જેમ જેમ દિવસો પસાર થતાં હતાં તેમ તેમ કિરીટભાઈની પોતાના સંતાનો પ્રત્યેની આકાંક્ષાઓ વધી રહી હતી...આમ, તો કિરીટભાઈ સવારે રોજીંદા સમય મુજબ જતાં રહે છે.... પણ કોણ જાણે કેમ..... આજે કિરીટભાઈને કંઈક અજુગતો અનુભવ થતાં પોતે નોકરી પર રજા રાખી દે છે.... ને કમળાબેનને કામમાં મદદ કરવા લાગે છે....
સવારનો બરાબર 10 વાગ્યાનો સમય હતો.... કમળાબેન ગાય-ભેંસના તબેલામાં કામ કરી રહ્યા હતાં.... કિરીટભાઈ પોતાની પાંચેય દિકરીઓ સાથે રમી રહ્યા હતાં..... અચાનક કમળાબેનને ધીમી ધીમી પ્રસૂતિની પીડા ઉપડે છે.... તે કામ મૂકી કિરીટભાઈ પાસે જાય છે....
" આપણે હોસ્પિટલ જવું પડશે..." કમળાબેન પીડિત અવાજમાં બોલે છે...
"કેમ કમુ..... દુ:ખાવો થાય છે....??"
"હા.... અંદર રૂમમાં કબાટની બાજુમાં એક વાદળી કલરની કાપડની થેલી છે..... એમાં જરૂરી સામગ્રી છે.... એ લઈ લો......"
" હા... તું ધીમે ધીમે દરવાજા સુધી ચાલ.... હું આવું છુ... પણ ધ્યાનથી જજે...."
"મમ્મી.... ક્યાં જાય છે....?"
"પરિધી.... બેટા.... હું આવું છું..... બેટા તારે નાનું બાઉ ( બાળક ) જોઈએ છે ને...??? એની સાથે રમવું છે ને...?? એ લેવા જાવ છું..."
"વાહ...... દીદી.... મમ્મી મારા માટે નાનું બાઉ લેવા જાય છે...." પરિધી નાચતા નાચતા શાલુંને કહે છે....
"બેટા.... શાલું તારી ચારેય બહેનોનું ધ્યાન રાખજે....."
"ભલે....મમ્મી હું બધાનું ધ્યાન રાખીશ....તમે ચિંતા ના કરતાં... તમે બહારથી તાળું મારી દેજો..."
"હા... બેટા.... રામુ કાકા છે જ... ચિંતા ના કરીશ...."
"કમુ..... આ જ થેલી લેવાની હતી ને??"
"સારું..... ચાલ...હવે જઈએ....!!!"
"બેટા... શાલું..... અમે જઈએ છીએ....."
"લડાઈ ના કરતાં..... શાંતિથી રહેજો....જય અંબે...."
"હા... પપ્પા...જય અંબે...."
કમળાબેનને થતી પીડા ધીમે ધીમે વધતી જાય છે.... હોસ્પિટલ પણ દૂર છે.... એમાં પણ કિરીટભાઈ પાસે કોઈ વાહનની સગવડ નહોતી પણ સબંધની કમાણી કરી હોવાથી...... જેવા બંને પતિ - પત્ની ગામમાં પહોંચે છે ત્યાં જ... ગામના વડીલ પંચાલ શંકરભાઈ આ પતિ-પત્નીની વ્યાકુળતા જોઈને સમજી જાય છે કે, બંને હોસ્પિટલ માટે જઈ રહ્યા છે.... અને ક્ષણભરનો વિલંબ કર્યા વગર પોતાની બોલેરો ગાડી લઈને મોટા દીકરા વિનોદભાઈ પંચાલને તેમની મદદે મોકલે છે..... તો બીજી તરફ જ્યાં ગામ હોય ત્યાં ઉકરડો પણ હોવાનો તેવી કહેવતને સાચી પાડતા પોતાની જ જ્ઞાતીના અને કુટુંબી એવા નર્મદાબેન અને છબીલદાસ પંડ્યા આવા સમયે પીડિત કમલાબેનને મેણાં- ટોણાં મારીને કહે છે કે,
"કમુ... તારી બધી મિલકત મારા છોકરાના નામે કરી દે.... તારે દીકરો જ ક્યાં છે??... અને થશે પણ નહીં...."
"ભાભી... તમે આવા સમયે તો કમુ ને આવી રીતે હેરાન ના કરશો તો હું આપનો આભારી રહીશ..!!"
"કિરીટ....!!! તારા નસીબમાં પથરા જ છે...."
આવા કડવા વચન છબીલદાસ અને નર્મદાબેન બોલ્યા કરે છે..... પણ વિનોદભાઈ પ્રેમથી હકારાત્મક આશ્વાસન આપી કિરીટભાઈ અને કમળાબેનને ગાડીમાં બેસાડી લુણાવાડા પૂજા હોસ્પિટલમાં પહોચે ત્યાં જ સવા અગિયાર જેવુ થઈ જાય છે...
