‘હેલ્લો?’
‘નમસ્તે! હું સૂર્યોદય બેંકમાંથી વાત કરી રહી છું, અમારા બેંકની વીસમી એનિવર્સરી પર અમે લાવી રહ્યા છીએ એક એક્સાઈટિંગ ઓફર ફક્ત તમારા માટે.. બૂક કરૉ તમારી મનપસંદ કાર અને મેળવો વેહિકલ લોન એટ 6% ઇન્ટરેસ્ટ ઓન્લી!’
‘હેલ્લો?’
‘હેલ્લો..’
‘હેલ્લો..’ કહી નાઝ એ ફોન કટ કરી દીધો. ખબર નહીં આ નંબરને પણ કોણે લીક કરી દીધો હશે. આવા નંબર પર યુષવલી બેંકના ફોન ન આવે.
પછી નાઝ ફોન મંતરવા લાગી. પણ કઈ ના મળ્યું, એટલે તે અંદર ગઈ. પોલીસ સ્ટેશનમાં કૌસર કઈક લખી રહી હતી. અને તે અંદર આવી ત્યારે તેનું ધ્યાન ન હતું.
‘ગિફ્ટ જોઈએ છે?’
‘શું?’
‘આ ફોન.’
‘આ ફોન? શું છે આ ફોનમાં?’
‘આ ફોન જ્યોતિકાનો છુપાએલો ફોન છે. સીમ કાર્ડ તેની પાસે જ રાખતી હશે, પણ મને મળ્યો ત્યારે આ ફોનમાં સીમ કાર્ડ હતું.’
‘હું આ ફોન ટ્રેસ કરાવીશ. એ પણ જોઈ લઇસુ કે સીમ કાર્ડ કોના નામ પર છે. તું મને તારા હસબન્ડ વિશે કઈક કહેવાની હતી.’
‘અત્યારે નહીં. પેહલા સાંભળ, મે સામર્થ્ય સાથે વાત કરી.’
‘બરાબર છે, તે ઘરે વેહલા આવી ગયો હશે. શું વાત થઈ તમારા લોકો વચ્ચે?’
‘એને મને એક ૨૦૦૭માં કોઈ નીથ્યા માધવ પર થયેલા કેસની વાત કરી. તે કહે છે કે સિથા, સિથા નથી પણ નિથ્યા છે. તે કેસ આંધ્રપ્રદેશનો છે.’
‘બેકગ્રાઉંડ ચેકમાં પણ સિથા વિશે કઈ ઠોસ નથી મળ્યું. હું આંધ્રપ્રદેશ પોલીસ સાથે કોરેસપોન્ડ કરીને જાણવાની કોશિશ કરું છું.હાલ તો ઓનલાઇન ઈ - પ્રિઝન પર જોઈ લઇશ. હવે તું ઘરે જા, નહીં તો અહી બોર થઈ જઈશ. બીજું તો કઈ કહવાનું નથી ને?’
‘છે.’
‘શું?’
‘સામર્થ્ય સિંગલ નથી.’
‘હા. ખબર છે.’
‘ઓહ.’
‘તો શું?’
‘ક્રિયાને ક્યારેય આ વાત હવે ખબર નહીં પળે. તેના ઘર વાળાને કહ્યું છે?’
‘હા. ટૂંક જ સમયમાં તે લોકો અહી પોહંચશે.’
‘તો એના પણ અંતિમ સંસ્કાર કરવા પળશે, હે ને?’
‘હા. પણ પહેલા ફોરેન્સિક ટીમ હેન્ડ ઓવર કરશે, પછી જ.’
‘હં.. હું જાઉ.’
‘ઠીક.’
નાઝને પોતાનો રસ્તો ખબર હતો. તે પોતાની રીતે ઘરે પોહંચી જશે, એ પણ કૌસરને ખબર હતી.
નાઝ ધીમે પગે ચાલવા લાગી. તેના હસબન્ડ વિશે જે ચાલી રહ્યું હતું, તે તો કદાચ કૌસર પણ સુલજાઈ નહી શકે, પણ નાઝને તો ફક્ત એવી એક જગ્યા જોઈતી હતી, જયાં તે મન મૂકીને પોતાના મનની કહી શકે. કોઈ સાંભળે, સમઝે.
તેઓ ઓસ્લો માં હતા. તે સમયે ઘણી ઠંડી હતી. બરફ જ બરફ હતું. તેઓની કંપનીની મહત્વપૂર્ણ કાર્યવાહી બધી ઓસ્લોના પોલિસી મેકર્સ અને અનાલિસ્ટસને મળીને જ થતી હતી. તેટલે લગબહગ છ મહિના ત્યાં રહવાનું ક્યારેક થતું હતું.
તે સમયે તેઓની હોટેલના કોનફરન્સ રૂમનો દરવાજો બંધ હતો, પણ અંદર બે જ વ્યક્તિ હતા. અને નાઝ તેઓની વાત સાંભળી ચૂકી હતી. તે વખતે પૈસાની લેતી - દેતી ચાલતી હતી. અને તેની આંખો નોટોથી ભરેલી બેગ પર મંડાયેલી.
પછી તો આજ વસ્તુ, ચાર થી પાંચ વાર થઈ. અને હજુ ચાલુ જ હતી. આનો અંત કઈ રીતે લાવવો, તે પ્રશ્ન છે.
અને આ પ્રશ્નનો જવાબ ખુદ નાઝ પણ વિચારી શક્તિ ન હતી.
ધીમે ધીમે ચાલતા નાઝ ઘરે પોહંચી, અને તેને અચાનક થી એક વિચાર આવ્યો.
વિશ્વકર્માને ખબર હતી.
હા, બિલકુલ. વિશ્વકર્માને એ વાત ખબર જ હતી, કે જ્યોતિકા તેને દગો આપી રહી છે. તો પછી એ શું છુપાવી રહ્યો હતો ? અત્યારે જ નાઝના મનમાં આ વાત આવી હતી. હવે કૌસરને પણ કહવું પળશે.
ઓહ નો. શું તે ભરાઈ ચૂકી હતી.. સામર્થ્યને પણ હવે ખબર હતી. શું એ બધા એક સાથે મળીને તો આ બધુ..
કરતાં હશે?