College campus - 73 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 73

Featured Books
Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 73

"કૉલેજ કેમ્પસ"ભાગ-73
ક્રીશા પોતાની વ્હાલી દીકરીઓ સાથે મીઠી મીઠી વાતો કરી રહી હતી ને શિવાંગ તેમને ત્રણેયને શોધતો શોધતો છોકરીઓના રૂમમાં આવ્યો, "ચાલો ભાઈ બ્રેકફાસ્ટ માટે બધાં ક્યાં ગયા.." અને તેણે આવીને જોયું તો ફેમિલી સીન ચાલી રહ્યો હતો એટલે તે બોલ્યો, "આજે કોલેજમાં રજા છે કે શું?"
"ના ડેડ" "હા તો ચાલો લેઈટ થઈ જશે" હવે આ ફેમિલી ફંક્શન જરા આવીને કરજો.. અને ક્રીશા, કવિશા અને પરી બધા હસતાં હસતાં ડાઈનીંગ ટેબલ ઉપર બ્રેકફાસ્ટ માટે ગોઠવાઈ ગયા.

કવિશા ફટાફટ કોલેજમાં પહોંચી..તો પણ સમય કરતાં તેને થોડું લેઈટ જ થઈ ગયું હતું..અને પોતાનું એક્ટિવા લઇને સીધી પાર્કિંગમાં પહોંચી જ્યાં દેવાંશ તેની રાહ જોતો હાથમાં ચાવી ગોળ ગોળ ફેરવતો પોતાના બુલેટ ઉપર બેઠો હતો....

કવિશાને આવતી જોઈને તે પોતાના બુલેટ ઉપરથી ઉભો થયો અને કવિશાને કહેવા લાગ્યો, "તો આવ્યા ખરા મેડમ તમે એમ ને? ભૂલી તો નહતાં ગયા ને કે આપણે કોઈને મળવા પણ જવાનું છે?"

