TU ANE TAARI VAATO..!! - 12 in Gujarati Love Stories by Hemali Gohil Rashu books and stories PDF | તું અને તારી વાતો..!! - 12

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

તું અને તારી વાતો..!! - 12

તું અને તારી વાતો ...!!

પ્રકરણ 12 પ્રેમ તો પ્રેમ છે..!!

આંખોમાં આંસુ સાથે સવિતાબેન રશ્મિકા પાસે જાય છે. રશ્મિકા સવિતાબેનને જોઇને chair પરથી ઉભી થઇ જાય છે અને સવિતાબેન અચાનક જ રશ્મિકાને ગાલ પર ઝાપટ મારી દે છે.....

અને તરત જ રોહન પણ chair પરથી ઉભો થઇ જાય છે અને હર્ષદભાઈ રૂમમાંથી બહાર આવી બોલી ઉઠે છે...

“સવિતા......!!!???”

થોડી ક્ષણ સુધી ત્યાં મૌન છવાય રહે છે .....સવિતાબેન આંસુ સાથે રશ્મિકાની સામે જોઈ રહે છે અને રોહન બોલી ઊઠે છે ..

“મમ્મી …….?? શું થયું ?”

ને રશ્મિકા ગાલ પર હાથ રાખી સવિતાબેન ની સામે જોઈ રડી રહી છે સવિતાબેન એકાએક રશ્મિકા ને ભેટી પડે છે રડવા લાગે છે .....

“ રશું ...બેટા તું મારાથી દુઃખી થાય છે ..??!!! છતાં પણ મને કઈ કહેતી નથી ...?? sorry બેટા હું તને સમજતી જ નથી ….!! Sorry ...બેટા ...”

“ ના ...મમ્મી આવું ના બોલ ..મમ્મી તું જે વિચારે છે એ બધુ જ મારા માટે વિચારે છે અને મા ક્યારેય પોતાના બાળકનું ખરાબ થોડી ને વિચારે છે ???”

સવિતાબેન રશ્મિકાના માથા પર પ્રેમથી હાથ ફેરવે છે અને પોતાના આંસુ લૂછી રશ્મિકાને કહે છે ..

“ ચાલ ...બેટા નાસ્તો કરી લે પછી તું તૈયાર થઈ જા ઓફિસે જવામાં late થશે ...”

“hmmm”

સવિતાબેન રશ્મિકાને chair પર બેસાડી નાસ્તો પીરસી રહ્યા છે… અને સાથે હર્ષદભાઈ અને રોહનને પણ કહે છે......
“ હવે , તમે બંને પણ શું જુઓ છો ??...ચાલો તમે પણ નાસ્તો કરી લો ...!!”

“હા ...મમ્મી”

હર્ષદભાઈ અને રોહન પણ નાનકડી smile સાથે ત્યાં આવી અને નાસ્તો કરે છે …..થોડી ક્ષણ પછી નાસ્તો કરી હર્ષદભાઈ અને રશ્મિકા ઑફિસ જવા માટે તૈયાર થાય છે અને રોહન રુમમાં જતો રહે છે અને સવિતાબેન પોતાના કામમાં લાગી જાય છે..

"મમ્મી... મમ્મી... હું જાઉં છું ..જય શ્રી કૃષ્ણ ..."

" હા.. રશું બેટા, જય શ્રી કૃષ્ણ..."

" અને હું પણ જાઉં છું.. સવિતા... જય શ્રી કૃષ્ણ.."

" હા ...જય શ્રી કૃષ્ણ..."

રશ્મિકા અને હર્ષદભાઈ બંને ઓફિસ માટે નીકળી જાય છે...


***********


રશ્મિકા હર્ષદભાઈની કારમાં ડ્રાઇવિંગ સીટની બાજુની સીટમાં બેસી જાય છે ...હર્ષદભાઈ ડ્રાઇવિંગ કરે છે અને રશ્મિકા બહારથી આવતા પવનની લહેરો સાથે વિચારમાં ખોવાઈ જાય છે...

મીઠી પવનની લહેરો થકી
લાગે છે મીઠી તારી યાદો...
અધીર છે આ હૈયું
સાંભળવા તારી મીઠી વાતો...
બસ તારા સથવારે
જીવંત છે આપણી યાદો ....

થોડી ક્ષણમાં હર્ષદભાઈ અને રશ્મિકા ઓફિસ પર પહોંચી જાય છે... રશ્મિકા અને હર્ષદભાઈ બંને હર્ષદભાઈ ની કેબિનમાં જઈને બેસે છે...

હર્ષદભાઈ પોતાની chair પર બેસી કમ્પ્યુટર on કરે છે અને પોતાનું કામ કરવા લાગે છે અને બોલે છે

"રશું બેટા.... તે ફાઈલ વિજય પાસે છે એને કહ્યું છે કે તે અહિયાં જ આવી જશે ...હમણાં થોડી વારમાં આવી જશે ..."

