Lagn.com - 2 in Gujarati Short Stories by PANKAJ BHATT books and stories PDF | લગ્ન.com - ભાગ 2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લગ્ન.com - ભાગ 2

લગ્ન. com - વાર્તા ૨


ૐ સરસ્વતી નમો નમઃ


આજે લગભગ બે વર્ષ પછી વંદના અરીસા સામે બેસી સ્વયમને શાંતિથી જોઈ રહી હતી.


" બેટા છોકરો આવતો હશે હું તને સોળ શણગાર કરવા નથી કહેતી. બસ થોડી તૈયાર થઈ જા" વંદનાના મમ્મી જ્યોતિબેને ચિંતા કરતાં કહ્યું .


પાછળથી પાંચ વર્ષની નિધિ દોડીને આવી "મમ્મા હું તૈયાર કરું ? મારી બાર્બી ડોલને પણ હું જ તૈયાર કરું છું મમ્મા તું પણ પછી બાર્બી ડોલ જેવી લાગીશ " નિધિ ના નિર્દોષ શબ્દો એ વંદના ના હોઠો પર સ્મિત અને આંખોમાં પાણી છલકાવી દીધું અને વંદના એ નિધિ ને તેડી ગળે લગાવી દીધી અને પપ્પીઓ કરવા લાગી.


જ્યોતિબેન ની આંખો પણ ભીની થઈ ગઈ અને એ કાંઈ બોલી ન શક્યા અને રસોડા તરફ જતા રહ્યાં.


થોડીવાર પછી ડોરબેલ વાગ્યો વંદના ના પપ્પા જયેશભાઈ એ દરવાજો ખોલ્યો. "આવો બેટા ઘર શોધવામાં કોઈ તકલીફ તો નથી થઈને ?" જયેશભાઈ એ અમિત નું સ્વાગત કરતા પૂછ્યું.


" ના બિલકુલ નહિ google મેપ ના જમાના મા ઘર તો આસાનીથી મળી જાય છે પણ પાર્કિંગ નથી મળતું પણ આજે સદ્દનસીબે પાર્કિંગ પણ આસાનીથી મળી ગયું " અમિતે સોફા પર બેસતા જવાબ આપ્યો.


જ્યોતિબેન પાણી લઈને આવ્યા "તમે એકલા જ આવ્યા ? મમ્મી પપ્પાને પણ લાવા હતાં ''


" મમ્મી પપ્પા આવવાના જ હતા પણ એક જરૂરી કામ આવી ગયું અને એમને દેશમાં જવું પડ્યું " અમિતે પાણીના બે ગુટા પી જવાબ આપ્યો.


"તમે બંને વાતો કરો હું ચા નાસ્તાની વ્યવસ્થા કરું છું .વંદના બે મિનિટમાં આવે છે " આટલું કહી જ્યોતિબેન ઉતાવળે બેડરૂમ તરફ ગયા.


" બેટા છોકરો આવી ગયો છે તું જલ્દી તૈયાર થા. હું ચા મુકું છું પછી તું ચા લઈને હોલમાં જજે" જ્યોતિબેન ઉતાવળે બોલ્યા.


" મમ્મી પ્લીઝ આ બધી ફોર્માલિટી કરવાની કોઈ જરૂર નથી તમે એ છોકરાને મોકલો. હું એની સાથે વાત કરી લઈશ " વંદના આકળાતા બોલી .


" ના બેટા એવું સારું ન લાગે "


" મમ્મી મને આ બધું નથી ગમતું. મારે નથી કરવા પાછા લગ્ન " વંદના દુઃખી થતા બોલી .


" જો બેટા આ વાત ઉપર પહેલા પણ આપણે વાત થઈ ગઈ છે .તારા માટે નહીં પણ નિધિ માટે તો વિચાર કર અમે તો આજે છીએ કાલે નથી. તારી સામે આખી જિંદગી છે .અને તું ખાલી એને મળી લે. જો છોકરો તને યોગ્ય ન લાગે તો કોઈ તને ફોર્સ નથી કરવાનુ " જ્યોતિબેન વંદનાને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. નિધિ આ બધું ચૂપચાપ જોઈ રહી એને કાંઈ સમજાતું નહોતું પણ મમ્મીને રડતી જોઈ એ પણ રડવા લાગી.


ત્રણેયે એકબીજાને શાંત કર્યા ને વંદના છોકરાને મળવા હોલમાં ગઈ .


અમિત અને વંદના ની આંખો મળી બંને એકબીજાને શરમાતા જોઈ રહ્યા.


