ખજાનાની ખોજ ભાગ 12
આગળના ભાગથી ક્રમશઃ...
રાતે અંધારું થયું ત્યાં સુધી આકાશ, ધમો, શક્તિ, સતીષ અને તેની સાથે રહેલા તેના પાંચ માણસો જંગલમાં આગળ ને આગળ વધતા રહ્યા હતા. રાત્રી નું અંધારું હવે થોડે દુર પણ આગળ કઈ દેખાવા દેતું નહોતું. પરંતુ આકાશ હજુ સુધી આરામ કરવા માટે કોઈ જગ્યાએ રોકવા નું નામ લહેતો નહોતો તે સતત ચાલતો રહેતો હતો. આખરે ધમાં એ કંટાળી ને આકાશ ને પૂછ્યું.
ધમો : આકાશ હવે તને એવું નથી લાગતું કે આપણે કોઈ સારી જાગ્યો થોડો આરામ કરવો જોઈએ. મને તો હવે કકડી ને ભૂખ પણ લાગી છે. અને આ વજન ઉચકી ને ખંભા પણ દુઃખવા લાગ્યા છે.
આકાશ : જો સાંભળ અહીં આદિવાસી લોકોનો ખતરો વધુ છે અને અહીં આપણે આરામ કરવા રહ્યા તો આ આદિવાસી લોકો આપણને ચારેય બાજુ થી ઘેરી ને મારી નાખશે. એટલે જો જીવતું રહેવું હોય તો કોઈ એવી જગ્યાએ રાતવાસો કરવો જ્યાંથી આપણે અસાની થી નીકળી શકીએ. આદિવાસી લોકો આપણને ઊંઘમાં પણ હુમલો કરે તો આપણે બચી શકીએ તેવી જગ્યા ની હું તલાશ કરું છું.
આટલી વાત કરી ત્યાં જ આકાશ ને એક ગુફા જેવી જાગ્યો દેખાણી. અને આકાશ બોલી ઉઠ્યો.
આકાશ : ઓહઃહ ધમાં તારા માટે મને સારા સમાચાર લાગે છે. જો સામે ગુફા દેખાય છે.
ધમો ખુશ થતા થતા ઉછળવા લાગ્યો અને ઝડપથી ગુફા તરફ દોડ મૂકી એટલા માંજ આકાશે બૂમ પાડી.
આકાશ : ધમાં, ઉભો રહે ત્યાં એમ જોયા વગર ના જઈશ. ત્યાં જંગલી જનાવર કે બીજો પણ કોઈ ખતરો હોય શકે છે. ઉભો રઈ જા.
આકાશે ધમાં ને ઉભો રાખી દીધો અને બધા ને થોડી સૂચના આપી અને હથિયાર હાથમાં લઈ લેવા માટે સૂચન આપ્યું અને સૌથી આગળ સાવચેતી થી ચાલવા લાગ્યો. ગુફા ના મો આગળ પહોંચી ને તેણે સૌથી પહેલા ટોર્ચ કરી ને ગુફા નું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ બધા ને ગુફા માં બોલાવ્યા. ગુફા માં પહોંચી ને બધા એ સૌથી પહેલા પોતાના ખંભા પર રહેલ સમાન નીચે મુક્યો.
આકાશ : શક્તિ તું ટોર્ચ લઈ ને મારી સાથે ચાલ, સતીષ અને ધમાં તમે બન્ને બીજા કોઈ બે ને સાથે લઈ ને ગુફા ની આજુબાજુ માં જોઈને આવો. અને ખાસ એ જો જો કે જો આપણી પર કોઈ હુમલો કરે તો ક્યાંથી આવી શકે અને આપણે ક્યાંથી બચી ને નીકળી શકીએ. હું અને શક્તિ ગુફા માં અંદર જઈએ છીએ અને ત્યાં આગળ શું છે તે જોઈને આવીએ છીએ. બાકી ના ત્રણેય લોકો અહીં રોકાવ અને બધા સમાન નું ધ્યાન રાખજો અને સાવચેત રહેજો.
