ભાગ….34
(અંતિમ ભાગ)
(સાન્યાના હાલતની અને તકલીફોની જવાબદારી એમલે સવાઈલાલપોતાના પર લે છે. સાવન અશ્વિનને કોર્ટમાં ચુકાદો શું આવ્યો તે કહે છે, જયારે માનવપોતાના મનમાં જ પોતાની અવ્યકત લાગણીઓ વિશે વિચારે છે. પલ્લવતેની બધી જ મીટિંગ કેન્સલ કરી દે છે. હવે આગળ...)
"મારા જીવનની આ ઈમ્પોર્ટન્ટ મીટિંગ જ ચાલી રહી છે, પછી બીજી વાત... ઓકે..."
કહીને પલ્લવે ફોન મૂક્યો અને રાજ સિંહ અશ્વિનના કહેવાથી સવાઈલાલને લઈને ત્યાં આવ્યો. સવાઈલાલના હાથમાં હથકડી પહેરવામાં આવી હતી. પલ્લવતે જોઈ તેમને ગળે વળગીને રડી પડ્યો. સવાઈલાલના હાથ તેની પીઠ પર ફેરવતાં તે શાંત થઈને કહેવા લાગ્યો કે,
"કેમ પપ્પા કેમ તમે કાળુ જેવા દોસ્તને મદદ કરી અને અમને એકલા કરી દીધા. તમે વિચાર્યું શું હતું અને શું બની ગયું?'
અશ્વિન સામે જોઈ કહ્યું કે,
"થેન્ક યુ અશ્વિન, મારું માન રાખીને તું એમને અહીં લાવ્યો. બસ મારે એકવાર જોવા હતા."
"તારી વાત બધી બરાબર પણ તે અહીં એટલે કે સવાઈલાલઅંકલ તારી વિનંતીના લીધે નહીં પણ એમની જ વિનંતી મેં માન આપ્યું છે."
પલ્લવે સવાઈલાલને કહ્યું,
"પપ્પા તમે સાન્યાને જોવા આવ્યા. થેન્ક યુ."
"બેટા..."
"કેમ પપ્પા, શું વાત છે?"
મન્થનરાયની અવઢવ જોઈ અશ્વિને કહ્યું કે,
"પલ્લવઆ તારા માટે આઘાતજનક જરૂર છે, પણ તે જે કહેવા માટે અહીં આવ્યા છે... જે કહે તે, તું એકવાર સાંભળી લે."
સવાઈલાલતૂટક તૂટક અવાજમાં બોલ્યા,
"બેટા... મને માફ કરી દે... સાન્યાની આ તકલીફ... માટે જવાબદાર... હું... જ હતો."
"પપ્પા તમે... આમાં ઈન્વોલ હતાં, કેવી રીતે, પણ તમે ક્યાં તેનો એક્સિડન્ટ કરાવ્યો છે?"
"આ વખતે નહીં પણ, બેટા પહેલા જરૂર કરાવ્યો હતો."
"ક્યારે પપ્પા?"
"જયારે તું અને એ બંને કોલેજમાં હતા અને તેને તારી પ્રપોઝલ સ્વીકારી નહીં અને તું ગુમસુમ રહેવા લાગ્યો, ત્યારે મેં જ તેને મારી નાખવા કાળુને કહ્યું હતું."
"તો એ વખતે હું ક્યાં હતો?"
"બેટા મેં તને ફોરેન સ્ટડીના નામે મોકલી દીધો હતો."
"આવું કેમ કર્યું, તમે મારા જ જીવન સાથે ચેડાં કરતાં તમારા મનમાં કંઈ ના થયું. તમને કોઈની નહીં તો મારી લાગણીની પણ નથી પડી કે તમે એ છોકરીને મારી નાખવા સુધી પહોંચી ગયા."
તેને ગુસ્સામાં ને ગુસ્સામાં મ્હોં ફેરવી દીધું. સવાઈલાલસજજનભાઈને કહ્યું કે,
"તમારી સાન્યાને આ તકલીફમાં થી ગુજરવું પણ મારા કારણે જ બન્યું એટલે જ સજજનભાઈ તમારી માફી માંગવા આવ્યો છું."
સજજનભાઈએ કહ્યું કે,
"તમને ખબર છે કે મને મારી દીકરીએ કયારનો મને પપ્પા કરીને નથી બોલાવતી. તમે મારી દીકરીનો એક્સિડન્ટ કરાવ્યો ને ત્યારની મારી દીકરી મને જ ભૂલી ગઈ છે."
તે રડી પડ્યા અને રડતાં જ અવાજે,
"તમને ખબર છે કે હું તેની હેરાનગતિ, તેની મૂંઝવણ અને તેની મનોમન અકળામણ હું જોઈ નહોતો શકતો અને એનો બાપ હોવા છતાં કંઈ પણ કરી નહોતો શકતો.'
