Khajanani khoj - 11 in Gujarati Adventure Stories by શોખથી ભર્યું આકાશ books and stories PDF | ખજાનાની ખોજ - 11

Featured Books
Categories
Share

ખજાનાની ખોજ - 11

ખજાનાની ખોજ ભાગ 11



આગળના ભાગ થી ક્રમશઃ...




શાર્પ શૂટર અને પોતાના માણસો તેમજ ભાવના ના મોત થી ડોન અબ્બાસ હવે પુરી રીતે ગુસ્સે ભરાયો હતો. પોતાના માણસો પાસે જ મધુ ના માણસો ની પણ લાશો જોવા મળી એટલે ડોન અબ્બાસ ને હવે પાક્કું થઈ ગયું હતું કે ભરત ને કિડનેપ કરવાનું કામ મધુ ગોંડા એ જ કર્યું છે. ડોન અબ્બાસ હવે મધુ ગોંડા ની પાછળ પડી ગયો હતો. તેણે પોતાના માણસો ને ઇનામ જાહેર કરી દીધું હતું કે જે મને મધુ ગોંડા ને મારી પાસે જીવતો લાવશે તેને હું 5 કરોડ રૂપિયા ઇનામ માં આપીશ.

આ બાજુ મધુ ગોંડા એ પોલીસ કમિશનર ને ડોન વિશે બધી માહિતી આપી દીધી હતી. પોલીસ કમિશનરે ચાર ટુકડી ની રચના કરી હતી અને ડોન અબ્બાસ ના ઠેકાણા પર અટેક કરવાનો પ્લાન બનાવી નાખ્યો હતો. પોલીસ ની આ ચાર ટુકડી અને પોલીસ કમિશનર ડોન ના ઠેકાણે જવા નીકળી ગયા હતા. ડોન અબ્બાસ ના એક ખાસ કોન્સ્ટેલે ડોન અબ્બાસને ફોન કરી ને બધી માહિતી આપી દીધી કે મધુ ગોંડા આજ પોલીસ સ્ટેશને આવી ને પોલીસ કમિશનર સાથે તમારા પર હુમલો કરવાનો પ્લાન બનાવ્યો છે અને હાલ માં પોલીસ કમિશનર અને તેની ચાર ટુકડી સાથે તમારા પર હુમલો કરવા નીકળી ગયા છે.

વનું પાંચ કરોડ રૂપિયા લઈ ને ભરત ને જે ગેરેજ પર રાખ્યો હતો ત્યાં પહોંચી ગયો અને ભરત ની સામે પાંચ કરોડ રૂપિયા મૂકી દીધા. વનું એ ભરત ને ડોન અબ્બાસ અને મધુ ગોંડા ના માણસો વચ્ચે થયેલી લડાઈ અને છેલ્લે ભાવના ના મોત ના સમાચાર બધું વિગતે વાત કરી દીધી. ભરત થોડી વાર શાંત વિચારો માં ખોવાયેલ રહ્યો અને પછી તેને આકાશ ને ફોન કરી ને થોડી સૂચના ઓ આપી. ત્યારબાદ ભરતે વનું ને કહ્યું કે હવે આપણે શહેર છોડવા નો સમય આવી ગયો છે. જલ્દી જ પોલીસ આપણા આ ગેરેજ પર પહોંચી જશે. પોલીસ આપણી પાસે પહોંચે એ પહેલાં આપણે આ શહેર છોડી ને કોઈ બીજી જગ્યાએ જતું રહેવું પડશે.

ભરત: સાંભળ વનું, તારે એક કામ કરવાનું છે. તારે અને મને અહીંથી બીજે કોઈ સલામત સ્થળે લઈ જવાનો છે. અને ત્યારબાદ કાલ સવારે બીજા પાંચ માણસો ને લઈ ને તારે તારા ભાઈ પાસે જવાનું છે.