આકાશ અને શક્તિ ગુફા માં અંદર ની તરફ ચાલવા લાગ્યા. ત્યારે આકાશે શક્તિ સાથે વાતચીત શરૂ કરી.
આકાશ : શક્તિ આપણે ભરત ને કોઈ બીજા શહેર માં મોકલવો પડશે તારી પાસે કોઈ એવી જાગ્યા છે જ્યાં ભરત સેફ રહી શકે. આમ તો મેં વનું ને કહી દીધું છે પરંતુ જો તારી પાસે કોઈ જગ્યા હોય તો મને કહે જેથી મારા ભરત ની સુરક્ષા માટે વિચારવું પડે નહીં. અને હું આગળ નો પ્લાન શાંતિ થી વિચારી શકું.
શક્તિ : વનું અને હું નાનપણ માં અમારા ગામડે રહેતા અને ત્યાં ગામમાં ભરત એકદમ સુરક્ષિત રહી શકશે. મારા ગામના ખેતરમાં ભરત ને કોઈ ગોતી શકશે નહીં. એટલે તું ભરતની ચિંતા કરવાનું છોડી દે. બીજું મને એક વાત ની ચિંતા છે કે આપણે હાલમાં નવ જણા છીએ તો તને એવું નથી લાગતું કે આપણે હજુ થોડા વ્યક્તિ ની જરૂર પડી શકે? કારણકે જો હવે આદિવાસી લોકો આપણી ઉપર હુમલો કરવા આવશે તો તે પાછળની બે વખત ની હાર નો બદલો જરૂરથી લેશે અને આ વખતે હુમલો તે પુરી તૈયારી સાથે કરશે.
આકાશ : મને તેની જ ચિંતા છે અને એટલે જ મેં વનું ને જેમ બને તેમ જલ્દી થી પાંચ માણસો ને આપણી પાસે મોકલવા માટે કહી દીધું છે. ભરતને કિડનેપ કરવા માટે વનું સાથે જે લોકો ગયા હતા તે લોકો ને વનું એ આજ સાંજે આપણી પાસે આવવા મોકલી દીધા છે પરંતુ તે લોકો આપણી પાસે કાલ સાંજ પહેલા પહોંચી શકશે નહીં. એટલે જ જેમ બને તેમ આપણે અહીં વધુ સમય રોકાય શકીએ એટલો વધુ સમય પસાર કરવાનો છે.
ગુફા માં અંદર ની તરફ જતા તેને બીજી બાજુ નીકળવા માટે નો ચોર રસ્તો મળી ગયો. એટલે આકાશે ત્યાંથી બહાર નીકળી ને એ રસ્તા નું નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ એ ગુફા ના મોઢા ને આજુબાજુ માંથી ઝાડી ઝાખરા થી બંધ કરી ને ફરી આગળના ભાગે પોતાના સાથી પાસે આવી ગયા.
પોલીસ કમિશનરે ડોન અબ્બાસનું એન્કાઉન્ટર કરી ને મીડિયા બોલાવી લીધી અને પ્રેસ કોન્ફરન્સ માં ડોન અબ્બાસ ના મૃત્યુ ની જાહેરાત કરી દીધી. સાથે સાથે એ પણ કહ્યું કે બાળ ગણેશ મંદિર પાસે જે મુઠ ભેડ થઈ તે અબ્બાસ ના માણસો જ હતા. સામે પક્ષે કોણ હતા તેની તપાસ ચાલુ છે. આ મુઠભેડ માં એક મહિલા ના મૃત્યુ
ની પણ જાહેરાત કરી દીધી. મહિલા કોણ છે અને તેનું મૃત્યુ કેવી રીતે થયું તેની તપાસ તેમજ તેના પરિવાર ની તપાસ હાલમાં ચાલી રહી છે જેમ કેસમાં નવું અપડેટ આવશે તેમ તે મીડિયા ને જણાવશે.
મધુ ગોંડા એ આ સમાચાર સંભળ્યા અને તે મનોમન ખુબજ ખુશ થયો. ત્યારબાદ મધુ એ તેના માણસ ને ફોન કરી ને પૂછ્યું.
