"તો તે નક્કી કરી જ લીધું છે કે તારે હવે કલાસ ચાલુ કરવા છે અને એ પણ મફતમાં..." કવન મસ્તી કરતો હોય એમ માનસને બોલી રહ્યો છે, "હા ભાઈ હા, તમે તો જ્ઞાની પુરુષ અને વળી પૈસા વાળા બાપનો દીકરો એટલે તું બધું કરે.."
"બસ કરને હવે, તને ખબર છે લેક્ચર લેવું એ મારો શોખ છે. કોલેજમાં તો કઈ ઉકાડ્યું નથી તો આમ શોખ પૂરો કરું." માનસ સ્વચ્છતા થી સંતોષ ભાવે કવનને કહે છે,
" એક કામ કર તું તારા વોટ્સએપ ગ્રૂપ અને ફેસબુકમાં એક પોસ્ટ કર મોરબીના જે વિદ્યાર્થીઓ તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર અને ઇતિહાસના કલાસ કરવા માંગતા હોય એ સંપર્ક કરે, અને એ એવા વિદ્યાર્થીઓ હોવા જોઈએ જેની કોલેજ પૂર્ણ થઈ છે."
"અચ્છા, તો પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 5555 બાબા શ્રી માનશેશ્વર પોતાની જ્ઞાનની પોટલી ખોલવા આતુર છે... અરે પોટલી નહિ આતો જ્ઞાન નો સાગર છે... પ્રમાણ સ્વીકાર કરો બાબા.."
"પ્રણામ વાળી કહ્યું એ કર અને આવતા અઠવાડિયામાં આપણે ચાલુ કરી દેવાનું છે. જગ્યા પર ખૂબ મસ્ત છે."
"જગ્યા... કઈ જગ્યા પર છે.."
"લીલાપર રોડ પર આવેલા મારા ફાર્મ હાઉસ પર આપણે કલાસ ચાલુ કરીશું. કુદરતી વાતાવરણમાં શહેરના શોરથી દૂર."
"જ્ઞાનીબાબા આપે તમારા પિતાશ્રી ની પરવાનગી લીધી છે? તને એ મારતા મારસે પહેલો વારો મારો કાઢશે..."
"મારા ભાઈ મેં પપ્પા જોડે પહેલા જ વાત કરી લીધી છે. યાર એ ગુડ ફાધર છે, સમજે છે મને એટલે જ કોલેજ પછી આગળ ભણવા માટે ફોર્સ નથી કર્યો. એટલું જ નહીં પપ્પા એ જ ઘરમાં લાઈબ્રેરી વસાવવામાં મને ખુબ મદદ કરી છે."
"અચ્છા , તો પછી તારા અને શિલ્પાના ગાઢ સંબંધ પર પણ એમને જરાક ખબર તો હશે ને" કવન ગાઢ શબ્દ ખૂબ ભાર સાથે બોલ્યો.
" સ્યોર નથી પણ કદાચ..."
"વાંધો નહિ જ્યારે સમય આવે ત્યારે હું જ કહી આપીશ કે તમારો કુંવર, સોરી તમારો જ્ઞાની કુંવર ને ઇશ્કનો રંગ લાગ્યો છે અને એ પણ ઠેઠ અમદાવાદની છોકરી સાથે."
"બસ કર હવે, પહેલા મેં કહ્યું એ કર અને હા, સિરિયસ બનીને છોકરાઓ જોડે વાત કરજે. કારણ કે આ મારો શોખ જ નહીં સ્વપ્ન પણ છે કે આજના વિદ્યાર્થીઓ ને ભણવાના સિલેબ્સ સિવાયનું પણ કંઈક શીખવાળું અને હું પણ એમની પાસે કઈક શીખું."
"ચાલ ત્યારે સાંજે મેસેજ કરી આપું છું... મળીએ રાતે અને હા, શિલ્પા ને કહેજે હું મિસ કરતો હતો..." માનસ સામે આંખ મારતા સસ્મિતે કવન બોલ્યો.
