સબ કરે પર પ્રેમ ન જાને કોઈ,
જો હોય રીદય મે પ્રેમ તો કીસીસે બેર કહાસે હોય?
રહીમન ધાગા પ્રેમકા ,મતતોડો છટકાય, તુટે શે ફીર ના ઝુંડે,ઝુડે ગાંઠ પડ જાય, મેરા મુજમે કછુ નાહી, જો હે વો તેરા હોય, તેરા તુઝકો અરપન , મેરા કછુ ન રહ જાય,

માણસના પગમાંજ નહીં દિમાગમાં પણ ચક્ર ફરે કાળનું, પવન ફરે તેમ માણસનો વીચાર બદલે અને પછી વર્તન, આમ કરૂ તો સારૂ તેમ કરૂં તો સારૂં, કાળ કંઈ સમું સુજવા ન દે સ્વાર્થ જગાડી ખુદના વીચાર સ્વાર્થ માટે જ વીચાર્યા કરાવે,
ન જાણે ખુદ કરે વો નાહી,બસ હરી કરે સો હોય,
હાથમાં લીધેલ અન્નનો કોળીયો મુખ સુધી પહોચવા લીધો હોય પણ, ઘણીવાર મુખને નહીં પણ નીચે પડી કીડીને કણ આપી જાય છે,
તો પછી ઘમ પછાડા કેમ? ધાર્યું ન થાય તો દુખના દાળીયા કેમ?? કોના માટે ભેગું કરે ભાઈ..ખુદ માટે પરીવાર માટે?

ગુરૂના ગુણનો નઈ પાર નુગરા જાણે શું સંસાર..
હંસલો ચાલ્યો જવાનો એકલોરે..
ક્યાં હરીને દરબાર..
હંસ આત્મા શરીર છોડી ને વયો જશે...
પંચ તત્વ નું શરીર અહીં પાંચ તત્વોમાં ભળી જશે,
પણ ...? તારા કર્મ તારો પીછો નહીં છોડે, કારક ફળ તને મરવા નહીં પણ તરવા પણ નહીં દે, એ કારક ફળનો ભાર ભુતયોની માં ભટકાવશે, કોઈ છોડાવશે તો વાહ ભલા નહીતર દેખીલા દાખલા હાલના, કેટલા ભુતબની ભટકે, કોઈ દેવ ઓડું બની બેસવા માંગે, કોઈ તરવા ઘમપછાડા કરે પોતાનાનેજ પરેશાન કરે...

બાકી મારૂ મારૂ કરીને મરી જાય મનવા...પછી ભૂતળમાં ભટકાય..
દેખાય બધું ધૂંધળું ન આવે કંઈ હાથ..
મન મરે માયા મરે મર મર જાય શરીર , આશા તૃષ્ણા ના મરે..કહ ગયે દાસ કબીર..
આમ તો માયા થોડી મરે..
કર્મ ફળ ભોગવવા .. ભૂતકાળ બનીને રહેવું પડે...
આમ બેડો પાર થાય???
માટે કહ્યું..્
ગુરૂ ના ગુણનો નહીં પાર..બેડલી ઉતારે ભવ પાર..

કોઈએ લખ્યું છે,
હરી તું ગાડું મારૂં કયા લઈ જાય...કાંય ન જાણું...
આગળ લખ્યું છે...
ધરમ કરમના બાંધી બળધીયા ગાડું તું કયા લઈ જાય.?.. કાંય ન જાણું..
કોણ સવાર છે ગાડા પર??? આત્મા..
ગાડુ કોણ છે કે શું છે?? શરીર તમારૂ..
હવે....?? હરી કયા લઈ જશે??
ધરમ કરમ કરાવી તે તો હરી જાણે...
કારણ શું કરવા ધારો શું થઈ જાય...ખર

