🚔માડી હું કલેકટર બની ગયો 🚔
ખંડ - ૧૮
વર્ષા - આ ડોગ કોનો છે જીગર?
જીગર ને કઈ ખબર ન હતી કે તે શુ કહે? વર્ષા ને ખોટું કહેવાનો એનો કોઈજ ઈરાદો ન હતો.
જીગર - વર્ષા, મને કુતરા ને બારે ફેરવાનું કામ મળી ગયું છે, રોજ બે કલાક સાંજે! આઠસો રૂપિયા મળે છે. આ મહિના ના તો એડવાન્સ પણ મળી ગયા છે. મે રૂમ નું ભાડુ પણ ભરી દીધું છે.
જીગરે તેની વાત કહી દીધી અને વર્ષા ની પ્રતિક્રિયા ની રાહ જોવા લાગ્યો. વર્ષા કઈ સમજી ન રહી હતી. વર્ષા એ મેહસૂસ કર્યું કે તેની અંદર એક જવાળા પ્રજવલિત થતી હોઈ તેવું લાગ્યું.અને આ જવાળા ક્યાંક આંખો માંથી બહાર ન આવી જાય તેનો વર્ષા ને ડર હતો. એક મિનિટ સુધી વર્ષા એ તેના મન પર કંટ્રોલ કર્યો.
વર્ષા - જીગર એક વાત કહુ? માનીશ ?
જીગર ને ડર હતો કે વર્ષા એમ ન કહી દે કે આ કામ છોડી દે!
જીગર - હા..... કે કઈ
વર્ષા - કાલે હું પણ તારી સાથે આવી શકું ? વર્ષા એ જીગર પાસે તેની સાથે એ કુતરા ને ફેરવા માટે આવવાની અનુમતિ માંગી.
જીગર - શું તું મારી સાથે કૂતરાને ફરવા લઈ જવામાં મારી સાથે સંકોચ નહી અનુભવે?
વર્ષા થોડીવાર જીગર ને જોતી રહી અને પછી "ના" માં તેની ગરદન હલાવી.
એક દિવસ સાંજે જીગર ને ઈચ્છા થઈ કે તે ગાંધીવિહાર જઈને પંડિત ને મળી આવે. જીગર અને વર્ષા બંને ગાંધીવિહાર ચાલ્યા. પંડિત રૂમ પર ન હતો. પણ તેનો રૂમ પાર્ટનર પેલો ગુપ્તા એક ખુરશી પર પોલીસ ની વર્ધી પહેરીને વાંચી રહ્યો હતો. ગુપ્તા એ પોલીસ ની પહેરેલ એ વર્ધી પર સ્ટાર અને આઈ.પી.એસ લખેલ હતું. જીગર અને વર્ષા તો પેહલા આશ્ચર્યચંકિત થઈ ગયા. તેને લાગ્યું કે ગુપ્તા ના રૂમ પર કોઈ આઈ.પી.એસ આવ્યું છે. પણ નજીક જઈને જોયું તો ગુપ્તા એજ એ આઈ.પી.એસ નો યુનિફોર્મ પહેરીને વાંચી રહ્યો હતો.
જીગરે ગુપ્તા ને પૂછ્યું - ગુપ્તા આ શું છે ?
ગુપ્તા આત્મવિશ્વાસ થી ભરેલ હતો અને કંઈક નવી રણનીતિ ના કારણે આવો વેશ કાઢ્યો હતો.
ગુપ્તા એ જીગરને તેને પહેરેલ વર્ધી પર આઈ.પી.એસ લખેલ દેખાડતા કહ્યું - આ જે સ્ટાર છેને જીગર! તેજ હવે મને પ્રેરણા આપશે વાંચવાની! હું આ સ્ટાર અને આઈ.પી.એસ ની વર્ધી થી મોટીવેટ થઈશ.
હવે હું આ વર્ધી પહેરીને રોજ વાંચું છું. જેથી મને યાદ રહે કે મારે આઈ.પી.એસ બનવાનું છે. અને પેલા હવાલદારને સસ્પેન્ડ કરવાનો છે. હું એને બરબાદ કરીને રહીશ.
ગુપ્તા પેલા હવાલદાર દ્વારા કરવામાં આવેલ એ અપમાન ને ભૂલી ન શકતો હતો. અને તેના અપમાન નો બદલો લેવા માટે એક કારગર રણનીતિ ઉપર કામ કરી રહ્યો હતો.
બંને સમજી ગયા કે ગુપ્તા ના દિલ ઉપર એ પોલીસ ચોકી વારી ઘટના ની ગંભીર અસર થઈ છે. પણ વર્ષા ને એ આઈ.પી.એસ ની વર્ધી ખુબ જ આકર્ષિત લાગી. જીગર અને વર્ષા હવે ચાલ્યા જતા જતા વર્ષા એ તેના મન ની ઈચ્છા જીગર ને કહી - જીગર, તું જો આઈ.પી.એસ ની વર્ધી પેહરીશ તો ખુબ જ સારો લાગીશ.
જીગરે વર્ષા ને મજાક માં કહ્યું - ઠીક છે, ગુપ્તા ને પૂછી લઈશ કે તેને ક્યાંથી વર્ધી લીધી છે ? હું પણ પેહરીશ કાલથી! વર્ષા જીગર ના આ મજાક પર ખીલખીલાટ હસવા લાગી.