" આવો બેટા બેસ. મને લાગે છે તમે બંને એકબીજા સાથે શાંતિથી વાત કરી લો. પછી ચા નાસ્તો કરીએ હું રસોડામાં તારી મમ્મીને હેલ્પ કરુ છુ " જયેશભાઈ વંદનાને બેસાડી રસોડામાં ગયા.


થોડીવાર માટે એકદમ શાંતિ છવાઈ ગઈ બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં .


" ક્યાંથી વાત શરૂ કરવી સમજાતી નથી મારું નામ અમિત છે .અનાજ નું હોલસેલ નું કામકાજ છે વાશીમાં ગોડાઉન છે .આ બધું તો તમે બાયોડેટામાં વાંચ્યું હશે. ખૂબ સુખી જિંદગી હતી મારી. હું મારી પત્ની સ્નેહા ને મારી પાંચ વર્ષની દીકરી નિશા. એક દિવસ સવારે સ્કૂલમાં મૂકવા જતા થોડું મોડું થયું હતું સ્નેહા મારી દીકરીને લઈ સ્કુટી પર ઉતાવળે બિલ્ડીંગના ગેટથી બહાર નીકળી જમણી તરફથી એક બસ ફુલ સ્પીડથી આવી અને એક સેકન્ડમાં મારી જિંદગી બદલાઈ ગઈ એ બંને મને એકલો મૂકી આ દુનીયા છોડી ચાલ્યા ગયા .બીજા લગ્ન કરવા માટે મને કોઈ રસ નહોતો પણ લગ્ન ડોટ કોમ ચલાવતા જીગ્નેશભાઈ મારા પપ્પાના સારા મિત્ર છે અને એમણે મારી પાસે જબરદસ્તી ફોર્મ ભરાવ્યુ ને કહ્યું મારા પર વિશ્વાસ રાખ તારા માટે કોઈ પરફેક્ટ પાર્ટનર મળશે તો જ તને મળવા કહીશ એમણે મને જયારે તમારી વાત કરી ..કે બે વર્ષ પહેલા તમારા પતિનુ માત્ર 27 વર્ષની ઉંમરે હાર્ટ અટેક થી અવસાન થયું છે અને તમારી એક પાંચ વર્ષની દીકરી છે તો મે મળવા માટે હા પાડી દીધી " અમિતે હિંમત કરી બધી મનની વાત કહી દીધી બંનેની આંખો ભીની હતી .વંદના હજી પણ કાંઈ બોલી શકી નહીં પણ એણે અમિતની આંખોમાં આંખો નાખી કંઈક કહ્યું.


" હું તમારી દીકરીને મળી શકું ? " અમિતે પ્રશ્ન કર્યો .


" નિધિ બેટા નિધિ અહીં આવતો " વંદનાએ નિધિને અવાજ આપ્યો અને નિધિ બેડરૂમમાંથી દોડતી આવી વંદના પાસે ઊભી રહી .


" મમ્મા આ કોણ છે ? " અમિત સામે જોઈ નિધિએ પ્રશ્ન કર્યો .


" બેટા આ અમિત અંકલ છે તને મળવા આવ્યા છે Hi કરો એમને " શું બોલવું ? વંદનાને સમજાતું નહોતું.


નિધિએ હાઈ કર્યું. નિધિને જોઈ અમીતના ચહેરા પર મોટી સ્માઈલ આવી ગઈ અને એણે થેલી માંથી એક મોટી ચોકલેટ કાઢી નિધી તરફ મૂકી.


નિધિને ચોકલેટ લેવી હતી . એણે વંદના તરફ જોયું વંદના એ હા પાડી અને ચોકલેટ લેવા ઈશારો કર્યો " લઈ લે ને અંકલને થેન્ક્યુ બોલો "


" થેક્યું અંકલ " અને ત્રણેયના ચહેરા સ્માઈલ સાથે ખીલી ઉઠ્યા .


આવી બીજી ઘણી મુલાકાત થઇ . બંને એ એકબીજાને મન ખોલી મનની વાતો કરી . થોડા સમય બાદ વંદના ને પતિ .અમિતને પત્ની અને દીકરી .અને નિધિને પિતા મળી ગયા અને લગ્ન ડોટ કોમ પર એક પરિવારનું મિલન થયું.


લોક: સમસ્તાઃ સુખીનો ભવન્તુ .


ધન્યવાદ

પંકજ ભરત ભટ્ટ.