વનું: નહીં ભરત, હું તને એકલો મૂકી ને ક્યાંય નહીં જાવ. જ્યાં સુધી મારો ભાઈ શક્તિ ખજાનો મેળવી ને પાછો નહિ આવે ત્યાં સુધી હું તારી સાથે જ રહીશ. તને એકલો મૂકી ને જવ અને તારા પર કોઈ ખતરો આવે તો ખજાનાની સાથે બધા એ જીવ પણ ખોવાનો વારો આવે. હું મારા ભાઈ શક્તિ પાસે મારા ખાસ માણસો ને મોકલી દઈશ એ લોકો ત્યાં મદદ કરશે અને અહીં હું તારું ધ્યાન રાખીશ.

વનું એ તરત તેના બીજા માણસ ને ફોન કરી મેં શક્તિ નો કોન્ટેક્ટ કર્યો અને તેની પાસે માણસ ને મોકલી દીધા. આ બાજુ ભરત અને આકાશે પણ વાત કરી. ભરતે આકાશને બધી વાત કરી સાથે એ પણ કહ્યું કે ભાવનાનું પણ આ બધા માં મૃત્યુ થયું છે. આ બધી વાત કરતા કરતા આકાશ ને એક સવાલ થયો કે જો ભરત અને વનું બન્ને ને જીવ નો જોખમ હોય તો તરત જ તેમને હાલ પૂરતું શહેર છોડી દેવું જોઈએ. આકાશે તરત જ ભરત ને શહેર છોડવા માટે રાજી લરી લીધો. અને વનું ને પણ કહ્યું કે ચાર માણસ ને કામે લગાડ. બે ને મધુ ગોંડા ની પાછળ અને બે ને ડોન અબ્બાસ ની પાછળ અને તે બન્ને ની પળે પળ ની માહિતી મેળવતો રહેજે.

વનું એ તેની સાથે કિડનેપ કરવા આવેલા ચાર માણસો ને મધુ તેમજ ડોન અબ્બાસ ની પાછળ લગાડી દીધા અને તેમને સૂચના પણ આપી દીધી કે આ બન્ને ની પળે પળ ની માહિતી મારી પાસે પહોંચવી જોઈએ. એ બન્ને કોને કોને મળે છે શું શું કરે છે તે બધી વિગત મને આપતા રહેજો. સાચવી ને કામ કરજો એ બન્નેની નજરે ચડતા નહિ.

આ બાજુ પોલીસ કમિશનર તેણે બનાવેલી ચાર ટીમ લઈ ને ડોન અબ્બાસના અડ્ડા પર જવા રવાના થયા. ડોન અબ્બાસ પણ પોલીસ કમિશનર આવવાનો છે તેની જાણ થતાં બધા ડોક્યુમેન્ટ અને રૂપિયા ઝવેરાત સોનુ બધું ભેગું કરી ને રફુચક્કર થવાની તૈયારી કરવા લાગ્યો. આ સાથે ડોન અબ્બાસે તેના માણસ ને મધુ ગોંડા ની સોપારી આપી દીધી.

પોલીસ કમિશનર ડોન નીકળે તે પહેલાં જ ડોન અબ્બાસના અડ્ડા પર પહોંચી ગયા હતા. ચારેય તરફથી પોલીસે ડોન અબ્બાસને ઘેરી લીધો જેથી હવે ડોન ભાગી ને જઈ શકે નહીં. પોલીસ કમિશનરે માઇક હાથમાં લઈ ને એનાઉન્સમેન્ટ કર્યું.

પોલીસ કમિશનર: અબ્બાસ તું તારી જાત ને પોલીસ ના હવાલે કરી દે. હવે તું ક્યાંય ભાગી ને જઈ શકીશ નહિ. પોલીસે તને ચારેય બાજુથી ઘેરી લીધો છે. ભાગવાની કોશિશ કરીશ તો મારે શૂટ આઉટ કરવાની ફરજ બનશે અને અહીં જ તારું મૃત્યુ થશે.

ડોન અબ્બાસ: કમિશનર સાહેબ હું તમારા હાથ માં ક્યારેય નહીં આવું. પણ હું તમને એક મોકો આપું છું કે તમે તમારા પોલીસ ના માણસો ને લઈ ને અહીંથી જતા રહો નહિતર તમે અને તમારા પોલીસ ઓફિસર ના મોત માટે તમે ખુદ કસૂરવાર બનશો.

