અને લોપાની આંખો ખૂલી, તે લીલા રંગની હતી. હવે તે છત સામે જોવા લાગી. દૈત્યાને ભલે બધા વિશે બધી જ ખબર હોય – પણ માયાવી દૈત્ય વિશે કાઈજ ખબર પળે જ નહીં. અમેય ને જાણ ન હતી, કે લોપા ખુદ જ દૈત્ય હતી. તે રસોડા તરફ ધીમે પગે આગળ વધી, અને ત્યાંથી એક ચપ્પુ લઈ આવી. આની ધાર ઘણી સારી હતી. તે ધીમે પગે ઘરની બહાર આવી. અને જોવા લાગી. ગાડી પછી ફરી ન હતી, અને વડનાં જંગલમાં કઈક ચાલી રહ્યું હતું. એટલે અમેય હવે સુધાને સાંઝવી રહ્યો હશે. શું વાત કરી રહ્યા હતા, તે તો લોપાને જાણવાની કોઈ જરૂર ન હતી.
વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો.
લોપા, જે પેહલા અમૃતા, અને સ્મિતાનું રૂપ લઈ ચૂકી હતી, તે હસવા લાગી. આજે તેનો વિનાશ થવાનો હતો.
પણ અંતે, વામાંનો પણ વિનાશ થશે.
એજ વામાં જેના કારણે એને અહી આવવું પડ્યું હતું.
જો વામાંએ પોતાના જ પતિને ન માર્યો હોત, તો આ કઈ સરજત જ નહીં. અનેરું હોત સઘળું.
પણ હવે, વામાં પણ મારશે. આ તેનો છેલ્લો દેહ હતો. તે પછી અહી તે ફરી નહીં આવે.
વામાંને અમેયથી દૂર કરવા અને, પોતાની જાતને અહીથી મુક્ત કરવા હેતુ, દૈત્ય આ બધુ કરે છે.
ત્યારે મૃગધાં જાગી ગઈ, અને તે લોપા સામે જોવા લાગી. લોપાના હાથમાં શું હતું, તે એને ન દેખાયું, પણ લોપા ત્યાં ઊભી હોય, તેમ જણાયું.
‘અરે લોપા, તમે જાગી ગયા?’
‘સુધા અહી નથી. અમેય પણ નથી. તેઓ ક્યાં ગયા?’ લોપા નાની બાળકીના સ્વરમાં પૂછ્યું.
‘અડધી રાત્રે ડ્રાઈવ પર જવાની તો બંનેવને આદત છે. એવું તો એ ઘણી વાર કરે છે.’
‘ઓહ. પણ અત્યારે તો વરસાદ ચાલુ છે. ભીંજાશે તો?’
‘હવે પાછાજ આવતા હશે, તમે તેમની ચિંતા ન કરશો.’
‘નાં. એમને કઈ થઈ ગયું તો?’
મૃગધાને મનમાં થયું, કેટલી કેરિંગ સ્ત્રી છે. વર્ષો સુધી ન હતી મળી, તેવી મિત્ર માટે તે રાત જાગવા તૈયાર હતી.
‘તેઓ આવતા જ હશે. તમને આરામ કરવા કહ્યું છે, તો તમે બેસો. એવું હોય તો બેસી ને રાહ જોવો. અને ચિંતા ન કરશો, તેઓ આવીજ જશે.’
હવે બાઢ તો શરૂ થઈ ચૂકી હતી, એટલે પાછા ફરશે, કે નહીં એ તો લોપાને પણ ખબર ન હતી.
ત્યારે જ વડના જંગલમાં તેને જોયું, લાઇટ્સ.
વેહિકલની લાઇટ્સ હતી.
‘લો, આવી ગયા.’
લોપાએ પોતાનો હાથ મૃગધા પર ફેરવ્યો, અને તે બેભાન થઈ ગઈ.
પછી લોપાના અસ્તિત્વમાં ફરી બદલાવ આવ્યો. તેનું શરીર ખરી પડ્યું.
પાવડરની જેમ જમીન પર છંટાઈ ગયું. અને જાણે મોઢા સાથે એક જ્વાળા હોય તેમ અમેય અને સુધા તરફ વધ્યું.
સુધા હજુ તો સામે જોઈ રહી હતી, કે તેઓની ગાડી પર એક કાળું વાદળ છવાઈ ગયું.
સુધાએ ચીસ પાડી.. ‘આ શું થયું?’
અમેયના હાથ થથરી રહ્યા હતા, તે ધીમે ધીમે ગાડી ચલાવી રહ્યો હતો, અને તેની નજર સામે જ હતી. તેના હ્રદયમાં ધબકાર વધી રહયા હતા.
‘દૈત્ય.’
અને તેઓ અચાનકથી પાણીમાં તરી રહ્યા હતા.
અને ગાડી ડૂબી રહી હતી.
પાણી જ પાણી હતું, ચારેવ બાજુ, અને ત્યાં ક્યાંકથી લોપ આવી પોહંચી. એક મુઠ્ઠી મારી તેને કાચ તોળી નાખ્યો. બધુજ પાણી અંદર આવી રહ્યું હતું.
અમેય સુધાને પકડી ઉપર તરવા લાગ્યો. જ્યાં સુધી અમેયનો હાથ સુધાના હાથમાં હતો, ત્યાં સુધી દૈત્ય પોતાના માયાવી રૂપથી સુધાને નહીં મારી શકે. ત્યારે તો બધુ પાણી ઉછડ્યું.