વિવાનએ એક મોટી બેગ લીધી ને કબાટ માંથી તેના બધા કપડા તેમાં ભરી દીધા, તે બેગ લઈને નીચે આવ્યો ને મિસ્ટી સામે જોઈ રહ્યો.
શું? મિસ્ટીએ ઇશારાથી કહ્યું.
હોસ્પીટલ જવાનું છે, આરવ તો દાદીને મૂકવા ગયો એટલે તમારે મારા જોડે આવવાનું છે ઓકે? વિવાનએ કહ્યું ને મિસ્ટીનાં નજીક જવા લાગ્યો.
નાં, એટલે એમ કે હું પછી જતી આવીશા મિસ્ટીએ આજુબાજુ જોઈને કહ્યું, વિવાન એટલા પ્રેમથી તેને જોઈ રહ્યો હતો કે તેની સામે જોવું એટલે પોતાના પર કાબૂ ગુમાવવું.
"નાં તમે આ જગ્યા પણ નથી જોઈ કે હોસ્પીટલ પણ એટલે હું જ આવીશ અને હા અત્યારે જવું પડશે મારે મિટિંગ પણ છે તો ચાલો જલ્દી" વિવાનએ કહ્યું ને મનમાં હસતો હસતો આગળ ચાલવા લાગ્યો!
વિવાની પાછળ ની સીટ પર બેગ મૂકી ને આગળ બેસવા
મિસ્ટીને ઈશારો કર્યો,
જાણી જોઈને કરે છે બધું, મિસ્ટી ધીમા અવાજે બોલી પણ વિવાનઐ સાંભળી લીધું.
તમેં કઈ કહ્યું? વિવાનએ પૂછ્યું ને કાર ચલાવવા લાગ્યો, તેને એક નજર મિસ્ટી પર નાખી ને પછી ડ્રાઇવિંગ કરવા લાગ્યો અને મિસ્ટી પણ ચૂપચાપ બહાર જોવા લાગી.
.....
નેહા! મિસ્ટી થોડી જોરથી બોલી ને વિવાન થી દૂર ફટાફટ ચાલવા લાગી ને નેહા પાસે પહોંચી ગઈ, મિસ્ટીને આમ ચાલતા જોઈને વિવાનને તેની ચિંતા થઈ પણ નેહા સામે ફટાફટ આવીને મિસ્ટીને પકડી લીધી.
ગાંડી છે યાર શાંતિ થી આવ ને હું ક્યાં ભાગી જવાની છું? નેહાએ તેના માથા પર ટપલી મારતાં કહ્યું ને પાછળ વિવાનને જોઈને સ્માઈલ કરી.
ચાલ...મિસ્ટીએ કહ્યું ને નેહા સાથે ચાલવા લાગી.
થોડી વારમાં ચેકઅપ કરીને દવા લઈને તે બંને બહાર આવ્યા ને ત્યાં જોયું તો વિવાન નહતો, એટલે મિસ્ટીને હાશ થઈ...શું થયું? મિસ્ટીને આવી રીતે જોતાં નેહા એ કહ્યું.
કઈ નહિ, હું ઘર શોધી રહી છું તારા ધ્યાનમાં હોય તો કહેજે, અને કામ પણ! મિસ્ટીએ અચાનક કઈ પણ વિચાર્યા વગર બોલી ગઈ. હવે તેને નેહા અજાણી નોતી લાગતી, તે જ્યારે પણ સામે હોય તો તેના સાથે કોઈ પણ સરળતાથી મળી જાય તેવો નેહા નો સ્વભાવ છે તેની સાથે વાત કરીને લાગે જ નહિ કે તમે તેને પહેલી વાર મળી રહ્યા છો, અને એટલે જ મિસ્ટીને પણ નેહા સાથે બરાબર ફાવી ગયું.