ડૉક્ટર તરત જ કમળાબેનને એડમિટ કરે છે..... ગર્ભમાં જ તપાસ કરે છે.... ડૉક્ટર અને નર્સ પ્રસૂતિની તૈયારી કરવાનું કહે છે....
"હા....પણ કિરીટભાઈ તેઓને pain હતું અને ગાડી થોડી વધારે અનિયમિત ગતિથી આવી છે તો બાળક સહેજ ફરી ગયેલ છે.... Normal થઈ જશે.. But થોડું હમણાં થોડું Critical છે...."
નર્સ પ્રસૂતિની તૈયારી કરે છે... એટલામાં જ 12 વાગી જાય છે.... ડૉક્ટર પ્રસૂતિનું ઓપરેશન કરવા જતાં રહે છે.... કમળાબેનની અસહ્ય પીડાથી નીકળતી ચીસોના પડઘા સંભળાય છે..
ને બહાર કિરીટભાઈ ચિંતાતૂર બનીને આમતેમ ફર્યા કરે છે... મનોમન ઈશ્વરને કમળાબેન અને આવનાર બાળક માટે પ્રાર્થના કર્યા કરે છે.....
આ બાજુ ડૉક્ટર માતા અને બાળક બંનેને સુરક્ષિત રહે એ માટે એની પૂરી કોશિશ કરે છે અને તેઓ સફળ પણ થાય છે.....
એ દિવસે હતો... 24 જાન્યુઆરી 1991 એટલે કે ગુરુવાર ને એ જ દિવસે બપોરે 12 વાગયાને 20 મિનિટે કમળાબેને અઢી કિલોના એક તેજસ્વી કુમળા બાળકને જન્મ આપ્યો .... ચાંદ જેવો ઉજળું ને સ્પર્શતા જ લાલ છાપ દેખાય આવે એવું એ બાળક હતું....
“congratulations….Kiritbhai… It’s a male…..”
“મેલ.....?? મારા નસીબ જ ફૂટેલાં છે.... હે ઈશ્વર મારા નસીબમાં દીકરો જ નથી કે શું ...??”
કિરીટભાઈ દુ:ખી થઈ જાય છે.... અને ત્યાં જ થાંભલા સાથે માથું પછાડવા લાગે છે....
આ જોઈને ત્યાં જ હોસ્પિટલમાં બીજા એક ડૉક્ટર આવે છે કે જે કિરીટભાઈના ગામના જ છે અને તેઓને ખબર પડી કે કમળાબેનને દાખલ કર્યા છે એટલે કિરીટભાઈને મળવા આવેલ છે એ કિરીટભાઈની આવી હાલત જોઈને પૂછે છે....
“ કિરીટભાઈ... શું થયું...??”
“ જોષી સાહેબ, કંઈજ નહીં.... મારા નસીબમાં શરીનો મેલ જ છે.... દીકરી જ છે.. દીકરો નહીં....”
“ભાઈ... તમારે સમજફેર હશે.... ડોક્ટરે તમને Male કીધું male એટલે પુરુષ થાય..... તમારે ત્યાં દીકરો જ થયો હશે.... સરખી રીતે તપસ કરો....”
આ સાંભળી કિરીટભાઈ ખુશ થઈ જાય છે.. તે જે થાંભલા સાથે માથું પછાડતાં હતાં... એ જ થાંભલાને ચૂંબન કરવા લાગે છે.... પોતે કૂદકા મારવા લાગે છે... આંખોમાં આંસુ... પણ ચહેરા પર એમની ખુશી સમાતી નહોતી.... જાણે કોઈ ગાંડો માણસ જ જોઈ લ્યો હા.... પણ અહીંયા તો એ પિતા હતો જે પોતાના દીકરાનું મોં જોવા માટે ગાંડો બન્યો હતો.... એ પિતૃપ્રેમ છલકાતો હતો... પણ છતાં તેઓનાં મનમાં ડર હતો કે પ્રથમ બાળક વખતે થયું એવું જ આ વખતે ન થાય....!!!
કમળાબેન અને કિરીટભાઈ બંને હોસ્પિટલમાંથી રજા લઈને જાય છે.... સાથે એક નાનકડાં અને કુમળા બાળકને જોઈને પાંચેય બહેનો ખુશ થાય છે..... આ નાનકડાં પરિવારમાં એક નવા જ સભ્યની Entry થઈ છે.. ને હા..... It’s a The Gagan Pandya….
