The Author Jagruti Pandya Follow Current Read વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 2 By Jagruti Pandya Gujarati Children Stories Share Facebook Twitter Whatsapp Featured Books खामोश चाहतें - पार्ट 2 उसका नाम तो मैं नहीं बताऊंगी, पर उसकी तस्वीर मेरे दिल और दिम... बियोंड वर्ड्स : अ लव बॉर्न इन साइलेंस - भाग 24 सुबह का समय, राणा जिम, सिद्धांत ने यश के मुंह पर अपना... Love Contract - 22 सुबह के वक़्त था विराज जॉगिंग से रिवान के साथ वापस आया । विर... इश्क दा मारा - 19 यश और उसकी मां काफी घबरा जाते हैं। यूवी के इस तरह गायब होने... डिअर सर........2 आज काफी देर से लाइट नहीं थी तो अंधेरा होने से पहले ही लालटेन... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Jagruti Pandya in Gujarati Short Stories Total Episodes : 4 Share વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 2 (1) 5.4k 18.3k 1 વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! ભાગ - 2 વેકેશન: મનપસંદ પ્રવૃત્તિઓનો શંભુમેળો. નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? હવે તમારું વેકેશન પડી ગયું, બરાબર ને ? આ વેકેશન તમારું ક્વોલિટી વાળું પસાર થવું જોઈએ. તમારાં માતા પિતાને તમારાં માટે, એક્સ્ટ્રા એક્ટિવિટિઝની ચિંતા સતાવતી હોય છે. કે તેમને આ વેકેશનમાં શું પ્રવૃત્તિ કરાવવી. સ્વીમીંગ કરાવવું, ક્રીકેટનું કોચિંગ કરાવવું, કરાટે કરાવવા કે પછી શું કરાવવું ? માતાપિતા બાળકોની રુચી જાણ્યા વગર જ તેમની પાસે વિવિધ પ્રવૃત્તિઓ કરાવતા રહે છે. પછી બાળકને તેમાં રસ હોય કે ન હોય. પણ કોઈક પ્રવૃત્તિ તો તેની પાસે કરાવતા જ હોય છે. ઘણીવાર માતાપિતા એટલા કન્ફ્યુઝ હોય છે કે તેમને ખ્યાલ નથી આવતો કે તેઓ વેકેશનમાં પોતાના બાળકો પાસે કેવી પ્રવૃત્તિ કરાવે. અને ઘણીવાર માતાપિતા બાળકો પાસે દેખાદેખીમાં કોઈ પણ પ્રવૃત્તિ કરાવે છે પણ જીવનની પાયાની બાબતો ચૂકી જતા હોય છે. જેમ કે સાથે જમવું, સાથે ફરવા જવું, સાથે સમય પસાર કરવો, સાથે રમવું. વિગેરે વિગેરે. તેને આપણે ક્વોલિટિ ટાઈમ કહીએ છીએ. તો આ વખતે તમને ખાસ એ જ કહેવું છે કે, તમે ભારપૂર્વક તમારાં માતાપિતાને જણાવો કે, તમને શું કરવું છે! તમને શું ગમે છે ! આજે આપણે વેકેશન દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકાય? તે સમજીએ. તમારો રસનો વિષય : હા, બાળકો પહેલાં જે તમારો ગમતો વિષય છે તેને જ લક્ષ રાખો. ઉદાહરણ તરીકે જો તમને ગણિત વિષય ગમતો હતો તો વેકેશન દરમિયાન એક સમય ગણિતના કોયડાઓ ઉકેલવામાં, સુડોકુ, બાળપૂર્તિઓમાં કે અન્ય બાળ સાહિત્યોમાં આવતી ગણિતની અવનવી પ્રવૃત્તિઓ કે પઝલ કે ગાણિતિક રમતો રમો. જેનાથી તમારું ગણિત વધારે પાક્કું થશે સાથે સાથે તમારી સાથે રમનાર મિત્રો કે ભાઈ બહેનનું પણ પાક્કું થશે. એ સિવાય ભાષાનાં