જો સમુદ્રના રસ્તે પુરી ધરતીની સફર કરવા મળે તો..! છે ને રોમાંચક વાક્ય પણ આમાં અમુક નિયમો બાંધ્ય હોઈ તો..! જી હા, હું આવી જ એક વાત કરવા જઈ રહ્યો છું જેનું નામ છે "golden globe race" (ગોલ્ડન ગ્લોબ રેસ). આ રેસ 1968માં ચાલુ થઈ હતી. આ રેસના થોડાક નિયમ જોઈએ તો...
👉 રેસમાં એન્ટ્રી માત્ર આમંત્રિતથી જ મળશે. કોઈપણ સ્પર્ધક પોતાની મરજીથી રેસનો ભાગ નહિ બને.
👉 સ્પર્ધક ની ઉંમર અઢાર વર્ષથી ઉપરની હોવી જોઈએ.
👉 સ્પર્ધકને સેલિંગ નો જૂનો અનુભવ હોવો જોઈએ.
👉 જો કોઈ સ્પર્ધક ક્યાંય પણ એકવાર રોકાશે અથવા તો એ જીપીએસને બંધ કરવાની કોશિશ કરશે તો ગોલ્ડન ગ્લોબ સ્પર્ધા નો હિસ્સો નહિ રહે. તેનો સમાવેશ ચેસ્ટર કેટેગરીમાં થશે. અને જો એ બેવાર સ્ટોપ કરશે તો તે પૂર્ણ રીતે સ્પર્ધા માંથી બહાર નીકળી જશે.
👉 જીપીએસ ટેકનોલોજી અને બીજા ટ્રેકિંગ ડિવાઇસ ને પુરી રીતે સિલ કરવામાં આવશે. અને જો તેની જોડે છેડછાડ કરી તો સ્પર્ધા માંથી બહાર ગણાશે. બહાર ની દુનિયા સાથે સંપર્ક સાધવા માટે સેટેલાઇટ ફોન નો ઉપયોગ કરી શકાશે તેમ જ મેસેજની પણ એક લિમિટ નક્કી કરવામાં આવશે.
👉કોઈપણ સ્પર્ધક એકબીજાના લોકેશન ની જાણકારી મેળવી શકશે નહીં. એટલે કે તમારે માત્ર ચાલતું જ રહેવાનું છે. તમારી આગળ કોણ છે અને તમારી પાછળ કોણ છે એની જાણકારી તમે મેળવી શકશો નહિ.
👉 આ સ્પર્ધામાં તમે બીજી નાવ પર જઈ શકશો નહિ.
👉 તમે એક જ તમારી નાવ પર હશો.
એટલે કે તમારે પુરી સ્પર્ધા એકલા હાથે નિયત ઉપકરણો અને નિયત નિયમોને આધીન પૂર્ણ કરવાની રહેશે. તમારી નાવ ની સાઈઝ, હાઈટ, તમારું ખાવાનું બધું જ નક્કી કરેલું હશે. તો તમને વિચાર આવશે કે આવી સફર કોણે પુરી કરી...? હા એક માણસ છે જેને આ સફર પૂર્ણ કરી છે બધી જ શરતો નું પાલન કરી ને અને ક્યાંય પણ અટક્યા વગર.
બ્રિટનના ROBIN KNOW- JOHNTON નામના વ્યક્તિએ 1968 ની પહેલી રેસ પૂર્ણ કરી હતી તેને રેસ પૂર્ણ કરવામાં 312 દિવસ જેટલો સમય લાગ્યો હતો. પહેલી રેસમાં નવ જેટલા સ્પર્ધકો હતા જેમાંથી સાત સ્પર્ધકો પાછા ફર્યા હતા . રોબિન અને ડોનલ્ડ નામના બે જ વ્યક્તિ વધ્યા હતા. ડોનલ્ડ રેડિયોમાં પોતાનું ખોટું લોકેશન સતત બતાવ્યા કરતો હતો. એ માણસ અનેક જગ્યા પર રોકાયો પણ હતો. અંતે તેને પોતાની ડાયરીના છેલ્લા પન્નામાં લખ્યું હતું કે " આ રમત ને હવે વધુ લાંબી નથી ખેંચવી. બસ આ જ ઈશ્વર ની મરજી હશે." પોતાની નાવ છોડી. એકલતાથી તૂટી ને એને આત્મહત્યા કરી હતી. આજ સુધી એની લાશનો કોઈ પત્તો લાગ્યો નથી.
