The Author Jagruti Pandya Follow Current Read વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 3 By Jagruti Pandya Gujarati Short Stories Share Facebook Twitter Whatsapp Featured Books शुभम - कहीं दीप जले कहीं दिल - पार्ट 33 "शुभम - कहीं दीप जले कहीं दिल"( पार्ट -३३)डॉक्टर शुभम का ध... You Are My Choice - 41 श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।... Podcast mein Comedy 1. Carryminati podcastकैरी तो कैसे है आप लोग चलो श... जिंदगी के रंग हजार - 16 कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ... I Hate Love - 7 जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Jagruti Pandya in Gujarati Short Stories Total Episodes : 4 Share વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 3 (2) 1.3k 2.8k 1 વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! ભાગ - 3વેકેશનની મોજ.નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? હવે તો બરાબર વેકેશેન સામે આવીને ઉભુ છે. છેલ્લાં બે લેખોથી વેકેશનમાં શું કરશો? તે વિષે વાંચો છો. આજે પણ વેકેશનની મોજ લઈને આવી છું. તો છો ને તૈયાર? વેકેશનમાં હજુ વધારે સરસ રીતે પસાર કરવા માટે હું બીજી સરસ મજાની વાતો લઈને આવી છું. તો ચાલો જાણીએ! સફાઈનું મહત્ત્વ : સફાઈનું મહત્ત્વ સમજવા માટે તમારે આખું વેકેશન, ઘરમાં કોઈને કોઈ જગ્યાએ સફાઈ સફાઈ કરતાં રહેવું. એક દીવસ ચોક વાળો, એક દિવસ ઘરમાં અંદરથી પોતું મારો તો ક્યારેક ટોયલેટ સાફ કરો તો ક્યારેક તમારો રૂમ કે કબાટ સફાઈ કરો. આ રીતે પોતાની જાતે જ સફાઈ કરવાથી તમે સફાઈનું મહત્ત્વ સમજશો સાથે સાથે તમે ઘરમાં ગંદુ પણ નહીં કરો કેમકે તમે જાતે સફાઈ કરી હોવાથી તમને એ ખ્યાલ આવી જશે કે સફાઈ કેવી રીતે થાય!ઘરકામમાં મદદ : મમ્મીને ઘરકામમાં મદદ કરો. જેમાં રસોઈ બનાવવી, શાકભાજી અને ફળો ધોવા, રોટલી બનાવતાં શીખવું કે શકતાં શીખવું. કપડાં ધોવા કે મમ્મીએ ધોયેલાં કપડાં સૂકવવા. વાસણ ધોવા કે સાફ કરેલાં વાસણો ગોઠવવાં. પપ્પાને તેમનાં કામમાં મદદ કરવી, દાદા દાદીને તેઓના કામમાં મદદ કરવી. નાના ભાઈ બહેન હોય તો તેમનાં કામમાં મદદ કરવી. મોટાં ભાઈ બહેન પાસેથી નવું નવું ઘરકામ શીખવું. દર વેકેશનમાં એક વૃક્ષ વાવો : હા, બાળકો આ એક ખૂબ જ અગત્યનું અને કરવા જેવું કામ છે. આ વેકેશનથી શરૂ કરો અને એક વૃક્ષ અવશ્ય વાવો. નાનો છોડ કે બીજ વાવો અને તેનો વિકાસ નિહાળો. તમને વૃક્ષને મોટું થતું જાતે જ નિહાળતાં ખૂબ આનંદ આવશે, અને તેને મોટું વૃક્ષ થતાં જોશો ત્યારે ગમશે. તમારાં વડીલોએ આંગણે વાવેલાં વૃક્ષોમાં ફૂલો કે ફળો આવતાં જુવો છો ત્યારે કેવો આનંદ આવે છે ? એથી અનેક ઘણો આનંદ આવશે. પ્રકૃતિ પ્રેમ વધશે અને પર્યાવરણનું જતન કરવામાં આપણે જાગૃત બની શકીશું.