મિસ્ટી એક કામ કર તું મારા સાથે મારા ઘરે આવી જા મજા આવશે, મને પણ સારું લાગશે! નેહાએ કહ્યું ને મિસ્ટી ખુશ થઈ ગઈ પણ તેના ચહેરા પર ચિંતા ની રેખા હતી તેને જોઈને નેહા ફરીથી બોલી.
પેટમાં દુઃખે છે ને?
હા થોડું, મિસ્ટીએ પેટ પર હાથ રાખતા કહ્યું.
તું અહીંયા આજે મારી પાસે રહી જા, હું બધા દર્દીઓ ને જોવ ત્યાં સુધી તું આરામ કર, તને ભલે લાગે કે...કે તું ઠીક છે પણ હજી તારે આરામની ખૂબ જરૂર છે, હું પણ વહેલા ડોકટરને કહીને વહેલા નીકળવાનો પ્રયાસ કરું, પછી બંને ઘરે જઈને કંઈક મસ્ત બનાવીને જમીશું, મજા આવશે...નેહાએ કહ્યું ને મિસ્ટીનાં ચહેરા પર સ્માઇલ આવી ગઈ.
નેહાએ દુખાવાના ની દવા આપી એટલે મિસ્ટીને તરત ઊંઘ આવી ગઈ તે આરામ થી સુઈ ગઈ ને નેહા આરવ પાસે ગઈ.
"શું થયું? મિસ્ટી માની ગઈ?" આરવ કેબિન નાં દરવાજા ખોલીને ઊભી નેહા ને જોઈને બોલ્યો.
હા માની ગઈ આરવ, પણ મને લાગે છે મિસ્ટી જોબ કરવાનું પણ કહેશે, મને નથી લાગતું કે તે એમજ મારી સાથે રહે, મને તો કોઈ વાંધો નથી પણ તેને પોતાના માટે તે કઈક જરૂર કરશે હવે શું કરીશું? નેહાએ ચિંતા સાથે પૂછ્યું ને આરવ પણ વિચારવા લાગ્યો. થોડીક વાતો કરી નેહા ત્યાંથી ચાલી ગઈ.
નેહાને મિસ્ટી ઘરે આવી ગયા, મિસ્ટ્રીને આરામ કરવાનું કહી નેહાએ સરસ રસોઈ બનાવી ને બંને એ સાથે જ જમ્યું.
મિસ્ટી તું કઈક તારા વિશે બોલ ને? નેહાએ જમતા જમતા કહ્યું.
જમતા સમયે વાતો નો કરાય નેહા, મિસ્ટીએ શાંતિથી કહ્યું . તું આટલી શાંત કેમ છે? હજી પણ દુઃખે છે પેટ માં? નેહાએ ગંભીર થઈ ને પૂછ્યું ને મિસ્ટીએ પરાણે સ્માઈલ કરીને નાં કહ્યું.
જૂઠી...નેહા બોલી ને મિસ્ટી હસી પડી.
થોડું દુઃખે છે બસ, અને હા નેહા તે તો મસ્ત રસોઈ બનાવી હવે હું અહીંયા જ રહીશ, મિસ્ટીએ નેહાને કહ્યું ને નેહા હજી થોડી નારાજ હોય તેમ ખાલી હામાં માથુ ધુણાવ્યું.
મિસ્ટીએ દવા પીધી ને સોફા પર બેસી, તે નેહા નાં ફ્લેટ નું નિરીક્ષણ કરવા લાગી, ફોર્થ ફ્લોર પર પહેલું જ મકાન, દરવાજો ખોલતા જ સામેની દીવાલ પર નેહાનો સુંદર ફોટો અને એ દીવાલની બાજુમાં બે રૂમ અને તેની સામે આગળ જતાં રસોડું ને ત્યાંથી નેહાનો અવાજ આવ્યો ને મિસ્ટી તેની પાસે ગઈ.
કેમ રાડો પાડે છે નેહા? મિસ્ટીએ પૂછ્યું ને નેહા ફ્રીઝ માંથી આઇસક્રીમ બહાર કાઢીને મિસ્ટી સામે જોવા લાગી.
