ખજાનાની ખોજ ભાગ 13
આગળના ભાગથી ક્રમશઃ...
આકાશ અને ધમો બન્ને ખાઈ ને થોડી વાર આરામ કરવા બેઠા. શક્તિ અને સતીષ તેમજ બીજા પાંચ સાથી વાતો કરતા હતા. એટલામાં થોડે દૂરથી કશાક નો અવાજ આવ્યો. સતીષ એ તરત આકાશ ને હલાવી ને જગાડ્યો અને ઇશારાથી ચૂપ રહેવા કીધું. આકાશ સફાળો જાગી ગયો અને ચારે બાજુ ઝીણી નજર કરી ને ધ્યાન થી જોવા લાગ્યો.
આ બાજુ બધા સાથીઓએ હથિયાર હાથમાં લઈ લીધા. ચારેય બાજુ નીરવ શાંતિ હતી. પરંતુ આ શાંતિ ખુબજ ડરાવણી હતી. થોડીવાર માટે બધા આમતેમ જોતા રહ્યા ત્યાં જ અચાનક શક્તિ ને ઝાડી પાછળ થોડી હલચલ જોવા મળી, તેણે બધા ને તે બાજુ ઈશારો કરીને જોવા કહ્યું.
આકાશને તરત ખ્યાલ આવી ગયો કે નક્કી હવે આપણું આવી બન્યું છે. તેણે તરત પ્લાન બનાવવા માટે મગજ ને કસવાનું શરૂ કરી દીધું. આ વખતે આગળની જેમ ચારેય બાજુ થી હુમલો કરવાનો કોઈ ચાન્સ હતો નહિ. આથી તેણે બધા ને ગુફા ના આગળના ભાગે જવા ઈશારો કર્યો.
આકાશ (ખુબજ ધીમા અવાજે) : સતીષ અને ધમાં તમે બન્ને ને મેં આજુબાજુ માં જોવા માટે મોકલ્યા હતા. કોઈ બીજો રસ્તો છે આપણી પાસે અહીંથી બચી ને જવા માટે?
સતીષ : હું જમણી બાજુ ગયો હતો ત્યાં તો આગળ જવા માં ખતરો છે ત્યાંથી ભાગવા જઈશું તો આપણે તરત પકડાય જઈશું.
ધમો : ડાબી બાજુ પણ કોઈ રસ્તો નથી. ત્યાં પણ નકરા ઝાડી જાંખરા જ છે. ત્યાંથી ભાગવા માટે કોઈ રસ્તો નથી.
શક્તિ : ચિંતા ના કરો ગુફા ની બીજી બાજુ આપણે નીકળી શકીએ તેવો રસ્તો છે. પણ એ રસ્તે જઈશું તો આ લોકો આપણો ત્યાં પીછો કરી શકે છે.
આકાશ : બધા ધ્યાનથી સાંભળો, આપણે અહીં થોડી વાર માટે હુમલા નો જવાબ આપીશું. શક્તિ તું બે જણા ને લઈ ને અંદર ની બાજુ જઈશ અને ત્યાં તું બરુદ ગોઠવી દેજે. જ્યારે આપણે ત્યાંથી નીકળીએ ત્યારે આપણે ગુફા ને ઉડાવી દઈશું. જેથી તે લોકોને બીજો રસ્તો લેવો પડે અને આપણે તેટલી વાર માં દૂર નીકળી જઈશું. શક્તિ તું જા અને સાવ અંદર આપણે જ્યાં ગુફા બંધ કરી તેનાથી થોડું અંદર ની સાઈડ બરુદ લગાડી દેજો. જાવ. અને લાગી જાય એટલે અહીં આવી જજો.
શક્તિ બે માણસો સાથે ગુફા માં દારૂગોળો લઈને ગયો. થોડી વાર અહીં બધા નજર રાખીને બેઠા રહ્યા પરંતુ બીજી બાજુ થી કોઈ હલચલ જોવા મળતી નહોતી. અંધારું ખુબજ વધારે હતું એટલે આકાશ પણ કોઈ જોખમ ખેડવા માટે તૈયાર નહોતો. તેણે નક્કી કર્યું હતું કે અહીં જ બેસી ને રાહ જોવી છે કોઈ બહાર જઈ ને જોવા જવાનું નથી.
આકાશ ને ખબર નહોતી કે તેના પર બહાર ની સાઈડ પર કોણ નજર રાખી રહ્યું છે. જ્યારે બહાર ની બાજુ મધુ ગોંડા ના માણસો પહોંચી ગયા હતા. અને તેને પણ ખબર નહોતી કે ગુફા પાસે આકાશ અને તેના સાથી છે. તે લોકો ને એવું હતું કે આકાશ અને તેના સાથી હજુ ઘણા દૂર છે. તેથી તે લોકો શાંતિથી આરામ કરતા હતા.
