Dhakha na gdha no Itihash - 1 in Gujarati Adventure Stories by કાળુજી મફાજી રાજપુત books and stories PDF | ધાખા ના ગઢ નો ઈતિહાસ - 1

Featured Books
Categories
Share

ધાખા ના ગઢ નો ઈતિહાસ - 1

ધાનેરા તાલુકામાં વસેલું એક નાનું એવું ગામડું તેનું નામ ધાખા ગામનું નામ ધાખા કંઈક આવી રીતે પડ્યું પહેલાના સમયમાં આ ગામમાં બારવટીયાઓની ઘણી ધાડ પડતી એટલે આ ગામનું નામ ધાડું નું ગામ ધાખા પડ્યું. ધાખા ની સ્થાપના લગભગ ઈસવીસન પૂર્વે 1500 માં થયેલ ત્યારે ધાખા નગરી તરીકે ઓળખાતી હતી.

ધાખામાં પહેલા શાસન દેવડા રાજપુત ઓનું હતું. તેમ નું 50 વર્ષ શાસન ચાલ્યું ત્યારબાદ વાણીયા શાહ અજબાણી તેઓએ ગામ ઉપર 200 વર્ષથી વેપાર અને ગામની હુકુમત સંભાળી. ધાખામાં પહેલા વસ્તી સૌથી વધારે વાણીયાઓ ની હતી જેમના લગભગ ઘર 150 થી 200 ઘરો એમના હતાં. બીજા નંબરમાં બ્રાહ્મણ જેમાં 100 થી 150 ઘર તેમના હતાં ત્રીજા નંબરમાં કણબી પટેલ જેમના 50 થી 100 ઘર તે સમયમાં હતા.
ધાખામાં મુખ્યત્વે જાતિ વાણીયા , કણબી, બ્રાહ્મણ, ઘાંચી, ભીલ, એટલી જાતિ હતી. ધાખા એક થી એક રહસ્યમય વાતો અને ઘટનાથી ભરેલું છે ધાખા ગામનો ગઢ લગભગ 500 થી 600 વર્ષ પૂર્વનો ઇતિહાસ છે જે હું તમને આગળ એના વિશે જણાવીશ. પેલું શાસન દેવડા રજપૂતો કર્યું ત્યાર પછી વાણીયા અને ત્યાર પછી કણબી પટેલે તેમની પટલાઈ કરી.

ધાખામાં વાણીયા ઓનુ ગામ કહેવામાં આવતું હતું. પરંતુ અહીં વાણીયા શાહ અજબાણી આ બંને ભાઈઓનો પરિવાર રહેતો સમૃદ્ધ અને લક્ષ્મી માતાની તેમના ઉપર ઘણી કૃપા હતી
તથા તેઓ ભારત વર્ષમાં ધાખા અને સમૃદ્ધ નગર તરીકે ઓળખાવ્યું હતું.

જેમ કે હાલમાં અદાણી અને અંબાણી છે એવી રીતે ધાખા ગામમાં અને ભારત વર્ષમાં ભુતા શાહ, ધના શાહ નામના બે સમૃદ્ધ ધનવાન શેઠ પણ હતા જે વેપારમાં પ્રથમ નંબરે ભારતમાં આવતા હતા.

માન્યતાઓનું માનવામાં આવે તો ધાખા ઉપરથી ધાનેરાનું નામ પડ્યું હતું .

ધાખા નો ગઢ દેવડાઓનું શાસન

આજથી લગભગ 500 થી 600 વર્ષ પૂર્વની વાત છે તે સમયગાળામાં દેવડા રજપુત નું શાસન ધાખા ઉપર હતું તે સમયે કોઈપણ સમસ્યા કે કોઈ પ્રશ્નો હોય તો ઠાકરની કોટડીએ બધા ભેગા થતા કોટડી એટલે નાનું એવું ઈટ તથા ચૂનાનું બનાવેલું પાકું મકાન જેમાં દેશી નળિયા બારી બારણા અને ઝરૂખાઓ થી સુશોભિત હતુ.

