અંશ અને તપન એ વિડિયો જોવે છે. એ વીડિયો જોઈને તેમના પગ નીચે થી જમીન સરકી જાય છે.. તે બંને ને આશ્ચર્ય થાય છે કે કોઈ આટલું બધું ક્રૂર કઈ રીતે બની શકે..
ત્યાં જ રિયા ના માતા-પિતા પોલીસ સ્ટેશનમાં પહોચે છે. "સર મારી દીકરી ને ન્યાય અપાવો,તેના આવી ક્રૂરતાથી હત્યા કરનાર હત્યારા ને ઝડપથી પકડો.."રિયા ના મમ્મી રડતા રડતા બોલ્યા.
"મેમ અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ.શું રિયા નો ક્યારેય કોઈ સાથે કઈ ઝગડો થયો હોય એવું ખરું?" તપને પૂછ્યું..
''ના સર મારી દીકરી તો કોઈ સાથે ઊંચા અવાજે વાત પણ ન કરતી તો ઝગડો તો દૂરની વાત છે.."રિયા ના પપ્પા બોલ્યા.
"તો તેને કોઈ સાથે પ્રેમ સંબધ હતો?" તપન પૂછતાછ આગળ વધારતા બોલ્યો..
"ના સર અમને એ બાબતનો કઈ જ ખ્યાલ નથી જો એવું કઈ હોય તો રિયા મને તો વાત કરે જ."રિયા ના મમ્મી રડતા રડતા બોલ્યાં..
તપન એ તેમને પાણી નો ગ્લાસ આપ્યો અને બોલ્યો, હું તમારી દીકરી ના હત્યારાને પકડવા ની પૂરી કોશિશ કરીશ.બીજી કઈ પૂછતાછ કરવી હશે તો તમને ફરીથી બોલાવીશ..
સર તે હત્યારાને એવી સજા આપજો કે એ ક્યારેય સપના માં પણ કોઈ ને મારવાનું ન વિચારે..રિયા ના મમ્મી જતાં જતાં બોલ્યા..
તપન ફરીથી કામે વળગી ગયો.તે પેલા વિડિયો ને ઘણીવાર જુએ છે અને તેમાંથી કઈક પ્રૂફ મેળવવાની કોશિશ કરે છે, પણ તેને કઈ જ મળતું નથી.
ત્યાં ફોરેન્સિક લેબમાંથી તેને કોલ આવે છે. તે તરત લેબ માં પહોચી જાય છે.ત્યાં જઈને ડોક્ટર તેને જણાવે છે કે રિયાનું જ્યારે ખૂન થયું ત્યારે તે જાગ્રત અવસ્થામાં જ હતી.તેને જેટલા ઘાવ આપવામાં આવ્યા છે તે બધા ઘાવ તેને જાગ્રત અવસ્થામાં જ આપવામાં આવ્યા હશે..
"હા ડોક્ટર આ બાબત નો ખ્યાલ છે પરંતુ આ સિવાય તેને કઈ જગ્યા એ રાખવામાં આવી હતી તે વિશે ની કઈ માહિતી મળે એમ છે?" તપન એ આતુરતાથી પૂછ્યું..
"ના એ બાબત ની તો કોઈ જાણકારી મળી નથી..કઈ જાણવા મળશે તો તમને કહીશ".. ડોક્ટર નીરસતા થી બોલ્યા.
તપન તરત ત્યાંથી નીકળી ગયો.તેને અંશ ને ફોન કર્યો અને રિયા સાંજે મીરા થી અલગ થઈ ત્યારથી લઈને તેની બોડી મળી ત્યા સુધીમાં તે કઈ કઈ જગ્યા એ ગઈ એ બધું તેના ફોનના લોકેશન પરથી જાણવા કહ્યું..
તેને પેલો વિડીયો પણ ઘણીવાર જોયો કે તેમાંથી કઈક જાણવા મળે.પરંતુ તેને તેમાંથી કઈ જ એવું જાણવા ન મળ્યું જેનાથી તેને આ કેસમાં કઈક મદદ મળે.