પછી વર્ષા એ જીગર ને કહ્યું - નહી જીગર, હું તને આઈ.પી.એસ બનતા જોવા માંગુ છું.
જેવો તમારો હુકમ...મારા અક્કા...! જીગરે એક્ટિંગ કરતા વર્ષા ને કહ્યું જીગર નો મજાક જોઈને વર્ષા હસવા લાગી.
બંને ગાંધીવિહાર ના મેઇન ગેટ પર આવી ગયા. જીગરે સામે થી પંડિત ને આવતા જોયો. બંને પંડિત ને મળવા રોકાયા, પણ પંડિત બંને ની પાસે થી કંઈજ બોલ્યા વગર બંને ને જોઈને ચાલ્યો ગયો. જીગર અને વર્ષા હવે વર્ષા ની હોસ્ટેલ તરફ જઈ રહ્યા હતા.
વર્ષા - જીગર હવે તારે ઇતિહાસ અને સામાન્ય અધ્યયન ના કોચિંગ કલાસ જોઈન કરી લેવા જોઈએ. કલાસ ના અભાવ માં વારંવાર નિષ્ફળતા મળતા વર્ષા એ જીગર ને કહ્યું.
જીગર - તું સાચું કહી રહી છે વર્ષા.
જીગર કોચિંગ કલાસ ના પૈસા ની વ્યવસ્થા કરવા માટે ગામળે ચાલ્યો ગયો. તેને તેની માતા પાસે કોચિંગ ના પૈસા માગ્યા. માતા પણ હવે ઘરની એજ કફોડી હાલત માં પીસાય રહી હતી.
જીગર - બધુજ ઠીક થઈ જશે મારી નોકરી લાગી જશે તો બધુજ ઠીક કરી દઈશ!
નિરાશા ના આ વાતાવરણ માં જીગર માતા ને ખુબ દૂરની એક ઉમ્મીદ ની ઝલક દેખાડી જેનું હાલ કોઈ જ નામો નિશાન ન હતું.
માતા - મારી પાસે પૈસા નથી. હું વિચારી રહી છું કે એક ભેંશ ને લઈએ, ભુરાભાઈને ત્યાં ભેંશ છે, ઉધારી માં ભેંશ આપશે! દૂધ વેંચીને ઘરનો ખર્ચો તો કાઢી શકુને!
જીગર ને માતા ની કર્મઠતા પર રોવું આવી ગયું. કેટલી અલગ દુનિયા છે તેના ઘર અને ગામ ની ! ખબર નહી તે તેના પારીવાર માટે કઈ કરી શકશે કે નહી. ત્રણ ચાર દિવસ તેને પૈસા ની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કર્યો.
છોકરા ની પરેશાની જોઈને માતા એ ફરી ક્યાંક થી ઉધાર પૈસા લઈને જીગર ને આપ્યા.
જીગર ને ગામડે ગયાને હજુ પાંચ દિવસ થયા ન હતા ત્યાં વર્ષા ને એકલાપણું લાગવા લાગ્યું. આ એકલતા ને દૂર કરવા તે તેની બહેનપણીઓ ને મળવા લાગી જે એક હોસ્ટેલ માં રહેવા છતાં વર્ષા તેને મહિનાઓ સુધી ન મળતી! કલાસ માં જતી વખતે અને કલાસ થી આવતી વખતે તેને લોકોના ભીડ ની વચ્ચે બસ એક જ ચેહરાની તલાશ હતી હા.... લ્યા.....એજ.....જીગર ની !
બધાના અવાજો ની વચ્ચે એ એક જ અવાજ ને ગુનગુણાતા જોવા માંગતી હતી જે અવાજ અત્યારે તેની સાથે ન હતો. વારંવાર તે તેની બાલ્કની ની નીચે જોવા લાગતી પણ તેને બહાર ના રસ્તાઓ માં એ ચેહરો જોવા માંગતી હતી તે ચેહરો તેને જોવા ન મળતો હતો.
ક્યાં છે જીગર નું ગામ ? ક્યાં છે એનું ઘર? વર્ષા ને ખબર ન હતી. જીગર ના ઘરના નંબર પણ વર્ષા પાસે ન હતા.
થાકીને તે વાંચવામાં મન લાગવાની કોશિશ કરતી. પણ અડધો કલાક પણ રહ્યો ન શકતી. ખાવાનું ટિફિન પણ અધૂરું એમ જ ચાલ્યું જતું. તેની ભૂખ જાણે મરી ગઈ હોય!
વર્ષા એ જીગર ને કહીતો દીધું હતું કે તે ખાલી મિત્ર જ છે. પણ ખબર નહી જીગર શું જાદુ કરી દીધો હતો? વર્ષા નું મન જીગર વગર લાગી ન રહ્યું હતું. એક સમયે જેવી જીગર ની હાલત હતી
હા.......બસ.......એવીજ....આજે વર્ષા ની હાલત છે!
અંતે વર્ષા ને એ દિવસો યાદ આવ્યા જયારે જીગરે તેને પેહલી વખત ફોન કરીને જે વાતો કરી હતી અને આજે તેનું પણ મન થતું હતું કે જીગર ને ફોન કરીને કહી દે પણ તેની પાસે જીગર ના કોઈ જ નંબર હતા નહી.
to be continue...
ક્રમશ : આવતીકાલે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"