દર વર્ષે 28 એપ્રિલે કામ પર સલામતી અને સ્વસ્થ (The World Day for Safety and Health at Work ) રહેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ સમગ્ર વિશ્વમાં (World ) ઉજવવામાં આવે છે. કામ પર સલામતી અને સ્વસ્થ રહેવાનો દિવસ 2023 ની આ વર્ષની મુખ્ય થીમ છે “A safe and healthy working environment is a fundamental principle and right at work”.અર્થાત કામના સ્થળનું પાયાનું મૂળ ધ્યેય સલામત અને સ્વસ્થ વાતાવરણ પૂરું પડવું એ હોવું જોઈએ.
વ્યવસાયિક અકસ્માતો અને રોગોના નિવારણને પ્રોત્સાહન આપવા અને કાર્યસ્થળ પર આરોગ્ય અને સલામતી સુનિશ્ચિત કરવા અંગે જાગૃતિ લાવવા માટે વિશ્વભરમાં આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોનું એ બાબત પર ધ્યાન દોરવાનો છે. જેથી તંદુરસ્ત કાર્ય પ્રવૃતિને પ્રોત્સાહન મળે અને કામ સંબંધિત મૃત્યુ અને ઇજાઓ ઓછી થાય. આ દિવસ મૃત અને ઇજાગ્રસ્ત કામદારો માટેના આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસને પણ ચિહ્નિત કરે છે.
મોટાભાગના લોકો પોતાના કાર્યસ્થળ પર નોંધપાત્ર સમય વિતાવે છે, તેથી જ ત્યાં તંદુરસ્ત આરોગ્ય ધોરણો જાળવવાનું મહત્વપૂર્ણ બની જાય છે. જેથી કામ પર કોઈપણ પ્રકારની ખોટી ઘટનાઓ ટાળી શકાય. વ્યવસાયિક અકસ્માતો વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે, કામ પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસ મનાવવામાં આવે છે.
આ દિવસને આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા (ILO) દ્વારા વૈશ્વિક સ્તરે વ્યવસાયિક અકસ્માતો અને રોગોને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાહેર કરવામાં આવ્યો હતો. તે મૂળભૂત રીતે જાગરૂકતા વધારવાનું અભિયાન છે જે વ્યવસાયિક સલામતી અને આરોગ્યમાં ઉભરતા પ્રવાહોને પ્રકાશિત કરે છે.
આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોનું એ બાબત પર ધ્યાન દોરવાનો છે જેથી તંદુરસ્ત કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહન મળે અને કામ સંબંધિત મૃત્યુ અને ઇજાઓ ઓછી થાય. આ દિવસ મૃત અને ઇજાગ્રસ્ત કામદારો માટેના આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસને પણ ચિહ્નિત કરે છે જે 1996 થી ટ્રેડ યુનિયન ચળવળ દ્વારા સમગ્ર વિશ્વમાં આયોજિત કરવામાં આવે છે. ILO એક પુસ્તિકા પણ પ્રકાશિત કરી છે અને આ મુદ્દા પર માહિતી પ્રસારિત કરી છે.
કાર્ય પર સલામતી અને આરોગ્ય માટે ૨૦૨૨ ના વર્ષની વિશ્વ દિવસની થીમ હતી: ‘સકારાત્મક સલામતી અને આરોગ્ય સંસ્કૃતિના નિર્માણ માટે સાથે મળીને કાર્ય કરો’. આ થીમ એક મજબૂત સ્વાસ્થ્ય અને સલામતી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કાર્યસ્થળોને પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યાં દરેક વ્યક્તિ સલામત અને સ્વસ્થ કાર્ય વાતાવરણમાં યોગદાન આપી કામ કરી શકે છે.
28 એપ્રિલના રોજ, યુનાઇટેડ નેશન્સ, ILO, સમુદાયો, સરકારી સંસ્થાઓ અને વ્યક્તિઓ જેઓ કાર્યસ્થળ પર વધુ સારા સ્વાસ્થ્યની હિમાયત કરે છે તે સહિતની વિવિધ સંસ્થાઓ કામ પર સલામતી અને આરોગ્ય માટેના વિશ્વ દિવસની આંતરરાષ્ટ્રીય ઝુંબેશને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને એકજૂથ થાય છે.
ILO ના એક તારણ મુજબ,દર વર્ષે વિશ્વમાં લગભગ પાંચ હાજર કામદારો કામના લેધે અથવા કામ દરમયાન મોતના મુખમાં ધકેલાય છે.તો કામના સ્થળે થતા અકસ્માતોને કારણે લગબગ ૨૦ હજાર કામદારો મૃત્યુ પામે છે. સ્લેટ પેન્સિલ બનાવનાર કારીગરો અને પથ્થર તોડનારા કારીગરોમાંથી ઘણા સીલીકોસીસ રોગથી પીડાય છે, બાંધકામ ઉદ્યોગમાં પણ કામના સ્થળે મરનારની ટકાવારી ઘણી છે,તે સાથે બાંધકામ ક્ષેત્રના કારીગરો પીઠ, માંસપેશી,કમર અને સંધના અસહ્ય દુખાવાથી પીડાતા હોય છે.આ જ રીતે જુદા જુદા વ્યવસાય સાથે જોડાયેલ કારીગરોની શારીરિક કે માનસિક તકલીફો જુદી જુદી હોય છે.
૧૯૫૦ માં આંતર રાષ્ટ્રીય મજુર સંગઠન અને વિશ્વ આરોગ્ય સંસ્થાની સંયુક્ત સમિતિએ વ્યવસાયિક સ્વાસ્થ્યની આ મુજબ વ્યાખ્યા આપેલ.કામદારોની શારીરિક,માનસિક અને સામાજિક સુખાકારીનું રક્ષણ, જાળવણી,અને વર્ધન તથા તેમના કાર્યને લીધે થતા રોગો,વિકારો કે જોખમોનું પૂર્વ નિવારણ એટલે વ્યવસાયિક સ્વાસ્થ્ય.પૂર્વ નિવારણલક્ષી તબીબી વિદ્યાનું એક અંગ જેને વ્યવસાયિક આરોગ્ય પણ કહે છે. જેનું મુખ્ય ધ્યેય કામ અને માણસને એકબીજા સાથે અનુકુળ કરી આપવાનું છે. જેમાં પૂર્વ નિવારણ ચિકિત્સાવિદ્યાના લક્ષણો જેવા કે – આરોગ્ય વર્ધન, રોગ સામે રક્ષણ, વહેલું નિદાન અને સારવાર, અપંગતામાં ઘટાડો અને પુનર્વાસ તેમજ વસ્તીરોગ વિદ્યા, અંક શાસ્ત્ર આરોગ્ય લક્ષી વિવ્રીત્ન તથા આરોગ્ય શિક્ષણ જેવા બધા જ પાસાનો સમાવેશ થાય છે. વ્યવસાયિક સ્વાસ્થ્ય સેવા ના ભાગ રૂપે શ્રમ વિધાન વિદ્યા ની એક શાખાવિકસી છે,જે માનવ એટલે કે કામદાર,યંત્ર અને સ્થળની પરિસ્થિતિ એકબીજા સાથે સુમેળ સર્જી, શ્રેષ્ઠ પ્રકારની કાર્ય ક્ષમતાનું સર્જન કરવાનું છે.
આજના દિવસે તમામ કામદારોનું તેમના કામના સ્થળે શારીરિક,માનસિક,સમાજિક આરોગ્ય જળવાઈ રહે તેવી શુભકામનાઓ.