કેટલી ઠંડી છે જો, નેહા ખુશ થતા બોલી ને મિસ્ટીને હસ્વું આવ્યું.
આઇસક્રીમ ઠંડી જ હોય મારી બેન, મિસ્ટી હસી ને બગાસાં ખાતા બોલી. મારે નથી ખાવી, તું જ ખા...હું ચાલી સુવા! જાઉં? મિસ્ટીએ પૂછ્યું ને નેહાએ હા કહ્યું ને આઇસક્રીમ ખાવા લાગી.
મિસ્ટી આવી ને ચાંદ ને જોવા લાગી, એ જગમગતા તારામાં જાણે કોઈને શોધી રહી હોય તેમ તેની નજર સૌથી વધારે ચમકતાં તારા પર અટકી, ને ત્યાં તે રડી પણ, અવાજ કર્યા વગર તે રડવા લાગી, તે આકાશમાં જોઈ રહી ને રડી રહી... ને પોતાના હાથ પેટ રાખ્યા હતા. આ બધું દૂરથી વિવાન જોઈ રહ્યો તેને સમજતાં વાર પણ નાં લાગી કે કેમ મિસ્ટી રડી રહી છે પણ એ શું કરે? ભૂલ તો તેની જ હતી ને તેને દુઃખી જોઈને વિવાન દુઃખી થઈ ગયો, વધારે જોવાની હિંમત તેના માં નહતી, તેને કઈક વિચારીને કરીને આગળ ચાલવા લાગ્યો.. મિસ્ટીનાં રૂમની બારી પાસે ઊભી હતી ને ત્યાં જ નીચેથી અવાજ આવ્યો.
તેને બારી ખોલી ને જોયું તો ત્યાં કોઈ અંધારામાં તેને બોલવું રહ્યું હતું, વિવાનએ મોબાઈલ ઓન કર્યો ને ફ્લેશ લાઈટ ચાલુ કરીને પોતાનું મોઢું બતાવ્યું, જેને જોઈને મિસ્ટીનાં હોશ ઉડી ગયા. હે ભગવાન આ માણસ ક્યારે મારો પીછો છોડશે? મિસ્ટી બોલી ને નીચે જોયું તો વિવાન તેના સામે પાઇપ થી ચડીને ઉપર આવવા લાગ્યો ને મિસ્ટીને હાથ આપવા કહ્યું.
હાથ આપ,
ના
શું નાં? હું પડી જઈશ મિસ્ટી!
ભલે! મિસ્ટી આડું જોઈને બોલી,
શું ભલે, તને એમ લાગે કે હું તને મળવા આવ્યો? નાં યાર હું તો કામથી આવ્યો છું, મને હાથ આપ પછી તને સમજાવું! વિવાન બોલ્યો ને મિસ્ટીએ તેનો હાથ આપ્યો.
હવે બોલો શું કામ અહીંયા આવ્યા છો, તમે કઈ બહાના બનાવો તેના પહેલા કહી દઉં કે કાલે સવારે આરવ આવીને દાદી એ જે કપડા ને બધું લીધું હતું તે આપી જશે, જો એ આપવાના વિચાર થી આવ્યાં હોય તો એ કામ થઈ ગયું, બીજું બોલો... મિસ્ટીએ અદપ વાળીને પૂછ્યું ને વિવાન તેને જોઈ રહ્યો.
"કેટલી ક્યૂટ લાગે છે", વિવાનએ મનમાં જ કહ્યું.
ઓહ હેલ્લો ક્યાં? મિસ્ટીએ તેની મોટી મોટી આંખોથી પૂછ્યું ને વિવાન એમાં પણ હસવા લાગ્યો,
તમે દવા લીધી? વિવાનએ થોડી વાર પછી પૂછ્યું.
મિસ્ટીએ પોતાના હાથ કપાળ પર રાખીને હા કહ્યું,
.....
ક્રમશઃ