તે વિડિયો ના લીધે પૂરા શહેરમાં ડર નો માહોલ હતો.મીડિયા એ તો આ મર્ડર ને તેનો હોટ ટોપિક બનાવી લીધો હતો.શહેર માં જ્યાં જોઈએ ત્યાં રિયા ના નામની ચર્ચા થતી હતી..
રાત આખી તપનની આંખો સામે રિયાનો ચહેરો ફરતો રહ્યો..ત્યાં જ ઇન્સ્ટાગ્રામનું નોટિફિકેશન તેના મોબાઈલમાં રણકયું.. નોટિફિકેશન હતું આરવીનું..એક કેક સાથેનો ફોટો હતો..નીચે કેપ્શનમાં લખ્યું હતું.."થેન્કયુ સો મચ ફોર યોર લવ..રિચડ 5k ફોલોઅર્સ.." આજે તે આરવી પર થોડો ગુસ્સે હતો અને આમ પણ આજે તે પૂરા દિવસ માં કેસ સોલ્વ કરવા માટે કરેલી દોડાદોડી માં થોડો થાકી ગયો હતો એટલે નોટિફિકેશન જોઈ ફરી તેને મોબાઈલ બાજુ પર મૂકી દીધો..પણ બીજી જ સેકન્ડે એના મગજમાં કંઇક આવ્યું અને તેને અંશને કોલ કર્યો..
"અંશ ક્યાં છે તું?"
"હું..હું..ઘરે જ છું..કેમ શું થયું સર??" અંશ થોડા અસ્વસ્થ અવાજે બોલ્યો..
"ઘરે જ રહેજે હું આવું છું" કહી અંશ કંઈ બોલે એ પહેલાં જ એને ફોન મૂકી દીધો અને અંશના ઘરે જવા ઝડપથી નીકળી ગયો..
"અંશ તે રિયાની બોડી ઓબસર્વ કરી હતી? તેના માથા પર લખ્યું હતું 2.3k તેનો મતલબ શું થઈ શકે??" તપને અંશને પૂછ્યું..
"એક્ચ્યુલી એટલી ક્રુરતાથી તેની હત્યા થઈ એટલે એટલી બારીકી થી નિરીક્ષણ નથી કર્યું..પણ 2.3k નો મતલબ તો મને પણ ખ્યાલ નથી સર.."
"આટલું મોટું પ્રૂફ કઈ રીતે ધ્યાન બહાર રહી જાય?? જો આ ફોટો જો..બધે સોશ્યલ મીડિયામાં ફરે છે.. 2.3k એ ઇન્સ્ટાગ્રામ/ફેસબૂક/ટ્વિટર જેવી કોઈ સોશ્યલ મીડિયા એપ ના ફોલોઅર્સ હોઈ શકે.." તપને ઠપકો આપતાં પોતાની વાત ખૂબ જ સ્પષ્ટ રીતે કહી દીધી..
"અચ્છા તો આ બધી રામાયણ આ સોશ્યલ મીડિયાની છે..ગજબ છે આ લોકો..જરાક પ્રસિદ્ધિ માટે પોતાના ગમે તેવા વીડિયો અને ફોટો મૂકે છે..આ શોર્ટકટ થી ફેમસ થવાની ઘેલછામાં ધાર્યું પરિણામ ન મળતાં ઘણાં આત્મહત્યા પણ કરે છે.. અને હવે તો આ વળી નવું આવ્યું કે ફેમસ થવાની ઘેલછામાં મર્ડર પણ કરી નાખે છે.સર મને તો લાગે છે કે આ રિયા ના કોઈક પ્રતિસ્પર્ધીનું કામ છે..મને તો નફરત છે આવા લોકોથી..ગાંડપણની પણ હદ હોય..મારે પનારે પણ આવી જ એક ગાંડી પડી છે ને..હું તો કહી કહીને થાક્યો પણ માનતી જ નથી.." અંશ ગુસ્સા અને અણગમા સાથે રિયા અને તેની ગર્લફ્રેન્ડ સ્નેહા વિશે બોલ્યો.