તેમાં બે ભાઈઓ પરિવાર રહેતો મોટાભાઈનું નામ જસાજી દેવડા અને નાના ભાઈનું નામ કલાજી દેવડા બંને ભાઈઓ વચ્ચે પ્રેમાળ સંબંધ હતો .

જેસાજી દેવડા પોતે 30 ગામના ધણી હતા. 40 થી 50 સિપાઈ અને સાયકો તેમની પાસે રહેતા.

30 ગામના ધણી જેસાજી દેવડા પોતાની કચેરી ભરીને બેઠા છે કસુંબા પાણી લેવાએ છે. ગઢવી ચારણ બારોટ દુઆ આનો નાદ કરી રહ્યા છે આવું રમણીય ભર્યું વાતાવરણ અને દુઆ નાદ થી વાતાવરણમાં જાણે અનેરો રંગ ઢોળી નાખ્યો ન હોય એવું લાગતું હતું ભાઈ

જસાજી આમ તો સાવ ભગત માણસ દિવસ રાત દ્વારકા વાળા ને સમરે પ્રભુ શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા તેમને આંગણે કોઈ સાધુ સંત પીર ફકીર આવે તો તે કોઈ દી ખાલી હાથે જાય નહીં આવો ધર્મિષ્ઠ માણસ પણ કુદરતની આ કેવી વિડંબના બંને ભાઈઓને શેર માટીની ખોટ હતી.

બંને ભાઈ ધર્મિષ્ઠ પ્રજાપ્રેમી અને બહાદુર અને વીર પુરુષ હતા તેમનું શાસન સહકુશળ હાલતું હતું બંને ભાઈઓનો પ્રેમ જાણે કે રામ લક્ષ્મણ ની જોડી ના હોય એવી તો એમની જોડી હતી.

એક વખતની વાત છે ભાઈ જસાજી દેવભૂમિ દ્વારકા જવા નીકળે છે ભાઈ કલાજી તેમને સહકુશળ ગામ સુધી મૂકવા જાય છે અને પછી કલાજી પોતાના રાજ કામમાં લાગી જાય છે આમ તો નગર બંને ભાઈ ભેગા મળીને સંભાળતા પરંતુ જસાજી આજે દિવ્યભૂમિ દ્વારકા ગયા છે એટલે નગરની સંપૂર્ણ જવાબદારી કલાજી ઉપર હતી.

સવારનો પોર છે શ્રાવણ માસનો ત્રીજો દિવસ અને ઝરમર ઝરમર ધીમે ધીમે વરસાદ વરસે છે વાતાવરણમાં ઠંડક પસરાઈ ગઈ છે દૂર દૂરથી આવતા ઘમ્મર ઘમ્મર વલોણા નો નાદ મંદિરમાંથી આવતી ઝાલર નો અવાજ સંભળાઈ રહ્યો છે આમાં કલાજી રજપુત પોતાની કચેરી ભરીને બેઠા છે દરબારીઓ બધા આનંદિત અને ઉલ્લાસમાં હતા.

આમાં 14 એક વર્ષની રબારી ની દીકરી દોડતી દોડતી આવી અને બોલી : બાપુ ગજબ થઈ ગયું બાપુ ગજબ થઈ ગયું

કલાજી:. શું થયું ?દીકરી સી વાત ? છે

દીકરી:. બાપુ ઓલા સંધિડા અમારી બધી ગાયો લઈ જાય છે મારા બાપને મારી નાખ્યો ત્યાં બાપુ અમારી રક્ષા કરો રડતી રડતી દીકરી બોલી

કલાજી : રડના દીકરા હું તારી સાથે છું દીકરી ઉપર હાથ મૂકીને કલાજી બોલ્યા

આમ કહીને 20 એક સાથીદારો સાથે કલાજી ગાયો ના વારે ચડ્યા દેવલબાઈએ (મોટી ભાભી )તેના ઓવારણાં લીધા. ધીંગાણે ચડેલો રજપુત કેવો રજપુત