"મિસ વાળી જે કામ આપ્યું એ કર ને, જ્યારે જોવો ત્યારે પારકા બૈરા ની જ પંચાયત લઈ ઉભો હોઈ" માનસના ચહેરા પર બનાવટી થોડો ગુસ્સો હતો.
ગુસ્સો હોઈ પણ કેમ નહિ, શિલ્પા માનસ થી ઉંમરમાં નાની પણ સમજદારી ઉંમર કરતા વધુ હતી. નખરા બાળક જેવા અને સમજદારી હોઈ મોટી ઉંમરની સ્ત્રી જેવી. જવાબદારી પણ એટલી લઇને ફરે તો પણ સતત હસતી જ રહે. ટૂંકા વાળ ઊંચાયમાં પાંચ ફૂટ અને છ ઇંચ અરે માનસ જેટલી જ ઊંચી. આંખોમાંથી સતત પ્રેમ નીતરતો હોઈ એવું લાગ્યું કરે એની આંખોમાં જોતા, આમ જોવો તો ક્યારેય છોકરીનું જેમ રહી જ નથી. સંબંધના ત્રણ વર્ષ થઈ ગયા છતાં માનસે ક્યારે શિલ્પાને ડ્રેશમાં જોઈ જ નથી. શર્ટ હોઈ અથવા ટીશર્ટ હોઈ.
કવન જતો રહ્યો. પણ માનસના મગજમાં શિલ્પાની લહેર છવાય ગઈ, શિલ્પા સાથે ની વાતચીત, મિલન, વિડિઓ કોલ, મેઈલ બધું જ એક ક્ષણમાં નજર સમક્ષ આવી ગયું. માત્ર એક શબ્દની ભૂલ માંથી શરૂ થયેલ વાતચીત આજે ખૂબ આગળ વધી ચુકી છે. માનસ ઘણીવાર રૂબરૂ મળ્યો પણ છે. જ્યારે પ્રથમ વખત એ અમદાવાદ મળવા ગયો હતો ત્યારે દિવાળીની રજાઓ ચાલુ હતી, એટલે શિલ્પા આમ પણ ફ્રી જ હોઈ.
એલિસબ્રિજ પાસે આવેલી હોટેલ આર્ટિસ inn થી હેપ્પી સ્ટ્રીક પાસે ગયો અને પ્રથમવાર શિલ્પાને જોઈ. જો તો જ રહી ગયો. આ પ્રથમ મિલન હતું. બંને એ હાથ મિલાવ્યા, હાય હેલો ની રસમ પુરી થઈ અને બન્ને સવાર ના નાસ્તા માટે ગયા. માનસ બાઇક ચલાવતો હતો અને શિલ્પા પાછળ બેસી ગઈ. કેફે પર ચા અને પફ સેન્ડવીચ નો ઓડર આપ્યો. બંને એક બીજાની આંખોમાં જોયા કરતા હતા. ચા આવી, પણ હવે માનસ ને ચા માં કોઈ જ રસ નહતો. પોતે નાનો એવો કવિ એટલે શિલ્પાની આંખોમાં જોઈ એક શેર કહ્યો.
"કત્લ કરવાને માટે કામણગારી આંખો કાફી હતી,
અને આપ ઉપરથી કાતિલ મુસ્કાન આપી ગયા."
ત્યાં જ મોબાઈલમાં વાઈબ્રેશન થયું અને પાછો વર્તમાનમાં આવી ગયો. મંદ મંદ મુસ્કાન તેના ચહેરા પર આવી ગઈ. મોબાઈલમાં જોયું ઘરેથી ફોન હતો.. ખૂબ જ ટૂંકા સંવાદમાં વાત કરી... "ચાલો....હું આવું છું..." ફોન પોકેટમાં રાખી બાઇકના મિરરમાં જોઈ વાળ સેટ કરી, ઘર તરફ જવા રવાના થયો.
(ક્રમશ:)
મનોજ સંતોકી માનસ