"છતાંય જવા દો, એના નસીબમાં લખ્યું હશે. પણ એક વાત કહું તમને, તમને જો એમ લાગતું હતું કે તમારો દીકરો મારી દીકરીને ગમાડે છે, તો તમારે મારી પાસે આવી અને એનો હાથ માંગવો જોઈએ નહીં કે આ રીતે... પણ આ ખોટી રીત અપનાવીને શું મતલબ?'
"કદાચ તમને એ તકલીફ નહીં સમજાય કેમ કે તમે નથી અનૂભુવીને એટલે..."
સજજનભાઈ આંખમાં આસું લઈ તેેમના શબ્દો ગળી ગયા અને ચૂપ થઈ ગયા, જયારે પલ્લવતો મ્હોં ફેરવીને ઊભો થઈ જ ગયેલો. જેવા સવાઈલાલતેની પાસે ગયા તો તે,
"એમને લઈ જાવ અશ્વિન સર, હું મારી સાન્યાને તકલીફ આપનારને મળવા નથી માંગતો. આમાંના માંથી પિતા નહીં પણ મને એક હત્યારો દેખાય છે."
સવાઈલાલપણ ઉદાસ ચહેરે ત્યાંથી જતા રહ્યા. સજજનભાઈએ એકદમ જ નીચે બેસી પડયા અને માનવે તેમને ઊભા કરવા ગયો તો તે બોલ્યા કે,
"માનવમારી દીકરી મને ભૂલી જ ગઈ છે, આમના લીધે, હવે આગળ?"
"આગળ શું અંકલ, આમ પણ ભૂલી ભૂલીને તે કેટલું ભૂલશે... પણ એક કેરટેકર બનીને તો આપણે જોડે રહીશું ને."
માનવે તેમને સાંત્વના આપી અને જ્યારે પલ્લવપાણી લાવ્યો તો તેમને પીવાની ના પાડી દીધી અને બસ ઓપરેશન થિયેટર સામે જોઈ રહ્યા. અશ્વિન જે ચૂપચાપ સાંભળી રહ્યો હતો પણ તે કંંઈ બોલી શકવાની સ્થિતિમાં નહોતો.
એટલામાં ઓપરેશન થિયેટરની લાલ લાઈટ બંધ થઈ અને ડૉક્ટર બહાર આવ્યા.
"સાન્યા ઈઝ આઉટ ઓફ ડેન્જર."
"તેને ભાન ક્યારે આવશે? અમે તેને મળી શકીએ?"
માનવે પૂછ્યું તો ડૉક્ટર,
"થોડી જ વારમાં તેમને એમની રૂમમાં શીફટ કરવામાં આવશે. અને એને કાલ સવાર સુધી ભાન આવી જશે."
કહીને ડૉક્ટર જતા રહ્યા. સાન્યાને રૂમમાં શિફ્ટ કરવામાં આવી. સજજનભાઈ રાત રોક્યા અને બધાને બીજે દિવસે આવવાનું કહીને તેમને મોકલી દીધા.
બીજા દિવસે ફરી પાછો એ જ હોસ્પિટલનો ધમધમાટ અને દોડધામ ચાલુ થઈ ગઈ હતી. એ જ હોસ્પિટલની સ્પિરિટની ગંધ અને દર્દીઓની આહ. આ બધામાં એક મીટે સાન્યાને ભાન આવે તેની રાહ જોઈ રહ્યા હતા સજજનભાઈ.
સાન્યા ધીમે ધીમે આંખો ખોલી ભાનમાં આવી રહી હતી. તેને સજજનભાઈને જોઈ,
"પપ્પા... પપ્પા..."
સજજનભાઈ તેનો અવાજ સાંભળીને ખુશ થઈ ગયા અને તે તેના માથે હાથ ફેરવતા આંખમાં આસું ધસી આવ્યા.
"પપ્પા મને કંઈ જ યાદ નથી આવી રહ્યું તો"
થોડી જ વારમાં અગંદ, અશ્વિન અને માનવઆવ્યા. તેઓ સાન્યાની સામે એક આશાભરી નજરે જોઈ રહ્યા હતા. સાન્યાએ તેમની સામે જોયું અને બોલી કે,
"હાય માનવ, હાય પલ્લવઅને હાય સર..."
તેમને પણ,
"હાય... હાઉ આર યુ, આર યુ ફીલિંગ ઓકે?"