પંડયા પરિવારમાં દીકરાની સાથે સાથે ઘણી બધી ખુશીઓ પણ આવી હતી....કિરીટભાઈને દુકાન હતી જે તેમની માતાશ્રીનાં કહેવાથી નાના ભાઈને આપી દેવી પડી પણ કુદરત તેમની સાથે હતા એટલે ગામના વડીલ એવા સામીત ખાન પઠાણે કિરીટભાઈને pwd માં ક્લાર્કની નોકરી અપાવી હતી અને લગભગ 1981-82 થી કમળાબેનને આંગણવાડી કાર્યકર તરીકે નોકરી તો હતી... આ ઉપરાંત દીકરીઓવાળું ઘર ચલાવવા તેઓ બાજુના પોલીસ સ્ટેશનનાં કર્મચારીઓ તથા કેદીઓ માટે ટિફિન પણ બનાવતા હતા... 1 ટિફિનના તેઓને 12 રૂપિયા મળતા હતા.... કિરીટભાઈનાં પગારમાં પણ સમયાંતરે વધારો થતો હતો..... હવે માંડ માંડ આ પંડયા પરિવારનું ગુજરાન ચાલે એટલું તેઓને મળી રહેતું હતું...
કિરીટભાઈએ દિકરાને મેળવવા માટે રાખેલી માનતાઓ પૂર્ણ કરવાનું ચાલુ કર્યું .... દીકરાના વાળ ન કપાવવાની બધાના લીધે નટખટ ગગનને કોઈ કાનો, કોઈ લાલો, કોઈ આકાશ, કોઈ નભ, કોઈ ઇંદ્રવદન તો કોઈ લકી કહીને બોલાવતા..... કિરીટભાઈ અને તમનો પરિવાર તો તેને લાડકોડથી લાલો કહીને જ બોલાવતા.... અને હા.... ગગનને પણ જ્યાં સુધી પોલીસ સ્ટેશનમાં નોકરી કરતાં કાનાંભાઈ “કનૈયા” કહીને ના બોલાવેને ત્યાં સુધી ચેન નાં પડતું....
કિરીટભાઈ અને કમળાબેનનો પહેલો દીકરો હોવાથી તેમણે ગગનને ખૂબ જ લાડકોડથી ઉછેર્યો હતો...
આ ઉપરાંત 1993 માં પણ કમળાબેને એક નાજૂક અને નમણાં બાળકને જન્મ આપ્યો અને હા.... આ બાળક એટલે શરદ... અને પંડયા પરિવાર હવે ભર્યો ભર્યો લાગતો હતો....
કમળાબેન અને કિરીટભાઇને સાત સંતાનો... શાલિની, વિદિશા, સિતારા, હેત્વી, પરિધિ, ગગન અને શરદ...... જેમાં સિતારા અને ગગન બંનેનો દેખાવ કમળાબેન જેવો હતો, શાલિની, હેત્વી અને શરદ ત્રણેયનો દેખાવ કિરીટભાઈ જેવો હતો, જ્યારે વિદિશા અને પરિધિનો દેખાવ કમળાબેન અને કિરીટભાઈ બંનેને મળતો આવતો હતો.....
એ સમયે બાધાના લીધે કિરીટભાઈ એ 11 પૂનમની જગ્યા એ ભગવાને આપેલ ભેંટ માટે 22 વર્ષ સુધી ડાકોરની પૂનમ ભરી... તેમજ બાધાનાં લીધે દિકરાને 5 વર્ષ સુધી બીજાના ઘરના કપડાં પહેરાવવાના હતા...... ને આના લીધે બ્રાહ્મણ ફળીના પાછળનાં ભાગે આવેલ નાયક ફળીના ચંપા બેનને 5 વર્ષ સુધી બાળક આપી દીધું... એટલે કે ગગનનાં કપડાં ચંપા બેનના ઘરના લોકો લાવી દેતાં સામે કિરીટભાઈ તેમના ઘરનું કરિયાણાનો સામાન લાવી આપતા....ને લગભગ ગોધરાકાંડ સુધી કિરીટભાઈ એ ગગન સાથે દરેક પૂનમે રણછોડરાયનાં દર્શન કર્યા હતા. ....
અહીયાથી જ એ ડાયરીનું આ પેજ અધૂરું છોડેલું હતું.... મેં ડાયરીના પેજ ફેરવ્યા તો 2 પેજ કોરા મૂક્યા હતાં ને પછીના પેજ પર લખેલું હતું...... “My Journey…” હું પણ આ ડાયરી વાંચવા માટે આતુર હતી......
****************
To be continue..
#hemali gohil "RUH"
@rashu
શું કમળાબેન અને કિરીટભાઇના જીવનમાં પુત્રોનું અને સંસાર સુખ લખ્યું હશે કે પછી એમના જીવનમાં હંમેશા દુઃખના પહાડ જ ઉભા રહેશે ? શું એમના જીવનમાં સારા દિવસો આવશે કે. કેમ ? શું લેખક આ અધૂરી ડાયરી વાંચી શકશે કે અધૂરા પેજની જેમ આ. વાર્તા પણ અધૂરી રહી જશે ? જુઓ આવતા અંકે......