મધુ (ફોન પર) : હેલ્લો, તમે લોકો હજુ આકાશ અને તેના સાથી થી કેટલા દૂર છો?
ભોપાલી : સાહેબ અમે લોકો હજુ તેનાથી ખાસ્સા દૂર છીએ કાલ સાંજ સુધી માં અમે તેની પાસે પહોંચીશુ એવું લાગી રહ્યું છે. બીજું એ કે અમને હમણાં થોડી વાર પહેલા કેટલીક લાશો જોવા મળી હતી અને તે લાશો જંગલી જનાવરે ખાય ને ઓળખી ના શકીએ તેવી કરી નાખી છે. પણ મને શંકા છે કે તે લાશો આપણા કે ડોન અબ્બાસના માણસો જ હશે.
મધુ : સાંભળ તમે લોકો આકાશ નો પીછો કરો હું કહું નહિ ત્યાં સુધી તમે લોકો તેનાથી દૂર રહેજો અને કોઈ પણ જાત નો હુમલો કરતા નહિ. હું કાલ સવારે અહીંથી ત્યાં આવવા નીકળું છું હું આવું ત્યાં સુધી તમારે લોકોએ તેની પર નજર રાખવાની છે તે લોકો તમારી નજર ચૂકવી ને ગાયબ ના થઇ જાય તેનું ધ્યાન રાખવાનું છે.
આટલું કહીને મધુ ગોંડાએ ફોન મૂકી ને બીજો કોલ લગાવ્યો.
મધુ (ફોન પર ગુસ્સામાં લાલ પીળો થતા) : હેલ્લો, સાંભળ તારે કોઈપણ હાલતમાં ભરત ને શોધવાનો છે, ભરત ને કોઈપણ કાળે તારે શોધીને તેને આપના જુની ફેકટરી ના પાછળના વેર હાઉસમાં પકડી રાખવાનો છે.
આટલી સૂચના આપીને મધુ ગોંડાએ સામે વાળા ની જવાબ સાંભળ્યા વગર જ કોલ કટ કરી નાખ્યો. ત્યારબાદ મધુ એ પોલીસ કમિશનરને કોલ લગાડ્યો.
મધુ (થોડા શાંત અવાજ માં ફોન પર) : હેલ્લો પોલીસ કમિશનર સાહેબ, આજે હું તમારો ઋણી થઈ ગયો. તમે મારા માથાં પરથી એક બવ જ મોટો બોજ ઓછો કરી દીધો છે. આ મારું કામ કરવા બદલ હું તમને એક ખુબજ મસ્ત ખુશી ભેટ આપીશ. સવાર પડતા પહેલા એ ભેટ તમને મળી જશે.
પોલીસ કમિશનર (કટાક્ષમાં) : અરે રે મધુ સાહેબ કાલ સવારે હું તમને તમારા ઘરે એક સરપ્રાઈઝ આપવા માટે આવું છું. તમે સવારે રાઈટ નવ વાગ્યે તૈયાર રહેજો. કાલ નો દિવસ તમારા માટે ખૂબ મહત્વનો સાબિત થવાનો છે સાથે સાથે મારો પણ. (ખડખડાટ હસતા હસતા) ચાલો કાલે સવારે મળીએ.
ક્રમશઃ....
આગળ...
1) કમિશનરે ડોન ને ખતમ કરી દીધો પરંતુ આગળ કમિશનર શુ કરવા માંગે છે?
2) શુ મધુ ગોંડા પોલીસ કમિશનર ને દબાવી ને ખજાના ની પાછળ જઈ શકશે?
3) શુ ભરત અને વનું પોલીસ થી બચી શકશે?
4) સવાર પડતા આકાશ, ધમો અને તેના સાથી નો આગળ જતાં કોની સાથે ભેટો થશે?
5) શુ આકાશ ભરત ને છેલ્લે સુધી બચાવી રાખવામાં સફળ થશે?
6)વનું આકાશ ના પ્લાન નું બરાબર પાલન કરી શકશે?
7) શુ આદિવાસી લોકો આકાશ અને ધમાં ને ખજાના સુધી પહોંચવા દેશે?