અને મહત્વની વાત તો કહેતા ભૂલી ગયો કે રોબિન જે નાવ પર સવાલ થયો હતો એ ભારત ની નાવ હતી અને તેનું નામ હતું suhaili (સુહેલી). આ રેસ સન્ડે ટાઇમસે યોજી હતી એ સમયે જે ઓછા સમયમાં રેસ જીતે તેને 5000 બ્રિટન પાઉન્ડ નું ઇનામ જાહેર થયું હતું.
આ રેસના બરોબર 50 વર્ષે ફરીવાર આ રેસનું આયોજન કરવામાં આવ્યું અને જુદાજુદા 13 દેશોના 18 સ્પર્ધકો ને આમંત્રિત કરવામાં આવ્યા જેમાં ભારતના નેવી કમાન્ડર અભિલાસ ટોમી નો પણ સમાવેશ થયો હતો. 82 દિવસમાં અભિલાસ ટોપ 3 પર હતા અને 21 સપ્ટેમ્બર 2018ના દિવસે દક્ષિણ હિન્દ મહાસાગરમાં એક જોરદાર તોફાન આવ્યું. લગભગ 130 થી 120 ની સ્પીડ પર પવન ફૂંકાઈ રહ્યો હતો અને દરિયાના મોજા પણ 50-50 ફૂટ ઊંચા ઉછડી રહ્યા હતા. અભિલાસ ટાવર ની લગભગ 9 મીટર ઊંચે થી નીચે ફેંકાયા. અનેક પ્રયાસ કર્યા પણ તોફાન સામે ટકી ન શક્યા અંતે તેને ડિવાઇસ પર મેસેજ છોડ્યો." Rolled. Dismasted. Severe back injury. Cannot get up."
બે રાત અને બે દિવસ સુધી અભિલાસ ટોમી જખમી હાલતમાં દરિયામાં પડ્યા રહ્યા અંતે ઓસ્ટ્રેલિયા અને ભારતીની નેવી એ રેસ્ક્યુ કરી વિશાખપટ્ટનમ લઈ આવ્યા ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ માણસ હવે કેટલું જીવે એ નક્કી થાય એમ નથી. શરીરમાં ટાઈટેનિયમ ના હાડકા લગાવ્યા. જે માણસ ને સતત ને મહિનાઓ સુધી આરામ ની જરૂર હોય એ માણસ માત્ર બે જ મહિનામાં પોતાની ઓફિસમાં કામ કરવા લાગ્યો હતો...
એ અધૂરી રેસ ને પૂર્ણ કરવા એમ કહો કે પોતાના નામનો ઇતિહાસ રચવા આતુર બનેલા અભિલાસ ટોમીને ફરીવાર ગોલ્ડન ગ્લોબ રેસ નું આમંત્રણ આવ્યું. 4 સપ્ટેમ્બર 2022માં પોતાની દાવેદારી નોંધાવી બાયનાર્ડ નામ ની નાવ સાથે.
અત્યારે 18 સ્પર્ધકો માંથી માત્ર 3 સ્પર્ધકો જ રહ્યા છે. સાઉથ આફ્રિકા ની કસ્ટન, ભારતના અભિલાસ ટોમી અને તાપિયો લેથનેન. જો કે લેથનેન એકવાર અટકી ચુક્યા હતા એટલે તે ગોલ્ડન ગ્લોબ રેસ માંથી બહાર છે થઈ તે ચેસ્ટર કેટેગરીમાં આવી ગયા છે.
જે માણસનું પૂરું શરીર તૂટી ગયું હોય ખાસ તેમની પીઠનો ભાગ. તે માણસ ફરી એ જ રેસમાં ટોપ 3 માં આગળ વધી રહ્યો છે. લગભગ 28 એપ્રિલ કે 29 એપ્રિલના દિવસે રેસ પૂર્ણ થશે અને નવા વિજેતા નું નામ સુવર્ણ અક્ષરે લખાશે.
હું અભિલાસ ટોમીના હોસલાને સલામ કરું છું. તે પોતાનું નામ ઇતિહાસમાં અંકિત કરી પુરા ભારત દેશનું ગૌરવ વધારે એવી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને તેમની અંદર રહેલો જોસ, નીડરતા અને સાહસવૃત્તિ બરકરાર રહે. અંતે ભારતની નેવી માં જે એક વાક્ય કહેવામાં આવે એ કહું તો.
"મુશ્કેલ પરિસ્થિતિમાં માણસ જખ્મો કે દર્દથી મરતો નથી. માણસ નો અંત ત્યારે આવે છે જ્યારે તે જીવવા ની તમામ ઈચ્છા છોડી દે છે."
મનોજ સંતોકી માનસ