કવિશા ગીલ્ટી ફીલ કરી રહી હતી અને તરતજ બોલી કે, "સોરી યાર લેઈટ થઈ ગયું આઈ એમ વેરી સોરી"
કવિશા સોરી સોરી કરી રહી હતી અને દેવાંશે તો પોતાનું બુલેટ સ્ટાર્ટ પણ કરી દીધું હતું અને તેણે કવિશાને ટોકી પણ ખરી કે, "હવે જલ્દીથી બુલેટ ઉપર બેસી જાવ મેડમ નહીં તો પેલા ઇન્સ્પેક્ટર સાહેબ છે, આપણાં માટે ફ્રી નથી હોતા આપણે ભાગવું પડશે."
"ઑહ યસ" બોલીને કવિશા દેવાંશના ખભા ઉપર હાથ મૂકીને દેવાંશના બુલેટ પાછળ ગોઠવાઈ ગઈ અને એક સુંદર કપલ ત્યાંથી પસાર થયું અને ત્યાં ઉભેલા બધાજ સ્ટુડન્ટ્સ જોતાં રહી ગયા.
હાફ એન અવરમાં દેવાંશ અને કવિશા પોતાના ડેસ્ટિનેશન ઉ પહોંચી ગયા અને દેવાંશે પોતાના ઇન્સ્પેક્ટર બ્રધર સમીરને ફોન કર્યો.
સમીર બહાર નીકળવાની તૈયારી જ કરતો હતો અને દેવાંશ ત્યાં જઈ પહોંચ્યો એટલે સમીરે તેને અંદર બોલાવ્યો પહેલા દેવાંશ એકલો જ અંદર સમીરને મળવા માટે ગયો.
બંનેએ સેકહેન્ડ કર્યું અને પછી દેવાંશે સમીરને બધી જ વાત કરી અને પોતે સાથે પોતાની ફ્રેન્ડને લઈને આવ્યો છે તેમ પણ જણાવ્યું એટલે સમીરે તેની સાથે મજાક પણ કરી કે, "ખાલી ફ્રેન્ડ છે કે પછી ગર્લફ્રેન્ડ છે?"
દેવાંશને સમીરના આ પ્રશ્નની જાણે પહેલેથી જ જાણ હોય તેમ તે બોલ્યો કે, "અત્યારે તો ખાલી ફ્રેન્ડ જ છે પણ ગર્લફ્રેન્ડ બનતાં વાર નહીં લાગે.." "અચ્છા એવું છે?" સમીરે પૂછ્યું અને બંને ભાઈઓ ખડખડાટ હસી પડ્યા અને પછી સમીરે કોમેન્ટ કરી કે, "તું પણ ખેલાડી છે હોં યાર.."
"બસ, તારું જોઈને જ શીખ્યો છું"
"અચ્છા? મને ક્યારે તે કોઈ છોકરી સાથે ફ્લર્ટિંગ કરતાં જોયો?"
"નથી જોયો નહીં હવે શોધવું પડશે.." અને બંને ભાઈઓ એકબીજાની સામે જોઇને ફરીથી ખડખડાટ હસ્યા અને સમીરે હસતાં હસતાં કહ્યું, "બોલાવું તારી ફ્રેન્ડને અંદર? ક્યારની બિચારી એકલી બેઠી છે."
"હા,સ્યોર" અને ઓફિસનો પ્યૂન બહાર જઈને કવિશાને કહે છે કે, "તમને સમીર સર અંદર બોલાવે છે."
કવિશા અંદર જાય છે અને દેવાંશની બાજુની ચેરમાં બેસે છે તેને માટે પાણી આવે છે. દેવાંશ કવિશાને પોતાના બ્રધર સમીર સાથે ઈન્ટ્રો કરાવે છે અને પછી સમીર કવિશાને શું બાબત બની હતી તે વિશે પૂછે છે. પરીએ જે પ્રમાણે જણાવ્યું હતું તે પ્રમાણે કવિશા સમીરને બધી વાત કરે છે.
બધીજ વાત સાંભળ્યા પછી સમીર કવિશાને કહે છે કે, "તમારે એક દિવસ તમારી સિસ્ટરને લઈને અહીંયા આવવું પડશે‌ અને તેમને સાથે લઈને આપણે તે જ્ગ્યાએ જવું પડશે જ્યાં તેમને આકાશ લઈ ગયો હતો મને એકવખત તે જગ્યા બતાવી દે પછી આગળ બીજું બધું હું મારી જાતે ફોડી લઈશ"
"જી, ઓકે તો આવતીકાલે સવારે જ મારી સિસ્ટરને લઈને હું અને દેવાંશ અહીંયા આવી જઈશું"
"ઓકે, પણ ફોન કરીને આવજો કારણ કે મારે ગમે ત્યારે ગમે ત્યાં જવાનું થાય કંઈ નક્કી નહીં."
"જી, ઓકે સર"
"તમારે મને સર કહેવાની જરૂર નથી હું તમારા જેટલો જ છું તમે મને સમીર કહી શકો છો.." સમીરે હસીને કવિશાને કહ્યું.
કવિશા પણ હસી પડી અને બોલી, "ઓકે પણ એક શર્ત તમારે પણ મને કવિશા કહેવાનું..."
"હા હા સ્યોર વ્હાય નોટ??" અને આ બંનેની રસપ્રદ વાતો ચાલી રહી હતી એટલે દેવાંશને જાણે બંનેની ઈર્ષા આવી હોય તેમ તે વચ્ચે જ બોલ્યો કે, "હવે તમારી બંનેની વાતો પૂરી થઈ હોય તો કવિશા આપણે નીકળીશું?"
"હા હા સ્યોર" કવિશા બોલી અને દેવાંશની પહેલા તે સમીરની કેબિનની બહાર નીકળી.
દેવાંશે સમીર સાથે હાથ મિલાવ્યો અને કાલે મળીએ તેમ કહીને તે પણ કેબિનની બહાર નીકળ્યો.
બંને પોતાની કોલેજ તરફ જવા માટે નીકળ્યા. રસ્તામાં દેવાંશ કવિશાને કહી રહ્યો હતો કે, "તને ખબર છે મારા બુલેટ પાછળ આજે પહેલીવાર કોઈ છોકરી બેઠી છે અને તે પણ તું છે"
"અચ્છા તો એવું છે એ ખુશનસીબ હું છું એમ જ ને?"
દેવાંશ ફક્ત "હં" એટલું જ બોલ્યો અને એટલામાં તેને વિચાર આવ્યો કે, 'પહેલીવાર કોઈ છોકરીને આ રીતે લઈને નીકળ્યો છું અને સીધેસીધો કામ પતાવીને પાછો...ના ના જરા એન્જોય કરીએ અને કવિશા પણ મનમાં વિચારશે કે, લુખ્ખો લાગે છે કંઈ કોફી બોફીનું પણ ન પૂછ્યું.' એટલે તે કવિશાને પૂછવા લાગ્યો કે, "કોફી પીને જંઈશુ?"
કવિશાની પણ કદાચ એવી ઈચ્છા હતી કે દેવાંશ સાથે થોડો વધારે ટાઈમ સ્પેન્ટ થાય એટલે તેણે પણ "હા" પાડી.
રસ્તામાં જ એક સરસ પાર્લર આવતું હતું "A to Z" બંને ત્યાં કોફી પીવા માટે બેઠાં...
વધુ આગળના ભાગમાં....
શું કવિશાની અને દેવાંશની મહેનત લેખે લાગશે??
પરીની ઈચ્છા પ્રમાણે થશે અને આકાશ પકડાઈ જશે??
આકાશને એવી ખબર તો નહીં પડી જાય ને કે આ બધું પરીનું કાંડ છે??
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
20/4/23