મર્દ શિશપર નમે
મર્દ બોલી પહેચાને
મર્દ ખીલાવે ખાઈ
મર્દ ચિંતા નહી માને
મર્દ લેય મર્દ દેય
મર્દ કો મર્દ બચાવે
ગેહરે સકંટ કામ
મર્દ કો મર્દ હી આવે
ઊની મર્દ ઊની કો જાનીયે
સુખ દુખ સાથી દર્દ કે
કાલ કહે બિક્રમ સુનો એ હી લક્ષનહે મર્દ કે...

આવો આ રાજપુત ધીંગાણે ચડ્યો છે ગામના પાદરે ધીંગાણા નો ઢોલ વાગવા લાગ્યો પ્રજાએ કલાજીના ઓવારણાં લીધા. રંગ વે રજપૂત રંગ વે રજપૂત નો નાદ થવા લાગ્યો.

કલાજી 20 એક ઘોડેશ્વર સાથીદારો સાથે 105 સંધિઓ સામે ધીંગાણું જામ્યું કેવું ધીંગાણું જામ્યું કવિ વર્ણન કરે એનું

ધન્ય ધરા ધાખા ભલી અમણી
જ્યાં રતન પાકતા આવા......

બિન માથે બાઠે દળા પોઠે ગરજ ઉતારા
તીણ શુરારો નામ લે , ભડ બાંધે તલવાર

ભાવાર્થ :-. માથા પડી ગયા પછી પણ ધડ વડે શત્રુદળના માથા વાઢયા હોય અને ગર્જના સાથે રણ મેદાનમાં પોઠયા‌ હોય એવા શૂરવીર પુરુષોને ના સ્મરણ સાથે ભડ પુરૂષ તલવાર બાંધે છે.

એક એક રજપુત 10 10 સિંધી ઉપર ભારી પડવા લાગ્યો દુશ્મનોને જાણે ગાજર મૂળની જેમ કલાજીએ કાપવા લાગ્યા .ભાઈ કલાજી 105 સિંધીઓ ઉપર ભારી પડવા લાગ્યો ને કીસડ ખાઈના પેટના એ પાછળથી ઘા કર્યો અને કલાજીની ગરદન ઉડાડી દીધી. માથું પડ્યા પછી પણ ધડે તલવાર ચલાવી અને સિંધીઓના સરદાર અને એક એક સીધીઓને ગણી ગણીને મોતના ઘાટે ઉતાર્યા લડતા લડતા કલાજી દેવડા ત્યાં આગળ કાયમ આવ્યા .

કલાજી વીરગતિ ના સમાચાર નગરમાં પહોંચતા બધા શોખમાં ડૂબી ગયા અહીંયા મને એક કવિનો દુવો યાદ આવે છે કલાજી માટે

હોય વૃદ્ધ બાળક કે અંગે જોબન ભર્યો
હોય બળવાન કે. અબળ ઘેલો
ગીત મંગળ તણા ગાય ને કંઠમાં
હોય વરમાળા કે ચોરીએ ચડેલો
હાક જ્યાં સંભળાય દેશદ્રોહી તણી
ભાગ્યમાં એ ન લખીલૂ સહેવુ .
એ પંથ અવધુતના વીર રાજપૂતને
જીવવું એ પછી ઝેર જેવું....

વીર કલાજી દેવડા ને સત સત નમન
સત્ય ઘટના આધારિત ધાખા ગામના જે ગઢમાંથી પાળીયો છે તે કલાજીનો છે જે હાલમાં ખેતલાજી નામે પૂજાય છે.
અનુસરે ભાગ 2 માં ધાખા નો સંપૂર્ણ ઇતિહાસ હું જાગ્રત કરીશ

લેખક કાળુજી મફાજી રાજપુત
ફોન નંબર ૭૦૧૬૪૯૨૫૭૬