પ્રાથના કરો ઈશ્વર ને સારા સદકાર્ય ના નીમીત બનાવે.. ગાડું સીધું માર્ગે ચલાવે...જે સીધો હરીના ધામ, અમરાપુર લઈ જાય..મારગ ન દેખ્યો કોઈએ કયા થી હરીને ધામ જવાય.. માટે જાતે ન ધારો મન માન્યું ના કરો, સદગુરૂ ની શરણે જાઓ,
હંસલો ચાલ્યો જવાનો એકલો રે...
આગળ ની કડી..
સદગુરૂ મારગતો બતલાવસે રે....
સદ કર્મ શું? કર્મની ફાસ ભાગવી..ખુદનો વીચાર છોડી અન્યના સારા માટે જ વિચારવું અને ખુદને નીમીત માત્ર ગણી કાર્ય કરવા.. કર્તા હર્તા તું ઈશ્વર મને તે મોકો આપ્યો કોઈની આંતરડી ઠારવાનો‌ ,અહોભાગ મારા..બસ આજ વીચાર..

કર બાપલા.. કર્મ થકી કર ભેગું, પછી ભોગવવા જીવતે જીવતો ઠીક મૃત્યુ બાદ પણ તારો આત્મા અહીજ રહેશે, કારણ તારા કર્મ ફળ પર બીજાનો અધીકાર ન હોય ને, તારી મરજી મુજબ પરીવારે પણ વાપરવું જોઈએને? એ એરીતે વાપરે છે કે નહીં તે તું ખબર નહીં રાખે??
નેકી કર દરીયામે ડાલ નહીં, પણ કર્મ કરી તું ઉંડી ખાઈ કે દરિયામાં નાખ તરીને આડા આવશેજ વીરલા, તારે જોઈએ તો પણ ના જોઈએ તો પણ,
માટે બાર બીજનો ઘણી નેજાવાળો રામદેવ પીર કહે..
કર્મ કરશોતો હરજી ધરમ જાશો હારી...
હેજી તમે કર્મની ફાસને ભાગો,

ડબલ પાપના ભાગી કેમ બનાય?
એક સૌભાગ્યવતી સતી નારી ચારિત્ર્યવાન ગુણવાન સ્ત્રી જયારે તમારી અર્ધાંગિની હોય તે સંસારી માણસની આ વાત છે, કે તે તેના પતીને ઈશ્વર માને છે, અને એ બસ તમનેજ દેવ ગણીને પુજે છે, ખરૂને?? ત્યારી તમારી ફરજ શું છે?? માત્ર સંસાર સંભાળવો?? ના આ ભવનું ગાડું સહી દીશામાં ચાલે ,તમે તો તરો પણ તમારી શક્તિ સતી નારી પણ તમારી પાછળ પાછળ ચાલે છે, તે પણ તરે,
માટે આત્માને ઉજાગર કરો , જોગી નથી બાવા નથી પણ સદભાગ્યે તમને સતી નારી મળી માટે સંસારમાં રહીને પણ તરી શકશો.

વીજળી ના ચમકારે મોતીડાં પરોવો પાન બાઈ ..
કયો વીજળીનો ચમકારો, કયું મોતી પરોવવાનું ગંગાસતી પાનબાઈને કહે છે???
બાહર કછું નાહી જોહે સો ભીતર હોઈ,
ઈગલા પિંગલા દો નાડી વચ્ચે સુસુમણા સોવત હોઈ,
શ્વાસો શ્વાસ છે નાડી ચાલે ઓહમ સોહમ સમરત હોઈ, શીવ શક્તિ મીલે જબ સુરતા જાગૃત, સુસુમણા મે મીલન હોવે ચમત્કાર તબ હોઈ, થાય ચમકારો વીજળી નો ઘટનો દ્રાર તબ ખુલ જાય, આત્માને પરોવી દયો એ ચમકારે આત્મારો કલ્યાણ હોય જાય.