"હા ...પપ્પા.."

રશ્મિકા વિજય ના વિચારો સાથે વિજય ની રાહ જુએ છે તે વારંવાર કેબીનના દરવાજા તરફ નજર કરે છે અને રશ્મિકા પોતાના પર્સમાંથી ડાયરી કાઢીને લખવા લાગે છે અને હર્ષદભાઈ પોતાની મિટિંગ માટે તૈયારી કરવા લાગે છે...રશ્મિકા વિજયની રાહમાં લખે છે..


"ખબર નહી,
આ હૃદય માં કેવી બેચેની છે...!!
બસ હંમેશા
ધબકે છે તારી રાહમાં...!!"


આટલી વારમાં વિજયના શબ્દો સંભળાય છે...

"May i come in sir..?"

"હા, વિજય આવ "

રશ્મિકા નું ધ્યાન તરત જ એ તરફ જાય છે અને તે સ્માઇલ સાથે પોતાની ડાયરી પર્સમાં મુકી દે છે ...

"વિજય ,પેલી ફાઇલ નું કામ હતું એ તું અને રશું બંને મળીને પતાવી લેજો ..."

"હા..હર્ષદભાઈ.."

" અને વિજય હું દસ વાગ્યે મિટિંગમાં જવાનું છે તો હમણાં થોડી તૈયારી કરી લઉં ..."

"Ok , હર્ષદભાઈ ."

વિજય રશ્મિકા ની બાજુમાં chair લઈને બેસી જાય છે ફાઈલ ખોલી રશ્મિકા ને સમજાવવા લાગે છે પણ રશ્મિકા હજુ પણ વિજય ની સામે સ્માઇલ સાથે જોઈ રહે છે...

રશ્મિકાના રિએક્શન જોઈને વિજય હલકી સ્માઈલ સાથે રશ્મિકા સામે જોઈ હર્ષદભાઈ સામે જુએ છે અને પછી ફરીથી રશ્મિકા સામે જુએ છે વિજયના આ reaction જોઈને રશ્મિકા હસી પડે છે અને રશ્મિકાના હસવાના અવાજ પરથી હર્ષદભાઈ રશ્મિકા ની સામે જોઈને બોલે છે ..

"રશુ..બેટા... શું થયું ...? કેમ હસે છે..?"

"કંઈ નહિ , પપ્પા .."

"તો .?"

" કઈ નહિ , પપ્પા..આ ભૂત એવી રીતે સમજાવે છે કે જાણે મને કંઈ ખબર જ ના હોય ...."

"હા ...વાંદરી, મજાકમાં નહીં કામમાં ધ્યાન આપ..."

" હા , બેટા , વિજયની વાત સાચી છે.."

" અરે ,પપ્પા... થઈ જશે don't worry.."

" હા , બેટા.. તારી વાત જ ના કરાય .... મસ્તી કરતા કરતા ક્યારે કામ પૂરું કરી નાખીશ ...ખબર જ નહીં રહે.."

" હા ...પપ્પા, દીકરી કોની..?"

"હા , બેટા... ચલો સાડા નવ થઈ ગયા છે હું નીકળું.."

" હા, પપ્પા..."

" વિજય , હું જાઉં છું અને જો કોઈ કામ હોય તો મને મેસેજ કરી દેજે જો free હોઈશ તો સામેથી કોલ કરી દઈશ.."

" હા ...ભલે હર્ષદભાઈ .. Don't worry...i handle it.."

હર્ષદભાઈ પોતાનું ઓફિસ બેગ લઈને નીકળી જાય છે અને રશ્મિકા અને વિજય બંને એકબીજા સામે મૌન હાસ્ય સાથે જોઈ રહે છે ...

થોડી ક્ષણો પછી વિજય બોલે છે...

" How are you ?"

" Fine....you..?"

" also fine.."

" હા... તો ભૂત કામ કર ને ..."

"વાંદરી .....તું મસ્તી કરે છે કામ જ નથી કરવા દેતી..."

" હા ...ભૂત...ચાલો કામ પતાવીએ.."

" હા..રશું, એક કામ કરીએ... તમારા હેન્ડરાઇટિંગ સારા છે તો આ અધુરુ વર્ક તમે પૂર્ણ કરો ....એટલી વારમાં જેટલું done છે એને ચેક કરી લઉં અને સાથે ટાઈપ પણ કરી લઉં..."

"Ok..done.. ભૂત"

" હા ...વાંદરી ..લાવો એ page ટાઈપ કરવાના છે એ હું રાખું છું અને આ બાકીના page પર તમે વર્ક પૂર્ણ કરો ..."