"હા માન્યું કે અમુક લોકો આ સોશ્યલ મીડિયાનો બેફામ ઉપયોગ કરે છે અને મર્યાદા ચુકે છે પરંતુ તેનો હલ હત્યા તો નથી ને.." તપને પોતાની વાત મૂકી ત્યાં જ અંશ તેની વાત વચ્ચે જ કાપતા ગુસ્સામાં બોલ્યો..
"મર્યાદા ચુકો તો તેનો અંજામ હંમેશા ખરાબ જ આવે છે સર.."
"ઠીક છે હવે, કાલે આપણે ફરી થી ફોરેન્સિક લેબ અને હત્યાના સ્થળની મુલાકાત લઈશું..સવારે ૯ વાગ્યે તૈયાર રહેજે.." તપન બાઈકનો સેલ્ફ ચાલુ કરતાં બોલ્યો...
સવાર થતાં જ તપન તૈયાર થઈને ડ્યુટી પર જવા નીકળતો હતો ત્યાં આસ્થા બોલી.."આજ મમ્મી ની એપોઈન્ટમેન્ટ છે ડોકટર પાસે જવાની ૧૧ વાગ્યે..તું જતો આવીશને ભાઈ?"
"હા..મમ્મી તૈયાર રહેજો હું ૧૧ વાગ્યે આવી જઈશ" કહી તપન વીજળીની ગતિ એ ઘરની બહાર નીકળી ગયો..
તપનના પપ્પાના અચાનક મૃત્યુ બાદ તેના મમ્મી ડિપ્રેશનમાં જતાં રહ્યાં હતાં ત્યારથી જ તેમની આ માનસિક રોગની સારવાર ચાલુ હતી..
"હલ્લો..અંશ ચાલ બહાર આવ..હું પહોંચ્યો જ.." તપને નીકળતી વખતે કોલ કરી અંશને કહ્યું..
"સર..સર..સાંભળો..હું એક અરજન્ટ કામથી ઘરની બહાર છું..તમે સ્પોટ પર સીધા પહોંચી જાઓ હું પણ પહોંચું જ છું.." તપનને વચ્ચે રોકતાં અંશ બોલ્યો..
"ઓકે.. ચાલ મળીએ ત્યાં.." તપન બોલ્યો
તપન હત્યાના સ્પોટ પર પહોંચ્યો ત્યારે અંશ ત્યાં પહોંચી ચુક્યો હતો..અને બહાર તેની રાહ જોતો હતો..
"મળ્યું કોઈ પ્રૂફ?" તપન સીધા પોઇન્ટ પર આવતા બોલ્યો..
"ના સર..હું આપની રાહ જોઇને ઉભો હતો.." અંશ બોલ્યો..
પછી બન્ને એ તપાસ કરી પણ તેમને કોઈ જ પ્રૂફ મળ્યું નહિ એટલે તેઓ નિરાશ થઈને પોલીસ સ્ટેશને પહોંચ્યાં..
થોડીવાર થઈ ત્યાં તપણને આસ્થાનો ફોન આવ્યો..
"હલ્લો આસ્થા..ચાલ આવું જ છું.." કહી તપન નીકળ્યો..તેના મમ્મીને લઈ હોસ્પિટલે પહોંચ્યો..અને થોડીવારમાં બતાવીને ઘરે પરત ફરતા હતાં ત્યાં ફોરેન્સિક લેબ માંથી કોલ આવ્યો..
"હેલ્લો સર..રિયાના હત્યા કેસમાં એક પ્રૂફ મળ્યું છે..એક વ્યક્તિના ફિંગરપ્રિન્ટ મળ્યા છે..ઇટ્સ કવાઇટ સિરિયસ..આપ પ્લીઝ અહી આવો.."
ફોન પર સામેની વ્યક્તિ ના અવાજની ગંભીરતા તપન ઓળખી ગયો અને તેની ગતિ ઓર વધી ગઈ..
કોના ફિંગરપ્રિન્ટ હશે સ્પોટ પર..શું હત્યારો તપનના હાથમાં આવી જશે..જાણવા માટે વાંચતા રહો સાઇબર સાઇકો..