મધુ ના માણસો લગભગ વીસ જેટલા હતા. અને બધા દારૂની મહેફિલ માણી રહ્યા હતા. તે લોકો જાણતા નહોતા કે આદિવાસી લોકો તેનો પીછો કરી રહ્યા છે.
આકાશ ને એમ હતું કે તેના પર આદિવાસી નજર રાખી રહ્યા છે. પરંતુ તેની નજીક મધુના માણસો હતા. જ્યારે મધુના માણસો ને આકાશ કે આદિવાસી બન્ને વિશે ખ્યાલ નહોતો. અને આદિવાસી લોકો એવું વિચારતા હતા કે પહેલા અમારા માણસો ને મરવા વાળા આ (મધુના માણસો) જ છે. આથી આદિવાસી લોકો તેના પર તાક લઈ ને બેઠા હતા સારો મોકો મળતા બધાનો અહીં ખેલ પૂરો કરવા બેઠા હતા.
લગભગ રાત્રીના એક વાગ્યો હશે ત્યારે પહેલો ધડાકો થયો. આ બાજુ શક્તિ ગુફામાં દારૂગોળો લગાવી ને ક્યારનો આકાશ પાસે આવી ગયો હતો. ધડાકો સાંભળતા જ બધા ચોકી ગયા. પહેલો ગોળી નો અવાજ આવ્યા બાદ થોડીવાર ફરી શાંતિ છવાય ગઈ. લગભગ પાંચ મિનિટ પછી એકસાથે ત્રણ ગોળી છૂટવા નો અવાજ આવ્યો. અને ત્યારબાદ ધડાધડ ગોળી છૂટવા ના અવાજ થી જંગલ ગુંજવા લાગ્યો. આકાશ અને તેના સાથે વિચારવા લાગ્યા કે આ થઈ શુ રહ્યું છે. ગોળી કોણ છોડે છે અને કોના પર છોડે છે તે કઈ સમજ માં આવી રહ્યું નહોતું.
અચાનક શક્તિ બોલી ઉઠ્યો.
શક્તિ : ક્યાંક આ વનું એ મોકલ્યા તે માણસો તો નથી ને? ક્યાંક વનું ના માણસો પર આદિવાસી લોકો એ હુમલો કરી દીધો નથી ને? જો એવું હશે તો આપણે તેની મદદ કરવા જવી જોઈએ.
શક્તિ ને ક્યાં ખબર હતી કે વનું ના માણસો તો હજુ બહુ દૂર હતા. આ તો મધુ ગોંડા ના માણસો હતા. આકાશ ને પણ શક્તિ ની વાત માં દમ લાગ્યો અને એટલે તેણે પણ આ ગોળીના ધડાકા વચ્ચે કોના માણસો છે તે જોવા જવા માટે નો નિર્ણય કરી લીધો.
આકાશ સાંભળો હું અને શક્તિ બન્ને આગળ જઈએ છીએ અને જોઈએ કે આ જે ફાઇટ થઈ રહી છે તે કોના માણસો છે જો વનું ના માણસો હોય તો અને તમને ઈશારો કરીશું નહિતર તમે લોકો છુપાયેલા રહેજો. આટલું કહીને આકાશ અને શક્તિ બન્ને જોવા માટે આગળ વધ્યા.
આ બાજુ આદિવાસી લોકો પણ ગોળી છોડી રહ્યા હતા અને આદિવાસી લોકોની સંખ્યા વધારે હતી એટલે મધુના માણસો પીછેહટ કરી રહ્યા હતા. મધુના માણસો પાસે હથિયાર આધુનિક હતા પરંતુ સામે આદિવાસી લોકો ની સંખ્યા ખુબજ વધુ હતી અને તે ત્રણ બાજુથી હુમલો કરી રહ્યા હતા. આકાશ અને શક્તિએ આ જોયું એટલે તેને ખ્યાલ આવી ગયો કે આ માણસો આપણા માટે નથી આ કોઈ બીજા ના માણસો છે. આપણે હજુ કોઈની નજર માં નથી આવ્યા પરંતુ જે રીતે આદિવાસી લોકો હુમલો કરે છે તે જોતા એટલું તો નક્કી છે કે આ લોકો ખુબજ જલ્દી આપણી પાસે પહોંચી જશે અને આપણે પણ આ ફાઇટ માં સામેલ થવું પડશે.
આકાશ અને શક્તિ ફટાફટ ગુફા પાસે પાછા આવી ગયા અને બધા ને હુમલા માટે તૈયાર રહેવા માટે આદેશ આપ્યો. આદેશ મળતા જ ધમો અચાનક જ બોલી ઉઠ્યો.
ધમો : આકાશ આપણે સુકામ આ હુમલા માં ભાગ લેવો જોઈએ. એ લોકો ગુફા તરફ આગળ વધે છે. તો આપણે હાલ આ ગુફા માંથી બહાર નીકળી ને પાછળથી ગુફા બંધ કરી દઈએ એટલે હુમલા માં આપણે ખુવારી વેઠવી ના પડે.