થોડીવાર બન્ને તરફથી શાંતિ રહી. અને ફરી ડોન અબ્બાસ બોલ્યો.

ડોન અબ્બાસ : પોલીસ કમિશનર સાહેબ જો તમે મને અહીંથી નીકળવા દેશો તો હું તમને દસ કરોડ રૂપિયા આપીશ અને સાથે અહીં તમારી સાથે આવેલા દરેક ઓફિસર ને પણ મોટી રકમ આપીશ. મને ખબર છે તમને લોકો ને મારું એડ્રેસ કોણે આપ્યું. મારી પાસે બધી માહિતી છે. જો હું મારી રીતે અહીંથી નિકલીશ તો હું તમને કે મધુ ગોંડા બન્ને ને છોડીશ નહિ. પરંતુ જો તમે મને અહીંથી નીકળવા દેશો તો હું તમને ઇનામ આપીશ અને દંડ ફક્ત મધુ ગોંડા ને મળશે.

પોલીસ કમિશનરે આ વખતે નક્કી કર્યું હોય છે કે ગમેતેમ કરીને પણ ડોન અબ્બાસ ને અહીંથી નીકળવા દેવો નથી. પોલીસ કમિશનરે તેના સાથી ને ઈશારો કરી ને કહી દીધું કે હું કહું ત્યાંરે ડોન નું કાસળ કાઢી નાખજો. પહેલા હું તેને બહાર બોલાવી લવ ત્યારબાદ તેના પર અચાનક હુમલો કરીશું.

પોલીસ કમિશનર : અબ્બાસ મને તારી શરત મંજુર છે પણ મારી પણ એક શરત છે. હું તને અહીંથી જવા દઈશ પણ પહેલા તારે મને રૂપિયા આપવા પડશે. અને બીજું તું મને કે અહીં મારી સાથે આવેલ એક પણ પોલીસ ઓફિસર ને બાદમાં હેરાન નહિ કરે. જો તને મારી શરત મંજુર હોય તો રૂપિયા મને આપી ને અહીંથી જઈ શકે છે.

ડોન અબ્બાસ: કમિશનર સાહેબ, મને તમારી શરત મંજુર છે. તમે અહીં અંદર આવી જાવ અને આપણે સાથે બેસીને હિસાબ કરી લઈએ.

પોલીસ કમિશ્નર તેના સાથી ને લઈ ને ડોન ના ઘરમાં અંદર ગયા. ડોન સોફા પર આરામ થી બેઠો હતો હાથ ખાલી અને બાજુમાં રૂપિયા થી ભરેલી બેગો પડી હતી. પોલીસ કમિશનર ને અંદર જતા જ સારો મોકો મળી ગયો અને તેણે તરત ઈશારો કર્યો. પોલીસ કમિશનર ના ઈશારો મળતા જ બધા પોલીસ ઓફિસરો એ ગોળી દ્વારા ડોન અબ્બાસ અને તેના દરેક સાથી નું ઢીમ ત્યાં જ ઢાળી દીધું. પોલીસ કમિશનરે ડોનની બાજુ માં પડેલ રૂપિયા ની બેગો અને ઘરેણાં ની બેગ એક પોલીસ જીપ માં મુકાવી ને સેફ જગ્યાએ મોકલી દીધી.





ક્રમશઃ....



આગળ...

1) કમિશનરે ડોન ને ખતમ કરી દીધો પરંતુ આગળ કમિશનર શુ કરવા માંગે છે?
2) શુ મધુ ગોંડા પોલીસ કમિશનર ને દબાવી ને ખજાના ની પાછળ જઈ શકશે?
3) શુ ભરત અને વનું પોલીસ થી બચી શકશે?
4) સવાર પડતા આકાશ, ધમો અને તેના સાથી નો આગળ જતાં કોની સાથે ભેટો થશે?
5) શુ આકાશ ભરત ને છેલ્લે સુધી બચાવી રાખવામાં સફળ થશે?
6)વનું આકાશ ના પ્લાન નું બરાબર પાલન કરી શકશે?
7) શુ આદિવાસી લોકો આકાશ અને ધમાં ને ખજાના સુધી પહોંચવા દેશે?