રમતો અને કસરતો : ખૂબ રમો. આખું વેકેશન નવી નવી રમતો રમો. જૂના જમાનાની રમતો જેવીકે, ગિલ્લીદંડા, સતોડીયું, પકડદાવ, સંતાકૂકડી વિગેરે જેવી રમતો રમો અને શીખો. તમારાં મમ્મી પપ્પા પાસેથી રમતો જાણો. તમારી રમતો સાથે કસરતો પણ આવે તેવું આયોજન કરો. દોરડાં કૂદવા જેવી રમતો રમો કે જેનાથી શરીરને કસરત પણ મળે. આખું વર્ષ કસરત કરવાનો સમય નથી મળતો અને મળે છે તો આળસ આવે છે, ત્યારે આ વેકેશમાં નિયમિત કસરત કરવાનો નિયમ બનાવો અને તે આખું વર્ષ જળવાઈ રહે તેવાં દ્રઢ સંકલ્પ સાથે વળગી રહો. મગજ કસાય તેવી રમતો રમો: વેકેશનમાં બપોરનો સમય બહુ જ તાપ હોય છે. બપોરે તમે બહાર રમવા જઈ શકતાં નથી. મમ્મી પપ્પા તમને બપોરે બહાર રમવા જવા દેતાં નથી. તો આવા સમયે તમે ઘરમાં બેસીને રમી શકાય તેવી અને મગજ કસાય તેવી રમતો પસંદ કરો. શીખો અને શીખવાડો. ચેસ અને સોગટાબાજી રમતાં શીખો. તમારે ખૂબ વિચારવું પડશે. ગંજીફાનાં પત્તાંની રમતો કે જેમાં નેપોલિયન એ ખૂબ સારી રમત છે. તમારી યાદ શક્તિની કસોટી થાય છે અને તમને યાદ રાખીને રમવું પડે છે. જેમાં તમારી એકાગ્રતાની કસોટી પણ થાય છે. તો મગજ કસાય અને ઘણો બધો બપોરનો સમય કપાય તેવી ખૂબ મજાની રમતો છે. બધાં સાથે બેસીને જમો : વેકેશનમાં બંને સમય ઘરનાં બધાં સાથે જમવા બેસીએ. દરરોજ તમે ફટાફટ જમીને શાળાએ અને ટ્યુશન જતાં રહો છો. શું જમ્યા? તેની પણ ખબર નથી હોતી. ચાવી ચાવીને જમતાં નથી. શાંતિથી જમતાં નથી. બાળકો, આહાર એ પેટ ભરવાં પૂરતો નથી. આહાર એ ઔષધ છે. ખોરાક એ તમારાં તન અને મનનાં સ્વાસ્થય માટે ખૂબ ઉપયોગી છે. બધાં સાથે બેસીને જમવાની એક મજા અલગ છે. આખું વર્ષ તમે સાથે બેસીને જમી શકતાં ન હોય તો વેકેશનમાં તો અવશ્ય જમવું જ જોઈએ. મમ્મીએ બનાવેલી તમારી મનપસંદ રસોઈ, તમે ખુશ ખુશ થઈને જમો અને મમ્મીનો આભાર વ્યક્ત કરો તો તમને અને મમ્મીને કેટલો આનંદ આવશે? વિચારો. તો જોયું ને બાળકો! તમે અત્યાર સુધી વેકેશન વેડફી નાખતાં હતાં. હવેથી એક એક દિવસનો સદુપયોગ કરી શકો તેવી ઘણી બધી વાતો આપણે કરી. તો આશા રાખું છુ કે, આ વેકેશન તમારું ઉત્તમ રીતે અને કઈક નવું મેળવ્યું હોય તેવું પસાર કરવાનું છે. બાળકો મેં જે કંઈ ટિપ્સ આપી છે તે મુજબ કામ કરજો અને તમારું વેકેશન કેવી રીતે પસાર કર્યુ, તે મને, અહીં આપેલા નંબર પર જરૂર જણાવશો. સૌ બાળમિત્રોને વેકેશનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ‹ Previous Chapterવેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 2 › Next Chapter વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 4 Download Our App