આકાશ (થોડીવાર વિચારીને) : ધમા, તારી વાત સાચી છે. આપણે અહીં ગોળી અને તાકાત વેડફવા કરતા આગળ નીકળી જવું જોઈએ. ચાલો બધા અંદર ની તરફ.
શક્તિ છેલ્લે ગુફા માંથી બહાર નીકળ્યો. ત્યારબાદ આકાશે શક્તિ ને ગુફા ઉડાડી દેવા માટે ઈશારો કર્યો એટલે શક્તિ એ ગુફા માં મુકેલ દારૂગોળા પર આગ લગાડી ને ગુફા ને ઉડાડી દીધી. ગુફા નું મોઢું બંધ થયું કે નહીં તે જોવા માટે આકાશ અને બધા જોવા માટે રહ્યા.
આ બાજુ મધુના માણસો ગુફા માં અંદર સુધી પહોંચી ગયા હતા. જોરદાર ધડાકો થતા બધા પાછળ જોવા લાગ્યા. આદિવાસી લોકો પણ કઈ વિચારી શક્યા નહિ. આદિવાસી લોકોએ મધુના માણસો પર હુમલો શરૂ રાખ્યો.
સવાર ના ચાર વાગવા આવી ગયા હતા છતાં પણ ગોળી નો અવાજ બંધ થવાનું નામ લેતો નહોતો. મધુ ના માણસો પાસે હવે ક્યાંય ભાગી ને જવા માટે નો રસ્તો રહ્યો નહોતો. ગુફામાં પાછળ રસ્તો બંધ હતો અને આગળ ની સાઈડ આદિવાસી લોકો તેની રાહ જોઇને ઉભા હતા. હવે છૂટક છૂટક ગોળીનો આવાજ આવી રહ્યો હતો. મધુ ના માણસો હવે થાક્યા હતા કેમકે તેની પાસે કયાંય ભાગવા માટેનો રસ્તો નહોતો અને આદિવસી લોકો ગુફા આગળથી ખસતા નહોતા.
સવાર ના લગભગ સાત વાગવા આવ્યા હતા અને હવે થોડું થોડું અંજવાળું થવા લાગ્યું હતું. આદિવાસી લોકો ગુફા માં અંદર ની તરફ આગળ વધી રહ્યા હતા. મધુના માણસો એક એક કરતાં ઓછા થવા લાગ્યા હતા. મધુના માણસો પાસે હવે સામે પ્રતિરોધ કરવા માટે હથિયાર પણ ખૂટવા લાગ્યા હતા. આદિવાસી લોકો હવે એકપણ વ્યક્તિને જીવતો રહેવા દેવા માંગતા ના હોય તેવી રીતે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. લગભગ નવ વાગ્યા સુધી મધુના માણસો અને આદિવાસી લોકો વચ્ચે અથડામણ શરૂ રહી અંતે મધુના બધા માણસો નો ખેલ પૂરો થયો. આદિવાસી લોકો ને લાગ્યું કે જે લોકો એ આપણા માણસો ને મર્યા તે બધા મરી ગયા છે અને ખજાનાની ભાળ હવે કોઈને નહિ મળે.
મધુ ગોંડા ના માણસો અને આદિવાસી લોકો વચ્ચે થયેલ ફાઇટ નો લાભ આકાશ અને તેના સાથીઓએ લઈ લીધો અને એક સારી એવી જગ્યાએ તે લોકો છુપાઈ ગયા. આકાશે નક્કી કર્યું કે આજ આખો દિવસ કોઈની નજર માં આવ્યા વગર આપણે અહીં જ રોકાઈ ને રહીશું. આદિવાસી લોકો એમ જ વિચારવા જોઈએ કે તેમણે જેને માર્યા છે તે જ ખજાના પાછળ હતા. એ લોકોને આપણા વિશે ગંધ ના આવે એટલે અહીં જ રોકાવાનું છે.
ક્રમશઃ...
આગળ શુ થશે? રાહ જુવો.
1) કમિશનરે ડોન ને ખતમ કરી દીધો પરંતુ આગળ કમિશનર શુ કરવા માંગે છે?
2) શુ મધુ ગોંડા પોલીસ કમિશનર ને દબાવી ને ખજાના ની પાછળ જઈ શકશે?
3) શુ ભરત અને વનું પોલીસ થી બચી શકશે?
4) સવાર પડતા આકાશ, ધમો અને તેના સાથી નો આગળ જતાં કોની સાથે ભેટો થશે?
5) શુ આકાશ ભરત ને છેલ્લે સુધી બચાવી રાખવામાં સફળ થશે?
6)વનું આકાશ ના પ્લાન નું બરાબર પાલન કરી શકશે?
7) શુ આદિવાસી લોકો આકાશ અને ધમાં ને ખજાના સુધી પહોંચવા દેશે?