વિજય chair પરથી ઉભો થઇ કમ્પ્યુટર પાસે આવી અને ત્યાં બીજી chair પર બેસી જાય છે અને પોતાનું વર્ક કરવા લાગે છે અને આમ એ શાયરી અને એના શબ્દો બંને વાતો કરતા-કરતા પોતાનું વર્ક કરવા લાગે છે

"ભૂત.. એક વાત કહું.."

" હા ...બોલ ને..."

" તું ક્યારેક મને તું કહીને બોલાવે છે અને ક્યારેક તમે.... એનું કારણ .?"

"બસ મજા આવે છે ..."

"સરસ "

"હા ...વાંદરી ...હવે તારા જેવા જવાબ આપતા આવડી ગયું છે..."

" હજુ એક વાત પૂછું..."

"Hmm"

" તું ખરેખર મને પ્રેમ કરે છે ....?"

વિજય કી-બોર્ડ પરની સ્વીચ પર પોતાનો હાથ અટકાવી રશ્મિકા સામે મૌન સાથે જોઈ રહે છે અને રશ્મિકા ફાઇલમાં જ મશગૂલ રહે છે અને એટલામાં જ રશ્મિકા વિજય સામે જુએ છે...

વિજય આંખમાં છલકાતા આંસુ સાથે બોલી ઊઠે છે...

" તો તમે મેસેજ read કર્યા હતા..?"

" હા.."

" રશું... યૂ આર યૂનિક પર્સન..... like ગાલિબ ના શેર જેવી છોકરી..... તમારી દરેક અદાઓ ગમે છે ...તમારા દરેક શબ્દો હૃદયને સ્પર્શી જાય છે ...રશું..મારો પ્રેમ પવિત્ર છે ..કોઈ સ્વાર્થ નથી ..બસ હંમેશા તને ખુશ જોવા માગું છું કોઈપણ રીતે.... પછી ભલે એ સંબંધ પ્રેમ સાથેનો હોય... "

"ભૂત ....તું મને પ્રેમ સાથે ખુશ જોવા માંગે છે તો પછી... તારો પ્રેમ ....?"

"રશું... પ્રેમ તો પ્રેમ છે ...આ પ્રેમને પ્રપોઝ વગરનો પ્રેમ જ રહેવા દે.... બસ અનંત પ્રેમ ...."

"Hmm"

અને એ સાથે જ આ કેબિનમાં મૌન છવાઈ જાય છે અને રશ્મિકા ફરી નીચે જોઈ લખવા લાગે છે વિજય પણ થોડીવાર પછી ફરી કમ્પ્યુટર સાથે રમવા લાગે છે...

બસ માત્ર કી બોર્ડની સ્વીચનો ધીમો અવાજ અને બંનેનું મૌન....

થોડી ક્ષણ પછી વિજય આ મૌનને તોડે છે .

"By the way...પ્રેમને ફોન કર્યો હતો..? એ પહોંચ્યો કે નહીં..."

" એને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી.."

" કેમ .?"

"બસ એમ જ ..."

"તો એણે ફોન નહીં કર્યો કે એ પહોંચી ગયો છે?"

" એને લાયક હું નથી..."

" કેમ .?"

"બસ એમ જ ..."

"તું ફોન કરી લે ને કદાચ એનાથી તમે બંને નજીક આવશો.."

" એ સમય જતો રહ્યો ...."

"અરે , રશું ...હજુ ઘણો સમય છે.."

" i think આ સમય પણ જતો રહેશે ..."

" means ..?"

"ભૂત મારુ વર્ક ફિનિશ થઈ ગયું છે .... હું આવું છું થોડીવારમાં ...પછી હેલ્પ કરું..."

રશ્મિકા વિજય જવાબ આપે એ પહેલાં જ ત્યાં થી જતી રહે છે પણ વિજય રશ્મિકાની આંખમાં તરતા આંસુને ઓળખી જાય છે અને બસ બોલી ઊઠે છે.....


" તારા કહ્યા વગર જ તને સમજી જાઉં...
એટલો તો સમજદાર છું ....
પણ તારી અણકહી વાતોને નિભાવી જાઉ
એટલો નસીબદાર પણ નથી ...
પણ છતાં આ હૈયુ હંમેશની જેમ આતુર છે સાંભળવા ...
તું અને તારી વાતો....!!"

**********


To be continue..

#hemali gohil "Ruh"
@Rashu


શું રશ્મિકાના હૃદયમાં વિજય પ્રત્યે કોઈ લાગણી છે? શું રશ્મિકા વિજયની લાગણીનો સ્વીકાર કરશે..?કે પછી રશ્મિકા પ્રેમ સાથે સમાધાન પૂર્વકનો સંબંધ સ્વીકાર કરશે..?..શું સવિતાબેન અને હર્ષદભાઈ ખરેખર પોતાની દીકરીની અણકહી વેદનાને સમજી શકશે.....? જુઓ આવતા અંકે.....