આટલાથી વધારે તેઓ કંઈ ના બોલી શક્યા અને જવા લાગ્યા તો સાન્યાએ તેમને રોકતાં કહ્યું કે,
"એક મિનિટ ઊભા રહો, મેં તમને અત્યાર સુધી રાહ જોવડાવી એ માટે સોરી. પણ મારે તમને એક વાત જણાવી છે."
સાન્યા બોલતી ઊભી રહી ગઈ તો,
"સાન્યા તારે જે કહેવું હોય તે પછી કહેજે."
માનવે કહ્યું.
"ના આજે જ અને એ જરૂરી છે... હું મારા જીવનનો ફેંસલો લઈ લીધો છે તે તમને જણાવી દેવા માંગું છું.'
"હું માનવસાથે મારા જીવનની નવી શરૂઆત કરવા માંગું છું....'
તે ફરી ઊભી રહી અને પાછી,
"મને ખબર છે કે પલ્લવ, અશ્વિન સર મને પસંદ કરે છે....'
"પલ્લવતને હું કોલેજથી જ પસંદ કરતી હતી છતાં મેં તને ના એટલા માટે જ પાડી હતી કે તારું સ્ટેટસ અને મારું સ્ટેટસ એકદમ ડિફરન્ટ છે. તારી ઈચ્છાઓ વધે અને એ પ્રમાણે, તારા સ્ટેટસ પ્રમાણે હું કદમ ના મિલાવી શકું. અને સૌથી વધારે તો હું મારા પપ્પા પર બોજ વધારવા નથી માંગતી.'
"જયારે અશ્વિન સર મને ખબર છે કે તમે મને ખૂબ સપોર્ટ કર્યો, તમારી નજરથી મારા માટેની લાગણી હું વાંચી શકું છું. પણ હું મારી જાતને તમારા યોગ્ય નથી માનતી. અને તમે તો મારા માટે ભગવાન જેવા છો અને એટલે જ હું તમારી સાથે અન્યાય કરવા નથી માંગતી.'
"રહી વાત માનવની તો તે મને સમજે છે. તે મારો મિત્ર હોવાની સાથે સાથે હમદર્દ પણ છે. તેને આજ સુધી ક્યારેય મારી સામે પ્રેમભરી નજરે ભલે નથી જોયું, પણ તેના મનમાં મારા માટેની લાગણી વગર દેખે સમજી શકું છું. સૌથી વધારે તો તે મારા પપ્પાને મારી આવી સ્થિતિમાં સપોર્ટર બની ઊભો રહ્યો, જે કોઈ ના કરી શકે. અને હું એવા વ્યકિત સાથે જીવન પસાર કરવા માંગું છું, જેના માટે મારા કરતાં મારા પપ્પાની કેર વધારે જરૂરી હોય. જે મને પહેલાં તેની મિત્ર સમજે, પછી બીજું બધું. જેની પાસે મારી રડતી આંખોમાં થી વહેતાં આસું ઝીલવા મજબૂત ખભો હોય, પછી ભલે ને તેની પાસે સુખ સુવિધા કે ગાડી બંગલા ના હોય, તે ચાલશે.'
"પણ તમને થેન્ક યુ જરૂર કહેવા માંગું છું કે તમે હતાં, તમારી લાગણીઓ હતી એટલે જ મારા માટે સાચી લાગણી ધરાવનાર અને મારા મનમાં શું છે તે હું સમજી શકી. એન્ડ વન્સ અગેઈન સોરી..."
અત્યાર સુધી સાંભળી રહેલો પલ્લવ,
"ના... નો સોરી સાન્યા... એન્ડ ક્રોન્ગ્રેચ્યુલેશન સાન્યા અને માનવ. માનવસાન્યાનું ધ્યાન રાખજે અને સાન્યાને કોઈ જ તકલીફ ના આપતો. બંને લગ્નમાં બોલાવજો."
કહીને તે અને અશ્વિન સર પણ દુ:ખી મન લઈ જતો રહ્યો. બંને દુઃખી હોવા છતાં હાથ મિલાવીને તેઓ છૂટા પડ્યા.
સાન્યાની રિકવરી ધીમે ધીમે આવી રહી હતી. તેના સાજી થયા બાદ એક જ મહિનામાં સાન્યા અને ચિંતનના લગ્ન થઈ ગયા...
�����������
પ્રિય વાચકમિત્રો,
સૌ પહેલાં તમારો ખૂબ ખૂબ આભાર કે તમારા મહત્વના પ્રતિભાવ આપી મારી આગળની ધારાવાહિકને સુંદર પ્રતિસાદ આપ્યો અને આ ધારાવાહિકને આગળ પણ આવો જ પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કરતા રહેશો.
હું ખૂબ જલ્દી નવી વાર્તા સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થઈશ, ત્યાં સુધી મને આવા જ આપનો પ્રેમ આપતાં રહેજો…
**************