Dada, Hu Tamari Dikri chhu - 3 in Gujarati Short Stories by Priya Talati books and stories PDF | દાદા હું તમારી દીકરી છું - 3

Featured Books
Categories
Share

દાદા હું તમારી દીકરી છું - 3

ભરતભાઈ જયંતીભાઈને હાથ પકડી ઉભા કરી ગળે લગાવે છે અને હિંમત રાખવા કહે છે. દીકરા વહુ સાવ નાની ઉંમરમાં એકલા થઈ ગયા છે જરાં તેમની સામે જોઈ પોતે આંસુ રોકી લે છે. થોડી હિંમત રાખી સ્મિતાબેન પાસે જાય છે અને તેમને કહે છે, " આમ હિમંત ના હારશો. તમારી સામે તમારી અને આંચુની આખી જિંદગી પડી છે. મને ખબર છે એક જીવનસાથીને ગુમાવવો કેટલું અઘરું છે, એ પણ આટલી નાની ઉંમરમાં!!"

આટલું બોલતા જ સ્મિતા જયંતીભાઈને પપ્પા કરીને ગળે લગાવી રડી પડે છે. જ્યંતિભાઈ અને સ્મિતા વચ્ચે સસરા - વહુ કરતા વધુ બાપ - દીકરીનો સંબંધ હતો.આંચુ મમ્મી અને દાદાને ગળે લગાવી રડવા લાગે છે. જેમ તેમ હિંમત રાખી રાહુલને એમ્બ્યુલન્સમાં ઘરે લાવે છે.

ઘરે ભરતભાઈને ખબર હતી કે જયંતીભાઈથી પોતાના દીકરાને સ્મશાને લઇ જઈ અગ્નિદાહ આપવાની હિંમત નહિ થાય. એક વાર ભાભીને ગુમાવ્યા અને હવે પોતાના દીકરાની જ સ્મશાન યાત્રા કાઢવી!!!

ભરતભાઈ અને બીજા તેમના દોસ્તોએ સ્મશાન યાત્રાની તૈયારી કરી લીધી. ગામના બધા લોકો આવી ગયા. દૂર દૂરના રિશ્તેદારને પણ વાતની જાણ થતા એ લોકો આવી ગયા હતા. થોડી વાર પેહલા જે ઘર વર્ષો બાદ આટલું સજી ધજીને ચમકી રહ્યું હતું તે આજે કાપવા દોડી રહ્યું હતું.

ચારેય બાજુ રડવાનો અવાઝ આવતો હતો. કાન તો જાણે તરસી રહ્યા હતા ખુશીના સમાચાર સાંભળવા કે હમણાં રાહુલ ઉભો થશે અને બધું બરાબર થઈ જશે. કાશ આ એક સપનું હોત પણ આ એક હકીકત હતી. રાહુલ આ દુનિયા છોડીને, સૌને એકલા મૂકીને જતો રહ્યો હતો.

રાહુલની સ્મશાન યાત્રા નીકળવાનો સમય થઈ ગયો હતો. ચારે બાજુ ધમધોર અંધારું છવાઈ ગયું હતું. જે ચેહરા પર કાલ સુધી તેજ દેખાતો હતો એ આજે મુરજાઈ ગયા હતા. સૌથી વધુ દયા તો એ સ્મિતાબેન પર આવતી હતી કે આટલી નાની ઉંમરે તેમને આટલું દુઃખ સહન કરવું પડ્યું, તો ક્યાક બીજી બાજુ જયંતીભાઈ પોતાને કોસતા હતા કે ક્યાં મેં બાળકોને વેકેશન કરવા બોલાવ્યા.

આંચુ તો કંઈ બોલી પણ નહોતી સકતી. સ્મિતાબેન તો રાહુલ ને ક્યાંક લઇ જવાની ના પાડે છે અને જોર જોર થી રાહુલના નામની બૂમો પાડે છે. તું મને ક્યાં આ દુનિયામાં એકલી મૂકીને જતો રહ્યો. હું તારા વિના એકલી શું કરીશ. મને પણ તારી સાથે લઇ જાવુ હતું. હું તારા વિના નહિ રહી શકું.

બે - ત્રણ બેહનો સ્મિતાબેનને પકડે છે અને એક બાજુ જયંતીભાઈ તો બીજી બાજુ ભરતભાઈ ટેકો આપે છે. આંચુને તેમના સંબંધીઓ સાચવે છે. સૌ કોઈ ક્રિયા પત્યા પછી પોતપોતાના ઘરે જાય છે. ઘરનો નાનો દીકરો મરી ગયાનું સૌ કોઈને દુઃખ હોય છે. રાત પડતા સન્નાટો થઈ જાય છે.

ભરતભાઈ આજ રાત જયંતીભાઈના ઘરે રોકાઈ જાય છે. સ્મિતાબેનએ કંઈ હજી જમ્યુ નહોતું. જ્યંતિભાઈએ પણ અન્નનો એક પણ દાણો નહોતો નાખ્યો. આંચુંને ગમે તેમ મનાવીને જમાડી દે છે. સૌ કોઈ બહાર બેઠા હોય છે એવામાં અંચુની રડવાના લીધે તબિયત ખરાબ થઈ જાય છે અને તે રાતના પપ્પા પપ્પા નામની બૂમો પાડવા લાગે છે.

આંચુને નજીકના દવાખાને લઇ જાય છે. ડોક્ટરના કેહવા પ્રમાણે તેના મનમાં પપ્પાની યાદો છપાઈ ગઈ છે બને ત્યાં સુધી તેની સામે ઓછું રડવું. આ કરુણ બનાવ છે એટલે પીડા તો સહન ના થાય પણ જો તેની સામે રડશો તો તેનાથી તેના મન પર બહુ ખરાબ અસર થશે.

ભરતભાઈ પણ આ વાત સ્મિતાબેન અને જયંતીભાઈને સમજાવે છે. આંચુને દવા આપી સુવડાવી દે છે અને પાણીના પોતા મૂકે છે જેથી તેનો તાવ ઓછો થઈ જાય. સ્મિતાબેન તો હજુ હોશમાં નથી હોતા. તેમને સફેદ સાડી અને સુની માંગમાં જોઈ જયંતીભાઈ પણ તૂટી પડતા હતા. સ્મિતાબેનના આવા ખાલી હાથ જોઈ જ્યંતિભાઈને તેમના દીકરા રાહુલની યાદ આવતી હતી.

સ્મિતાબેનની તબિયત પણ ખરાબ હતી હજુ એમને કંઈ જમ્યુ ના હતું. તેમને જબરદસ્તી જમાડે છે અને જયંતીભાઈને જમાડે છે. આંચુના માટે બંને થોડું જમી લે છે.જ્યંતિભાઈના મનમાં સ્મિતાબેનને જોઈ અચાનક ઉભા થઈ જાય છે અને કેહવા લાગે છે કે " તમે આમ કેમ બેઠા છો. તમારા હાથ આમ ખાલી કેમ છે. તમે સફેદ સાડી કેમ પેહરી છે. " જયંતીભાઈના આવા શબ્દો સાંભળી સૌ કોઈ હેરાન થઈ જાય છે. જ્યંતિભાઈના મનમાં એવો શું વિચાર આવ્યો કે તેઓ આમ બોલવા લાગ્યા??

પ્રિયા તલાટી