મીરા બાઈએ લખેલ
ગોવિંદો પ્રાણ અમારો રે મને જગ લાગે ખારો રે, મને મારો સ્યામજી ભાવે રે દુજું કોઈ નજરે ન આવે રે,
અને લખેલ કે ઓઠુતો કાળો કામળો તારા નામનો જે પર ચડે રંગનો દુજો કોઈ, વરૂ ગોવિંદ વરને, બીજો નર ને વરી શું કરૂ જે કાલે મરી જાય,
આપણા પહેલાં મૃત્યુ ને પોઢે તેતો સૌભાગ્યવતી નર કહેવાય , પણ આપણા મૃત્યુ પછી વીધવા થઈ જીવન વીતાવે. જીવન ભર નો સોંગ ધારણ કરે તે સતી નારી ને તારવી, ખુદ પણ અમર બનવું અને તેને પણ અમર કરવી તે આપણી ફરજ છે,
માટે કહ્યું સંતોએ કે જીવન આપડા માટે નથી...ત્યાગ અને બલિદાન આપો જીવનનું
પૃથ્વી ની ઉત્પત્તિ ના વર્ષ કેટલા? હજુ જીવન આ ધરા પર કેટલા વર્ષો? આપણું જીવન કેટલું?
પછી શરીર છુટશે આત્મા થોડો મરી જશે??? મરી જશે ? આવાતો કેટલીય ગેલેક્સીઓ બ્રહ્માંડમાં, કેટલીય ભાંગે કેટલીય નવી બને,
પણ આ જીવન લખચોરાસીનિ ફેરા સાપસીડીના ખેલ જેવો સાપ કરડ્યો લખચોરાસીમા ગરકાવ , સીડી મળી સત્વને સમજી ધારણ કરવાની ભવપાર ,
પણ જીવ એટલો દુઃખી આત્મા છે. કે થોડી ફ્રીડમ શું મળી, થોડી ખુશી થોડો સાથ જીવન શું મળ્યું સમજી લે માનવ જાત આપણી જાણે ચલ પડી, જીવન માં આપણા જેવું જીવન કોઈનું છેજ નહીં, કેવી મજાની લાઈફ, અને હે અભિમાનમાં ગરકાવ , ઉંચ નીચ જાત ધર્મ અમીર ગરીબ લાઈફ સ્ટાઈલ, નજાણે કેટ કેટલા તમોગુણી વીચારો સવાર થાય અને હે પડતી શરૂ, ઠોકાય ખાઈમાં ઠોકર લાગે ફરી દુઃખ ના દાળીયા હતા તેવાને તેવા, ("ગઢવી કયા ગયાતા ઘરેના ઘરે" ચારણ કવીરાજ નું સ્વમાન કરૂં છું પણ કહેવત છે અમારી બાજુ સકારાત્મક લેજો મોગલ છોરું 🙏🕉️🚩કોઈ વાચનાર ગઢવી હોતો)
પણ આ ચાર દીવસની જીંદગી કેટલો સમય ? આ જીવનનોય ભરોસો નથી કોણ કેટલું જીવસે , માણસ કે કોઈપણ પ્રાણી શ્વાસ ત્યાં લગી જીવીત , શ્વાસ કયારે કેમ નીકળશે ન જાણે કોઈ, અજાણ જીવ વેઠ કરે જીવન જીવવા , સતો ગુણી સત્વને ધારણ કરી દેવીય રૂપ ધરી નિર્વાણ પામે કાયમ અમર થવા,

સ્વાર્થ ની સગાઈ તોડી નિસ્વાર્થ નીર્વીભીમાની બની જગત કલ્યાણ ના કાર્ય માટે એક થી બે ભલા..
જે આવે સાથે વાંધો શું?
ન આવે ન સમજે નુગરા... ચિંતા છોડો..
ચલ અકેલા ચલ અકેલા...તેરા મેલા પીછે છુટા રાહી ચલ અકેલા,
ખુદનું વિચારવાનું છોડી...ખુદને છોડી અન્ય માટે વીચારો... સમભાવે આગળ વધો, પણ કર્તવ્ય ની કેડ ન છોડો. જય ગુરુદેવ