વિષયો પસંદ હોય તો, તેમાં પણ રોજના પાંચ શબ્દો અને તેનાં અર્થ લખો, કાવ્યો, બાળગીતો, વાર્તાઓ વાંચો અને લખો. આ રીતે તમે કોઈપણ ગમતાં વિષય પર સારું કામ કરી શકો છો. જે તે વિષયની કચાશ દૂર કરો : ખૂબ જ અગત્યની અને ખૂબ જરૂરી, વેકેશનમાં કરવા જેવું કંઈ કામ હોય તો આ જ છે! તમને જે વિષયમાં કચાશ છે કે ઓછો આવડે છે તો તે વિષયને વધારે સારો તૈયાર કરવા માટે વેકેશનમાં એક સમય આ વિષયને પણ આપો અને તમારી કચાશ દૂર કરો. મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા પાસેથી શીખો. તમારાં મિત્રો કે જેઓને આ વિષય સરસ આવડે છે તેમની પાસેથી શીખો. બીજે બધે ક્લાસ કરવાના રૂપિયા ભરવા કરતાં આ વિષયને શીખવાનાં ક્લાસમા જોડાઓ. જરૂર જણાય તો વેકેશનમાં વધારે સમય આ વિષય માટે આપો. આ બધું તમારાં ઉપર નિર્ભર છે. તમને તમારી કચાશ દૂર કરવા માટે કેટલી ઉત્સુકતા છે! સર્જનાત્મક પ્રવૃત્તિઓ : તમને ચિત્ર દોરવું ગમે છે તો ચિત્રો દોરો અને રંગો પૂરો. તમને ગમતાં ફૂલો, પ્રાણીઓ, પક્ષીઓ કે કુદરતી દ્રશ્યો દોરો અને રંગો પૂરો. માટીનાં રમકડાં બનાવો અને રંગો લગાવી આબેહૂબ તૈયાર કરો. વાર્તાઓ લખો, બાળગીતો લખો, નિબંધો લખો કે ડાયરી લખો. તમારું લખાણ કે ચિત્રો બાળસાહિત્યોમાં કે બાળપૂર્તીઓમાં પ્રકાશીત કરવા મોકલો. એ જ રીતે હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ જેવું આવડે તેવું લખ્યા કરો. લાકડાની પટ્ટીઓ કે પત્તાં માંથી ઘર કે શાળા બનાવો. ભરત - ગૂંથણ કે સીવણકામ કરો. ઘર કે શાળા માટે સુંદર મજાના પોસ્ટર કે વોલપીસ તૈયાર કરો.ગમતી રમત : બાળકો, વેકેશન ઍટલે મજા જ મજા. ગમતું બધું જ કરવાની મજા. તમને ગમતી રમતો રમો. જેમાં તમે માહેર છો તેવી રમતોમાં માસ્ટર બનવા પ્રયાસ કરો અને જે રમત ગમે છે પરંતુ ઓછી આવડત છે તેવી રમતમાં માહેર બનવા મહેનત કરો. ઉદાહરણ તરીકે જોઈએ તો જો તમને ક્રિકેટ રમતાં સરસ આવડે છે અને તમારે ચેસની રમતમાં પણ હોંશિયાર બનવું છે તો ચેસની રમત પણ દિવસમાં એક વખત રમો. આ સિવાય એવી ઘણી બધી મજાની રમતો છે તે પણ રમો. બપોરે તાપમાં બહાર ખુલ્લાં મેદાનોમાં રમવા ન જવાય. બપોરે ઘરમાં ચેસ, કેરમ, સાપસીડી, કુકા, કોડી, પત્તાં કે નવો વેપાર જેવી રમતો રમો. સાંજે ક્રિકેટ, હોકી, વોલીબોલ, દોરડાં, ફૂલરેકેટ, સ્કેટિંગ કે ટેબલ ટેનિસ જેવી રમતો રમો. તો વેકેશનને આનંદથી ભરપૂર બનાવવા માટે કેટલી બધી પ્રવૃત્તિઓ અને રમતો છે ? જોયું ને બાળકો! આ મારી વાતો તમને ગમીને? મને આશા છે કે તમે બધાં મારી મજાની વાતોને વાંચીને આનંદિત હશો. તો આવજો વ્હાલાં બાળકો, આવતાં અઠવાડિયે ફરી આવી જ વેકેશનની મોજભરી બીજી વાતો લઈને આવું ત્યાં સુધી મોજ કરો. મોજે મોજ - રોજે રોજ. ‹ Previous Chapterવેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 1 › Next Chapter વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 3 Download Our App